વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

(379 ) મારા ૭૮મા જન્મ દિવસે જીવન વિષે થોડુંક ચિંતન -મનન

મારો યુવાવસ્થાનો ફોટો- 1967    ………                       મારો હાલનો ફોટો -2014

સદા વહી રહેલા જીવન પ્રવાહની આ અજબ કમાલ છે

વૃધ્ધાવસ્થામાં ચહેરાનો નકશો કેટલો બદલાઈ જાય છે !

૧૫મી જાન્યુઆરી, ૨૦૧૪ એટલે મારો ૭૮ મો જન્મ દિવસ. ઉતરાયણ પછીનો વાસી ઉતરાયણનો પણ દિવસ . મકરસંક્રાંતિના પતંગોત્સવનો આનંદ અને જન્મ દિવસ- કેવો સુંદર સુમેળ !

મારી ભાતીગર જીવન યાત્રાનાં ૭૭ વર્ષ પુરાં કરીને ૭૮ મા વર્ષમાં જ્યારે હું આજે પ્રવેશ કરી રહ્યો છું ત્યારે મારા મનમાં રમતા જીવન અંગેના કેટલાક વિચાર મંથનોને શબ્દ રૂપે આજની પોસ્ટમાં રજુ કરું છું.

સમય સમયનું કામ કર્યે જાય છે . દર વર્ષે ઉંમરના સરવાળામાં એક વર્ષ ઉમેરાતું જાય છે એની સાથે નિયતિએ જે આવરદા નક્કી કર્યો હશે એમાંથી એક વર્ષ ઓછું પણ થાય છે ! જીતની બઢતી હૈ યહ જિંદગી ઇતની હી કમ હોતી હૈ જિંદગી !

મારી જિંદગીના આ તબક્કે જ્યારે હું ભૂતકાળ તરફ નજર દોડાવું છું , જીવનના ચિત્રપટ ની ટેઇપને રી-વાઈન્ડ કરું છું, ત્યારે જીવનમાં જુદા જુદા તબક્કે અનુભવેલ ધૂપ અને છાંવ ના કેટલા ય પ્રસંગો નજરે દેખાય છે .

મારા જીવનમાં આવેલી દરેક કસોટીનો કાળ વટાવ્યા પછી મનોબળ મજબુત થતું ગયું છે અને નવા નવા અનુભવો મેળવતી જિંદગીની રફતાર આનંદ પૂર્વક ચાલતી રહી છે .

જીવનમાં સંઘર્ષ અને પડકારોનો સામનો કરવામાંથી નવી શક્તિ પ્રાપ્ત થતી હોય છે .પડકારો સામે હારી જવું એટલે જીવનમાં નિરાશાને આમંત્રણ આપવા બરાબર છે .નિરાશા માણસને અંદરથી ખોખલો બનાવી દે છે .

મને અનુભવે સમજાયું છે કે ગમે એવા વિપરીત સંજોગો હોય પણ મજબુત મનોબળ અને આંતરિક હિમ્મત એજ એના પર સવાર થવા માટેનો એક માત્ર ઉપાય છે .

જીવનમાં આપણને મુંઝવી નાખે એવી પરિસ્થિતિઓ અને પીડાઓ સહન કરવાની આવે એવા પ્રસંગોએ કવિ રાજેન્દ્ર શાહની આ પંક્તિઓ યાદ કરવા જેવી છે .

આપણાં દુઃખનું કેટલું જોર?

નાની એવી જાતક વાતનો નહીં મચાવીએ શોર!

નિબિડ રાતનાં કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર…

જીવનનું ગણિત તો બધાજ ગણતા હોય છે પણ જીવનના ગણિતના દાખલાનો જવાબ બધાનો એક સરખો નથી હોતો . પોતાની આવડત અને બુદ્ધિ પ્રમાણે સૌ દાખલાનો  સાચો જવાબ મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે .

જીવનનો દાખલો એ રીતે ગણવો જોઈએ કે જેથી મરણનો જવાબ સાચો આવે !

જીવન પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિ જરૂરી હોય છે . નકારત્મક વિચાર કરનાર કહેશે આ જિંદગી તો ચાર દિનની ચાંદની છે તો સકારત્મક વિચાર કરનાર કહેશે કે ભલે ચાર દિનની છે પણ ચાંદની તો છે !

માણસ કેટલું જીવ્યો એ મહત્વનું નથી પણ એ કેવું જીવ્યો એ મહત્વનું છે .કોઈએ સાચું કહ્યું છે કે આપણે જીવનમાં વર્ષો ઉમેરવાના નથી પણ વર્ષોમાં જીવન ઉમેરવાનું છે .

દરેક મનુષ્ય જન્મથી જ એના પોતાના આગવા ગુણો અને શક્તિઓ લઈને જન્મ્યો હોય છે અને જીવન દરમ્યાન એમાં એની જીવવાની રીત પ્રમાણે એમાં વધારો કે ઘટાડો થતો રહે છે .

એક વ્યક્તિની બીજી વ્યક્તિ સાથે સરખામણી થઇ શકતી નથી અને એ કરવી પણ ઠીક પણ નથી .દરેક મનુષ્યના જીવનનું ધ્યેય જ્ઞાનની પ્રાપ્તિ હોય છે . અને આ જ્ઞાનની ખોજ બહારથી નહીં પણ આપણી અંદરથી કરવાની હોય છે .આપણે આપણા આત્માની ખોજના ગુરુ બનવાનું છે .

જન્મ, બાળપણ ,તરુણાવસ્થા, યુવાવસ્થા ,પ્રૌઢાવસ્થા , વૃધ્ધાવસ્થા અને મૃત્યું એ જીવનના સાત મુખ્ય પડાવો છે .

જિંદગીની મુસાફરી માટે આપણી આ શરીર અને આત્માની ગાડી જન્મ નામના સ્ટેશનેથી ઉપડે છે અને ઉંમરના જુદા જુદા તબક્કે વિવિધ અનુભવો કરાવતી છેવટે મૃત્યુના અંતિમ સ્ટેશને જઈને અટકી જાય છે .

આપણને આખી જિંદગીમાં જે નથી સમજાતું તે ઘણીવાર જીવનની ઢળતી સંધ્યાએ સમજાતું હોય છે અને જિંદગી ખરેખર શું છે એ ખરેખર સમજાય છે ત્યારે ઘણું માંડું થઇ ગયું હોય છે .

સમજીને પહેલેથી જો પાળ બાંધી હોય તો આ જીવન મુસાફરી અને એનો અંત સુખરૂપ બને છે . કવિવર રવીન્દ્રનાથ ટાગોરે સરસ કહ્યું છે કે ” સાજ સજાવવામાં અને સૂર મેળવવામાં જ મારો બધો સમય વીતી ગયો ,જેથી જે જીવન સંગીત હું ગાવા માટે આવેલો તે તો વણ ગાયું જ રહી ગયું !”

આપણી આ જિંદગી નદીના વહેતા વહેણ જેવી છે .રસ્તામાં આવતા અવરોધો નદીને ડરાવતા નથી .આ નદી વચ્ચે આવતા અવરોધોને એક બાજુ કરીને એમાંથી પોતાનો માર્ગ કરીને આગળ વધતી રહે છે .એનું અંતિમ લક્ષ્ય એના જન્મદાતા સમુદ્રને મળવાનું હોય છે .સમુદ્ર નજીક આવતો જાય એમ એના વહેણ ઠાવકાં અને શાંતિથી વીશાળ પટમાં ખળ ખળ વહેતાં હોય છે.

આપણે પણ આ નદીમાંના પાણીના બુંદ જેવા છીએ પણ જ્યારે બુંદ સાગરને જઈને મળે છે ત્યારે બુંદ એક મહાસાગરનું રૂપ ધારણ કરી લે છે .

” જલમેં કુંભ, કુંભમેં જલ હૈ , બાહર -ભીતર પાની

ફૂટા કુંભ ,જલ જલ હી સમાયા , યહ તથ કહા ગિયાની.”

એક અજ્ઞાત કવિના હિન્દી કાવ્યની પ્રેરક ક્ન્ડીકાનો મેં કરેલ ગુજરાતી અનુવાદ અહીં આપું છું .

ઘડી દર ઘડી એનાં રૂપ બદલી રહી છે આ જિંદગી

કોઈક સમયે છાંય તો કોઈક સમયે તાપ છે જિંદગી

દરેક પ્રાપ્ત પળને મન ભરીને જીવીલો આ જિંદગીમાં

કેમકે આવો સમય કદાચ કાલે આવે કે ન પણ આવે !

પરમ કૃપાળુ પરમાત્મા પ્રત્યે મને અપાર શ્રધા છે.મને હંમેશા એમ લાગ્યા કર્યું છે કે જ્યારે જ્યારે મારા જીવનમાં કોઈ કસોટીનો પ્રસંગ આવ્યો,જ્યારે હિમ્મત હારીને બેસી ગયો એવા વખતે કોઈ અદ્રશ્ય દિવ્ય શક્તિએ હિમ્મત આપીને મને બેઠો કરી મારો માર્ગ સરળ બનાવ્યો છે અને હાલ પણ એની કૃપાની અનુભૂતિ કરી રહ્યો છું ..આ અંગે મારી આ રચના અત્રે પ્રસ્તુત કરું છું .

શ્રધ્ધા !

જીવનમાં એવું કોઈ કામ કે એવો કોઈ પ્રશ્ન એવો કઠિન નથી

જેને હું ને મારો ભગવાન ભેગા મળીને ઉકેલી ના શકીએ .

ભગવાનની કૃપા અને મનમાં જો હોય પુરુષાર્થની ભાવના

ગમે એવું મુશ્કેલ કામ સરળ બની જાય ,એમાં નવાઈ ના !

ભગવાનની પ્રાર્થના મન મંદિરને સ્વચ્છ રાખે છે ,મનને મજબુત બનાવે છે . પ્રભુ સાથેનો અંતરનો સંવાદ અર્જુનની જેમ પ્રભુ સાથે સખા ભાવની અનુભૂતિ કરાવે છે .

God is never more than a prayer away,
He guides me safely day by day,
No matter how smooth or rough this day,
God is with me each step of the way.

આજ ભલેને તારી હોડી
મજલ કાપતી થોડી થોડી,
યત્ન હશે તો વહેલી મોડી,
એ જ ઊતારશે પાર,
ખલાસી! માર હલેસાં માર.
– ગની દહીંવાલા

અંતમાં , આજ દીન સુધીની મારી જીવન સફરને સહ્ય અને આહલાદક બનાવનાર તથા અમેરિકામાં નિવૃતિના જીવન સંધ્યાના આ સોનેરી કાળને રસિક અને આનંદમય બનાવવામાં અગત્યનો ફાળો આપનાર મારાં સંતાનો ,ભાઈઓ ,બહેનો ,અન્ય કુટુંબીજનો,મુરબ્બીઓ, અને મિત્રો,બ્લોગર મિત્રો સહીત, સૌનો આજે મારા ૭૮મા જન્મ દિવસે હૃદયથી આભાર માનું છું.

મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈનના આ મને ગમતા એક અવતરણ સાથે વિરમું છું .

“દરરોજ સો વખત હું મારી જાતને યાદ અપાવું છું કે મારું આંતરિક અને બાહ્ય જીવન, અન્ય હયાત અને દિવંગત લોકોના પરિશ્રમ પર આધારિત છે અને તેથી મેં જે કંઈ  મેળવ્યું છે અને મેળવી રહ્યો છું તે રીતે બીજાને આપવા માટે મારે મહેનત કરવી જોઈએ.”- –આઈન્સ્ટાઈન

                                                                             —— વિનોદ આર. પટેલ

________________________________________

ત્રણ સંતાનોના ૬ પૌત્રો-પૌત્રીઓ સાથે ૨૦૧૧ની ક્રિસમસ ઉજવતા

દાદા વિનોદભાઈ

Grandpa with grand kids -3

ઘણું લઇ લીધું તો ઘણું પ્રભુએ જીવનમાં આપ્યું પણ છે,

અહીં ત્રણ પેઠીની લીલીવાડી જોવાનું સુખ શું ઓછું છે !

_____________________________

હાસ્યેન સમાપયેત- રમુજી ટુચકા- જોક્સ

HA..HA,..HAA...

 

કોર્ટમાં લલ્લુ અને લીલીનો છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો . 

જ્જ સાહેબે કહ્યું :” તમારા કેસમાં તમને છૂટાછેડા મળી શકે એમ છે …પણ એક 

    મુશ્કેલી છે ….  તમારે ત્રણ બાળકો છે … તો એની વહેંચણી કેવી રીતે કરશો ?

આ સાંભળીને લીલી ઊભી થઇ અને લલ્લુ સામે જોઈને બોલી :

“ચાલો ઊભા થાવ…. આવતાં વરસે  ફરીથી કેસ દાખલ કરીશું ! ”  

——————————————————-

Smile-a cute baby's smile

 Smile..!!!…It does not cost a cent and can make

a person’s day!

 “It takes seventeen muscles to smile and

forty-three to frown

25 responses to “(379 ) મારા ૭૮મા જન્મ દિવસે જીવન વિષે થોડુંક ચિંતન -મનન

 1. Pingback: ( 389 ) જીવન – જિંદગી વિશે પ્રેરક અવતરણો -મુક્તકો ( મારી નોધપોથીમાંથી ) | વિનોદ વિહાર

 2. aataawaani January 21, 2014 at 6:38 AM

  પ્રિય વિનોદભાઈ
  આજે મને ગુજરાતી લખવા માટે કોમ્પુતેરે રાજા આપી જોઈએ હવે મને મોકલ્વાદ્યે છે કે નહિ

 3. chandravadan January 17, 2014 at 4:09 PM

  There was an Email….& I said HAPPY BIRTHDY.
  Now coming on your Blog & reading this Post..seeing the Photos….I am happy & say HAPPY BIRTHDAY again…& wish you many More !
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ Chandrapukar !

 4. kanoba January 17, 2014 at 12:54 AM

  જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા સહ સાદર પ્રણામ .-માયા રાયચુરા

 5. pravina Avinash January 17, 2014 at 12:04 AM

  જન્મ દિવસની ખૂબ ખૂબ વધાઈ. તે દિવસને ચિંતન અને મનન દ્વારા વધુ રળિયામણો બનાવ્યો.

  પ્રવીણા અવિનાશ

  http://www.pravinash.wordpress.com

 6. jugalkishor January 16, 2014 at 9:48 PM

  “આભ ઝરે ભલે આગ, હસી હસી ફુલ ઝરે ગુલમ્હોર…ભાઈ રે, આપણાં દુખનું કેટલું જોર ?!”

  આ જીવનની ગાડીને તો એક અંતીમ સ્ટેશન હોય; બાકી આત્માની ગાડીને તો આ વખતનું મળેલું જીવન એ એક સ્ટેશન છે ! ગાડી તોો અનંત જન્મોથી ચાલવી શરુ થયેલી. દર નવો જન્મ તે નવું સ્ટેશન. એક સ્ટેશનથી બીજા સ્ટેશન દરમીયાન કેટલા પેસેન્જરો ચડ્યાં…કેટલાંક ઉતર્યાં….સાથે કેટલાંક રહ્યાં…ને આપણું સ્ટેશન “આ વખતના આપણે” ઊતરી જવાના !! આત્માની ગાડી તો ચાલતી રહેવાની…..

  ૭૮ને અભીનંદન ! વધાઈ !!

 7. dadimanipotli1 January 16, 2014 at 8:41 PM

  આદરણીય શ્રી વિનોદભાઈ,

  જન્મદિન ની ખૂબ ખૂબ શુભકામના સાથે શુભેચ્છાઓ…. !

  સાદર વંદન

  ‘દાસ’

  દાદીમા ની પોટલી

 8. ghanashyam thaker January 16, 2014 at 7:13 PM

  hapy birthday, Vinodbhai.your each and every post is very rich and all of us enjoy it. Thank you,
  Ghanashyam

 9. hirals January 16, 2014 at 6:02 PM

  Many Many Happy returns of the Day. Very Thoughtful post Indeed.

 10. jagdish48 January 16, 2014 at 4:54 PM

  સાર્થક જીવન જીવી રહ્યા છો તેના આનંદ સાથે જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.
  જન્મદિવસે આવું સરસ ચિંતન કરી શકાય તે તમારી પાસેથી શિખ્યો.
  જન્મદિવસમાં હું સીનીયર – ૧૪ જન્યુઆરી, પણ જીવનમાં તમે, વર્ષો અને ચિંતનમાં પણ – (૬૬ અને ૭૮.)
  આવા ચિંતન-મનનનો લાભો લાંબો સમય મળતો રહે એવી પ્રભુ-પ્રાર્થના.
  …. વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
  દયાના પુણ્યોના તુજ પ્રભુ મહાસાગર ભણી.

 11. Vinod R. Patel January 16, 2014 at 4:43 PM

  E-mail messagereceived from Shri Pravin Shashtri

  Pravinkant Shastri
  To Vinod Patel

  જન્મદિનની હાર્દિક વધામણી

  મોટાભાઈ જેવા સ્નેહાળ વિનોદભાઈને હાર્દિક વિનંતી, હજુ ૩૪ વર્ષ બ્લોગજગતને સંપાદીત સાહિત્ય પીરસતા રહેવાનું છે હોં! Pravin Shastri.

 12. Vasantray Parmar January 16, 2014 at 2:58 PM

  happ birthday to you VADIL….

 13. Ramesh Kshatriya January 16, 2014 at 10:35 AM

  Happy birthday to Vinodbhai, God bless yu and be healthy-wealthy-your all dreams of life come true.

 14. Anila Patel January 16, 2014 at 10:14 AM

  Aape aapanaa jivanani raftar aapana anubhavo sahit saras shabdoma, kavioni kavitani sathe varnavi-sukh ane dukh to niyati aape ene ishvarani bhet ke prasad samjine apane arogavani chhe. ane ena swadisht falo arogataa arogata shesh jivan atyant niramay ane anandmay vahe evi apeksha ane shubhechchha.

 15. Ramesh Patel January 16, 2014 at 6:10 AM

  કસોટીનો કાળ વટાવ્યા પછી મનોબળ મજબુત થતું ગયું છે અને નવા નવા અનુભવો મેળવતી જિંદગીની રફતાર આનંદ પૂર્વક ચાલતી રહી છે .

  આદરણીયશ્રી વિનોદભાઈ

  જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

  સમયને ઝરમર ઝીલતા રહીએ

  લાગણીઓથી ખીલતા રહીએ

  મળે ક્ષેત્ર ત્યાં લીલા થઈએ

  વિનોદ થઈ વ્હાલ ધરતા રહીએ.

  પ્રભુ ખોળે રમતા રહીએ..ગાતા રહીએ.

  સાદર

  રમેશ પટેલ(આકાશદીપ)

 16. dee35 January 16, 2014 at 3:40 AM

  Wish you happy Birthday to you.All the best.

 17. pragnaju January 16, 2014 at 1:15 AM

  વિનોદભાઇ વર્ષગાંઠ મુબારક
  ભારતીય શાસ્ત્ર અને ધર્મ સમજશો તો ધ્યાનમાં આવશે કે આ રીત ખૂબ જ ખોટી અને અયોગ્ય છે. રાત્રે ૧૨ વાગે વાતાવરણમાં રજ અને તમના ગુણો પ્રબળ હોય છે. આ સમયે નકારાત્મક શક્તિ વધુ પ્રભાવશાળી હોય છે. તેને કારણે રાત્રે ૧૨ વાગે આપેલી શુભેચ્છા લાભદાયક નથી હોતી.

  હિન્દુ સંસ્કૃતિમુજબ દિવસની શરૂઆત સૂર્યોદયથી થાય છે. સવારનો સમય જ ઋષિ મુનીઓના સાધનાનો હોય છે. આ વખતે વાતાવરણ સાત્વિક વધુ હોય છે. સૂર્યોદય સમયે આપેલી શુભેચ્છા વધુ ફળદાયક હોય છે. અમારા ડૉ વિવેકનું કાવ્ય…

  ધરા, ઘટા, હવા રહ્યાં ઝૂમી કે આજે તારી વર્ષગાંઠ છે,
  સમગ્ર કાયનાત છે નવી કે આજે તારી વર્ષગાંઠ છે.

  આ વાત વધતી જિંદગીની છે, નથી સમીપ સરતા મૃત્યુની;
  ઉજવ આ આજને ફરી ફરી કે આજે તારી વર્ષગાંઠ છે.

  તુષાર જે રીતે ગુલાબના અધર ચૂમે છે રોજ એ રીતે,
  તને ચૂમી રહી છે જિંદગી કે આજે તારી વર્ષગાંઠ છે.

  યુગોની પ્યાસ, જૂઠી આશ ને અધૂરી ઇચ્છા હો કે ઝંખના,
  એ સઘળું આજે તો થશે ‘હતી’ કે આજે તારી વર્ષગાંઠ છે.

  ભલે વરસમાં ફક્ત એકવાર આવતો હો આ દિવસ છતાં
  એ આવશે સદી સદી સુધી કે આજે તારી વર્ષગાંઠ છે ! શુભેચ્છાઓ, અને અભીનંદન.
  .

 18. Bhogibhai January 16, 2014 at 1:02 AM

  Happy Birthday, vinodbhai. Bhagwan aapne lambu, sukhmay ane niramay jivan aape evi mari hradaypurvakni prabhune prarthana.

  Bhogibhai Patel
  Dallas

 19. ગોવીન્દ મારુ January 15, 2014 at 7:41 PM

  જન્મ દીવસની અઢળક શુભેચ્છાઓ, અને અભીનંદન..

 20. mahendra January 15, 2014 at 7:12 PM

  તમારા ૭૮ માં જન્મદિવસનું ચિંતન -મનન બહુ ગમ્યુ. હું ૭૨ નો છું .

 21. mahendra January 15, 2014 at 7:05 PM

  જન્મદિવસની શુભેચ્છા.ઈશ્વર તમને તંદુરસ્ત રાખે એજ શુભેચ્છા .મારા પૌત્રનો જન્મદિવસ ૧૪ /૧ ન છે

  • Hemant January 16, 2014 at 11:38 AM

   Dear Vinodbhai , wish you a very happy birthday , you provide vibration of energy to all of us with your thoughtful thoughts throughout year , Well deserve to celebrate your special day with family ,Friends and well wishers , Thank you and again cheers your birthday , may god bless you with long happy and health life ……..Hemant Bhavsar

   • Vipul Desai January 17, 2014 at 7:00 AM

    મુ.વિનોદભાઈ,
    આપના જન્મદિને મારા ખુબ ખુબ અભિનંદન! ખુબ ખુબ જીવો અને સુખ શાંતિથી જીવન વ્યતીત કરો એવી પરમ કૃપાળુ પરમાત્માને વિનંતી. આ જન્મ દિવસે એક વિનંતી કે તમે બીજા બધા વીશે ખુબ સંશોધનો કરીને લખો છો તો તમારા માટે લખો. કારણ તમારું ખુદનું જીવન પણ લોકોને પ્રેરણા આપે એવું છે. અમારા જેવા ઘણાને તમારા જેવા પ્રોબ્લેમ નથી પરંતુ તમે આટલા બધા પ્રોબ્લેમો પછી જે પ્રગતિ કરી તે કાબીલેદાદ છે. તમારા નાના ની રંગુનની જાહોજલાલીમાં ઉછરેલા, તે જમાનામાં કારમાં ફરેલા અને પછી સંજોગો બદલાયા અને તમે તે વિકટ સંજોગોમાંથી ઉભા થયા એ તમારી ખુમારી જોઈને તમારા ચાહકોને ખુબ જ આનંદ થશે. જો એ ના લખાય તો “મારા વીશે”ના તમારા પરિચયમાં થોડું થોડું લખતા જાવ તો ઘણા માનસીક તેમ જ શારીરીક રીતે વિકલાંગોને ખુબ જ ઉત્સાહ પ્રેરશે.
    વિપુલના સ્નેહવંદન

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: