વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: નવેમ્બર 19, 2013

(348 ) વિશ્વ વિખ્યાત ક્રિકેટર સચિન રમેશ તેંડુલકરના ક્ષેત્ર સન્યાસ પ્રસંગે

This slideshow requires JavaScript.

(સચિન  તેંડુલકરની કેટલીક પસંદગીની તસવીરોનો સ્લાઈડ શો )

શનિવાર, ૧૬ નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ૨૦૦મી અને છેલ્લી ટેસ્ટ મેચ વેસ્ટ ઇન્ડીઝની ટીમ સામે રમી ૭૪ રન બનાવીને મહાન ક્રિકેટર સચિન રમેશ તેંડુલકરએ ઈન્ટરનેશનલ ક્રિકેટર તરીકેની એની ૨૪ વર્ષની કારકિર્દી પૂરી કરીને અશ્રુભીની આંખે વિદાય લીધી .એના અનેક પ્રસંશકોની આંખો પણ ભીની બની  . 

છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં અને વિદેશમાં વસતા સચિનના કરોડો ચાહકોએ દેશને ગૌરવ અપાવનાર ક્રિકેટ જગતના આ માંધાતાને નવાજવામાં કોઈ કચાસ રાખી નથી .

અનેક અખબારો અને અન્ય સમાચાર માધ્યમોએ સચિન અને એની ૨૪ વર્ષની ઝળકતી ક્રિકેટ કારકિર્દી અને એના અંગત જીવન વિષે પુષ્કળ પ્રમાણમાં પ્રકાશ ફેંક્યો છે .

ભારતીયોનો ક્રિકેટપ્રેમ અને ક્રિકેટની રમત પ્રત્યેનો એમનો ગાંડપણની હદે જે ક્રેઝ છે એ કદી ઓછો થતો નથી પણ વધતો જ જાય છે .

તારીખ ૨૪મી એપ્રીલ-૧૯૭૩ના રોજ એક મધ્યમ વર્ગીય પિતા રમેશ તેંડુલકર અને માતા રજનીબાઈને ત્યાં મુંબઈમાં જન્મેલ સચિન તેંડુલકરએ ૧૧ વર્ષની ઉંમરે હાથમાં બેટ પકડીને ગુરુ આચરેકરની નીગેહબાની હેઠળ તાલીમ શરુ કરી હતી . માત્ર ૧૬ વર્ષની વયે પાકિસ્તાન સામે તારીખ ૨૫ મી નવેમ્બર , ૧૮૮૯ નારોજ પ્રથમ ટેસ્ટ રમવા માટે એ મેદાનમાં ઉતર્યો હતો . સચિને એની આ પ્રથમ ટેસ્ટ મેચમાં જ એનું ખમીર બતાવી આપ્યું હતું .

વિશ્વના આ મહાન ક્રિકેટર સચિન રમેશ તેંડુલકર ના જીવન અને એની આશ્ચર્ય જનક ક્રિકેટ

કારકીર્દીની ઝલક નીચેના વિડીયોમાં નિહાળો .

Biography of ‘Sachin Tendulkar’
 

નીચેના વિડીયોમાં વિશ્વના ખ્યાતનામ ક્રિકેટરો સચિનની ૨૪ વર્ષની ક્રિકેટ કારકિર્દી વિષે જે શબ્દોમાં એમની પ્રતિક્રિયા વ્યક્ત કરે છે એનાં ઉપરથી એણે મેળવેલ મહાન સિધ્ધિઓનો ખ્યાલ આપણને આવે છે .

ક્રિકેટનું બહું જ્ઞાન ન ધરાવતા અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ પ્રતિક્રિયા આપવામાંથી બાકાત નથી એ મોટું આશ્ચર્ય છે !

Reaction of world famous criketors and Barak Obama On Sachin Tendulkar’s Retirement From ODI’s

આંતરરાષ્ટ્રીય ટાઇમ મેગેઝિને સચિન તેંડુલકરને “પર્સન ઑફ ધ મોમેન્ટ” તરીકે સંબોંધન

કરીને સન્માન આપ્યુ છે .

સચિન તેન્ડુલકરને અગાઉ ભારત સરકારે ‘પદ્મ ભૂષણ’ અને ‘રાજીવ ગાંધી ખેલ રત્ન’ ના પુરુસ્કારથી સન્માનિત કરાયા હતા .

સચીન એની વિદાયના દિવસે પણ એક સિવિલ રેકોર્ડ નોધાવાનું નથી ચુક્યો .

એની કારકિર્દીના છેલ્લા દિવસે ભારત સરકાર તરફથી દેશના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ, ‘ભારત રત્ન’ થી એને સન્માનિત કરવામાં આવ્યો . આ રીતે દેશમાં ૪૦મા વર્ષની વયે આવુ માન મેળવનાર એ સૌ પ્રથમ ભારતીય બન્યો !

સચિનના સન્માનમાં તેના નામ તેમજ પોસ્ટરવાળી પોસ્ટની ટીકિટ પણ બહાર પાડવામાં આવી છે. જીવિત વ્યક્તિ ઉપર ટપાલ ટીકીટ બહાર પાડવામાં આવી હોય એવો મધર ટેરેસા પછી આ બીજો બનાવ છે .

કોંગ્રેસ પાર્ટીના સપોર્ટથી સચિને રાજ્યસભાની મેમ્બરશિપ સ્વીકારી છે . આવતી લોકસભાની ચૂંટણીમાં સચિન કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરવાનો છે એવા સમાચાર છે .

સચિનને સરકાર દ્વારા આપવામાં આવેલ ભારત રત્નના ખિતાબ અને અન્ય સન્માનમાં રાજકારણની રમત રમાઈ છે એવી રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે .

કેટલાક રાજકીય પક્ષો અટલ બિહારી બાજપાઈને પણ ભારત રત્નથી સન્માનવા જોઈએ એવી માગણી કરી રહયા છે .

આંતર રાષ્ટ્રીય ક્રિકેટની રમતમાંથી સચિન વિશ્વમાં નામ સાથે અઢળક દામ પણ કમાયો છે . તેંડુલકર આજે ભારતનો સૌથી ધનવાન ક્રિકેટર છે .

ચોવીસ વર્ષ પહેલાં એક નાના ફ્લેટમાં રહેનારો સચિન કુટુંબીજનો સાથે તાંજેતરમાં જ એના પેરી રોડ , બાંદ્રા, મુંબાઈ ખાતે ૮૦ કરોડ રૂપિયાની કિંમતના પાંચ માળના એના નવા આલીશાન નિવાસ સ્થાને રહેવા ગયો છે .

નિયતી માણસને ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે !

ક્રિકેટ જગતમાં એક દંતકથા સમાન બની ગયેલા લીટલ માસ્ટર સચિન તેંડુલકરની ક્રિકેટની

કારકિર્દીના ૨૪ વર્ષ અને તેના અનેક વિશ્વ કિર્તીમાનો અને એની સાથે જોડાયેલાં

સંસ્મરણોનેફક્ત ભારત દેશના જ નહિ પરંતુ આખાય વિશ્વના ક્રિકેટ

પ્રેમીઓ ક્યારેયભૂલી શકશે નહી.

જ્યાં સુધી ક્રિકેટ રમાતું રહેશે ત્યાં સુધી સચિનની વૈશ્વિક ખ્યાતિ જીવિત રહેશે .

સચિન તેંડુલકરને એના અનેક અદ્વિતીય કીર્તીમાનો માટે

અભિનંદન …ધન્યવાદ…… સલામ ….

અલવિદા સચિન ……. આભાર સચિન …….યુ આર ધી બેસ્ટ !

વિનોદ પટેલ

____________________________________________________

સચિન વિષે વધુ માહિતી નીચેની લીંક ઉપર વાંચો .

http://en.wikipedia.org/wiki/Sachin_Tendulkar

સચિન તેંડુલકર વિષેના  લેખો ગુજરાત સમાચારની આ  લીંક ઉપર   .  

સચિન તેંડુલકર વિષે શ્રી જય વસાવડાનો એક સુંદર લેખ

એમના બ્લોગ planet JV ની  આ લીંક ઉપર  .