વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 360 ) મારા વિચાર વલોણાનું નવનીત — મારી નોંધપોથીમાંથી

હું જ્યારે ઘરની ચાર દીવાલો વચ્ચે કે ઘર બહારના રમણીય વાતાવરણમાં એકલો બેઠો હોઉં ત્યારે ચોમાસાની ઋતુમાં આકાશમાં જેમ વાદળાના ઢગલા ચડી આવે છે એમ મારા મનના આકાશમાં વિચારોના ઢગ ચડી આવતા હોય છે  . 

આમાંથી કેટલાક વિચારો વાદળોની જેમ વિખરાઈ જાય એ પહેલાં મારી નોટ બુકમાં એને જલ્દી જલ્દી ટપકાવી લેતો હોઉં છું .

આજે એ નોટબુક લઈને એના પાનાં ફેરવતો હતો ત્યારે મને થયું કે આમાંથી કેટલાક વિચારોને થોડા મઠારી ,થોડું કાવ્ય કે મુક્તકનું સ્વરૂપ આપી વિનોદ વિહારના વાચકોને માટે પણ વિચારવા માટે વહેંચું તો કેવું !

આથી આ નોંધપોથીમાંથી પસંદ કરી મારા વિચારોનું કેટલુંક નવનીત આજની પોસ્ટમાં રજુ કરતાં આનંદ અનુભવું છું .વાચકોને જો આ પોસ્ટ ગમશે તો અવારનવાર એ નોંધપોથીમાંથી નવનીત પીરસતો રહીશ .

વિનોદ પટેલ

______________________________________

SONY DSC

૧. સ્વપ્નાં

સ્વપ્નાં જોવા માટે આપણે સૌએ ઊંઘવું પડે છે

સ્વપ્નાને સાકાર કરવા જાગવું ને ઝૂઝવું પડે છે .

૨. તડકો અને છાંયો

વિશાળ વડલાની છાયામાં છોડ વધી નથી શકતો

સુંદર ફૂલોને ખીલવા માટે સૂર્યનો તડકો જરૂરી છે .

જીવનનું પણ એવું જ કામકાજ છે

જીવનમાં જો આગળ વધવું હોય તો

સુખ અને આરામના છાંયડા કરતાં

દુખ અને મુશ્કેલીનો તડકો જરૂરી હોય છે .

૩. નદી અને મહાસાગર

સદા કાળ વહેતી રહેતી નદીને , દુર શું કે નજીક શું !

અંતિમ ધ્યેય એનું તો સમુદ્રે પહોંચી એમાં ભળી જવાનું !

સમુદ્રમાં ભળતા પહેલાં એના કિનારે હરીયાળો પાક ઉગાડી

લોકોને પોષણ અને આનંદ આપવાનો પણ આનંદ કેટલો !

નદીની જેમ મનુષ્ય જીવનમાં પણ સૌને માટે ,

મંઝીલ લાંબી હો યા ટૂંકી, એ કાપવી જ પડે છે

પગમાં જોર અને હૈયામાં હામ ધરી

કેમ ન ચાલવું અંતિમ ધ્યેય તરફ પ્રેમથી

આગળ વધતાં માર્ગમાં પ્રેમ અને આનંદ વહેંચતા

અંતે ભળી જવું પ્રભુના એ દિવ્ય મહાસાગરમાં !

૪. વતન

લોકો કહે ભારત એટલે ગરીબી, ગીર્દી , ગોટાળા અને ગંદકી

જન્મદાતા મા ગંદી ગોબરી ભલે હોય , અંતે તો એ મા છે !

૫. મુસાફરી અને સામાન

મુસાફરી અને સામાન એક બીજા સાથે જોડાએલાં હોય છે

જેટલો સામાન વધારે એટલી એને સાચવવાની ચિંતા વધારે

સામાનનાં પોટલાંની ચિંતામાં મુસાફરીનો આનંદ ઓછો થઇ જાય છે .

જીવનની આપણી આ મુસાફરીમાં પણ એવું જ છે .

માયાનાં પોટલાં જેટલાં વધારે એટલી મુસાફરી દુઃખદાયક

માયાનાં પોટલાં સાચવવાની ચિંતામાં જીવન મુસાફરી પૂરી થઇ જાય છે

આ પોટલાં એક પછી એક ફેંકતા જઈએ એટલી મુસાફરી સુખદાયક

તો જ હલકા ફુલ થઈને પ્રભુના દરબારમાં પહોંચી જવાય

પણ આ માયાનાં પોટલાં છોડવા માટે કેટલા જણ તૈયાર છે !

૬. સંજોગો

માણસ એ સંજોગોનો ગુલામ છે .

સંજોગો માણસને બનાવે છે કે બગાડે છે .

વિપરીત સંજોગો જ એનું ઘડતર કરે છે

સંજોગોથી હારી જાય એ જીવનની બાજી હારી જાય છે .

તમારા સંજોગો એ તમારી સાચી ઓળખ નથી

સંજોગોને માણસ પ્રયત્નોથી બદલી શકે છે

ઘટનાઓના આક્રરા ઘા શરીરે ભલે પડે

જીવન સંજોગો મનને ભલે પીડ્યા કરે

કોઈ પણ સંજોગ તમને હરાવી ન જાય

એવું મજબુત જીવન જીવવા પ્રયત્ન કરો .

11 responses to “( 360 ) મારા વિચાર વલોણાનું નવનીત — મારી નોંધપોથીમાંથી

 1. Pingback: ( 372 ) મારાં કેટલાંક સ્વ-રચિત વિચાર મુક્તકો — મારી નોધપોથીમાંથી …… | વિનોદ વિહાર

 2. La' Kant December 17, 2013 at 2:05 PM

  તમારી પ્રેરક “પૉઝીટીવ વિચારસરણી” નું બેઝ મજ્બૂત .! વિધાયક દ્રુશ્ટિ વિકસાવ વામાં મદદ કરી શકે . બોધ,સંદેશ અને ઉ પ દે શ મળી રહે છે … તમારી અંતર-પ્રેરણાના ઓઘના આશીર્વાદના પાત્ર છો .
  પૂરા સાથે …પૂરા આદરનસહ .”દુખ અને મુશ્કેલીનો”…ને બદલે ” સંજોગોનો સામનો” પણ રાખી શકાય ને?
  -લા’ કાંત / ૧૭-૧૨-૧૩.

 3. Pingback: ( 361) ભયને ભગાડો ….( વિચાર વલોણું ) -મારી નોંઘપોથીમાંથી ( ભાગ-૨) | વિનોદ વિહાર

 4. chandravadan December 14, 2013 at 9:48 AM

  Vinodbhai,
  This is really nice.
  Share MORE of your Diary !
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ Chandrapukar !

 5. Pingback: માણસ એ સંજોગોનો ગુલામ છે | સૂરસાધના

 6. સુરેશ December 14, 2013 at 12:42 AM

  તમારી આ ટેવ ગમી ગઈ. બહુ જ પ્રેરક વિચારો.
  હવે આવા મૌલિક ચિંતનો પીરસતા રહેજો.

 7. pravina Avinash December 13, 2013 at 12:47 PM

  દેરેકે દરેક વિચાર સ્પષ્ટ રીતે રજૂ કર્યા છે. જેના પર મનન કરીએ તો નગ્ન સત્ય આંખ સમક્ષ

  ખડું થઈ જાય છે. ખૂબ સુંદર.

 8. P.K.Davda December 13, 2013 at 12:35 PM

  બહુ સરસ વિચારો સરળ શબ્દોમાં લખ્યા છે, દરેક શબ્દ મનના ઊંડાણમાંથી નીકળ્યા છે. વિષયના શીર્ષક યથાયોગ્ય છે.
  બહુ સરસ લખાણ છે

 9. Anila Patel December 13, 2013 at 12:01 PM

  Aap lakhata raho ane ame vachata rahiye. maneya ghanivar ratana sui jau tyare etla vicharona vadal chadhi ave tyare thayke savare kashuk lakhish pan pachhi e vichar kyay adrshya thai jay. Shodhava prayatn karu tyare kaik navuj vadalu chadhi aave.

 10. pragnaju December 13, 2013 at 11:28 AM

  ખૂબ સરસ વિચારો સંકલન…તડકો પર કાવ્ય યાદ

  ઉષ્માભર જ્યાં ‘આવો’ કહી કો ભાવથી ના બોલાવે,
  શું કરવા જઈએ એવે ઘર, જે ઘર તડકો ના’વે?

  સપ્તભોમ આવાસ ભલે હો, આરસની હો ભીંત,
  પણ જો એ ઘર કોઈ ન બોલે, અધરે ના હોય સ્મિત,
  શું જવું ત્યાં જ્યાં પંખી ના’વે નભ પણ ના’વે?

  એહની સંગ શુ હસવું? એહની સંગે વાત શી લેશ,
  એનો હાથ પકડીએ શીદને? દઈએ શેં આશ્વેષ
  જેને અડક્યાવેંત ઉમળકે હૈયે થડકો ના’વે?

  – ઉશનસ્

 11. Vinod Patel December 13, 2013 at 11:11 AM

  E-mail comments from shri Anand Rao Lingayat, Los Angeles

  anand rao To Vinod Patel

  Very good, Vinodbhai …. read your ”clouds” .

  – Anand Rao

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: