વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જાન્યુઆરી 29, 2014

(387 ) ભારત દેશ અને ભ્રષ્ટાચાર – એક સિક્કાની બે બાજુ

૨૬ મી જાન્યુઆરી ૨૦૧૪ ના દિવસે ભારતે એનો ૬૫મો ગણતન્ત્ર દિવસ  વર્ષોથી  ઉજવાય છે એ હમ્મેશની પ્રણાલી પ્રમાણે ઉજવાયો .

રાષ્ટ્ર ગીત ,જન ગણ મન અધિનાયક અને વંદે માતરમ તથા સારે જહાં  સે અચ્છા હિન્દુસ્તાં હમારા જેવાં રાષ્ટ્ર ગીતો ગવાયાં તથા રાષ્ટ્ર ધ્વજ ને  યોગ્ય રીતે સલામી અપાઈ .

64 વર્ષ અગાઉ ,૨૬ મી જાન્યુઆરીના દિવસે ભારત એના બંધારણને અમલી બનાવીને  નવી આશાઓ અને આકાંક્ષાઓ સાથે એક પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું હતું  .

૬૬ વર્ષ પહેલાં મહાત્મા ગાંધી અને રવીન્દ્રનાથ ટાગોરે સ્વતંત્ર ભારત માટે જે કલ્પનાઓ કરી હતી એ પ્રાપ્ત કરવામાં દેશ બિલકુલ નિષ્ફળ ગયો છે .

આટલાં વરસો પછી પણ આ બે દેશ નેતાઓનું  સુફલામ ,સુજલામ દેશનું જે સ્વપ્ન હતું એ માટે કશું નક્કર પરિણામ મળ્યું નથી .

સુફલામ દેશનાં ફળો જો કોઈને ચાખવા મળ્યાં હોય તો એ લાંચિયા રાજકર્તાઓને જેઓએ દેશની સામાન્ય પ્રજાની -આમ આદમીની -ચિંતા કરવાને બદલે પોતાના ખિસ્સાં ભરવાની ચિંતા કરી છે .

સન્મિત્ર શ્રી સુરેશભાઈ જાનીએ શ્રી નરેન્દ્ર મોદી અંગેની એક પોસ્ટની એમની  કોમેન્ટમાં એમનો સચોટ પ્રતિભાવ આપતાં સરસ કહ્યું છે કે —

 ” વી ગેટ ધ રુલર્સ વી ડીઝર્વ. આઝાદી પછી સમાજના એકે એકે સ્તરના લોકોને તાબડતોબ સીડી પર ઉપર ચઢી જવું હતું. એ વખતની સાવ સામાન્ય સ્થિતીમાં જીવતા આપણા સૌનાં જીવન ધોરણ ઉંચાં આવી ગયાં. એ જ એકમાત્ર લક્ષ્ય હતું , એટલે આપણે મૂલ્યોને તિલાંજલી આપી.જવાબદાર આપણે સૌ છીએ. જ્યાં સુધી ૩૦% લોકો મૂલ્યો માટે જાગૃત નહીં થાય – કમ વોટ મે – ત્યાં સુધી કોઈ ન.મો. દેશને સુધારી નહીં શકે. ન.મો. ના ગુજરાતમાં, એમની આંખ નીચે જે ભ્રષ્ટાચાર વ્યાપક છે – એ એમના મોહક પ્રચારમાં દબાઈ ગયો છે.”

પૂજ્ય મહાત્મા ગાંધીજીએ એક વખત જે નીચેનાં સાત મહાપાતકો ગણાવેલાં એમાં કેટલું સત્ય છે !

૧. કાર્ય વગરની કમાણી  

૨. વિવેક વગરનું સુખ  

૩ ચારિત્ર્ય વગરનું જ્ઞાન  

૪. નીતિ વગરનો વહેવાર  

૫. માનવતા વગરનું વિજ્ઞાન  

૬. ત્યાગ વગરનો ધર્મ અને  

૭. મૂલ્યો વગરનું રાજકારણ.

વિનોદ વિહાર બ્લોગની શરૂઆત કરી એ સપ્ટેમબર ૨૦૧૧ માં જ મેં “ભારતમાં વકરી રહેલો ભ્રષ્ટાચાર, ભૂલાતાં જતાં ગાંધી મૂલ્યો” નામનો મારો એક લેખ અને એક કાવ્ય પોસ્ટ કરેલ એને અહીં વાંચો . 

 હમણાં મેં એક હિન્દી મુવી જોયું એમાં એનું એક પાત્ર કહે છે ” યે ભારત દેશમે પોપ્યુલેશન , પોલ્યુશન ઓર કરપ્શન કા પ્રશ્ન કભી ખતમ હોને વાલે નહી નહી હૈ “

સ્વતંત્રતા પ્રાપ્ત કર્યાં પછી ભારતમાં ભ્રષ્ટાચાર ખુબ જ ફૂલ્યો અને ફાલ્યો છે અને એનાં મૂળ ખુબ જ ઊંડાં ગયાં છે . ભારતમાંથી ભ્રષ્ટાચાર કદી નાબુદ થશે ખરો ? આ એક પાયાનો પ્રશ્ન છે .

આશા રાખીએ કે દેશને સરદાર પટેલ જેવો કોઈ લોખંડી કાર્ય શક્તિ ધરાવતો  નેક દિલ લોક સેવક નેતા મળી આવશે અને દેશની હાલની કંગાળ પરિસ્થિતિમાં કઈક સુધારો લાવી શકશે .

વિનોદ પટેલ

——————————————————–

ભારતમાં ભ્રષ્ટાચારના ઉકળતા ચરુ જેવા આ પ્રશ્ન અંગે મારા એક નેટ મિત્ર શ્રી યોગેશ કણકીયાએ એક ટૂંકો પણ સચોટ સચિત્ર  કટાક્ષ અને રમુજી લેખ અંગ્રેજીમાં ઈ-મેલથી મોકલ્યો છે એને એમના આભાર સાથે ભારતના ભ્રષ્ટાચારી નેતાઓને અર્પણ છે . 

અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરીને આ રમુજી ટુચકા જેવી નીચેની કટાક્ષિકા વાંચીને હસવું પણ આવશે અને એનો અંત વાંચીને કદાચ રડવાનું પણ મન કરશે !

 

હાસ્યેન સમાપયેત – એક રમુજી કટાક્ષિકા

 HA..HA,..HAA...

એક વખત ત્રણ વૃદ્ધ જનો ભગવાનને મળવા ગયા . Corru- 1-Amerikn

પહેલો વૃદ્ધ જન જે અમેરિકન હતો એણે ભગવાનને પૂછ્યું ”

“મારા દેશ અમેરિકામાં જે હાલ મંદી ચાલે છે એમાંથી

દેશ ક્યારે મુક્ત થશે ?” 

જવાબમાં ભગવાને કહ્યું ” ૧૦૦ વર્ષ લાગશે .”

આ સાંભળીને આ અમેરિકન ધ્રુસકે  ને ધ્રુસકે રડતાં

રડતાં કહેવા લાગ્યો :

” આ શુભ દિવસ જોવા માટે હું જીવતો નહી હોઉં ,

મૃત્યું પામ્યો હોઈશ .”      

Corr- Russian

બીજો વુધ્ધ જન જે એક રશિયન હતો એણે

ભગવાનને પૂછ્યું :

” મારો દેશ રશિયા ક્યારે સમૃદ્ધ થઇ શકશે ?”

ભગવાને જવાબ આપ્યો :

” વત્સ, પચાસ વર્ષ લાગશે .”

આ સાંભળીને આ રશિયન પણ ખુબ જ રડવા

લાગ્યો અને કહેવા લાગ્યો :

” હું પણ આ દિવસ જોવા માટે જીવતો નહીં હોઉં .”

Corru- Indian -Amte

ત્યારબાદ ,છેવટે વારો આવ્યો આપણા ભારતીય વૃદ્ધ

મહાશય ( અન્ના હજારે ) નો .

એમણે ભગવાનને આજીજીપૂર્વક પૂછ્યું :

” પ્રભુ, મારો ભારત દેશ ભ્રષ્ટાચારમાંથી

ક્યારે મુક્ત થશે  ?

 આ સાંભળીને ભગવાને રડવાનું શરુ કર્યું અને

રડતાં રડતાં કહે:

” કમનશીબે એ મંગલ દિવસ  જોવા માટે

હું જીવતો નહી હોઉં  ! ”