મારા મિત્ર શ્રી સુરેશભાઈ જાનીએ એમના ઈ-મેલમાં અંગ્રેજીમાં એક સરસ બોધ કથા મને વાંચવા મોકલી હતી એ વાંચતા જ મને ગમી ગઈ .
આ વાર્તાનો ગુજરાતીમાં તરજુમો કરીને આજની પોસ્ટમાં નીચે રજુ કરેલ છે .
વિનોદ પટેલ
___________________________
પ્રભુનો આભાર માનો …..
એક મોટી ઈમારતના બાંધકામનું કામકાજ ચાલી રહ્યું હતું .
એક દિવસ આ બાંધકામના સુપરવાઈઝરે આ ઈમારતના છઠા માળેથી નીચે ભોંય તળીયે કામ કરી રહેલ એક કારીગરને કઈક સૂચના આપવા માટે બુમ મારી .
બિલ્ડીંગના કામકાજ અંગે થઇ રહેલ શોર બકોરમાં આ કારીગરે સુપરવાઈઝરે ઉપરથી જે બુમ મારી હતી એ સાંભળી નહી . એતો એના કામમાં જ મગ્ન હતો .
આથી આ કારીગરનું ધ્યાન એના તરફ ખેંચવા માટે સુપરવાઈઝરે ઉપરથી ૧૦ રૂપિયાની કરન્સી નોટ નીચે ફેંકી . આ નોટ કામ કરી રહેલા આ કારીગરની બાજુમાં જ જઈને પડી.
કારીગરે આ નોટ લઈને બીજો કોઈ પણ જાતનો વિચાર કર્યાં વિના પોતાના ખિસ્સામાં મૂકી દીધી અને જે કામ કરતો હતો એમ કરવાનું ચાલું રાખ્યું .
આ કારીગરનું ધ્યાન એના તરફ ખેંચાય એ માટે સુપરવાઈઝરે ફરીથી ઉપરથી ૫૦૦ રૂપિયાની નોટ ફેંકી પરંતુ આ વખતે પણ કારીગરે પહેલાં કર્યું હતું એમ જ કર્યું .આ નોટને લઈને ખિસ્સામાં મુકી દીધી અને એનું કામ કરવાનું ચાલું રાખ્યું . આ નોટ ક્યાંથી આવી -કોણે નાખી એનો સહેજ પણ વિચાર ના કર્યો .
આ કારીગરનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે સુપરવાઈઝરે હવે એક નવી તરકીબ અજમાવી . સુપરવાઈઝરે એક નાનો પત્થર નીચેથી ઉપાડીને છઠા માળેથી આ કારીગરની ઉપર ફેંક્યો જે બરાબર આ કારીગરના માથે જઈને વાગ્યો .
અચાનક આ પથ્થરના પ્રહારથી કારીગર ચમકી ગયો અને આ વખતે જ એની ડોક ઉપર કરીને જોયું . એ વખતે સુપરવાઈઝરે કારીગરને એના કામકાજ અંગે જે સુચના આપવાની હતી એ આપી .
આ સુપરવાઈઝર- કારીગરની વાર્તા આપણા જીવનની વાર્તાને બિલકુલ મળતી આવે છે .
ભગવાન આપણી સાથે સંપર્કમાં રહેવા હંમેશાં પ્રયત્ન કરતો હોય છે . આ સુપરવાઈઝરની માફક ઉપરથી બુમ મારતો હોય છે પરંતુ આપણને આપણા સ્વાર્થને વશ થઇને જિંદગીના ઢસરડા કરવામાં ઊંચું જોવાની પણ ફુરસદ નથી .
ભગવાન સાથેની વાતચીત તરફ દુર્લક્ષ્ય સેવીએ છીએ . ભગવાન એના તરફ ધ્યાન ખેંચવા આપણને પ્રથમ નાની ભેટ મોકલી આપે છે . આપણે આ વખતે એટલું પણ વિચારતા નથી કે એ ક્યાંથી આવી અને કોણે મોકલી છે . આપણે તો આ વાતના કારીગરની જેમ આ ભેટને આપણા ખિસ્સામાં મૂકી દઈએ છીએ અને બધું ભૂલીને આપણા સંસારિક કામોમાં મગ્ન રહેતા હોઈએ છીએ .
ત્યારબાદ ભગવાન આપણને મોટી ભેટ મોકલે છે પરંતુ આપણે આ જે ભેટ પ્રાપ્ત થઇ એના માટે પોતાની જાતને બહું નશીબદાર માનીએ છીએ અને એના માટે ગર્વ કરતા થઇ જઈએ છીએ .પરંતુ આપણને આ ભેટો મોકલી આપવા માટે ભગવાનને યાદ કરીને એનો આભાર માનવાનું ભૂલી જઈએ છીએ .
આવા સંજોગોમાં ભગવાન આપણું ધ્યાન એના તરફ ખેંચાય એટલા માટે નાની મોટી ઉપાધીઓ રૂપી પથ્થર આપણા ઉપર ફેંકતો હોય છે . ત્યારે જ આપણને ભાન આવે છે. ત્યારે જ એને યાદ કરીએ છીએ અને એની સાથે વાતચીત કરવાનું ચાલું કરીએ છીએ .
આ આખી કથાનો મુદ્દાનો બોધપાઠ એ છે કે ……
જ્યારે જ્યારે પણ ભગવાન આપણને કોઈ પણ સ્વરૂપે નાની-મોટી ભેટો મોકલી આપે એ દરેક વખતે તરત જ આપણે એને યાદ કરીને એનો આભાર માનવામાંથી ચુક્વું ના જોઈએ .
આપણને ભગવાન ઉપાધિઓ રૂપી નાનો પત્થર આપણા માથે મારીને આપણને યાદ કરાવે ત્યાં સુધી એની રાહ જોવી ના જોઈએ .
કોઈએ સરસ કહ્યું છે કે ” સુખમાં સાંભરે સોની , દુઃખમાં સાંભરે રામ ! “
_________________________
ગુજરાતી ન જાણતા વાચકો માટે આ વાર્તાનો મૂળ અંગ્રેજી પાઠ જે સ્વરૂપે ઈ-મેલમાં મળેલ એ સ્વરૂપે નીચે મુક્યો છે .
Thank God
One day a construction supervisor from 6th floor of building was calling a worker working on the ground floor.
Because of construction noise, the worker on ground floor did not hear his supervisor calling.
Then, to draw the attention of worker, the supervisor threw a 10 rupee note from up which fell right around in front of the worker.
The worker picked up the 10 rupee note, put it in his pocket & continued with his work.
Again to draw the attention of worker,the supervisor now threw 500 rupee note & the worker did the same,picked 500 rupee note, put it in his pocket & started doing his job.
Now to draw attention of the worker, the supervisor picked a small stone & threw on worker. The stone hit exactly the worker head.
This time the worker looked up & the supervisor communicated with the worker.
This story is same as of our life.
Lord from up wants to communicate with us, but we are busy doing our worldly jobs.
Then God gives us small gifts & we just keep it without seeing from where we got it.
Then God gives us amounts (gifts) & we are the same.
We Just keep the gifts without seeing from where it came & without thanking God. We just say we are LUCKY.
Then when we are hit with a small stone, which we call problems, then we look up & we communicate with God.
Moral-
So every time we get gifts, we should thank God immediately,and not wait till we are hit by a small stone.
____________________________________
હાસ્યેન સમાપયેત- રમુજી ટુચકો

ભગવાનને છેતરતા ત્રણ નાસ્તિક મિત્રો !
એક મંદિરના ચણતર કામ માટે ત્રણ મિત્રો લોકો પાસેથી ફંડ-ફાળો
ઉઘરાવી રહ્યા હતા .
આ મીત્રોએ અંદર અંદર નક્કી કર્યું કે આપણે રોજ આ મંદિરના દાન માટે
ઘણી મહેનત કરીએ છીએ તો આપણને જે આ ડોનેશનના પૈસા મળે
એમાંથી થોડું વળતર દરેકને મળવું જોઈએ .
ત્રણે મિત્રોએ મળેલા પૈસામાંથી મંદિરને કેટલા પૈસા આપવા
એની ફોર્મ્યુલા આ રીતે નક્કી કરી .
એક મિત્રે કહ્યું- ” હું જમીન ઉપર એક વર્તુળ દોરીશ . આ વર્તુળમાં
હું ડોનેશનના ભેગા થયેલા પૈસા ફેંકીશ . જે પૈસા આ વર્તુળમાં
પડશે એ મંદિરના અને બહાર પડશે એ એ મારા “
બીજા મિત્રે કહ્યું _” મારું એનાથી ઉલટું છે . જે પૈસા વર્તુળમાં પડે એ મારા
અને એની બહાર પડે એ મંદીરમાં આપીશ .”
ત્રીજા મિત્રે કહ્યું -” મારી તો નવી જ ફોર્મ્યુલા છે . હું આ દાનના મળેલા
બધા પૈસા ભગવાન માટે ઉપર આકાશ તરફ ફેંકીશ .
ભગવાનને જેટલી જરૂર હશે એટલા પૈસા એ સ્વીકારી લેશે અને
જે પૈસા નીચે નાખશે એ પૈસા મારા !”
( મૂળ અંગ્રેજી ઉપરથી અનુવાદ )
વાચકોના પ્રતિભાવ