વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ડિસેમ્બર 25, 2013

(367)ક્રિસમસ ૨૦૧૩ અને નવા વર્ષ ૨૦૧૪ નું સ્વાગત…….

Merry Christmas -Blog post

સન ૨૦૧૩ નું વર્ષ દેશ અને દુનિયામાં અવનવા બનાવોની યાદો પાછળ છોડીને પુરું થવા આવ્યું .

આવી પહોંચ્યા આપણે વર્ષના આખરી દિવસોમાં આવતી ક્રિસમસની હંમેશ મુજબની ચીલા ચાલુ રીતે ઉજવણી કરવા માટે  અને નવા વર્ષ ૨૦૧૪ નું હર્ષ અને ઉલ્લાસથી સ્વાગત કરવા કરવા માટેની તૈયારીઓ સાથે  .

હિન્દુઓ જેવી રીતે કૃષ્ણ જન્મને જન્માષ્ટમી ,રામના જન્મને રામ નવમી દ્વારા ઉજવીને આ આરાધ્ય દેવો પ્રત્યે એમનો ભક્તિ ભાવ વ્યક્ત કરે છે એવી જ ભાવનાથી વિશ્વમાં ખ્રિસ્તીઓ ભગવાન ઈશુના (ક્રાઈસ્ટના)જન્મદિન ૨૫મી ડિસેમ્બરને ક્રિસમસ તરીકે ઉજવે છે.

ચાલો આપણે પણ ઉત્સાહ અને ઉલ્લાસથી ક્રિસમસની ઉજવણીમાં

આ પોસ્ટ દ્વારા જોડાઈએ .

જૂની સમસ્યાઓને ભૂલી, હળવા બની નવી આશાઓ અને નવા

સંકલ્પોની ભાવનાઓ સાથે નવા વર્ષ ૨૦૧૪નું  સ્વાગત કરીએ.

સ્વાગત -૨૦૧૪ ના વર્ષનું

પસાર થઇ ગયું એક ઓર વરસ

આવીને ઉભા નવા વર્ષને પગથાર

નવા વરસે નવલા બની નવેસરથી

હાસ્ય,કરુણા અને પ્રેમ વહાવીએ

જિંદગી આપણી છે એક ફળદાઈ ખેતર

જુના વરસના ઘાસ નીદામણ દુર કરી

નવા વરસે જીવનનો નવો પાક ઉગાડીએ

અજ્ઞાન દુર કરી જ્ઞાનની જ્યોત પ્રગટાવીએ

દુર્ગુણો દુર કરી સદગુણો અપનાવીએ

નુતન વર્ષે નવી આશાનો દીપ જલાવી

વર્ષ ૨૦૧૪નુ હર્ષથી સ્વાગત કરીએ

ચાલો , સૌ કરીએ દિલથી પ્રાર્થના કે-

ગત વર્ષો કરતાં આ નવલું વર્ષ

સૌને માટે સુખ શાંતિ આરોગ્યમય એવું

સર્વ રીતે સર્વોત્તમ વર્ષ બનાવજે ,હે પ્રભુ . 

—————————————-

THINGS TO KNOW AND PONDER ON ….IN 2014 

The most useless thing to do…………………. ….Worry.

The greatest Joy…….. ……… ……….. ……… …. … Giving.

The greatest loss   ……..   …..  ….  …Loss of self respect

The most satisfying work…………   …….Helping others

The ugliest personality trait  …….. ………     Selfishness.

The greatest “shot in the arm…………  Encouragement.

The greatest problem to overcome…. …………   …. Fear.

The most Effective sleeping pill……..  … Peace of mind.

The most crippling failure disease…..  ………….Excuses.

The most powerful force in life…….. ………… ……..Love.

The most dangerous pariah…… ………… …   A Gossiper.

The most incredible computer…. ……… …. ..  The Brain.

The worst thing to be without….. ……. ………  ..  ..Hope.

The deadliest weapon…… ……… ……. … …  .The tongue.

The two most power-filled words………….. …. …”I Can”.

The greatest asset……. ……… ………… …..  … ……..Faith.

The most worthless emotion….. ………… ..    . .Self-pity.

The most prized possession.. ………… .. .    ….Integrity.

The most beautiful attire…… ……… …………  …A Smile.

The most powerful channel of communication–Prayer.

The most contagious spirit………… ……… …Enthusiasm.

The most important thing in the life…….. ……… …God.

 ——————————————

ક્રિસમસ પ્રસંગે લોકોનો ઉજવણીનો ઉત્સાહ અને આનંદ દર્શાવતો

સુંદર વિડીયો નીચે નિહાળો .

WestJet Christmas Flash Mob

વર્ષના આ સુંદરત્તમ સમય ક્રિસમસ પર્વ પ્રસંગે વિનોદ વિહાર

સૌ સ્નેહીજનો/વાચક મિત્રોને  ઉલ્લાસમય અને આનંદમય

ક્રિસમસ માટે  અને નવા વર્ષ ૨૦૧૪ માટેની  અનેક હાર્દિક

શુભેચ્છાઓ પાઠવે છે .

વિનોદ પટેલ

————————————-

Marry Christmas