વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 344 ) રોજ નવું વર્ષ …….. લેખિકા- સ્નેહા પટેલ

આ નવા સંવત વર્ષ ૨૦૭૦ ના આરંભના માહોલમાં આજની પોસ્ટમાં સૌ. સ્નેહાબેન પટેલનો

“રોજ નવું વર્ષ ” નામનો મને ગમેલો એક લેખ એમના આભાર સાથે ગમતાનો કરીએ ગુલાલ 

એ રીતે આજની પોસ્ટમાં પ્રસ્તુત છે  

સ્નેહાબેન પટેલનો પરિચય એમના જ શબ્દોમાં એમના બ્લોગ

“સ્નેહા પટેલ – અક્ષિતારક” ની આ લીંક ઉપર વાંચો  .

મને આશા છે આ નવા વર્ષની શરૂઆતમાં આપને આ પ્રેરક લેખ વાંચવો અને

વિચારવો જરૂર ગમશે .

વિનોદ પટેલ

________________________________________________

“રોજ નવું વર્ષ “–  સ્નેહા પટેલ

New year reso- catતમારું વર્તમાન નું વર્તન તમારી જન્મકુંડળીના ચોકઠા દોરીને એમાં એમાં ‘ભવિષ્ય’ નામના આંકડાં ભરે છે. નવું વર્ષ એ રોજ સવારે ઉઠીને આંખો બંધ કરીને આ રુધિરાભિસરણની પ્રક્રિયા હજુ પણ યથાવત છે, સૂરજના તાજા તાજા  કિરણો તમને હૂંફ આપે છે, તાજા ખીલેલા ફૂલો ગઈ કાલે મુરઝાઈને ખરી ગયેલા ફૂલોની સ્મશાનયાત્રા કાઢીને રોવાના બદલે ‘ આ અને અત્યારની પળ જ  હકીકત છે અને એ ખૂબ સુંદર છે ‘ની વાતમાં આપણી માન્યતા દ્રઢ કરવા સસ્મિત મંદ મંદ વહી રહેલા સમીરની સંગાથે ડોલી ડોલીને વાતાવરણમાં તાજગી અને સુવાસનો છંટકાવ કરે છે, અસિત્ત્વને તરબતર કરે છે, રોજ સવારે ભૂખ્યાં ઉઠાડે છે પણ ભૂખ્યો સુવાડતો નથી અને એથી જ આ સૃષ્ટિના સર્જનહાર પર જેનો ભરોસો અકબંધ છે એ પંખીઓ પણ સઘળી ચિંતાનો ભાર એના માથે નાંખીને પોતાના ભાઈ-ભાંડુઓ સાથે ખાવાનું શોધવા નીકળી પડતા  એમની જ મસ્તીમાં ઉડતા ઉડતા એમના મધુર અવાજથી, ગીતોથી ચોમેર જીવંતતા ભરી દે છે અને આ બધાની વચ્ચે તમે  ઉમંગસભર એક નવા દિવસની શરુઆત કરો છો એના માટે ઇશ્વરનો આભાર માનવાની એક પ્રક્રિયા (જેને આમ તો પ્રાર્થના જેવું પણ કહી શકાય ) એ છે.

પણ આપણે તો હિસાબોના પાક્કા. આપણા માટે તો ૩૬૫ દિવસે એક જ  વાર નવું વર્ષ આવે, બાકી બધાં તો વાસી દિવસો જ કહેવાય. આવી બધી કુદરતની રોજેરોજ બદ્લાતી કરામતો સાથે આપણે શું લેવા દેવા ? જે જેનું કામ કરે. આટલી જીવંતતા આપણને થોડી પોસાય ? આપણે તો એદી માનવીઓ…રોજે રોજ બહારથી તનને સાફ કર્યા કરીએ પણ મનમાં તો ઇર્ષ્યા, વેર, ગુસ્સાનો કચરો ભેગો જ કર્યા કરીએ. એ બધી મોંકાણો કાઢવા માટે સમય જ નથી મળતો.

એક ક્ષણ થોભી જાઓ મિત્રો અને વિચારો તો ખ્યાલ આવશે,

ઇશ્વરના આ સૃષ્ટિમંદિરમાં આપણે પૂજારી થઈને એક ચોકકસ હેતુ સાથે આ પ્રુથ્વી પર અવતર્યા છીએ. આપણા હેતુ -કાર્યની રોજેરોજ આરતી ના ઉતારીએ તો સહસ્ત્ર દીવડાં બંધ થઈ જશે, એમાં ભજન નહીં ગાઈએ તો દસે દિશામાં અકળાવી કાઢતો શૂનકાર છવાઈ જશે. પર્વતો, ખીણ, વરસાદ, તાપ,તોફાન, લહેર, વૃક્ષ, બીજ સર્વત્ર ઇશ્વરનો સાક્ષાત્કાર કરવો એ જ આપણા જીવનપૂજારીઓની પૂજા. એમાં આપણી શ્રધ્ધાનો શંખનાદ હંમેશા વાગતો રહેવો જોઇએ, આપણી નિર્મળ ઉર્મિઓનો અખંડદીપ સદા જલતો રહેવો જોઇએ, આપણી પ્રાર્થનાનો ઘંટનાદ પળે પળે રણઝણવો જોઇએ. આ બધી ક્રિયાઓ માટે નવું વર્ષ આવવાની રાહ ના જોવાય રે નાદાનો !

કોઇ પણ કાર્ય કરવાની પૂર્વશરત સંતોષ અને શાંતિ હોવી જોઇએ. કારણ એ જ શાશ્વત છે. આ બધાંયને મદદ કરવા માટે ઇશ્વરે મનુષ્યને અદભુત ગુણ આપ્યો છે અને એ છે પ્રેમ. કોઇને પણ ફકત આપવાની ભાવના સાથે તન્મયતાથી પ્રેમ કરશો તો એ વર્ણવવા ભલભલાં શબ્દો પણ ફીકા પડી જશે. એને સાબિત કરવા માટે કોઇ જ સાબિતીઓની જરુર નહી પડે.એ પ્રેમ તમારા રુધિરમાં ઓકસીજનની માત્રા વધારી દેશે, ભાવજગતને અલૌલિક વળાંક મળશે, સર્વત્ર આનંદની છોળો ઉડશે, થાક -દુઃખ-કલેશ જેવા કકળાટ કાયમ તમારાથી જોજનો દૂર રહેશે અને એને કાઢવા નવા વર્ષની પૂર્વે કાળીચૌદશની રાહ નહી જોવી પડે. તો મિત્રો આજથી ને અત્યારથી જ પ્રક્રુતિના સર્જનહાર પ્રત્વે પ્રેમ, આદર, શ્રધ્ધા રાખીને પૂર્ણ રીતે સમર્પિત થઈને પ્રભુ ના આશીર્વાદ લઈ તમારી મહેનત, વિશ્વાસ અને આવડતના પાયા પર તમારા માટે નિર્ધારીત કરાયેલા કાર્યની ઇમારત ચણવાનું શરુ કરી દો તો આજ જ નહીં પણ જીવતરનો એકે એક દિવસ આપણા માટે નવું વર્ષ છે, મંગળમય છે !

આપના દરેક કાર્ય સફળ થાય-આમીન !

આભાર -સૌજન્ય- “સ્નેહા પટેલ – અક્ષિતારક” બ્લોગ

______________________________________

બોલીવુડ સીને જગતના આજના સુપર સ્ટાર અમિતાભ બચ્ચનના પિતા અને

હિન્દી સાહિત્યના જાણીતા  કવિ હરિવંશરાય શ્રીવાત્સવ બચ્ચનની

આજની પોસ્ટને અનુરૂપ એક હિન્દી કૃતિ નીચે પ્રસ્તુત છે . 

  नव  वर्ष

वर्ष नव

हर्ष नव 

जीवन उत्कर्ष नव 

नव उमंग 

नव तरंग 

जीवन का नव प्रसंग 

नवल चाह 

नवल राह 

जीवन का नव प्रवाह 

गीत नवल 

प्रीति नवल 

जीवन की रीति नवल 

जीवन की नीति नवल 

जीवन की जीत नवल   
 
– हरिवंश राय बच्चन  
सप्रेम , 
 

न​​​व ​ ​वर्ष ​ की हार्दिक शुभकामनाए

6 responses to “( 344 ) રોજ નવું વર્ષ …….. લેખિકા- સ્નેહા પટેલ

 1. ગોદડિયો ચોરો… November 19, 2013 at 7:07 AM

  આદરણીય વડિલ શ્રી વિનોદકાકા,

  હરિવંશરાય બચ્ચનની પંકતિ સાથે સ્નેહા બહેનનાં સોનેરી વાક્યો માનવ જીવન માણવાના

  અનેરી આશાઓ સાથે સોનેરી શબ્દો મનભાવન છે..

 2. sneha patel - akshitarak November 13, 2013 at 6:18 PM

  thank you v. much VInodbhai…and to all friends too. happy new year…happy new life 🙂

 3. mdgandhi21 November 11, 2013 at 12:47 PM

  સરસ મનનીય લેખ . શુભ દીપાવલીનો હર્ષ નવલાં રૂપે ઝગમગતો રહે.

 4. Anila Patel November 11, 2013 at 10:25 AM

  Aa lekh vachya pachhi aapane sau roj navu varsh manthi manavi ane navu varsh kayam navuj rahe evi anubhooti kayam karie.

 5. pragnaju November 11, 2013 at 9:34 AM

  તમારી મહેનત, વિશ્વાસ અને આવડતના પાયા પર તમારા માટે નિર્ધારીત કરાયેલા કાર્યની ઇમારત ચણવાનું શરુ કરી દો તો આજ જ નહીં પણ જીવતરનો એકે એક દિવસ આપણા માટે નવું વર્ષ છે, મંગળમય છે !
  નવા વર્ષની પ્રેરણાદાયી વાત

 6. nabhakashdeep November 11, 2013 at 7:15 AM

  સરસ મનનીય લેખ . શુભ દીપાવલીનો હર્ષ નવલાં રૂપે ઝગમગતો રહે.

  રમેશ પટેલ(આકાશદીપ)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: