શિક્ષણ માટેની ધગશ અને જીવન પ્રત્યેનો અભિગમ સૌ બાળકોમાં પ્રસરવો જરૂરી છે …
આંગણની તુલસી – અવંતિકા ગુણવંત
ખીલતાં પુષ્પો જેવાં બાળકો પ્રફુલ્લિતપણે વિકસે, કેળવણી પામે એટલા માટે આપણા દેશમાં બાળમજૂરી અટકાવવાના કાયદાઓ બન્યા છે.‘ચાઈલ્ડ રાઈટ એક્ટ’ અમલમાં આવ્યો અને આપણા જેવાને રાહત લાગી હતી કે ઝૂંપડપટ્ટીનો બાળક ભણશે, ગણશે ને સારો નાગરિક બનશે, સભ્ય સમાજનો હિસ્સો બનશે, એનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. પણ કાયદાથી બાળકોનું શોષણ અટક્યું છે? દરેકેદરેક બાળક કેળવણી પામ્યું?
પ્રાથમિક શિક્ષણ નિ:શુલ્ક છે, ફરજિયાત છે, સરકાર લાખો રૂપિયા ખરચે છે, યોજનાઓ ઘડે છે, પણ અક્ષરજ્ઞાનનો દર કેટલો વધ્યો છે?
પ્રશ્ર્ન થાય છે કે શાળા – મહાશાળામાં નિશ્ર્ચિત અભ્યાસક્રમ પ્રમાણે ભણેલા લોકોને શિક્ષિત ગણી શકાય? મન અચકાય છે. શિક્ષિત માનવીની વ્યાખ્યામાં આપણને બીજું ઘણું બધું અપેક્ષિત છે, તે અપેક્ષા સંતોષાતી નથી.
વાસ્તવિક રીતે જોતાં શિક્ષણ એક સંસ્કાર પ્રક્રિયા છે, બાળકને પૂર્ણ માનવ બનાવવાની પ્રક્રિયા. એટલે શિક્ષણ – આપણે જાણીએ કે સ્કૂલના સમય પછીના અવકાશના સમયમાં બાળક ક્યાંક નોકરી કરે છે અને એના કુટુંબને મદદ કરે છે, પોતાના ઘરને પોતાની જાત દ્વારા ઉપર ઊઠવામાં મદદ કરે છે. ઘરને ટેકો કરે છે. આવાં બાળકોની કહાણી સાંભળીને આપણને આનંદ થાય છે, આવાં બાળકોને મજૂર ન ગણી શકાય, પણ ભવિષ્યનો એક આશાસ્પદ નાગરિક ગણાય.
રાજકોટની ઝૂંપડપટ્ટીમાં રહેતી જાનકી આવી જ એક કથા છે, તેના પિતા તે નાની હતી ત્યારે જ અવસાન પામ્યા છે. તેનાથી મોટા બે ભાઈઓનાં લગ્ન થઈ ગયાં છે અને તેઓ અલગ રહે છે. જાનકી તેની મા સાથે રહે છે. જાનકી બપોરની સ્કૂલમાં ભણે છે. જ્યારે તેની પરીક્ષા હોય છે ત્યારે અભ્યાસ કરવા એ સવારના ૪ વાગે ઊઠે છે.
રોજ સવારે છ વાગે પોતાનું દૈનિક કામ પતાવીને લગભગ સવારે સાત વાગે સાઈકલ લઇને તે સુખીસંપન્ન લોકોનાં ઘરનાં કચરાપોતું કરવા અને વાસણ માંજવા જાય છે, ત્યાં ઝપાટાબંધ કામ પતાવી અગિયાર વાગે તે કલાસ ભરવા જાય છે. સાડાબારે કલાસમાંથી છૂટીને ઘેર જઈને ખાવાનું બનાવી જમીને પાછી સાઈકલ પર સ્કૂલે જાય છે,સાંજે છ વાગે છૂટીને ઘેર જઈને સીવણકામ કરે છે, પછી રસોઈ કરીને જમીને પાછું સીવણકામ કરે છે અને રાત્રે અગિયાર વાગે પથારીમાં પડતાં જ એની આંખ બંધ થઈ જાય છે.
જાનકીનું સ્વપ્ન છે ડૉક્ટર બનવાનું, પણ તેના બંને ભાઈઓ અને તેના મામા જાનકી ડૉક્ટર બને કે આગળ ભણે તેવું ઈચ્છતા જ નથી. તેઓ એક જ વાત કરે છે કે વાંચતા-લખતાં આવડ્યું એટલે બહુ થયું, અમારે એની પાસે નોકરી નથી કરાવવાની.
આવી જ એક બીજી જાનકીની વાત છે. તે નેપાળી છે, સાત સભ્યોનું તેનું કુટુંબ છે. આ જાનકીના પપ્પા દુબાઈ કમાવા ગયા છે. જાનકી એની મા અને ભાઈબહેનો સાથે રાજકોટની ઝૂંપડપટ્ટીમાં કંતાનના ઝૂંપડામાં રહે છે. જાનકીનાં પપ્પા-મમ્મી ઈચ્છે છે કે દીકરી સારું ભણે. જાનકી અંગ્રેજી માધ્યમમાં ભણે છે, એની સ્કૂલમાં ધનિક માબાપનાં સંતાનો આવે છે પણ જાનકી જરાય લઘુતાગ્રંથિ નથી અનુભવતી. તે એટલી સુઘડ અને ચોક્સાઈવાળી કે આ દીકરી ઝૂંપડપટ્ટીમાં રહેતી હોય તેવું લાગે જ નહિ.
તે સ્કૂલેથી આવીને જમીને હોમવર્ક કર્યા પછી ત્રણ કિલોમીટર દૂર કૉમ્પ્યુટર ક્લાસમાં જાય છે. સાંજે પાંચ વાગે છૂટીને ત્યાંથી બે કિ.મી. દૂર ડાન્સિંગ ક્લાસમાં જાય છે. ત્યાંથી સાત વાગે છૂટે છે અને જમ્યા પછી એનું બાકી રહેલું હોમવર્ક પતાવી રાત્રે દસ વાગે સૂએ છે.
જાનકી ૧૪ વરસની છે એના જીવનની કેડી એ વિશ્વનીડમ્ – જીતુ રેહાનાના સંગે કંડારી રહી છે. એને એનો જીવનમાર્ગ સ્પષ્ટ દેખાય છે. જાનકી અને એના જેવી બીજી બાળાઓના વિકાસની જવાબદારી વિશ્ર્વનીડમે લીધી છે. આપણે પણ એમાં સહકાર આપી શકીએ.
Social Change occurs one step at a time….It needs ONE to think of that CHANGE & then use ALL the ENERGY to make the IDEA a REALITY.
Dr. Chandravadan Mistry http://www.chandrapukar.wordpress.com
Vinodbhai….Assisting a Child or the Children in the Education is a VIRTUE.
Think what 1 SEWING MACHINE to a LADY in need can do ?
Think what 1 Borehole Well in a remote place where there is no water OR one needs to walk the long distances can do in thair life ?
I had tried….Hope others will think about these OR other ways to HELP THE HUMANITY.
Avjo @ Chandrapukar !
બાળકો ના પ્રશ્નો ની સ રસ રજુઆત
LikeLike
મારી સૌથી પ્રિય બુક, પાસબુક.
LikeLike
ગામડાની છોઅકરીઓનો ઉત્સાહ અનેરો છે. ભારતના ગામડાઓમાં થોડા સુંદર અનુભવો માણવાનો
લહાવો મળ્યો છે.
LikeLike
સામાજિક જાગૃતિ લાવવા આવા લેખો વડે સારું કામ થઈ શકે; પણ બને તો .. આવી સંસ્થાઓને આર્થિક મદદ કરવી જોઈએ.
LikeLike
TRUE
LikeLike
Social Change occurs one step at a time….It needs ONE to think of that CHANGE & then use ALL the ENERGY to make the IDEA a REALITY.
Dr. Chandravadan Mistry
http://www.chandrapukar.wordpress.com
Vinodbhai….Assisting a Child or the Children in the Education is a VIRTUE.
Think what 1 SEWING MACHINE to a LADY in need can do ?
Think what 1 Borehole Well in a remote place where there is no water OR one needs to walk the long distances can do in thair life ?
I had tried….Hope others will think about these OR other ways to HELP THE HUMANITY.
Avjo @ Chandrapukar !
LikeLike
j mara prabhuo aabhar, je sharuaat che ek aasha che, aasha amarjivanni vel che ugadvi ena hathma che. koshish karne valoki kbhi har nhi hoti
LikeLike