વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 370 ) નવા વર્ષ ૨૦૧૪ના શુભ સંકલ્પો – બે હાસ્ય લેખો

વર્ષ ૨૦૧૩ દરમ્યાન વિનોદ વિહારમાં  ઘણા પ્રેરણાત્મક, ચિંતનાત્મક લેખો, કાવ્યો , વિડીયો વી. મારફતે જીવન માટે ઉપયોગી  ગંભીર પ્રકારનું સાહિત્ય પીરસવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જે  વાચકોને પસંદ પણ પડ્યો હતો .

આજે વર્ષ ૨૦૧૪ ના વર્ષારંભે મનમાં એવો સંકલ્પ થયો કે આ વર્ષની શરૂઆત ગમ્ભીર લેખથી નહીં પણ હાસ્ય લેખથી કરીએ તો કેવું ?

આ સંકલ્પની ફલશ્રુતિ રૂપે આજની નવા વર્ષ ૨૦૧૪ની આ પ્રથમ પોસ્ટમાં નવા વર્ષના સંકલ્પો વિષે જ  બે જાણીતા લેખકો  શ્રીમતી નીલમબેન દોશી અને શ્રી ચીમનભાઈ પટેલના હાસ્ય લેખો એમના આભાર સાથે પ્રસ્તુત કરવામાં આવ્યા છે જે તમારા મુખ ઉપર જરૂર સ્મિત લાવી દેશે .

સંકલ્પો વિષે એમ કહેવાય છે કે એ કામચલાઉ હોય છે એમ છતાં જીવન માટે એ જરૂરી પણ છે .કોઈ પણ કાર્ય કરતા પહેલાં મનમાં એ કરવા માટેનો સંકલ્પ થતો હોય છે .

સ્મિત કરેલો ચહેરો કેટલો સુંદર લાગતો હોય છે એ તમે અરીસા આગળ ઉભાં રહીને કોઈવાર જોયું છે ! એમ કહેવાય છે કે જ્યાં સુધી તમારા ચહેરા ઉપર સ્મિત પરિધાન ન કર્યું હોય ત્યાં સુધી સુંદર વસ્ત્રોથી તમારા શરીરની કરેલી સજાવટ અધૂરી છે .

જીવનના પશ્નો ઉકેલવાની ગડમથલમાં આજે માણસોના ચહેરા  ઉપરથી સ્મિત વિલાઈ રહ્યું છે. હાસ્ય એ તો જીવનની મશીનરીને સરળતાથી ચલાવવા  માટેનું પીંજણ -Lubricant છે . હાસ્ય એ ચેપી રોગ જેવું છે .કરમાઈ ગયેલા ચહેરાઓ એમની આજુબાજુ હાસ્ય નહીં પણ ગંભીરતા ફેલાવતા હોય છે .

આ સંદર્ભમાં વિનોદ વિહારમાં અગાઉ પોસ્ટ નંબર ૮૭ માં  મુકેલ લેખક  શ્રી કૃષ્ણકાંત ઉનડકટનો એ સુંદર લેખ ”  હસતા ચહેરા હવે દુર્લભ બની ગયા છે “અહીં વાંચવા જેવો છે.

એટલા માટે ચાલો આજે ૨૦૧૪ ના આરંભે મનમાં એક સંકલ્પ કરીએ કે આ વર્ષમાં બીજા બધા સંકલ્પો સાથે જીવનમાં થોડુંક વધારે હસવાના સંકલ્પને  પણ વધુ મહત્વ  આપીએ  . 

નવા વર્ષમાં વિનોદ વિહારમાં દરેક પોસ્ટને અંતે “હાસ્યેન સમાપયેત ” એ નામે મારા   સંગ્રહમાંથી મારી પસંદગીનો સૌને ગમે એવો એક રમુજી ટુચકો -જોક મુકવાનો  મનમાં એક સંકલ્પ  છે  ,જેથી ગમ્ભીર પ્રકારનો  લેખ વાંચ્યા પછી અંતે વાચકના ચહેરા ઉપર થોડી વાર માટે પણ એક સ્મિતની લકીર ખીલી ઉઠે ! જુઓ ,આજે જ એનો અમલ કરી જ દીધો છે ! વાચકોને પણ  આવા ટુચકા-જોક  મોકલવા માટે આમન્ત્રણ છે  .એ ગમશે તો  એમના નામ સાથે એને  પોસ્ટમાં  આભાર સાથે મુકવામાં આવશે  .    

મને એ જણાવતાં  ખુશી થાય છે કે ૧લી, સપ્ટેમબર ૨૦૧૧ના રોજ વિનોદ વિહાર બ્લોગની શરૂઆત કરી ત્યારથી ડિસેમ્બર ૩૧, ૨૦૧૩  સુધી બે વર્ષ અને ચાર માસના સમય ગાળામાં ૧૨૧૦૦૦+ રસિક વાચકોએ આ બ્લોગની મુલાકાત લીધી છે અને ૨૧૮ મિત્રો બ્લોગને ફોલો કરે છે . આ સૌ મિત્રોનો  હું અંતરથી આભાર માનું છું .

સૌ વાચક મિત્રોનો સુંદર પ્રતિભાવ અને પ્રેમ મને ૨૦૧૪ના વર્ષમાં પણ  મળતો રહેશે અને મને વધુ પ્રગતી કરવા પ્રોત્સાહિત કરતો રહેશે એવી આશા રાખું છું .

The stars have 5 ends.

Square has 4 ends

Triangle has 3 ends

Line has 2 ends

Our life has 1 end

But the circle of our friendship has no ends…………………..

The Best “day” is today -So enjoy to its fullest

Have a wonderful coming New year 2014 .

Happy New year - round

સૌ મિત્રો/સ્નેહીજનોને નવા વર્ષનીહાર્દિક શુભકામનાઓ.

વિનોદ પટેલ

—————————————————-

નવા વરસના શુભ સંકલ્પો.( હાસ્ય લેખ ) …….. લેખિકા – નીલમ દોશી

અત્તરકયારી…

હાસ્યં શરણં ગચ્છામિ..

હાસ્યં બ્રહ્મા, હાસ્યં વિષ્ણુ, હાસ્યં દેવો મહેશ્વર:

હાસ્યં સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી હાસ્યાય નમ:

જીવનમાં હાસ્યના મહત્વથી આપણે કોઇ અજાણ નથી.હસતા ચહેરા સૌને જોવા ગમે છે.  લાફટર ઇઝ ધ બેસ્ટ મેડીસીન એવું અમસ્તું નથી કહેવાયું.હાસ્યના અનેક ફાયદાને લીધે જ આજકાલ ઠેર ઠેર લાફીંગ કલબ ચાલે છે.જયાં સૌ સાથે મળીને ખડખડાટ હસવાની કસરત કરે છે.

નવા વરસની શરૂઆત હાસ્યથી થાય એનાથી વધારે રૂડું બીજું શું હોઇ શકે ?  આપ સૌના ચહેરા હમેશા હાસ્યથી ઝગમગતા રહે એવી હાર્દ્કિ ભાવના સાથે આજે અહીં અત્તરકયારીમાં હાસ્યના અત્તરથી તરબતર થઇશું ?

આ આખો લેખ નીલમ બેનના બ્લોગ પરમ સમીપેની  આ લીંક ઉપર વાંચો .

(નીલમબેનનો વિગતે પરિચય ગુજરાતી પ્રતિભા પરિચયના સૌજન્યથી અહીં વાંચો. )

________________________________________

નવા વર્ષના સંકલ્પો (હાસ્ય લેખ ) લેખક- ચીમન પટેલ “ ચમન “

આ  હાસ્ય લેખ હ્યુસ્ટન નિવાસી હાસ્ય લેખક શ્રી ચીમન પટેલએ મને અગાઉ

ઈ-મેલમાં મોકલી આપ્યો હતો  એને આજની પોસ્ટમાં એમના આભાર સાથે મુકું છું.

એમના હાસ્ય લેખોના ગમતીલા પુસ્તક “ હળવે હૈયે “ માંથી આ લેખ લેવામાં આવ્યો છે.

શ્રી ચીમનભાઈનો પરિચય એમના બ્લોગ  “ચમન કે ફૂલ “ની આ લિંક ઉપર વાંચી શકાશે.

નીચેની પી.ડી.એફ. ફાઈલની લીંક ઉપર ક્લિક કરી આ લેખ વાંચો .

Nava Varshana Sankalpo–Hasya lekh- Chiman Patel

________________________________________

નુતન વર્ષના પ્રારંભમાં મને ગમતી એક પ્રાર્થનાનો વિડીયો નીચે મુક્યો છે.

 આ એક પ્રાર્થના તો છે જ એની સાથે નવા વર્ષ માટેના સંકલ્પો પણ છે .

મધુર કંઠ અને સંગીત સાથેનો  આ વિડીયો તમોને જરૂર ગમશે  . 

પ્રાર્થનાના શબ્દો આ મુજબ છે .

ઇતની શક્તિ હમે દેના દાતા,મન કા  વિશ્વાસ કમજોર હો  ના ,

હમ ચલે નેક રસ્તે પે જિસ પર ભૂલ કર ભી કોઈ ભૂલ હો ના, 

 

દુર અજ્ઞાન કે હો અંધેરે ,તું હમેં જ્ઞાન કી રોશની દે,

 

હર બુરાઈ સે બચતે રહે હમ,જીતની ભી દે ભલી જિંદગી દે.

 

બૈર ના હો કિસીકા કિસીસે,ભાવના બદલેકી મનમેં હો ના…..

 

યે ના સોચે હમેં ક્યા મિલા હૈ , હમ યે  સોચે કિયા ક્યા હય અર્પણ, 

 

ફૂલ ખુસીંઓ કે બાંટે  સભીકો, સબકા  જીવન હી બન જાયે મધુબન 

 

અપની કરુણા કે  જલ તું બહાકે  કર દે  પાવન હરેક મનકા કોના  .

 

Itni Shakti Hamein Dena Data [Full Song] – Prarthana

————————————————————————————————-

હાસ્યેન સમાપયેત – રમુજી ટુચકો- જોક

HA ...HA....HA....

સુરભીએ એના પતિ અતુલને મધરાતે ઢંઢોળતાં કહ્યું :

” અતુલ, ઊઠ તો ! રસોડામાં ચોર ગુસ્યો છે અને મેં આવતી કાલે નવા વર્ષ માટે

બનાવેલી મીઠાઈ ખાઈ રહ્યો  હોય એમ લાગે છે ! “

” સાલો એ જ લાગનો છે ! ” એમ કહીને અતુલ પડખું ફેરવીને પાછો સુઈ ગયો .

___________________________________

 

 

————————————————————

12 responses to “( 370 ) નવા વર્ષ ૨૦૧૪ના શુભ સંકલ્પો – બે હાસ્ય લેખો

 1. nilam doshi March 14, 2014 at 11:01 PM

  આભાર વિનોદભાઇ…

 2. chandravadan January 2, 2014 at 2:08 PM

  Happy New Year to You & All.
  Dr. Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  Avjo@ Chandrapukar !

  • Vinod R. Patel January 2, 2014 at 5:06 AM

   પ્રિય સુરેશભાઈ ,
   સમજ્યા કે શબ્દોને જોખી જોખીને વાપરવા જોઈએ , શબ્દોનો બગાડ ન પાલવે .
   પણ ,શબ્દોની આટલી બધી કંજુસાઈ હોય !
   પહેલા તો ખબર ન પડી તમે શું કહેવા માગો છો .પછી મગજને થોડી કસરત કરાવ્યા
   પછી પ્રકાશ થયો !
   તમોને અને કુટુંબીજનોને પણ મારા HNY એટલે કે હેપ્પી ન્યુ યર !
   નવા વરસે થોડી ગમ્મત કરી લીધી ગુરુજી !

 3. Hemant January 2, 2014 at 3:02 AM

  Dear Vinodbhai , Wishing you happy new year and Happiness is the key source of success , thank you for your sending inspirational , motivational and family oriented news letter throughout 2013 year , All the very best for 2014 . ……..Hemant Bhavsar

 4. pravina January 1, 2014 at 11:14 PM

  નવા વર્ષની શુભેચ્છા. “તમારા નામની સાર્થકતા”.

 5. pravinshastri January 1, 2014 at 10:51 PM

  વિનોદભાઈ, આખું વર્ષ સુરેશભાઈની જેમ વિનોદી વાતમાં પસાર થાય એ જ અભ્યર્થના. હવે ડાહી ડાહી ઉપદેશાત્મક લેખો અકળાવનારી બને છે…પછી ભલે એ ઉત્તમ સાહિત્ય કેમ ન હોય! નવું વર્ષ આપને, આપના પરિવારને અને આપના વિશાળ વાંચક વર્ગને હસતું રાખે. મારી “રિવર્સલ” શ્રેણી નો ઉદ્દેશ પણ એજ છે.

 6. jjkishor January 1, 2014 at 8:52 PM

  નેટ ઉપર વધુ કામગીરી હાથ ઉપર લેવી એટલે આ બૈલ, મુઝે માર જેવું છે !! વેગુએ ક્યાંયના રહેવા દીધા નથી ! કોઈને આમ બિન્ધાસ મળવાનું દોહ્યલું બનતું જાય છે ! તમે સૌ મજા કરો ને મારા જેવો ઈર્ષા કરે ! સૌને મુબારક નવું વરસ.

 7. Ramesh Patel January 1, 2014 at 5:21 PM

  લાખેણી વાત..હાસ્ય એતો સ્વાસ્થ્યની જડી બુટ્ટી છે.નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 8. pragnaju January 1, 2014 at 5:03 PM

  નવા વર્ષની હાર્દીક શુભેચ્છા

 9. ગોવીન્દ મારુ January 1, 2014 at 2:01 PM

  સર્વમીત્રો ઈ. સ. 2014 નવા વર્ષની હાર્દીક શુભેચ્છાઓ..
  ●♦● નુતન વર્ષાભીનન્દન ●♦●

 10. vkvora Atheist Rationalist January 1, 2014 at 1:20 PM

  આ સકલ્પ લેવા માટે પણ કંઈક તો કરવું જ પડશે….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: