વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 345 ) એક મેક્શીકન માછીમાર શીખવે છે સુખી જીવન જીવવા માટેની ચાવી !….. ( એક બોધ કથા )

Fishing Boat

ઇન્ટરનેટ ઉપર પરિભ્રમણ કરતાં આ બ્લોગમાં  અંગ્રેજીમાં  એક મેક્શીકન માછીમાર અને

હાર્વર્ડમાંથી ઉત્તીર્ણ  એમ.બી.એ અમેરિકન મુસાફરની એક વાર્તા મારા વાંચવામાં આવી  .

આ વાર્તામાં રહેલો જીવન માટેનો સંદેશ મને ગમી જતાં એનો ગુજરાતીમાં અનુવાદ કરીને

આજની પોસ્ટમાં મુક્યો છે  .

આપને આ બોધ કથા જરૂર ગમશે .

વિનોદ પટેલ

_____________________________________________

મેક્શીકોના એક નાના ગામમાં દરિયા કાંઠે એક માછીમારની બોટ નાંગરેલી પડી હતી.

એટલામાં એક અમેરિકન  મુસાફર આ માછીમાર પાસે આવી એણે પકડેલ માછલીઓની સારી જાત માટે એને શાબાશી આપતાં પૂછવા લાગ્યો :

“ આ માછલીઓ પકડવામાં એને કેટલો સમય લાગ્યો હતો ?

માછીમાર કહે  “ બહું નહીં “

મુસાફરે કહ્યું :” તમે લોકો થોડો વધુ સમય બોટમાં રહીને વધારે માછલીઓ કેમ પકડતા નથી ?”

માછીમારે આ મુસાફરને સમજાવ્યું :

” અમે લોકો હાલ જે થોડી ઘણી માછલીઓ પકડીએ છીએ  એથી ખુશ છીએ કેમ કે એનાથી એમની અને એમના કુટુંબની બધી જીવન જરૂરીઆતો પૂરી થઇ જાય છે . “

મુસાફર કહે : “તો પછી તમે લોકો તમારા બાકીના સમયમાં શું કરો છો ?”

માછીમાર કહે :” અમે રાતે માંડા સુધી સુઈએ છીએ,થોડો સમય માછલીઓ પકડીએ છીએ , અમારાં સંતાનો સાથે રમીએ છીએ અને અમારી પત્નીઓ સાથે બપોરની ઉંઘ ખેંચી કાઢીએ છીએ ,સાંજે ગામમાં અમારા મિત્રોને મળીએ છીએ ,એમની સાથે શરાબના થોડા ઘુંટ ગટગટાવીએ છીએ અને ગીતાર વગાડીને થોડાં ગીતો ગાઈએ છીએ .આમ અમારા દિવસો સારી રીતે પસાર થઇ જાય છે ,અમે અમારી જિંદગીને પુરેપુરી રીતે માણીએ છીએ .”

આ પરદેશી મુસાફિરે એને આગળ બોલતાં અટકાવીને કહ્યું :

” જુઓ , મેં વિશ્વમાં જાણીતી હાર્વર્ડ યુનિવર્સીટીમાંથી એમ.બી.એ. ની ડીગ્રી પાસ કરેલી છે એટલે હું તમને મદદ કરી શકું એમ છું .મારી તમને સલાહ છે કે તમારે થોડો વધારે સમય બોટમાં રહીને માછલીઓ પકડવાનું શરુ કરવું જોઈએ .આના લીધે તમે વધારે  માછલીઓ પકડી શકશો અને એથી તમારી જે આવક વધશે એમાંથી આના કરતાં મોટી બોટ ખરીદી શકશો .”

માછીમારે પૂછ્યું : ” સાહેબ, એ પછી શું ?”

મુસાફર  કહે :” મોટી બોટથી વધારે માછલીઓ પકડવાથી તમારી આવક વધતાં તમે એક બીજી નવી બોટ ખરીદી શકશો . એ પછી બીજી ,ત્રીજી એમ તમારી પાસે બોટનો મોટો કાફલો થશે .તમે પછી દલાલોને માછલીઓ વેચો છો એના બદલે પ્રોસેસિંગ હાઉસો સાથે સીધા વાતચીત કરીને સારો ભાવ મેળવી શકશો અને આ રીતે ભવિષ્યમાં તમારી મોટી કમાણીમાંથી કદાચ તમારી આગવી પ્રોસેસિંગ ફેક્ટરી પણ ઉભી કરી શકશો . ત્યારબાદ, તમારે આ તમારા નાના ગામમાં રહેવું નહી પડે અને તમે મેક્શીકો શહેર , લોસેન્જેલ્સ કે ન્યુયોર્કમાં રહીને ત્યાંથી તમારા ધંધાનો વહીવટ કરી શકશો .”

માછીમાર કહે :” સાહેબ , આ બધું કરતાં કેટલો સમય લાગે ? “

મુસાફર :” વીસ વર્ષ કે કદાચ પચ્ચીસ વર્ષ “

માછીમાર કહે :” સાહેબ, ત્યાર પછી શું કરવાનું ?”

મુસાફર હસતાં હસતાં કહે :

” મારા મિત્ર , ત્યાર પછીની જે વાત છે  એ બહું જ મજાની છે . તમારા ધંધાનો  વિસ્તાર ખરેખર મોટો થયો હોય ત્યારે તમારે શેરો ખરીદવાના અને વેચવાના અને એ રીતે લાખ્ખો ડોલરની કમાણી કરી લેવાની .”

માછીમાર કહે :” લાખ્ખો ડોલર ? ખરેખર ? અને લાખ્ખો ડોલર બનાવ્યા પછી શું ? “

 મુસાફર કહે :” ત્યાર પછી તમારે તમારા ધંધામાંથી નિવૃત્તિ લઇ લેવાની ,

“દરિયા કિનારે એક નાના ગામમાં મકાન કરી રહેવાનું, માંડે સુધી સુઈ રહેવાનું ,તમારા બાળકો સાથે રમવાનું, નિરાંતે માછલીઓ પકડવાની, પત્નીની સાથે બપોરે ઊંઘવાનું અને રોજ સાંજે મિત્રો સાથે ડ્રીન્કસ લેવાનું અને આ રીતે આનંદથી દિવસ પસાર કરવાનો .”

આ સાંભળીને મેક્શીક્ન માછીમાર હસી પડ્યો અને આ મુસાફરને  કહેવા લાગયો :

“તમને બહું માન સાથે  મારે કહેવું જોઈએ કે આ બધું તમે જે કહ્યું એ બધું તો અમે બધા  માછીમારો હાલ કરી જ રહયા છીએ . તો એ મેળવવા પાછળ અમારે અમારી જિંદગીનાં  કીમતી ૨૫ વર્ષ બગાડવાનો કોઈ અર્થ ખરો ?”  .

આ વાર્તાનો બોધપાઠ 

 આ વાર્તામાંથી બોધ એ લેવાનો છે કે માણસના જીવનમાં સ્થાવર મિલકતોની માલિકી અને

પૈસા એ જ પૂરતું નથી  . માત્ર પૈસાથી સુખ ખરીદી શકાતું નથી . માણસની તૃષ્ણાઓનો કોઈ અંત નથી . જેમ જેમ વધુ પૈસા પ્રાપ્ત થાય છે એમ વધુ પૈસા મેળવવાની લાલસા વધતી જાય છે . ઇચ્છાઓનો શૂન્યાવકાશ કદી પુરાતો નથી .

જાણીતા અંગ્રેજી લેખક G.K.Chesterton એ એના નીચેના અવતરણમા સુંદર કહ્યું છે કે —

“There are two ways to get enough :

The one is to continue accumulate more and more .

The other is to desire less “

માણસને સુખી થવા માટે માત્ર વધુ ધન હોય એ જરૂરી નથી પણ જે છે એમાં સંતોષ

માની ધન ઉપરાંતની બીજી વ્યક્તિત્વ ખીલવવાની ક્લાઓ વિકસાવીને એમાંથી આનંદ શોધવો જરૂરી છે .

તમારી જિંદગીમાં સુખ મેળવવા માટે તમે મનમાં હવાઈ કિલ્લા રચો ત્યારે તપાસી જુઓ કે

તમારી પાસે હાલમાં જે છે એ સુખ નથી તો શું છે ?પૈસા બનાવવાની ઉંદર દોડમાં જિંદગીને

સારી રીતે જીવવાનું એક બાજુ તો રહી જતું નથી ને ?

સુખ કે દુખ એ એક માનસિક બાબત છે . તમે મનથી માનો તો સુખ નહીંતર

અગણિત ધન સાથે પણ દુખ !

તમારા જીવનની હરએક પળને આનંદથી માણો .

તમારુ જીવન જીવનવિહોણું  બની જાય એ પહેલાં તમારા જીવનને બરાબર જીવી લો .

“Live your life before life becomes lifeless”

_____________________________________

નીચે એક બીજા એમ.બી.એ. થયેલા ભાઈ અને એક અભણ ખેડૂતની

આ કટાક્ષ કથા પણ માણો .  

પુસ્તકિયું જ્ઞાન કેટલું અધકચરું હોય છે એનું આ એક ઉદાહરણ છે !

એક પ્રતિષ્ઠિ‌ત બિઝનેસ સ્કૂલમાંથી એમ.બી.એ ની ડીગ્રી પ્રાપ્ત કરીને એક યુવક ખેડૂતો

પાકનું મેનેજમેન્ટ કેવી રીતે કરે છે તેનો સર્વે કરવા માટે એક ગામમાં ગયો.

ત્યાં જૂની પદ્ધતિથી ખેતી થતી જોઇને એણે એક ખેડૂતને કહ્યું: ‘ તમારી આ

પદ્ધતિ બરાબર નથી . આ પદ્ધતિથી આ બધાં વૃક્ષો પર એક

ડઝન સફરજનનો ફાલ ઊતરે તોય મને નવાઇ લાગશે.’

આ સાંભળીને એક ખેડૂતે આ એમ.બી.એ. થયેલા યુવાનને કહ્યું :

” હા ભાઈ , નવાઇ તો મને પણ લાગશે, કારણ કે તમે જેની નીચે ઉભા છો

એ સફરજનનાં નહીં પણ  કેરીનાં ઝાડ છે.’

આ પ્રસંગ ઉપરથી એ શીખવાનું છે કે જીવનમાં ભણતરની સાથે ગણતર

પણ જરૂરી હોય છે .માત્ર પોપટિયું જ્ઞાન હોય એ ન ચાલે .

——————————————————————

 Happiness and Buddha

9 responses to “( 345 ) એક મેક્શીકન માછીમાર શીખવે છે સુખી જીવન જીવવા માટેની ચાવી !….. ( એક બોધ કથા )

 1. mdgandhi21, U.S.A. નવેમ્બર 14, 2013 પર 7:31 એ એમ (AM)

  ખેતીવાડીમાં બહુ ભણેલો એક માણસ ગામમાં ગયો. ઘણા ખેડુતો ગાયને હાથેથી દોહતા હતાં. તે એક ખેડુત સાથે વાત કરતો હતો. એક બળદના પુંછડાને પકડીને તેણે ખેડુતને કહ્યું, તમે લોકો આ બધી ગાયોને હાથેથી દોહો છો તેને બદલે મશીન મુકીને દોહતા હોતો…ખેડુત કહે , તમે જેનું પુંછડું પકડ્યું છે તે ગાય નથી, બળદ છે….

  Like

 2. pravina નવેમ્બર 14, 2013 પર 7:40 એ એમ (AM)

  સુખી જીવનની ચાવી માત્ર કૉલેજની ઉપાધિ નથી. માણસ્ને જીવન જીવતાં અને માણતા આવડવું

  જોઈએ.. સંતોષ રૂપી ધન અને ઈચ્છાના ઘોડાની લગામ એ બંને પુરતાં છે..

  http://www.pravinash.wordpress.com

  Like

 3. Dr.CHANDRAVADAN MISTRY નવેમ્બર 14, 2013 પર 11:01 એ એમ (AM)

  Khub Saras Post.

  Enjoyed from Columbia, South Carolina

  CHANDRAVADAN

  Like

 4. pravinshastri નવેમ્બર 14, 2013 પર 11:14 એ એમ (AM)

  વિનોદભાઈ આ બોધદાયક વાર્તાનું રૂપાંતર કોઈકને મોં એ પહેલા પણ સાંભળ્યું હતું. આજે આપના શબ્દોમાં વાંચવાની મજા આવી. સંતોષ સમજથી સામે ઉભેલું સુખ ન દેખાય, અને સુખ માટે હવાતિયાં માર્યા કરીએ એવો ઘાટ છે. મેલ કરવત મોચીના મોચી. મનસુખભાઈ ગાંધીની વાત પણ ઘણી ગમી.

  Like

 5. pragnaju નવેમ્બર 14, 2013 પર 11:20 એ એમ (AM)

  સુખ કે દુખ એ એક માનસિક બાબત છે . તમે મનથી માનો તો સુખ નહીંતર
  અગણિત ધન સાથે પણ દુખ !
  તમારા જીવનની હરએક પળને આનંદથી માણો .
  તમારુ જીવન જીવનવિહોણું બની જાય એ પહેલાં તમારા જીવનને બરાબર જીવી લો .પ્રેરણાદાયી વાત

  Like

 6. dee35 નવેમ્બર 14, 2013 પર 1:06 પી એમ(PM)

  સંતોષી નર સદા સુખીએ આપણી કહેવતમાં બધુંજ આવી નથી જતું?

  Like

 7. સુરેશ નવેમ્બર 15, 2013 પર 3:53 એ એમ (AM)

  સાવ સાચી વાત. પણ અમલમાં કોણ મુકે?!

  Like

 8. pushpa1959 નવેમ્બર 16, 2013 પર 8:19 પી એમ(PM)

  jivne ketluy male toy ene santoshvo mushkel che, pan jo e janijayke aa badhu nashvar che nirantar badlay che ema nahk dodthi maru anmol jivan hu manish kyare to savar thay ane dhnadhya jivan jivi jane.

  Like

 9. ગોદડિયો ચોરો… નવેમ્બર 19, 2013 પર 7:09 એ એમ (AM)

  આદરણીય વડિલ શ્રી વિનોદકાકા,

  ઘણીવાર બહુ ભણેલા માનવીઓને નાનું મગજ હોતું નથી.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: