વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

(374 ) મારી બે અછાંદસ કાવ્ય રચનાઓ – મારી નોધપોથીમાંથી –નવનીત ……

“મારી નોધપોથીમાંથી ” એ શ્રેણીમાં મારા વિચાર વલોણાની નીપજ એવી મારી બે સ્વ-

રચિત અછાંદસ  કાવ્ય રચનાઓ આજની પોસ્ટમાં પ્રસ્તુત છે .

આશા છે આપને એ ગમે . આપનો પ્રતિભાવ અપેક્ષિત છે  .

વિનોદ પટેલ —

_____________________________________ 

ફુલ અને માનવ

કુદરતની આ કેવી અજબ છે કમાલ કે 

એક કળીમાંથી રંગીન પુષ્પ ખીલી ઉઠે

આખો બગીચો પુષ્પોથી મ્હોરાઈ ઉઠે .

માનવોમાં પણ બાળક રૂપી પુષ્પ કળી ખીલીને

યથા સમયે એક સુંદર માનવ-પુષ્પ બને .

આ પ્રકૃતિની લીલામાં અનેક રંગ બેરંગી ફૂલો

લાંબી ટૂંકી જિંદગી લઈને આવેલાં આ પુષ્પો

ખીલતાં અને પછી સમય થતાં ખરી જતાં .

એમ જ આ જગતમાં જાત ભાતના માનવો

લાંબી ટૂંકી જીવન દોરી લઈને આવેલા એ સૌ  

જીવનમાં સારું કે બુરું કાર્ય કરી સમય થતાં

જગતની વિદાય લઈને ચાલી જતાં હોય છે .

જેમ ફૂલો હોય છે બે જાતનાં –

સુગંધવાળાં અને સુગંધ  વિનાનાં ,

એવુ જ માનવ પુષ્પનું પણ  –

સદ્કાર્યોથી જન જીવન સુગંધિત બની જાય છે  

દુષ્કાર્યોથી સમાજ-બગીચામાં દુર્ગંધ ફેલાય છે !

  એકલતા

જીવનમાં સંજોગો એવો મોડ પણ લે છે ,

જ્યારે જીવનસાથી વિદાય લઇ લે છે ,

અર્ધાંગના જતાં અર્ધું અંગ રહી જાય છે !

શરીર -મનથી એકલા પડી જવાય છે !

શરૂમાં અચાનક આવેલી એકલતા જરૂર ખૂંચે છે

ત્યારબાદ… જેનો બીજો કોઈ ઉપાય નથી

એને સહન કર્યે જ છુટકો એમ મન મનાવી 

જાત સાથે સમજણ થઇ જાય છે .

ધીરે ધીરે એકલતા પચવા લાગે છે

મનને ગમતી ચીજોમાં જીવ પરોવીને

એકલતા સાથે મૈત્રી સંબંધ બંધાય છે

શરીરથી એકલા ભલે હો પણ મનથી નહી

એકલા હોવું  અને એકલતા એ એક નથી

જાત સાથે વાતો કરવાની પણ એક મજા છે !

એમાંથી જ આવું કોઈ સર્જન થઇ જાય છે !

મને મારી જાત સાથે હવે ફાવી ગયું છે ,

મને મારી સોબત હવે ગમવા માંડી છે .

હું હવે એકલો નથી ,

પ્રભુ અને મારી મૈત્રી જામી ગઈ છે

જીવ અને જીવન માટેનું એ ઓસડ બની ગઈ છે

મિત્રો, રખે મારી દયા ખાતા,

એકલતા હવે મને પચી ગઈ છે !

એકલતા હવે મને ફાવી ગઈ છે !

એકલતા હવે મને ગમી ગઈ છે !

વિનોદ પટેલ 

________________________________

HA ...HA....HA....

હાસ્યેન સમાપયેત – નવા વર્ષની રમુજ  

Chiman -new year cartoon >>>>> નવા વર્ષનો એકજ સંકલ્પ <<<<<

* ન બોલવામાં નવ ગુણ!     * બોલે એના બોર વેચાય!

[ ચિત્ર પ્રાપ્તિ; સનત પરીખ…..શબ્દ સજાવટઃ ચીમન પટેલ ચમન ‘ ]

(૦૩ જાન્યુ.’૧૪)

આભાર- શ્રી ચીમન પટેલ ચમન  અને શ્રી સનત પરીખ

_____________________________

ઉપરનું ચિત્ર જોઇને – મારું એક ચિત્ર હાઈકુ 

સ્ત્રી પંખીઓના 

શોરમાં , પુરુષોની

બોલતી બંધ !

વિનોદ પટેલ

6 responses to “(374 ) મારી બે અછાંદસ કાવ્ય રચનાઓ – મારી નોધપોથીમાંથી –નવનીત ……

 1. chaman June 1, 2014 at 1:09 PM

  વિનોદભાઇ,
  તમારી આ રચના ફિલોસો્ફીથી ભરેલ અને સુંદર છે, હાઇકુ પણ. તમારી પ્રગતિ આમાં દેખાઇ આવે છે. લખતા રહેશો અને સૌને વહેચતા રહેશો.
  શુભેચ્છા સાથે,
  ચીમન પટેલ ‘ચમન’

 2. nabhakashdeep January 6, 2014 at 6:25 PM

  આદરણીય શ્રી વિનોદભાઈ…અભિનંદન. કાવ્યમાં જ્યારે ભાવ છલકે છે..એ ગીત બની જાય છે, અને તે ના અનુભવાય તો એ ગાયન..એવું શ્રી સુરેશભાઈ દલાલ કહેતા. આપના બંને કાવ્યો, જીવન સંદેશ અને અનુભૂતિનો સુંદર અમન્વય છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. pushpa1959 January 5, 2014 at 10:42 PM

  evu nthi jode rejo raj jode rejo raj, kli khile che ful bane che. mheke che pan manvona nak sudhi mhekay toj ene ful kahevay. ful ni kadar ful kare, bhale chimlaya pachi sugandh na chode pan khilela fulni kimat to bagichma, bagvanani pujama, striona shangarma, galano har to khilela taja fuloj lai shake, antma pan ej jagya le che karnke e ful che.ishvarni karamat ishvar jane.

 4. pragnaju January 5, 2014 at 7:17 AM

  હું હવે એકલો નથી ,

  પ્રભુ અને મારી મૈત્રી જામી ગઈ છે

  જીવ અને જીવન માટેનું એ ઓસડ બની ગઈ છે

  મિત્રો, રખે મારી દયા ખાતા,

  એકલતા હવે મને પચી ગઈ છે !

  એકલતા હવે મને ફાવી ગઈ છે !

  એકલતા હવે મને ગમી ગઈ છે !

  સરસ કહેવાય છે કે કોઇ એકલતાની ફરિયાદ કરે તો ભગવાનને ખોટું લઆગે છે

 5. Hemant January 5, 2014 at 6:05 AM

  Very nice two poems , our journey is decide by the god , it is all up to us whether to make it memorable or choose an evil path and become burden to the world . Thank you for sharing your thoughts in the form of poem ………Hemant Bhavsar

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: