વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જાન્યુઆરી 22, 2014

(384 ) શબ્દોની શક્તિ–POWER OF WORDS

શબ્દોમાં અપાર શક્તિ રહેલી છે .

આપણે જે શબ્દો બોલીએ છીએ કે લખીએ છીએ એ બીજાઓ ઉપર કેવી અસર ઉપજાવે છે એનો આધાર તમે કેવી રીતે એ શબ્દો બોલો છો કે લખો છો એના ઉપર છે .

શબ્દો વિષે મારા વિચાર મંથનોમાંથી નીપજેલ આ રહ્યા  કેટલાક વધુ શબ્દો !  

બેધ્યાન રીતે બોલેલા કે લખેલા શબ્દો

ઝગડા કરાવી શકે છે 

શબ્દો તમારી આંખમાં આંસું લાવી શકે છે 

ક્રૂર શબ્દો  જિંદગી બરબાદ કરી શકે છે

કડવા શબ્દો  ધિક્કાર ઉપજાવી શકે છે

શબ્દો ખુન અને યુધ્ધો પણ કરાવી શકે છે

દ્રૌપદીના “આંધળાના આંધળા” શબ્દોએ

કેવું મહાભારત રચ્યું હતું  !

ભલાઈના શબ્દો  જીવન પથને સરળ

બનાવે છે

હર્ષ , આનંદ અને પ્રશંસાના  શબ્દો

તમારો દિવસ સુધારે છે 

વખતસર બોલેલા શબ્દો તમારો તણાવ

ઘટાડે છે

સ્નેહ અને પ્રેમના શબ્દો જુના ઘા રુઝાવે છે

 શબ્દો તમારા માટે કાતર બની શકે છે

શબ્દો તમારે માટે સોય પણ બની શકે છે

શબ્દો શાપ પણ છે  તો આશીર્વાદ પણ છે .

નીચેના વિડીયોમાં રસ્તા ઉપર  એક ગરીબ અંધ

ભિક્ષુક ભાઈ એક પુંઠાના બોર્ડમાં I AM BLIND

PLEASE HELP  એમ લખીને લોકોની મદદ

માગતા બેઠા છે .

રસ્તે જતાં એક બેન આ બોર્ડ ઉલટાવીને એમાં આ

શબ્દોને બદલે એમના હાથે IT IS A

BEAUTIFUL DAY AND I CAN’T SEE IT 

એમ લખે છે  .

આ શબ્દોની આ ભિક્ષુક આગળથી   પસાર થતા 

લોકોમાં કેવી ચમત્કારિક  અસર નીપજાવે

છે એ આ વિડીયોમાં જોઈને તમને ખાત્રી થઇ

જશે કે શબ્દોમાં કેવી અપાર શક્તિ રહેલી છે .

CHANGE YOUR WORDS

CHANGE YOUR WORLD

શબ્દોની શક્તિ–POWER OF WORDS

—————————————————

હાસ્યેન સમાપયેત- વિનોદી ટુચકા- જોક્સ

HA..HA,..HAA...

શબ્દો !

શાળાના એક વર્ગમાં શબ્દકોષ અને એની મદદથી સારો શબ્દ ભંડોળ કેવી રીતે કરી શકાય એનું મહત્વ સમજાવતાં વર્ગ શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું :

” તમે કોઈ પણ અઘરો શબ્દ મનમાં ધ્યાનથી દશ વખત બોલી જાઓ તો એ શબ્દ જીવનભર માટે તમારો થઇ જાય છે “

શિક્ષકની આ વાત સાંભળીને છેલ્લી પાટલી ઉપર બેઠેલી કપિલા આંખો બંધ કરીને ધીમા અવાજે આ શબ્દનું રટણ કરી રહી હતી :

“રમેશ,રમેશ ,રમેશ ,રમેશ ,રમેશ ,રમેશ,રમેશ ,રમેશ ,રમેશ ,રમેશ.”

 Shbdo-2