વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(384 ) શબ્દોની શક્તિ–POWER OF WORDS

શબ્દોમાં અપાર શક્તિ રહેલી છે .

આપણે જે શબ્દો બોલીએ છીએ કે લખીએ છીએ એ બીજાઓ ઉપર કેવી અસર ઉપજાવે છે એનો આધાર તમે કેવી રીતે એ શબ્દો બોલો છો કે લખો છો એના ઉપર છે .

શબ્દો વિષે મારા વિચાર મંથનોમાંથી નીપજેલ આ રહ્યા  કેટલાક વધુ શબ્દો !  

બેધ્યાન રીતે બોલેલા કે લખેલા શબ્દો

ઝગડા કરાવી શકે છે 

શબ્દો તમારી આંખમાં આંસું લાવી શકે છે 

ક્રૂર શબ્દો  જિંદગી બરબાદ કરી શકે છે

કડવા શબ્દો  ધિક્કાર ઉપજાવી શકે છે

શબ્દો ખુન અને યુધ્ધો પણ કરાવી શકે છે

દ્રૌપદીના “આંધળાના આંધળા” શબ્દોએ

કેવું મહાભારત રચ્યું હતું  !

ભલાઈના શબ્દો  જીવન પથને સરળ

બનાવે છે

હર્ષ , આનંદ અને પ્રશંસાના  શબ્દો

તમારો દિવસ સુધારે છે 

વખતસર બોલેલા શબ્દો તમારો તણાવ

ઘટાડે છે

સ્નેહ અને પ્રેમના શબ્દો જુના ઘા રુઝાવે છે

 શબ્દો તમારા માટે કાતર બની શકે છે

શબ્દો તમારે માટે સોય પણ બની શકે છે

શબ્દો શાપ પણ છે  તો આશીર્વાદ પણ છે .

નીચેના વિડીયોમાં રસ્તા ઉપર  એક ગરીબ અંધ

ભિક્ષુક ભાઈ એક પુંઠાના બોર્ડમાં I AM BLIND

PLEASE HELP  એમ લખીને લોકોની મદદ

માગતા બેઠા છે .

રસ્તે જતાં એક બેન આ બોર્ડ ઉલટાવીને એમાં આ

શબ્દોને બદલે એમના હાથે IT IS A

BEAUTIFUL DAY AND I CAN’T SEE IT 

એમ લખે છે  .

આ શબ્દોની આ ભિક્ષુક આગળથી   પસાર થતા 

લોકોમાં કેવી ચમત્કારિક  અસર નીપજાવે

છે એ આ વિડીયોમાં જોઈને તમને ખાત્રી થઇ

જશે કે શબ્દોમાં કેવી અપાર શક્તિ રહેલી છે .

CHANGE YOUR WORDS

CHANGE YOUR WORLD

શબ્દોની શક્તિ–POWER OF WORDS

—————————————————

હાસ્યેન સમાપયેત- વિનોદી ટુચકા- જોક્સ

HA..HA,..HAA...

શબ્દો !

શાળાના એક વર્ગમાં શબ્દકોષ અને એની મદદથી સારો શબ્દ ભંડોળ કેવી રીતે કરી શકાય એનું મહત્વ સમજાવતાં વર્ગ શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું :

” તમે કોઈ પણ અઘરો શબ્દ મનમાં ધ્યાનથી દશ વખત બોલી જાઓ તો એ શબ્દ જીવનભર માટે તમારો થઇ જાય છે “

શિક્ષકની આ વાત સાંભળીને છેલ્લી પાટલી ઉપર બેઠેલી કપિલા આંખો બંધ કરીને ધીમા અવાજે આ શબ્દનું રટણ કરી રહી હતી :

“રમેશ,રમેશ ,રમેશ ,રમેશ ,રમેશ ,રમેશ,રમેશ ,રમેશ ,રમેશ ,રમેશ.”

 Shbdo-2

 

7 responses to “(384 ) શબ્દોની શક્તિ–POWER OF WORDS

 1. pragnaju જાન્યુઆરી 23, 2014 પર 10:23 એ એમ (AM)

  પ્રેમ શબ્દ લઇએ-પ્રેમ એ સ્નેહ આસક્તિ ની તીવ્ર વૃત્તિ સંબંધિત ઘણી બધી લાગણીઓ અને અનુભવો પૈકીની એક છે. શબ્દને સામાન્ય આનંદ થી માંડીને તીવ્ર આંતરવૈયક્તિક આકર્ષણ જેવી વિવિધ લાગણીઓ, સ્થિતિઓ અને અભિગમોના સંદર્ભમાં ટાંકી શકાય છે શબ્દ પ્રેમ ક્રિયાપદ અને નામ બંને છે.પ્રેમ એ એક જ લાગણી નથી, પરંતુ બે કે બેથી વધારે લાગણીઓમાંથી નીપજેલું સંવેદન છે.આપણા માટે કંઈ પણ મહત્વનું હોય, તે એક કરતા વધારે લાગણીઓને જન્મ આપે છે અને આપણે આપણી લાગણીઓ અંગે લાગણીઓ (અને લાગણીઓ અંગે વિચારો) ધરાવીએ છીએ. [૧]આ શબ્દના ઉપયોગો અને અર્થોનું વૈવિધ્ય અને તેની સાથે સંકળાયેલી લાગણીઓની સંકુલતા પ્રેમ શબ્દને અન્ય સંવેદનશીલ સ્થિતિઓની સરખામણીમાં પણ સાતત્યપૂર્ણ રીતે વ્યાખ્યાયિત કરવો મુશ્કેલ છે.
  એક અમૂર્ત વિચાર તરીકે સામાન્યપણે પ્રેમ અન્ય વ્યક્તિ માટેની ઊંડી, મૃદુ કાળજીભરી અવ્યક્ત (ineffable) લાગણી છે.પ્રેમનો આ મર્યાદિત વિચાર પણ, જોકે, રોમેન્ટિક પ્રેમની ઉત્કટ ઇચ્છા અને પ્રગાઢતાથી માંડીને કૌટુંબિક અનેકાલ્પનિક પ્રેમ અને ત્યાંથી માંડીને ધાર્મિક પ્રેમના વિશાળ એકત્વ કે ભક્તિ જેવી વિવિધ લાગણીઓનો અસબાબ ધરાવે છે.]પ્રેમ તેના વિવિધ સ્વરુપોમાં આંતરવૈયક્તિક સંબંધ (interpersonalના મુખ્ય પ્રેરક તરીકે કાર્ય કરે છે અને તેના કેન્દ્રીય મનોવૈજ્ઞાનિક મહત્વને કારણે તે સર્જનાત્મક કળાઓ માં સૌથી સામાન્ય વિષયો પૈકીનો એક છે અપશબ અંગે તો ટીપ્પણી અને લેખ લખ્યો હ્તો
  અને રમુજની વાત ભાવ સાથે જોડાય તો મરા.મરા.મરા.મરા.મરા.મરા.મરા.મરા.મરા.મરા. કરતા રામ રામ રામ મળ્યા!

  Like

 2. Anila Patel જાન્યુઆરી 23, 2014 પર 11:46 એ એમ (AM)

  Kaanane kaano nav kahiye kadava lage ven,
  Halave rahine poochhiye shane khoya nen.

  Like

 3. Pushpa જાન્યુઆરી 23, 2014 પર 1:30 પી એમ(PM)

  Shabdothi shabdonu khechan jindgi sudhari shake che ema koij be mat nathi pan mukhay to tame boleli ane lakheli vani antaratmanu darshan che. Eto ved che

  Like

 4. DR. CHANDRAVADAN MISTRY જાન્યુઆરી 24, 2014 પર 1:15 એ એમ (AM)

  શબ્દો ભરે પ્રાણ (જીવન)….શબ્દોમાં જ છે પતન (મરણ)

  જેથી….ચંદ્ર કહે શબ્દો જ દર્શન કરાવે માનવીને માનવીના દર્શન !

  વિનોદભાઈ…તમારી પોસ્ટ સરસ છે …ખુબ ગમી !

  …ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ Chandrapukar !

  Like

 5. La' Kant ફેબ્રુવારી 13, 2014 પર 5:21 પી એમ(PM)

  “શબ્દો કૂણા,સુંવાળા,મખમલી ને પોચા,
  ભીના,લાગણીના લવચીક ચીકણા લોચા.”

  એ લગભગ કોઇ એક સમયની તત્કાલીન
  વયક્તિક મનોદશાનુ અભિવ્યક્ત થવું જ છે.
  અને અસર -પરિણામ્ની વાત કરીએ તો,એ
  ભાવકની સક્શમ ‘રિસેપ્ટિવિટી ‘પર અને
  સંવેદનશીલતા,સમજ-પહોંચ.પર અવલમ્બે છે .
  …………………………………………………………

  “મારી કલમને ટેરવે છે. ”

  “એક ચમકાર-ચિનગારી-તણખો સચેત આશ !
  જે, કરી શકે છે બધે અજવાશ,પ્રકાશ-પ્રકાશ !
  એને વળગી ચંપા-મોગરા-ગુલાબની સુવાસ,
  જે કરાવી શકે ફૂલ,બાગ બગીચાનો એહસાસ!
  અને ફેલાવી શકે છે ચેતના તાઝગી ચોપાસ!
  એ તો તારા નામનું જાદુ છે,જે થતું અનાયાસ!
  પુલકિત રોમરોમ,કણ કણ, ક્ષણ ક્ષણ અપ્રયાસ.”

  – લા’કાંત / ૧૩-૨-૧૪

  Like

 6. aataawaani ફેબ્રુવારી 15, 2014 પર 2:20 પી એમ(PM)

  પ્રિય વિનોદભાઈ
  તમે લખેલા શબ્દો વિશેનું લખાણ મને ખુબ ગમ્યું
  સાચી વાત છે કે શબ્દો ગહરી અસર કરી શકે છે લખાણ માં પણ અક્ષરો આડા અવળા લખાય જાય તો પણ ગોટાળો સર્જાય છે .
  એક કબીર સાહેબના મંદિર ઉપર બોર્ડ હતું તેમાં લખેલ હતું” સતક બીર ” સત કબીર એમ રીતસર લખવું જોઈએ। એક દારૂડિયો માણસ દારૂનું પીઠું સમજી બેઠો એ સતક નામનો કોઈ નવો બીર અહી મળતો લાગે છે .

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: