વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(385 ) શ્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નનું ભારત કેવું હશે !

હાલમાં ભારતમાં એપ્રિલ-મે ૨૦૧૪ની આવી રહેલી લોકસભાની ચૂંટણીનાં પડઘમ જોર શોરથી સંભળાઈ રહ્યા છે . આ ચૂંટણીમાં ભારતના ભાવી વડા પ્રધાન કોણ બનશે એ નક્કી થવાનું છે .

મુખ્ય પક્ષો ભારતીય જનતા પાર્ટી , કોંગ્રેસ ,આમ આદમી અને બીજા  પક્ષો આ ચૂંટણીમાં ઝંપલાવશે . આ  પક્ષો જનતાને વચનોની લ્હાણી કરશે અને એમનો  મત માગશે . અત્યારે હાલ તો બી.જે.પી. નો ઘોડો આગળ દોડી રહ્યો એમ જણાય છે .

તારીખ ૧૯ મી જાન્યુઆરી 2014 ના રોજ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય  પરિષદની બેઠકમાં નરેન્દ્ર મોદીએ કાર્યકરોને સંબોધિત કર્યા હતા. 

આ પ્રસંગે રામલીલા મેદાન ઉપરથી બી.જે.પી.ના વડાપ્રધાન પદના ઉમેદવાર શ્રી નરેન્દ્ર મોદીએ જુસ્સાભેર જબાનમાં કોંગ્રેસની – એઆઇસીસીની બેઠકમાં  મોદી પર જે રીતે પ્રહારો કરવામાં આવ્યા હતા એનો એમણે જડબાતોડ જવાબ આપ્યો હતો.

શ્રી મોદીએ એમના લાંબા પ્રેરણાદાયી અને જુસ્સાભાર્યા પ્રવચનના અંતે એમના સ્વપ્નનું  ભારત કેવું હશે એ સંસ્કૃતના શ્લોકો ટાંકીને આબાદ રીતે રજુ કર્યું હતું એને નીચેના વિડીયોમાં સાંભળો./જુઓ.

During his inspiring address at the BJP National Council Meet at Delhi’s Ramlila Maidan, the NDA’s Prime Ministerial Candidate Shri Narendra Modi highlighted his vision, his idea of India. Shri Modi talked about the India that needs to be created for ensuring the development of every section of society.

Modi presenting his idea of ‘Vision India’ of development

——————————————————————————–

શ્રી નરેન્દ્ર મોદીએ એમના સ્વપ્નના  ભારત અંગે કરેલ પ્રવચનના અંતે 

રજુ કરેલા સંસ્કૃત સુભાસીતો -શ્લોકો આ રહ્યા —

NA-MO-DRE-1   NA-MO-DRE 2

NAMO-DRE-3

NAMO-DRE-4

 

તારીખ ૧૯ મી જાન્યુઆરી 2014 ના રોજ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય  પરિષદની બેઠકમાં રામલીલા મેદાન ઉપરથી શ્રી  નરેન્દ્ર મોદીએ કાર્યકરોને સંબોધિત કર્યા હતા  એ પ્રસંગનું  શ્રી મોદીનું આખું લાંબું પ્રવચન નીચેની લીંક ઉપર સાંભળી શકાશે .

Shri Narendra Modi addressing BJP’s National Council Meeting in Delhi – Speech
http://www.youtube.com/watch?v=pKrSslrJbrU&feature=player_detailpage

______________________________________________ 

 

_____________________________

હાસ્યેન સમાપયેત- વિનોદી ટુચકા

HA ...HA....HA....

 

નેતાજીના પેટનો દુખાવો !

એક પ્રધાન ,ધનિક દેશ નેતાના પેટમાં,

 ઉપડ્યો અચાનક અસહ્ય દુખાવો .

પહેલાં થયું, વાયુ છે, મટી  જશે ,

પણ ન મટ્યો ગોઝારો દુખાવો.

તાબડતોબ હોસ્પીટલમાં કર્યા દાખલ,

ડોક્ટરે જલ્દી તપાસ્યા પ્રધાનજીને.

ડોક્ટર માળો નીકળ્યો હોંશિયાર,

કહે તાબડતોબ માઈક લઇ આવો.

પ્રધાનજીના પેટમાં ફસાયું છે ભાષણ,

માઈકમાં બોલશે તો જ જશે દુખાવો.

માઈક જોઈ ખુશ થયા પ્રધાનજી,

હોસ્પિટલ વોર્ડ ફેરવાઈ ગયો સભામાં.

પલંગ પર બિરાજમાન નેતાજીએ,

શરુ કરી દીધું જોર જોશથી ભાષણ.

માણસો જોયા,માઈક મળ્યું ,શું બાકી રહ્યું,

લલકાર કર્યો મારી ક્માઈની પાઈ પાઈ,

મહેનતની ,પરસેવાની છે કમાઈ.

સભામાંથી એક જણ બોલી ઉઠ્યો:

હા નેતાજી, પણ કોના પરસેવાની !

 રચના- વિનોદ  પટેલ

9 responses to “(385 ) શ્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નનું ભારત કેવું હશે !

 1. pragnaju જાન્યુઆરી 24, 2014 પર 11:14 એ એમ (AM)

  ખૂબ સરસ સંકલન
  રમુજમા જ્યોતિન્દ્ર દવેના અખાડાના પેલા પ્રસંગની યાદ અપાવી દીધી. એમને કોઈકે કહ્યું હતું કે શરીર બનાવવા માટે તમે અખાડામાં જોડાઓ. એમને અખાડામાં શું કરવાનું એ વિશે કંઈ જ્ઞાન નહોતું. પહેલા દિવસે તેઓ અખાડામાં ગયા ત્યારે એમણે જોયું કે દૂર માટીમાં બે પહેલવાનો કુસ્તીદાવ ખેલી રહ્યા છે. એમને એ સમજાયું નહીં કે તેઓ શા માટે લઢે છે ! અખાડાના માલિકે તેમનો ફિટનેસ ટેસ્ટ લેવા માટે એ કુસ્તીદાવ ખેલતા પહેલવાન પાસે જવાનું કહ્યું. પહેલવાનોએ દાવ રમવાનું બંધ કર્યું. એક પહેલવાન જ્યોતીન્દ્ર દવેની નજીક ગયા અને કહ્યું કે :
  ‘ધોતિયું કાઢી નાખો….’
  ‘હોતું હશે કંઈ…. ! તમારામાં લાજશરમ જેવું કંઈ છે કે નહિ. કેવી વાત કરો છો !’
  ‘અરે મારે તમારી સાથે કુસ્તી કરવાની છે.’
  ‘પણ શું કામ ?’
  ‘મારે તમને ચીત કરવાના છે….’
  ‘એ વળી શું છે ?’
  ‘ચીત એટલે મારે તમને ઊંચકીને ઊંધા પછાડવાના છે….’
  ‘પણ ભૈ’સાબ મેં તમારું શું બગાડ્યું છે. તમારે મને નીચે જ પાડવો છે ને ? તો લો, આ હું નીચે સૂઈ જાઉં છું…’ એમ કહીને જ્યોતીન્દ્ર દવે છત્તાપાટ્ટ સૂઈ ગયા…..

  Like

 2. Ramesh Patel જાન્યુઆરી 24, 2014 પર 1:12 પી એમ(PM)

  આશાનું કિરણ પ્રજા જોઈ રહી છે,પુરુષાર્થ કરવો રહ્યો હવે. મજાની વાતથી આપે મરકાવી દીધા .શ્રી નરેન્દ્રભાઈ મોદીને સાંભળવો એ , એક લ્હાવો છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 3. pravinshastri જાન્યુઆરી 24, 2014 પર 11:49 પી એમ(PM)

  વિનોદભાઈ, આમાંની થોડી થોડી વાનગીઓ ફેસબુક પર પણ રીપીટ કરો. મિત્રોને ગમશે જ. સરસ સંકલન છે. તમે નહીં મૂકો તો બીજા કોઈ ચારસોવીસી કરીને તેના નામે મુકવા માંડશે.

  Like

 4. pravina જાન્યુઆરી 25, 2014 પર 1:12 એ એમ (AM)

  Finally Our People are awaken. Let’s have Best Wishes for the Country “Mera Bharat” and My People.

  Like

 5. DR. CHANDRAVADAN MISTRY જાન્યુઆરી 25, 2014 પર 1:49 એ એમ (AM)

  વિનોદભાઈ,

  આ પોસ્ટ દ્વારા તમે જે રીતે નરેન્દ્રભાઈ મોદી વિષે માહિતી આપી તે માટે તમોને અભિનંદન !

  સરસ !

  મારા જ બ્લોગ “ચંદ્રપૂકાર” પર નરેન્દ્રભાઈ વિષે જે પ્રગટ થયું હતું તેની લીન્ક નીચે છે>>

  http://chandrapukar.wordpress.com/2013/09/17/%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%a8%e0%aa%b0%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b0-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%a6%e0%ab%80-%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%80-%e0%aa%a8/

  ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ Chandrapukar !

  Like

  • Vinod R. Patel જાન્યુઆરી 25, 2014 પર 10:07 એ એમ (AM)

   સુરેશભાઈ ,

   આભાર . સરસ વિડીયો છે .

   ૬૬ વર્ષ પહેલાં રવીન્દ્રનાથ ટાગોરે સ્વતંત્ર ભારત માટે જે કલ્પના કરી હતી એ પ્રાપ્ત કરવામાં દેશ બિલકુલ નિષ્ફળ ગયો છે .

   આટલાં વરસો પછી પણ કશું થઇ શક્યું નથી કારણ કે લાંચિયા રાજકર્તાઓએ દેશની ચિંતા કરવાને બદલે પોતાના ખિસ્સાં ભરવાની ચિંતા કરી છે .

   હવે જોઈએ મોદીના સારા વિચારોને બીજા કહેવાતા ખંધા નેતાઓનો સહકાર મળે છે કે કેમ ! આશા રાખીએ દેશની પરિસ્થિતિમાં કઈક સુધારો આવે !

   Like

   • સુરેશ જાની જાન્યુઆરી 28, 2014 પર 10:20 એ એમ (AM)

    લાંચિયા રાજકર્તાઓ
    ——–
    સોરી…

    વી ગેટ ધ રુલર્સ વી ડીઝર્વ.

    આઝાદી પછી સમાજના એકે એકે સ્તરના લોકોને તાબડતોબ સીડી પર ઉપર ચઢી જવું હતું. એ વખતની સાવ સામાન્ય સ્થિતીમાં જીવતા આપણા સૌનાં જીવન ધોરણ ઉંચા આવી ગયા.
    એ જ એકમાત્ર લક્ષ્ય હતું , એટલે આપણે મૂલ્યોને તિલાંજલી આપી.

    જવાબદાર આપણે સૌ છીએ.

    જ્યાં સુધી ૩૦% લોકો મૂલ્યો માટે જાગૃત નહીં થાય – કમ વોટ મે – ત્યાં સુધી કોઈ નમો દેશને સુધારી નહીં શકે. નમોના ગુજરાતમાં, એમની આંખ નીચે જે ભ્રષ્ટાચાર વ્યાપક છે – એ એમના મોહક પ્રચારમાં દબાઈ ગયો છે.

    Like

 6. Anila Patel જાન્યુઆરી 25, 2014 પર 4:03 એ એમ (AM)

  Asha rakhiye aapne sau aapni ane deshni raksh mate kaiak navu thavu ghate.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: