વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(377 ) લાલ બહાદુર શાસ્ત્રીના જીવનના બે મનનીય પ્રસંગો

Lal Bahadur and History

સ્વતંત્ર ભારતના બીજા વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી આજે તો લગભગ ભૂલાઈ ગયા હોય એમ લાગે છે .

ગાંધી જયંતીના દિવસેજ એટલે કે બીજી ઓક્ટોબરે એમનો પણ જન્મ દિવસ આવે છે ,પરંતું આ દિવસે એમને કેટલા લોકો યાદ કરતા હશે ?

આજની પોસ્ટમાં પોતાની જાતને એક ગરીબ દેશના ગરીબ વડા પ્રધાન તરીકે ઓળખાવનાર આ સાદગીની મિશાલ જેવા લાલ બહાદુર શાસ્ત્રીના જીવનના બે પ્રેરક જીવન પ્રસંગો પ્રસ્તુત કર્યાં છે .

આ બે પ્રસંગોમાંથી તેઓની સાદગી , શુદ્ધ ચારિત્ર્ય અને કુટુંબ પ્રેમની ભાવનાનાં આપણને દર્શન થાય છે .

આ પ્રસંગોમાંથી આજના ભ્રષ્ટાચારી અને એ મારફતે શ્રીમંત બની ગયેલા આજના સિદ્ધાંત વિહીન વામણા રાજકીય નેતાઓએ બોધ પાઠ લેવા જેવો નથી શું ? .

વિનોદ પટેલ

——————————————————

મારા  જેવા ગરીબને આ સાડીઓ ન પોસાય !”

”વાહ! આ સાડીઓ તો બહુ સરસ છે.શી કિંમત છે?”

 ”જી, આ આઠસોની છે, અને આ હજાર રૂપિયાની.”

 ”ઓહો! એ તો બહુ કિંમતી કહેવાય.એનાથી સસ્તી બતાવશો મને.?”

“તો આજુઓ પાંચસોની અને આ ચારસોની છે.”

 ”અરે ભાઇ, એ પણ કિંમતી ગણાય.કાંઇક ઓછી કિંમતની બતાવો, તો મારા જેવા

ગરીબને પોસાય !”

”વાહ સરકાર-એવું શું બોલોછો? આપ તો અમારા વડાપ્રધાન છો- ગરીબ શાના?અને આ  સાડીઓ તો આપને અમારે ભેટ આપવાની છે.”

 ”ના, મારા ભાઇ, એ ભેટ હું ન લઇ શકું.”

 ” કેમ વળી?અમારા વડા પ્રધાનને કાંઇક ભેટ ધરવાનો શું અમને અધિકાર  નથી?”

”હું ભલે વડો પ્રધાન હોઉં,પણ તેનો અર્થ એ નહીં કે જે ચીજ હું ખરીદી ન શકું તેમ હોઉં, તે ભેટ રૂપે લઉં.વડો પ્રધાન છું છતાંયે હું છું તો ગરીબ જ. મારી હેસિયત પ્રમાણેની સાડીઓ જ હું ખરીદવા માગું છું.માટે ઓછી કિંમતવાળી સાડીઓ મને બતાવો.”

 રેશમના કારખાનાવાળાની બધી વિનવણીઓ નકામી ગઇ. આખરે લાચાર થઇને એમ ને   સસ્તી સાડીઓ બતાવવી પડી. અને એમાંથી ગરીબ ભારતના ગરીબ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી જીએ પોતાના પરિવાર માટે જોઇતી સાડીઓ ખરીદ કરી !

અમૃત મોદી.

આઝાદી કી મશાલ //સંપાદક:મહેન્દ્ર મેઘાણી//લોકમિલાપ ટ્રસ્ટ,ભાવનગર માંથી

——————————————- 

મર્યાદા તૂટી નહીં, ઔચિત્ય છૂટયું નહીં

રસોઈ ઘર ત્રીજા માળે અને તેમાં પાણીનો નળ ન હતો. પાણી નીચેના નળેથી ભરી લાવવું ૫ડતું. માતાજી જુના વિચારના હતા. તેઓ માનતા હતા કે વહુ હોય એ  કામ કરવા માટે તેથી તેઓ તેમ ને જ પાણી ભરવા મોકલતા . ૫તિ માટે આ કોઈ ધર્મસંકટથી ઓછું ન હતું. એક બાજુ મર્યાદા અને બીજી બાજુ કર્તવ્ય. ૫ત્ની ગર્ભવતી હતી.

તેમનાથી એ સહન થતું ન હતું કે ૫ત્ની આ સ્થિતિમાં પાણીનું માટલું માથા ઉ૫ર મૂકી એટલાં ૫ગથિયાં ચઢે. તે કોઈક રીતે ૫ત્ની પાસે પાણી લઈ આવવાનું બંધ કરાવવા માંગતા હતા. ૫ણ આ કામ એટલું સરળ ન હતું. એક બાજુ માતા હતી અને બીજી બાજુ પુત્ર નિર્માણમાં સંલગ્ન ૫ત્ની હતી. માતાને કાંઈક કહે તો મર્યાદા તૂટતી હતી. જાતે પાણી ભરી લાવે તો પોતાને ખરાબ લાગતું. આ સમસ્યાનો તેઓએ એવો ઉકેલ શોધ્યો કે માતા નારાજ ન થાય અને ૫ત્નીને કષ્ટ ના ૫ડે.

૫તિએ પોતાના નાહવાનો સમય એ નક્કી કર્યો જ્યારે ૫ત્ની પાણી લેવા માટે આવતી. માટલી જ્યારે ભરાતી તો તે તેને ચૂ૫ચા૫ ઉઠાવી લેતા. ૫ત્ની ના પાડતી તો તેઓ તેમને શાંત કરતા. તે તેમના દેવતાના મનોભાવો સમજી જતી. તે કશું કહેતી નહીં અને તેમની પાછળ પાછળ ૫ગથિયાં ચઢતી. જ્યારે તેઓ ત્રીજા માળે ૫હોંચતા અને એક બે ૫ગથિયાં બાકી રહેતા ત્યારે તેઓ માટલી ૫ત્નીના માથે મૂકી દેતા અને પોતે નહાવા માટે જતા રહેતા.

આવી સમજવાળા ૫તિ બીજું કોઈ નહીં ૫ણ ભારતરત્ન લાલબહાદૂર શાસ્ત્રી હતા, જેમણે રાષ્ટ્રીય અને કૌટુંબિક જવાબદારીઓ પૂરી નિષ્ઠા સાથે નિભાવી હતી. ૫ત્નીના સ્વાસ્થ્ય અને સુખ માટે તેઓ પૂરેપૂરું ધ્યાન રાખતા . તેઓ હંમેશા પોતાના કર્તવ્યો અને જવાબદારીઓ પ્રત્યે સતર્ક રહેતા હતા. આ તેમની સમજદારીનો ૫રિચય હતો કે તેઓએ કર્તવ્યનો નિર્વાહ ૫ણ કર્યો અને મર્યાદાઓનું ઉલ્લંઘન ૫ણ થવા ના દીધું. લલિતાજીએ તેઓની દેશસેવાની ભાવનાને સમજી તેમને પૂરેપૂરો સહકાર આપ્યો.

સૌજન્ય – ઋષિ ચિંતનના સાનિધ્યમાં  

___________________________________________

૧૧ જાન્યુઆરી, સ્વ.લાલબહાદુર શાસ્ત્રીની  પુણ્યતિથી .

ભારતના આ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન લાલબહાદુર શાસ્ત્રીનું

૧૧ જાન્યુઆરી ૧૯૬૬માં  પાકિસ્તાન સાથે શાંતિ

કરાર કર્યાં પછી રશિયામાં તાસ્કંદ ખાતે શંકાસ્પદ સંજોગોમાં અવસાન થયું હતું .

શરીરના કદમાં વામણા લાગતા લાલ બહાદુર શાસ્ત્રીની નેતાગીરી નીચે

ભારતે પાકિસ્તાન સાથેનું ૧૯૬૫નુ યુદ્ધ  જીતી લીધું હતું .

આ પછી પાકિસ્તાન સાથે શાંતિ કરાર કર્યાં પછી  રશિયામાં જે રીતે અચાનક

એમનું અવસાન થયું એના રહસ્ય ઉપર આજ સુધી પડદો પડેલો છે .

લાલબહાદુર શાસ્ત્રીની પુણ્યતિથી  પર એમના અવસાન અંગે પ્રકાશ ફેંકતો

નીચેનો વિડીયો  જોવા જેવો છે .

Truth behind Lal Bahadur Shastri’s mysterious death

——————————————————–

હાસ્યેન સમાપયેત- રમુજી ટુચકો

HA..HA,..HAA...

ભાષાનો ગોટાળો !

પત્ની: ‘ડાર્લિંગ, સી યુ ઇન ધ ઇવનીંગ..”

સન્તા: ‘હાં, મૈં ભી દેખ લુંગા કમીની ! ઇંગ્લીશ મેં ધમકી દેતી હૈ ?’

7 responses to “(377 ) લાલ બહાદુર શાસ્ત્રીના જીવનના બે મનનીય પ્રસંગો

 1. Dhanesh Bhavsar જાન્યુઆરી 11, 2014 પર 3:41 પી એમ(PM)

  Thanks for the article on Lal Bhahadur Shastriji on his death anniversary. He is the only PM for whom a true Indian gets proud.

  Like

 2. chandravadan જાન્યુઆરી 12, 2014 પર 1:42 એ એમ (AM)

  Vandan to Lal Bahadur Shastriji…..Truely a GREAT PERSON.
  Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  Vinodbhai..Nice Info.

  Like

 3. pragnaju જાન્યુઆરી 12, 2014 પર 3:08 એ એમ (AM)

  પ્રેરણાદાયી જીવન ની મધુર યાદનુ ખૂબ સરસ સંકલન

  Like

 4. Vinod R. Patel જાન્યુઆરી 12, 2014 પર 4:09 એ એમ (AM)

  E-mail comments from Shri Prabhulal Tataria

  Shri Vinodbhaai

  a etlu ja sachu chhe ke Jawaharla; Nehru je 18 varasama na kari shakyaa te Shastrijiye 18 maas ma kari batavyu jo teo hayat hot ta aaje Bharat ni shakal kaik judi j hot .—Prabhulal

  Like

 5. pravinshastri જાન્યુઆરી 12, 2014 પર 4:12 એ એમ (AM)

  બન્ને પ્રસંગો પહેલા ક્યાંક વાંચ્યાનું યાદ આવે છે. ફરી વાગોળવા મળ્યું. નીતિમત્તાની બીજી વાત યાદ આવે છે. એઓ રેલ્વે મિનિસ્ટર હતા અને એક અક્સ્માત થયાની નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપી દીધું હતું.

  Like

 6. સુરેશ જાની જાન્યુઆરી 12, 2014 પર 7:15 એ એમ (AM)

  તેમના પૌત્ર ગૂગલની કરોડ રૂપિયાની નોકરી છોડીને ‘આપ’ માં જોડાયા છે.

  Like

 7. La' Kant ફેબ્રુવારી 13, 2014 પર 3:11 પી એમ(PM)

  “તેમના પૌત્ર ગૂગલની કરોડ રૂપિયાની નોકરી છોડીને ‘આપ’ માં જોડાયા છે.”
  છે હજી એવા લોકો પણ છે !બાકી સુ.જા.ની માહિતિબેંક સભર-સભર ! અફલાતૂન !! અભિનંદન !!!
  -લા’કાંત / ૧૩.૨.૧૪

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: