વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જાન્યુઆરી 6, 2014

( 375 ) ક્યાંક તમે તમારી જિંદગી માણવાનું તો ભૂલી નથી ગયાને…?

Life is like a flute

માણસે દોડધામવાળી જિંદગીને પોતપોતાની રીતે ડિઝાઈન કરી છે. પછી તેને પહોંચી વળવા માટેના સરળ માર્ગ પણ શોધી કાઢયા છે. તેણે જીવનની ગતિને વધારે ઝડપી બનાવે અને જરૂરી કામમાં મદદ કરે તેવા સાધનો વસાવી લીધા. જીવનના દરેક પાસાંએ વેગ પકડ્યોછે ત્યારે આપણે શાંતિના માર્ગે પળવાર પૂરતી નિરાંત શોધવા લાગ્યા છીએ. ક્યારેક હરિયાળીમાં, તો ક્યારેક ધ્યાનમાં તો ક્યારેક કોઇ કલ્પનામાં. એકવાર ચક્કી ચાલુ થાય પછી અટકવાનું નામ ક્યાં લે છે? એ અટકે નહીં તો શાંતિ ક્યાંથી મળે? એ ચાલ્યાં જ કરે તો આરામ ક્યાંથી મળે?

પળવાર માટે પણ શાંતિ મળે છે ખરી? મળી જાય તો પણ તે શું આપે છે? ઝડપ કે શાંતિ એ તો મનની સ્થિતિ છે. તે સ્થિર છે. સ્થગિત ચહેરા. થોડો વેગ મળતો નથી કે થોડીક શાંતિ મળતી નથી. હંમેશાં દોડનારી વ્યક્તિ દરરોજ કેટલા દ્રશ્યો છોડી જાય છે! તેના ચહેરા પર સ્મિત ફરક્તું નથી. એ સામાન્ય રહે છે અથવા તો અચાનક જોરદાર ખડખડાટ હસવા લાગે છે. જાણે કે માણસની ચાલ સાથે ભાવ સીધો સંબંધ ધરાવતો હોય- દોડો અથવા તો અટકી જાવ. પછી જે દિવસે તે જરાક શાંતિની શોધમાં નીકળે છે ત્યારે કોઇ પણ ર્દશ્ય જોઇને ખુશ થઇને બોલી ઊઠે છે,‘ વાહ! મેં આજે જિંદગી જોઇ!’

જે લોકો અત્યારે પણ આરામપૂર્વક તેમજ ધીરે ધીરે ચાલવામાં રસ ધરાવે છે, હસે છે, ચહેરા સાથે ઓળખાણ રાખે છે તેઓ મન સાથે જોડાયેલા રહે છે. તેમની નજર ઊડતી નથી. તેઓ રોજ જિંદગીને મળે છે. શ્વાસની વચ્ચે જાણે સેતુ રચાયેલો છે. સમય ક્ષણ-પ્રતિક્ષણ પસાર થતો રહે છે. આવી જ જીવનની ગતિ છે. ઝાટકા સાથે ચાલતી-અટકતી નથી, હવાની જેમ નિરંતર વહે છે.

સૌજન્ય-  દિવ્ય ભાસ્કર 

_________________________

ઉપરના લેખના અનુસંધાનમાં શ્રી કૃષ્ણકાંત ઉનડકટનો એમના બ્લોગ

ચિંતનની પળે નો નીચેનો સુંદર સંબંધિત પ્રેરક લેખ

પણ એમના આભાર સાથે નીચે ક્લિક કરીને વાંચો .

આપણે કેટલી અને કેવી જિંદગી જીવીએ છીએ… –કૃષ્ણકાંત ઉનડકટ

                         

આખી જીન્દગી હું વારંવાર એક પાપ કરતો રહ્યો

આખી જીન્દગી હું વારંવાર એક પાપ કરતો રહ્યો,
ધૂળ મારા પર હતી ને હું અરીસો સાફ કરતો રહ્યો.

કેવી અજીબ વાત બની ગઈ જીવનમાં મારી સાથે,
ભૂલ મારી હતીને એ દોસ્ત હું તને માફ કરતો રહ્યો.

ન્યાય દેવાવાળો મારી ઉપર બેઠો છે એ ભૂલીને,
હું ન્યાયાલય ખોલીને બધાનો ઇન્સાફ કરતો રહ્યો.

જે મારી વિરુદ્ધ હતા એમને મનાવવાના પ્રયત્નોમાં,
જે મારી સાથે હતા એમને મારી ખિલાફ કરતો રહ્યો.

ખુદ મારા વિષે તો રતીભારનુય જાણતો નહોતો,
ને ખુદાના અસ્તિત્વ વિષે વાદવિવાદ કરતો રહ્યો.

જીવન આખું કેવળ હવામાં કિલ્લાઓજ બાંધ્યા,
ને જે આંખ સામે હતું એ બધું બરબાદ કરતો રહ્યો.

ખુદ મનેજ સમજવામાં હું જબરી થાપ ખાઈ ગયો,
ત્યાગના બહાને વરસોના વરસો પ્રમાદ કરતો રહ્યો.

વર્તમાનમાં શું થઇ રહ્યું છે એનું ધ્યાન ના રહ્યું,
ભવિષ્યમાં શું થશે એ વિષે બહુ સંતાપ કરતો રહ્યો.

બીજાઓને પણ કૈક કહેવું છે એ સમજ્યા વગર,
ખુદની સાથેજ આખુ જીવન વાર્તાલાપ કરતો રહ્યો.

મારી કવિતાઓ ખુદ મનેજ કહી સંભળાવીને,
હું ખુશ થઈને વાહ જનાબ, વાહ જનાબ કરતો રહ્યો.

–મૃગાંક શાહ

સૌજન્ય-  બ્લોગ-ગુજરાતી કવિતા  અને ગઝલ 

_______________________

હાસ્યેન સમાપયેત- રમુજી ટુચકા 

HA ...HA....HA....

શિક્ષક અને શિષ્ય !   Read more of this post