વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જાન્યુઆરી 16, 2014

(380 ) અમરિકાની કોંગ્રસનાં સભ્ય તુલસી ગેબાર્ડ -Tulsi Gabbard અને એમનો ગીતા પ્રેમ

Tulsi Gabbard-Member of the U.S. House of Representatives  from Hawaii's 2nd district
Tulsi Gabbard-Member of the U.S. House of Representatives
from Hawaii’s 2nd district

સને ૨૦૧૨ની અમેરિકાની ૧૧૩મી કોંગ્રેસમાં ડેમોક્રેટીક પક્ષ તરફથી ચૂંટણી લડીને Tulsi Gabbard  ૮૧ ટકા વોટ મેળવીને હવાઈ રાજ્યમાંથી ચૂંટાઈ આવ્યાં છે .કોંગ્રેસમાં એમણે આજસુધી ખુબ જ સુંદર કામગીરી બજાવીને બધાંનું માન સંપાદન કર્યું છે .

આ અગાઉ વિનોદ વિહારમાં એમનો પરિચય આપવામાં આવ્યો હતો

એને અહીં વાંચો   .

આ તુલસી ગેબાર્ડ નાં માતાએ હિન્દુ ધર્મ અંગીકાર કર્યો છે અને એમનાં માતાએ એમનાં બધાં પાંચેય બાળકોને હિન્દુ નામ આપ્યાં છે .

આમ નાનપણથી તુલસી ગેબાર્ડનો હિન્દુ સંસ્કારો વચ્ચે ઉછેર થયો છે . તેઓ ચુસ્ત હિન્દુ ધર્મ પાળે છે અને આપણા પવિત્ર ગ્રંથ શ્રીમદ ભગવદ ગીતા અને ગીતાના ગાયક યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ ઉપર એમને અપાર શ્રધા છે .

અમેરિકાની કોંગ્રેસમાં ચૂંટાઈને પ્રથમ દિવસની શપથ વિધિમાં કોન્ગ્રેસના ચૂંટાઈ આવેલા કુલ ૪૩૫ સભ્યોમાં તેઓ માત્ર એકલાં જ એવાં સભ્ય હતાં જેઓએ બાઈબલ ઉપર નહીં પણ શ્રીમદ ભગવદ ગીતા ઉપર હાથ મુકીને શપથ લીધા હતા . દરેક હિંદુ માટે આ કેટલી ગર્વ કરવા જેવી વાત છે !

એમનો નીચે મુકેલ વિડીયો તમે જોશો તો તમને એમના ગીતા ઉપરના ઊંડા અભ્યાસ , જ્ઞાન તથા એમની અજબ હિન્દુ ધર્મ તરફની આસ્થાથી નવાઈ ન પામો તો જ નવાઈ !

ચાલો સાંભળીએ આવાં અનોખાં તુલસી ગેબાર્ડને નીચેના વિડીયોમાં .

GITA JAYANTI MESSAGE OF U.S CONGRESSWOMAN TULSI GABBARD

______________________

હાસ્યેન સમાપયેત- રમુજી ટુચકા- જોક્સ

HA..HA,..HAA...

” મને આઈસ્ક્રીમ જોઈએ છે ” નાનકાએ માને કહ્યું.

” નહી મળે.આજે તેં લેસન કર્યું નથી ” માએ કહ્યું.

“હવે આપને થોડો ?” દાદીમાએ માને કહ્યું.

માએ ના પાડી.” એ મારું કહ્યું કરતો નથી “

નાનકાએ રડતાં રડતાં માને કહ્યું ,

” મને કહે છે પણ તું’ય તારી માનું કહ્યું ક્યાં કરે છે ?”