વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 362 ) ” પરંપરા “….. ( ટૂંકી વાર્તા )…. લેખક- વિનોદ પટેલ

વિનોદ વિહારની આજની પોસ્ટમાં મારી એક સ્વ-રચિત વાર્તા “પરંપરા” અને એ વાર્તાના વિષયને બિલકુલ અનુરૂપ એક વિડીયો મુક્યો છે .

આશા છે તમોને આ વાર્તા અને એનો સંદેશ ગમશે .

અગાઉ આ વાર્તા અમદાવાદથી પ્રકાશિત માસિક ” ધરતી ” ના જુલાઈ ૨૦૦૬ ના અંકમાં પ્રગટ થઇ હતી .

વાર્તાનો ટૂંક સાર એવો છે કે-

અમેરિકાના શિકાગો શહેરનો એક સામાન્ય આર્થિક સ્થિતિનો કોલેજમાં અભ્યાસ કરતો નવયુવાન રોબીન હાઈવે ઉપર એની ગાડીને થોભાવીને રોડની બાજુમાં ઘણા વખતથી મદદની રાહ જોઈ રહેલી એક વૃદ્ધ મહિલાની ગાડીનું પંક્ચર થયેલ વ્હીલ બદલી આપીને એને મદદ કરે છે . આ યુવાનની આ સમયસરની મદદની કદર રૂપે  ખુશ થઈને વૃધ્ધા એને પૈસા આપવા માંડે છે ત્યારે એ લેવાની ના પાડતાં યુવાન કહે છે ” મારા અભ્યાસ માટે મને ઘણા લોકોએ મદદ કરી છે એટલે એનો બદલો હું જ્યારે પણ તક મળે ત્યારે બીજાને મદદ કરીને વાળું છું . માટે તમે મને જે મદદ કરવા માગો છો એ તમને બીજી કોઈ જરુરીઆત વાળી વ્યક્તિ મળે એને પૈસા આપીને મદદ કરજો.”

વૃદ્ધા આ યુવાનનો આભાર માનીને પોતાની ગાડીમાં આગળ જતાં રસ્તામાં એક રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા થોભે છે . આ રેસ્ટોરન્ટમાં સગર્ભા હોવા છતાં વેઈટરનું કામ કરતી એક મહિલા લ્યુસીને  જોઈને આ વૃદ્ધાને એની ગરીબ આર્થિક સ્થિતિનો ખ્યાલ આવતાં પેલા યુવાન રોબિનના શબ્દોને યાદ કરીને  લ્યુસીને માટે ૪૦૦ ડોલરની ટીપ મુકીને એને ખબર પણ ન પડે એમ આ શ્રીમંત વૃદ્ધ મહિલા એની ગાડીમાં બેસી ત્યાંથી વિદાય થાય છે .

ખરા સમયે આવી અણધારી મદદ જેની એને બહું જરૂર હતી એ મળતાં લ્યુસી રાત્રે સૂતા પહેલાં વૃદ્ધાને અને એને મદદ કરનાર યુવાન રોબીનનો મનથી ખુબ આભાર માને છે.

આ આખી વાર્તાને નીચેની પી.ડી.એફ. ફાઈલની લીંક ઉપર ક્લિક કરીને મારા શબ્દોમાં માણો .

( પી.ડી.એફ. ફાઈલમાં મૂળ સ્કેન કરેલ પેજની ટેક્ષ્ટ થોડી ઝાંખી છે એટલે મોટા ફોન્ટ ( + ) કરીને એને સારી રીતે વાંચી શકાશે ). 

” પરંપરા ”  ( ટૂંકી વાર્તા )…. લેખક- વિનોદ પટેલ

આમ આ વાર્તામાં કરુણા , પ્રેમ અને પરોપકારની માળામાં મણકા પરોવીને બુરાઈને બદલે ભલાઈની પરંપરા ખડી કરવાનો સંદેશ છે .

Chain of kindnessઆપણા માટે કોઈ મદદ કે ભલાઈનું કાર્ય કરે ત્યારે આપણે ઋણી બનીએ છીએ અને એ ઋણનો બદલો આપણે બીજાંઓ માટે ભલાઈનું કામ કરી બતાવીને વાળવો જોઈએ .

સમાજની દરેક વ્યક્તિ એકબીજા સાથે ભલાઈ કરવાની સાંકળથી – Chain of Kindness -થી જોડાએલી છે . આ સાંકળને તૂટવા દેવી ન જોઈએ પરંતુ ભલાઈ કરવાની આ પરંપરાને ચાલું રાખવી જોઈએ .

” The act of kindness is too small . The gift of kindness may start as a small ripple that over time can turn into a tidal wave affecting the lives of many .” – Kevin Heath

ઉપરની વાર્તાના વિષયને બિલકુલ અનુરૂપ નીચે એક વિડીયો મુકવામાં આવ્યો છે એ પણ જોવા અને વિચારવા જેવો છે .

રમુજી લાગતા આ વિડીયોમાં રસ્તા ઉપર કામ કરતો એક શ્રમજીવી માણસ સ્કેટિંગ કરતાં નીચે પડી ગયેલ એક કિશોરને દોડીને પકડીને ઉભો કરે છે . આ કિશોર એક ડોશીમાની બેગો ઊંચકીને એને મદદ કરે છે . પછી તો જાણે ભલાઈની એક સાંકળ રચાઈ જાય છે અને છેવટે આ પરંપરા બુમરેંગની માફક મૂળ મદદ કરનાર પેલા શ્રમજીવી કારીગર પાસે આવીને અટકે છે .

સંત જ્ઞાનેશ્વર ફિલ્મનું આ ગીત યાદ આવી જાય છે .

જ્યોતસે જ્યોત જલાતે ચલો , પ્રેમ કી ગંગા બહાતે ચલો

રાહમેં આયે જો દીન દુખી, ઉનકો  ગલે લગાતે ચલો

ભલાઈની પરંપરા- The Chain of Kindness – Watch till end

આ પોસ્ટના સમાપનમાં, ઉપરની વાર્તા અને  વિડીયોમાંથી પ્રેરણા પામીને ત્વરિત જે કાવ્યની

રચના થઇ ગઈ એ આ રહી .

ભલાઈની પરંપરા

જિંદગી આપણી આ દેવની દીધેલ એક અણમોલ ભેટ સમાન છે

વેડફી ના દેતા એને એવા કાર્યોમાં જેમાં માત્ર તમારો જ સ્વાર્થ છે 

અન્યો માટે પણ ભલાઈ બતાવીને નિસ્વાર્થ સેવા સદા  કરતા રહો

સદા હસતા રહો , હસાવતા રહો અને પ્રેમની ગંગા વહાવતા રહો

તમારા માટે નાનું કે મોટું ભલાઈનું કામ કોઈ કરે એવા સમયે તો

એના બદલામાં ભલાઈનું કાર્ય કરીને ઋણ ચૂકવવાનું ભૂલશો નહીં .

તમે કરેલ ભલાઈનું આ ચક્ર ફરતું ફરતું તમારી પાસે જરૂર આવશે

તમારી સેવા પરોપકારની આ પરંપરાથી  જીવન ધન્ય બની જશે .

Kindness is contagious! Don’t forget to do ranndom acts of kindness  .

Take each day as it comes, and live each day to the fullest  wisely .

દરેક જણ સમજીને નાનું સરખું પણ જો ભલાઈનું બી વાવશે તો પરિણામે આ સમાજરૂપી

બગીચામાં સરસ મજાની ફૂલવાડી ખીલી ઉઠશે .

વિનોદ પટેલ

Peacock with Quote- 3

 

5 responses to “( 362 ) ” પરંપરા “….. ( ટૂંકી વાર્તા )…. લેખક- વિનોદ પટેલ

 1. DR. CHANDRAVADAN MISTRY ડિસેમ્બર 18, 2013 પર 3:17 એ એમ (AM)

  Vinodbhai,
  As usual..your Posts are very nice & informative.
  With the Link provided I read the VARTA you had published….Very touching Story.
  Dr. Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ Chandrapukar !

  Like

 2. pravinshastri ડિસેમ્બર 18, 2013 પર 3:21 એ એમ (AM)

  સદ્ભાવનાની શૃંખલા લંબાતી જ રહે એ વિડિયો આપ આપના ફેસબુક પર મૂકો. વિડિયો નીચેનું આપનું કાવ્ય પણ મૂકો. બાવાઓના બોધવચનો કરતા આવી વાર્તાઓ વધારે પ્રેરણા દાયક બની રહે છે.

  Like

 3. Vinod R. Patel ડિસેમ્બર 18, 2013 પર 5:21 એ એમ (AM)

  E-mail comment from Dr. Kanak Raval . Thanks Kanakbhai .

  Dec 16

  વિનોદભાઈ

  સરસ. હ્રિદયસ્પર્શી અહેવાલ. ધન્યવાદ – કનક્ભાઈ

  Visit my father Kalaguru Ravishankar Raval’s

  web site: http://ravishankarmraval.org/

  Like

 4. pragnaju ડિસેમ્બર 18, 2013 પર 2:30 પી એમ(PM)

  સુંદર અભિબ્યક્તી
  હ્રુદયસ્પર્શી વાત
  ખૂબ ગમી

  Like

 5. Ramesh Patel ડિસેમ્બર 18, 2013 પર 2:31 પી એમ(PM)

  તમે કરેલ ભલાઈનું આ ચક્ર ફરતું ફરતું તમારી પાસે જરૂર આવશે

  તમારી સેવા પરોપકારની આ પરંપરાથી જીવન ધન્ય બની જશે .
  ………………
  આદરણીયશ્રી વિનોદભાઈ

  ખૂબ જ સુંદર સંદેશ દેતી વાર્તા…આપની વાર્તાનું કથાનક ખૂબ જ સુંદર છે. કવિતામાં આ ભાવાર્થને આપે હૃદયથી ઝીલી લીધો છે. સરસ વીડીઓ સંકલન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: