વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 369 ) દુનિયાની સાત અજાયબીઓ ….એક બાલિકાની દ્રષ્ટીએ …. ( બોધ કથા )

એક સ્કુલની શિક્ષિકાએ એમના ભૂગોળના વર્ગના વિદ્યાર્થીઓને એમની દ્રષ્ટીએ દુનિયાની સાત

અજાયબીઓ  કઈ કઈ છે એનું લીસ્ટ એક કાગળમાં  લખવા માટે જણાવ્યું .

જો કે દુનિયાની સાત અજાયબીઓ  અંગે બધા જ વિદ્યાર્થીઓનો એક મત ન હતો એમ

છતાં મોટા ભાગના વિદ્યાર્થીઓની દ્રષ્ટીએ આ સાત અજાયબીઓ આ હતી .

૧.ઇજીપ્તના મહાન પીરામીડ

૨.તાજ મહાલ

૩.ગ્રાંડ કેનિયન

૪.પનામા કેનલ

૫.અમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ

૬.સેન્ટ પીટર્સ બેસીલીકા  …અને

૭ .ચીનની પ્રખ્યાત દીવાલ

વર્ગ શિક્ષકા બેન વર્ગમાં ફરીને બધા વિદ્યાર્થીઓના લખેલા જવાબોનું પેપર એકઠું કરી રહ્યા હતા

ત્યારે એમણે જોયું કે માત્ર એક વિદ્યાર્થીનીએ હજુ એનું પેપર પુરું કર્યું ન હતું .

આથી આ શીક્ષીકાબેને આ બાલિકાની નજીક જઈને એને પૂછ્યું ”  તને મારા પ્રશ્નના

જવાબમાં દુનિયાની અજાયબીઓનું લીસ્ટ બનાવવામાં કોઈ તકલીફ છે ?

આ બાલિકાએ જવાબ આપ્યો :

” હા બેન , થોડી મુશ્કેલી તો છે કેમ કે મારા મનમાં એટલી બધી અજાયબીઓ રમે છે

કે એમાંથી હું નક્કી નથી કરી શકતી કે એમાંથી કઈ સાતની પસંદગી કરું ! “

શિક્ષિકાએ કહ્યું :” સારું, ચાલ હું તને થોડી મદદ કરું .

તારા મનમાં જે પ્રથમ સાત અજાયબીઓ હોય એ મને કહે .”

આ વિદ્યાર્થીની પ્રથમ તો થોડી ખમચાઈ પણ પછી થોડી હિંમત ભેગી કરીને બોલી :

” બેન મારી દ્રષ્ટીએ દુનિયાની સાત અજાયબીઓ આ છે .”

૧. સ્પર્શ

૨. સ્વાદ

૩.જોવા માટે દ્રષ્ટિ

૪.સાંભળવા માટે કાન

૫.અનુભૂતિ -ફીલિંગ 

૬.હાસ્ય … અને 

૭.પ્રેમ

આ બાલિકાનો જવાબ સાંભળીને આખા વર્ગમાં એક સન્નાટો છવાઈ ગયો !  

———————————————

આ કથાનો બોધ -વિવરણ

આ નાની બાલિકાએ એના નાનકડા મુખેથી જીવન અંગેનું એક મહાન સત્ય આપણી

સમક્ષ રજુ કરી દીધું છે .

આ બાલિકાએ ગણાવી એવી આપણને આપણા જન્મથી જ આપણા જીવન સાથે જોડાએલી

સાત જ નહી પણ અનેક અજાયબ પમાડે એવી ભેટો આપવામાં આપી છે  .

આ  અજાયબ ચીજો માટે એને બક્ષનાર જગત નિયંતાનો ખરા દિલથી આભાર

માનવાનું કે એને યાદ કરવાનું એક સ્વાર્થી મનુષ્ય બનીને  આપણા

જીવનના ઢસરડા કરવામાં આપણે ભૂલી જઈએ છીએ .

ભગવાને આપણને જે કઈ આપ્યું છે એ બદલ એનો આભાર માનવાને બદલે

જે નથી આપ્યું એના માટે એને દોષ દેતા હોઈએ છીએ .

કલ્પના કરો કે જો ઉપર જણાવેલી સાત ચીજો એટલે કે

સ્પર્શ, સ્વાદ,જોવા માટે દ્રષ્ટિ,સાંભળવા માટે કાન,અનુભૂતિ, હાસ્ય

અને પ્રેમની અજબ શક્તિઓ જો આપણી પાસે ન હોત તો ?

ભગવાને આપણી બધી જ જરૂરીઆતોને સમજીને આપણને આ બધી જે

શારિરીક  અને માનસિક ભેટો આપી છે એ બધી 

દુનિયાની ભૌતિક અજાયબીઓથી શું ઓછી અજાયબી ભરી છે ?

નાની ઉંમરે આ બાલિકાને જે જીવન માટેનું મહાન સત્ય સમજાયું અને આપણને

પણ સમજાવ્યું એ બદલ એને ધન્યવાદ ઘટે છે .

આ બોધ કથાના સંદર્ભમાં એક મિત્રે મને ઈ-મેલમાં મોકલેલ કોઈ અજ્ઞાત રચયિતાની

એક સુંદર પ્રસંગોચિત કાવ્ય રચના એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે .

“ઈશ્વર ધી બેસ્ટ ઍન્જિનિયર”

આંખરૂપી કૅમરા ગોઠવ્યા,

કાનરૂપી રિસીવર આપ્યા,

હાર્ડડિસ્ક મૂકી દિમાગમાં,

હ્રદયરૂપી ઍન્જિન મૂક્યુ,

લોહીને બનાવ્યુ ઈંધણ,

ને ઍન્જિન જ ટાંકી ઈંધણની,

ને પછી લાંબી પાઈપલાઈન,

હાડમાંસથી બૉડી બનાવી,

કવર ચઢાવ્યુ ચામડીનુ,

કીડનીરૂપી ફિલ્ટર મૂક્યુ,

હવાની લેવડદેવડ માટે ફેફસા,

જે ઇનપુટની લાઈન મૂકી  તે જ

આગળ જઈ આઉટપુટની લાઈન,

વેદનાને વહાવવા આંસુ બનાવ્યા,

અને આ શરીરની બધીજ ક્રીયાઓ માટે  

કેમિકલ સિગ્નલ્સ બનાવ્યા,

લાખ લાખ વંદન છે તમને !

આ બધુ તો માણસ શીખી ગયો ઈશ્વરથી,

પણ  લાગણી કેવી રીતે બનાવવી,

પ્રેમ કેવી રીતે બનાવવો,

આત્મા ક્યાંથી લાવવો ,

અમુક વસ્તુઓમાં હજુ  મોનોપોલી છે ઈશ્વરની અને રહેશે સદા…!!!

—અજ્ઞાત

આટલું સાંભળ્યા પછી એટલું જ કહીશ,

 “ગોડ તૂસી ગ્રેટ હો”

Thank God for what you have,

Trust God for what you need.

વિનોદ પટેલ 

——————————————————–

જેના ઉપરથી  મેં ઉપર ગુજરાતીમાં ભાવાનુવાદ રજુ કર્યો છે એ મૂળ અંગ્રેજી વાર્તાને નીચેના

વિડીયોમાં સુંદર ચિત્રો અને કર્ણ મધુર સંગીત સાથે જુઓ/સાંભળો .

The Seven Wonders of the World: A Test for a Wise Little Girl

—————————————————————–

Helen-Keller-Quotes 

 

 

7 responses to “( 369 ) દુનિયાની સાત અજાયબીઓ ….એક બાલિકાની દ્રષ્ટીએ …. ( બોધ કથા )

 1. chandravadan ડિસેમ્બર 31, 2013 પર 7:43 એ એમ (AM)

  વિનોદભાઈનું સંકલન એટલે માહિતીઓથી ભરપુર સંકલન હંમેશા.

  આ પોસ્ટ પણ ખુબ જ સરસ છે !

  …ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo@ Chandrapukar !

  Like

 2. Pushpa Rathod ડિસેમ્બર 31, 2013 પર 7:54 પી એમ(PM)

  PRABH TAMARA SIVAY HU ADHURO CHU, TMEJ SARVASHMA CHO. PURAVISHVNI KHUSHI EJ AAPNI KHUSHI

  Like

 3. pravinshastri જાન્યુઆરી 1, 2014 પર 1:13 એ એમ (AM)

  મારે જે કહેવું હતું તે જ ચંદ્રવદનભાઈએ કહી દીધું. વિનોદભાઈની પોસ્ટ એટલે “બ્લોગ રિડર્સ ડાઈજેસ્ટ”. “બ્લોગ નવનિત”.

  Like

 4. La' Kant જાન્યુઆરી 1, 2014 પર 2:14 એ એમ (AM)

  જે રોજનું સામાન્ય નજ્દીક્નું જણાય નહીં . એ આપણી સામાન્ય નબળાઈ .બાકી એકંદરે ગમી જાય તેવું જ .

  Like

 5. Dhanesh Bhavsar જાન્યુઆરી 1, 2014 પર 3:00 એ એમ (AM)

  The gifts given by the God in the body are to be utilized in a better way. The poem on ” Ishwar The Great Engineer” is amazing.

  Like

 6. Anila Patel જાન્યુઆરી 1, 2014 પર 7:52 એ એમ (AM)

  Aajani post vachine je santosh thayo te kadach kyarey nahi bhoolay. Jivanama motama motu gyan ane shikshan ahij mali gayu.
  Vonodbhai khob khob aabhar ane nava varshni shubhechchhao,

  Like

 7. nabhakashdeep જાન્યુઆરી 1, 2014 પર 10:04 એ એમ (AM)

  અજાયબીથી ભર્યું છે જગત આ

  એથીય અજાયબ છે પરમ ઈશ.

  લેખ વાંચી ખૂબ જ ભીતરમાં આનંદ થયો..આદરણીયશ્રી વિનોદભાઈ. નૂતન વર્ષે આવી ઉત્તમ અમૃત પ્રસાદી ધરતા રહેજો…વેરી હેપી ન્યુ ઈયર.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: