વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: નવેમ્બર 18, 2013

(347) દીકરી વહાલનો દરિયો – એક જોવા જેવું ગુજરાતી નાટક/ એક કાવ્ય

Dikri

આ અગાઉની DAUGHTER’S WEEK CELEBRATIONS નિમિત્તેની પોસ્ટ નંબર ૩૪૬ – દીકરો ગીત છે.. તો દીકરી સંગીત છે ના અનુસંધાનમાં આજની પોસ્ટમાં મારા મિત્ર રમેશભાઈ પટેલના બ્લોગ આકાશદીપમાં પ્રગટ એમની એક સુંદર કાવ્ય રચના -વહાલી દીકરી

તેમ જ

દીકરી એટલે વ્હાલનો દરિયો નામનું એક જોવા અને સમજવા જેવું મને ગમેલું એક ગુજરાતી

નાટક રજુ કર્યું છે એ તમોને જરૂર ગમશે .

વી.પ.

_______________________________

વહાલી દીકરી..રમેશ પટેલ(આકાશદીપ)

મમતાએ મઢી;

સંસ્કારે   ખીલી

વહાલી દીકરી.

 

ભર બપોરે દોડી,

બારણું      ખોલી

ધરે જળની પ્યાલી,

વહાલી   દીકરી

 

હસે  તો  ફૂલ  ખીલે,

ગાયે તો અમી  ઝરે

ગુણથી શોભે પૂતળી;

વહાલી દીકરી

 

રમે હસતી સંગ સખી,

માવતર  શીખવે  પાઠ  વઢી

સૌને હૃદયે તારી છબી જડી,

વહાલી દીકરી

 

વીતી   અનેક  દિવાળી

જાણે  વહી ગયાં પાણી

સોળે ખીલી રાણી

વહાલી    દીકરી

 

પૂજ્યાં   તે   માત પાર્વતી

પ્રભુતામાં માંડવા પગલી

દિન    વિજયા દશમી

વહાલે  વળાવું દીકરી

 

લેવાયાં લગ્ન આંગણિયે

મહેકે  સુગંધ    તોરણિયે

વાગે  શરણાઈ ને  ઢોલ

શોભે  વરકન્યાની જોડે

 

વિપ્ર        વદે      મંગલાષ્ટક

પીળા  શોભે કન્યાના   હસ્ત

આવી   ઢૂકડી  વિદાય વેળા

માવતર ઝીલે  છૂપા પડઘા

 

હૈયે ન સમજાય  વ્યથાની  રીતિ

વાત   કેમ   કહેવી  બોલે  દીકરી

 

ઝીલ્યા વડીલોના મોંઘા  બોલ

વગર વાંકે ખમ્યા સૌના  તોલ

દીકરીની વ્યથા ઉરે  ઉભરાણી

કેમ   સૌ   આજ  મને  દો છોડી

 

આવી રડતી  બાપની  પાસે,

બોલી કાનમાં  ખૂબ  જ ધીરે

કોને બોલશો-વઢશો પપ્પા હવે?

હું  તો આજ સાસરિયે  ચાલી

 

કેવું અંતર વલોવતા શબ્દ બોલી

જુદાઈની     કરુણ   કેવી   કથની

થયો  રાંક  લૂંટાઈ દુનિયા મારી

આજ સંબંધની સમજાણી કિંમત ભારી

 

આંખનાં   અશ્રૃ   બોલે   વાણી,

નથી જગે તારા  સમ જીગરી

તું સમાઈ  અમ શ્વાસે દીકરી,

તારા શબ્દો ટપકાવે આંખે પાણી,

ઓ વહાલી  દીકરી,

ઘર થયું આજ રે ખાલી (૨)

રમેશ પટેલ(આકાશદીપ)

_________________________________________

દીકરી વ્હાલનો દરિયો – ગુજરાતી નાટક

આ નાટકની કથા અને એમાં ભાગ લેનાર બધા જ કલાકારોના સુંદર અભિનયથી 

આ ગુજરાતી નાટક  દીકરીની મહત્તાનો સુંદર સંદેશ મૂકી જાય છે .

નાટક જોવાનો રસ જળવાઈ રહે એ હેતુથી નાટક વિષે વધુ વિવેચન કરતો નથી .

થોડો સમય લઈને અને ધીરજ રાખી ૧ ક્લાક્ અને ૪૮ મિનિટના આ નાટકને માણો .

આ નાટકમાં એના અંત સુધી રસ જળવાઈ રહે છે .

અનેક વળાંકોમાં પસાર થતી નાટકની કથા સુખાંતમાં પરિણમે છે .

દીકરી વહાલનો દરિયો -ગુજરાતી નાટક

 

આ પ્રસંગે વિનોદ વિહારમાં દીકરી વિષેની નીચેની આ અગાઉ  પ્રગટ થયેલી

નીચેની બે પોસ્ટ પણ ફરી ન વાંચી હોય તો વાંચશો .

નીચેની લીંક ઉપર ક્લિક કરીને આપ એને વાંચી શકશો .

૧.દીકરી એટલે વહાલનો દરિયો — દીકરી એટલે દાંપત્યનો દીવડો

૨ .( 225 ) દીકરી એટલે બાપનો શ્વાસ અને વિશ્વાસ ( સંકલિત )