વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ડિસેમ્બર 30, 2013

( 369 ) દુનિયાની સાત અજાયબીઓ ….એક બાલિકાની દ્રષ્ટીએ …. ( બોધ કથા )

એક સ્કુલની શિક્ષિકાએ એમના ભૂગોળના વર્ગના વિદ્યાર્થીઓને એમની દ્રષ્ટીએ દુનિયાની સાત

અજાયબીઓ  કઈ કઈ છે એનું લીસ્ટ એક કાગળમાં  લખવા માટે જણાવ્યું .

જો કે દુનિયાની સાત અજાયબીઓ  અંગે બધા જ વિદ્યાર્થીઓનો એક મત ન હતો એમ

છતાં મોટા ભાગના વિદ્યાર્થીઓની દ્રષ્ટીએ આ સાત અજાયબીઓ આ હતી .

૧.ઇજીપ્તના મહાન પીરામીડ

૨.તાજ મહાલ

૩.ગ્રાંડ કેનિયન

૪.પનામા કેનલ

૫.અમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ

૬.સેન્ટ પીટર્સ બેસીલીકા  …અને

૭ .ચીનની પ્રખ્યાત દીવાલ

વર્ગ શિક્ષકા બેન વર્ગમાં ફરીને બધા વિદ્યાર્થીઓના લખેલા જવાબોનું પેપર એકઠું કરી રહ્યા હતા

ત્યારે એમણે જોયું કે માત્ર એક વિદ્યાર્થીનીએ હજુ એનું પેપર પુરું કર્યું ન હતું .

આથી આ શીક્ષીકાબેને આ બાલિકાની નજીક જઈને એને પૂછ્યું ”  તને મારા પ્રશ્નના

જવાબમાં દુનિયાની અજાયબીઓનું લીસ્ટ બનાવવામાં કોઈ તકલીફ છે ?

આ બાલિકાએ જવાબ આપ્યો :

” હા બેન , થોડી મુશ્કેલી તો છે કેમ કે મારા મનમાં એટલી બધી અજાયબીઓ રમે છે

કે એમાંથી હું નક્કી નથી કરી શકતી કે એમાંથી કઈ સાતની પસંદગી કરું ! “

શિક્ષિકાએ કહ્યું :” સારું, ચાલ હું તને થોડી મદદ કરું .

તારા મનમાં જે પ્રથમ સાત અજાયબીઓ હોય એ મને કહે .”

આ વિદ્યાર્થીની પ્રથમ તો થોડી ખમચાઈ પણ પછી થોડી હિંમત ભેગી કરીને બોલી :

” બેન મારી દ્રષ્ટીએ દુનિયાની સાત અજાયબીઓ આ છે .”

૧. સ્પર્શ

૨. સ્વાદ

૩.જોવા માટે દ્રષ્ટિ

૪.સાંભળવા માટે કાન

૫.અનુભૂતિ -ફીલિંગ 

૬.હાસ્ય … અને 

૭.પ્રેમ

આ બાલિકાનો જવાબ સાંભળીને આખા વર્ગમાં એક સન્નાટો છવાઈ ગયો !  

———————————————

આ કથાનો બોધ -વિવરણ

આ નાની બાલિકાએ એના નાનકડા મુખેથી જીવન અંગેનું એક મહાન સત્ય આપણી

સમક્ષ રજુ કરી દીધું છે .

આ બાલિકાએ ગણાવી એવી આપણને આપણા જન્મથી જ આપણા જીવન સાથે જોડાએલી

સાત જ નહી પણ અનેક અજાયબ પમાડે એવી ભેટો આપવામાં આપી છે  .

આ  અજાયબ ચીજો માટે એને બક્ષનાર જગત નિયંતાનો ખરા દિલથી આભાર

માનવાનું કે એને યાદ કરવાનું એક સ્વાર્થી મનુષ્ય બનીને  આપણા

જીવનના ઢસરડા કરવામાં આપણે ભૂલી જઈએ છીએ .

ભગવાને આપણને જે કઈ આપ્યું છે એ બદલ એનો આભાર માનવાને બદલે

જે નથી આપ્યું એના માટે એને દોષ દેતા હોઈએ છીએ .

કલ્પના કરો કે જો ઉપર જણાવેલી સાત ચીજો એટલે કે

સ્પર્શ, સ્વાદ,જોવા માટે દ્રષ્ટિ,સાંભળવા માટે કાન,અનુભૂતિ, હાસ્ય

અને પ્રેમની અજબ શક્તિઓ જો આપણી પાસે ન હોત તો ?

ભગવાને આપણી બધી જ જરૂરીઆતોને સમજીને આપણને આ બધી જે

શારિરીક  અને માનસિક ભેટો આપી છે એ બધી 

દુનિયાની ભૌતિક અજાયબીઓથી શું ઓછી અજાયબી ભરી છે ?

નાની ઉંમરે આ બાલિકાને જે જીવન માટેનું મહાન સત્ય સમજાયું અને આપણને

પણ સમજાવ્યું એ બદલ એને ધન્યવાદ ઘટે છે .

આ બોધ કથાના સંદર્ભમાં એક મિત્રે મને ઈ-મેલમાં મોકલેલ કોઈ અજ્ઞાત રચયિતાની

એક સુંદર પ્રસંગોચિત કાવ્ય રચના એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે .

“ઈશ્વર ધી બેસ્ટ ઍન્જિનિયર”

આંખરૂપી કૅમરા ગોઠવ્યા,

કાનરૂપી રિસીવર આપ્યા,

હાર્ડડિસ્ક મૂકી દિમાગમાં,

હ્રદયરૂપી ઍન્જિન મૂક્યુ,

લોહીને બનાવ્યુ ઈંધણ,

ને ઍન્જિન જ ટાંકી ઈંધણની,

ને પછી લાંબી પાઈપલાઈન,

હાડમાંસથી બૉડી બનાવી,

કવર ચઢાવ્યુ ચામડીનુ,

કીડનીરૂપી ફિલ્ટર મૂક્યુ,

હવાની લેવડદેવડ માટે ફેફસા,

જે ઇનપુટની લાઈન મૂકી  તે જ

આગળ જઈ આઉટપુટની લાઈન,

વેદનાને વહાવવા આંસુ બનાવ્યા,

અને આ શરીરની બધીજ ક્રીયાઓ માટે  

કેમિકલ સિગ્નલ્સ બનાવ્યા,

લાખ લાખ વંદન છે તમને !

આ બધુ તો માણસ શીખી ગયો ઈશ્વરથી,

પણ  લાગણી કેવી રીતે બનાવવી,

પ્રેમ કેવી રીતે બનાવવો,

આત્મા ક્યાંથી લાવવો ,

અમુક વસ્તુઓમાં હજુ  મોનોપોલી છે ઈશ્વરની અને રહેશે સદા…!!!

—અજ્ઞાત

આટલું સાંભળ્યા પછી એટલું જ કહીશ,

 “ગોડ તૂસી ગ્રેટ હો”

Thank God for what you have,

Trust God for what you need.

વિનોદ પટેલ 

——————————————————–

જેના ઉપરથી  મેં ઉપર ગુજરાતીમાં ભાવાનુવાદ રજુ કર્યો છે એ મૂળ અંગ્રેજી વાર્તાને નીચેના

વિડીયોમાં સુંદર ચિત્રો અને કર્ણ મધુર સંગીત સાથે જુઓ/સાંભળો .

The Seven Wonders of the World: A Test for a Wise Little Girl

—————————————————————–

Helen-Keller-Quotes