વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: નવેમ્બર 28, 2013

(353) થેન્ક્સ ગીવીંગ ડે (આભાર પ્રગટ દિવસ ) મુબારક

Happy Thanksgiving.jpg-2

અમેરિકામાં થેન્ક્સ ગીવીંગ ડે દર વરસે નવેમ્બર મહિનાના ચોથા ગુરુવારે ઉજવવાનો

રીવાજ વર્ષોથી ચાલ્યો આવે છે .

આ દિવસે લોકો પોતાનાં મા -બાપ , કુટુંબી જનો અને સ્નેહી-મિત્રોને હળે મળે છે

અને ખાવા-પીવાની મિજબાનીઓ યોજી રજાનો આનંદ માણે છે.

ક્રિસમસ પહેલાં જ આવતા આ અગત્યના જન ઉત્સવથી અમેરિકામાં

આનંદ પ્રમોદ અને સ્ટોરોમાં જઈને અવનવી ખરીદીનો માહોલ શરુ થઇ જાય છે .

તા. ૨૮ નવેમ્બર, ૨૦૧૩ ના ગુરુવારે આ વર્ષનો થેન્ક્સ ગીવીંગનો દિવસ છે.

આ થેન્ક્સ ગીવિંગ ડે (આભાર પ્રગટ દિવસ ) અને એનો આનંદ સૌને મુબારક હો.

HAPPY THANKSGIVING DAY .

અમેરિકામાં આ થેન્ક્સ ગીવીંગ દિવસ ઉજવવાનું કેવા સંજોગોમાં અને કેવી

રીતે શરુ થયું એનો ઇતિહાસ અમેરિકાના ઇતિહાસ જેટલો જ જુનો પુરાણો છે .

નીચેના વિડીયોમાં આ દિવસના ઈતિહાસની ઝાંખી કરી લો .

The American Thanksgiving Story (English subtitles)

મને ગમતી એક થેન્ક્સ ગીવીંગ દિવસની કોઈ અજ્ઞાત સર્જકની પ્રાર્થના

અંગ્રેજીમાં નીચે પ્રસ્તુત છે .

THANKSGIVING PRAYER

Oh, heavenly Father,

We thank thee for food , and remember the Hungry.

We thank thee for Friends – Relatives, and remember the Friendless .

We thank thee for Freedom, and remember the Enslaved.

May these rememberances stir us to Service,

That thy gifts to us May be used for Others.

— Anonymous

________________________________

આ થેન્ક્સ ગીવીંગ દિવસ(આભાર પ્રગટ દિવસ) ને આનંદથી ઉજવીએ ત્યારે એ

પણ યાદ  કરી લઈએ કે આ દિવસે પરમ કૃપાલુ પરમાત્માએ

આપણને આપેલ એની અગણિત ભેટો માટે એનો આદરથી

આભાર માનવામાંથી આપણે ચુક્યા તો નથી ને ?

આ થેન્ક્સ ગીવીંગ દિવસની ભાવનાઓને ઉજાગર કરતા મને ગમી ગયેલા

એક અંગ્રેજી  રચનાનો  ભાવાનુવાદ કરીને નીચે પ્રસ્તુત કરેલ છે.

આ રચના વિચારવા જેવી અને અમલમાં મુકવા લાયક છે .

____________________

Happy Thanksgiving.jpg-3

પ્રભુનો આભાર માનો કે ………

— પ્રભુનો આભાર માનો કે તમે જે કઈ જીવનમાં ઈચ્છયું હોય એ બધું જ તમને

પ્રાપ્ત થયું નથી. જો તમોને એ બધું જ મળી ગયું હોત તો મેળવવાનુ

બાકી ન રહેતાં મેળવવાનો જે આનંદ હતો એ મળી નહી શકે.

— પ્રભુનો આભાર માનો કે તમે જે કઈ જાણવા માંગો છો એ બધું જ જાણતા

નથી કેમ કે એ તમને જ્ઞાન પ્રાપ્તિ માટેની એક વધુ તક પૂરી પાડે છે.

— તમારા જીવનની મુશ્કેલ પરિસ્થિતિ માટે પ્રભુનો આભાર માનો કેમ કે

મુશ્કેલીઓના સમયમાં જ તમારો સારો અને સાચો વિકાસ થતો હોય છે.

— પ્રભુનો આભાર માનો કે તમારામાં હજુ કેટલીક મર્યાદાઓ રહી ગઈ છે ,

કેમ કે આવી મર્યાદાઓ જ તમને તમારી જાતમાં જરૂરી સુધારો

કરવાની તકો પૂરી પાડે છે .

— તમારા જીવનમાં આવતા દરેક નવા પડકાર માટે પ્રભુનો આભાર માનો,

કેમ કે આવા પડકારો જ તમારામાં નવી શક્તિ અને સાચા

ચારિત્ર્ય(Character)નું ઘડકર કરશે.

— તમારી ભૂલો માટે પ્રભુનો આભાર માનો કેમ કે તમારી ભૂલોમાંથી જ

તમને તમારા જીવન માટેનો અમુલ્ય બોધપાઠ શીખવા મળશે.

— તમે જ્યારે જીવનનો થાક અનુભવો અને અંદરથી ભાંગી પડ્યાની

લાગણી અનુભવો એવે વખતે પ્રભુનો આભાર માનો કેમકે જીવનમાં

સારી વસ્તુઓ પ્રાપ્ત થાય ત્યારે આભારી બનવાનું તો સહેલું હોય છે,

પરંતુ જિંદગીમાં જ્યારે પીછેહઠ કરવાનો સમય આવે ત્યારે જ પ્રયત્નો

કરીને તમારી જે ભાવનામય પૂર્ણતા શક્ય બનાવશો એનો તો

આનંદ જ અનેરો હોય છે.

તમારી આ પ્રકારની પ્રભુ પ્રત્યેની આભારવશતા તમારી સર્વે

નકારાત્મક દ્રષ્ટિ(Negative attitude )ને

સકારાત્મક દ્રષ્ટિ(Positive attitude)માં પલટી નાખશે.

તમારા જીવનની અડચણો અને મુશ્કેલીઓના સમયે

પ્રયત્નશીલ બની પ્રભુના આભારવશ બનવાના બધા જ રસ્તા શોધી કાઢો

અને પછી જુઓ કે તમારા માટે એ છુપો આશીર્વાદ બની રહે છે કે નહી !

______________________________

વિનોદ વિહારના વાચકો, મિત્રો અને સ્નેહી જનોને

એમના આજ દિન સુધીના સહકાર બદલ ખુબ ખુબ આભાર .

Wish you and your family a “HAPPY THANKSGIVING”

વિનોદ પટેલ, સાન ડિયેગો