વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(387 ) ભારત દેશ અને ભ્રષ્ટાચાર – એક સિક્કાની બે બાજુ

૨૬ મી જાન્યુઆરી ૨૦૧૪ ના દિવસે ભારતે એનો ૬૫મો ગણતન્ત્ર દિવસ  વર્ષોથી  ઉજવાય છે એ હમ્મેશની પ્રણાલી પ્રમાણે ઉજવાયો .

રાષ્ટ્ર ગીત ,જન ગણ મન અધિનાયક અને વંદે માતરમ તથા સારે જહાં  સે અચ્છા હિન્દુસ્તાં હમારા જેવાં રાષ્ટ્ર ગીતો ગવાયાં તથા રાષ્ટ્ર ધ્વજ ને  યોગ્ય રીતે સલામી અપાઈ .

64 વર્ષ અગાઉ ,૨૬ મી જાન્યુઆરીના દિવસે ભારત એના બંધારણને અમલી બનાવીને  નવી આશાઓ અને આકાંક્ષાઓ સાથે એક પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું હતું  .

૬૬ વર્ષ પહેલાં મહાત્મા ગાંધી અને રવીન્દ્રનાથ ટાગોરે સ્વતંત્ર ભારત માટે જે કલ્પનાઓ કરી હતી એ પ્રાપ્ત કરવામાં દેશ બિલકુલ નિષ્ફળ ગયો છે .

આટલાં વરસો પછી પણ આ બે દેશ નેતાઓનું  સુફલામ ,સુજલામ દેશનું જે સ્વપ્ન હતું એ માટે કશું નક્કર પરિણામ મળ્યું નથી .

સુફલામ દેશનાં ફળો જો કોઈને ચાખવા મળ્યાં હોય તો એ લાંચિયા રાજકર્તાઓને જેઓએ દેશની સામાન્ય પ્રજાની -આમ આદમીની -ચિંતા કરવાને બદલે પોતાના ખિસ્સાં ભરવાની ચિંતા કરી છે .

સન્મિત્ર શ્રી સુરેશભાઈ જાનીએ શ્રી નરેન્દ્ર મોદી અંગેની એક પોસ્ટની એમની  કોમેન્ટમાં એમનો સચોટ પ્રતિભાવ આપતાં સરસ કહ્યું છે કે —

 ” વી ગેટ ધ રુલર્સ વી ડીઝર્વ. આઝાદી પછી સમાજના એકે એકે સ્તરના લોકોને તાબડતોબ સીડી પર ઉપર ચઢી જવું હતું. એ વખતની સાવ સામાન્ય સ્થિતીમાં જીવતા આપણા સૌનાં જીવન ધોરણ ઉંચાં આવી ગયાં. એ જ એકમાત્ર લક્ષ્ય હતું , એટલે આપણે મૂલ્યોને તિલાંજલી આપી.જવાબદાર આપણે સૌ છીએ. જ્યાં સુધી ૩૦% લોકો મૂલ્યો માટે જાગૃત નહીં થાય – કમ વોટ મે – ત્યાં સુધી કોઈ ન.મો. દેશને સુધારી નહીં શકે. ન.મો. ના ગુજરાતમાં, એમની આંખ નીચે જે ભ્રષ્ટાચાર વ્યાપક છે – એ એમના મોહક પ્રચારમાં દબાઈ ગયો છે.”

પૂજ્ય મહાત્મા ગાંધીજીએ એક વખત જે નીચેનાં સાત મહાપાતકો ગણાવેલાં એમાં કેટલું સત્ય છે !

૧. કાર્ય વગરની કમાણી  

૨. વિવેક વગરનું સુખ  

૩ ચારિત્ર્ય વગરનું જ્ઞાન  

૪. નીતિ વગરનો વહેવાર  

૫. માનવતા વગરનું વિજ્ઞાન  

૬. ત્યાગ વગરનો ધર્મ અને  

૭. મૂલ્યો વગરનું રાજકારણ.

વિનોદ વિહાર બ્લોગની શરૂઆત કરી એ સપ્ટેમબર ૨૦૧૧ માં જ મેં “ભારતમાં વકરી રહેલો ભ્રષ્ટાચાર, ભૂલાતાં જતાં ગાંધી મૂલ્યો” નામનો મારો એક લેખ અને એક કાવ્ય પોસ્ટ કરેલ એને અહીં વાંચો . 

 હમણાં મેં એક હિન્દી મુવી જોયું એમાં એનું એક પાત્ર કહે છે ” યે ભારત દેશમે પોપ્યુલેશન , પોલ્યુશન ઓર કરપ્શન કા પ્રશ્ન કભી ખતમ હોને વાલે નહી નહી હૈ “

સ્વતંત્રતા પ્રાપ્ત કર્યાં પછી ભારતમાં ભ્રષ્ટાચાર ખુબ જ ફૂલ્યો અને ફાલ્યો છે અને એનાં મૂળ ખુબ જ ઊંડાં ગયાં છે . ભારતમાંથી ભ્રષ્ટાચાર કદી નાબુદ થશે ખરો ? આ એક પાયાનો પ્રશ્ન છે .

આશા રાખીએ કે દેશને સરદાર પટેલ જેવો કોઈ લોખંડી કાર્ય શક્તિ ધરાવતો  નેક દિલ લોક સેવક નેતા મળી આવશે અને દેશની હાલની કંગાળ પરિસ્થિતિમાં કઈક સુધારો લાવી શકશે .

વિનોદ પટેલ

——————————————————–

ભારતમાં ભ્રષ્ટાચારના ઉકળતા ચરુ જેવા આ પ્રશ્ન અંગે મારા એક નેટ મિત્ર શ્રી યોગેશ કણકીયાએ એક ટૂંકો પણ સચોટ સચિત્ર  કટાક્ષ અને રમુજી લેખ અંગ્રેજીમાં ઈ-મેલથી મોકલ્યો છે એને એમના આભાર સાથે ભારતના ભ્રષ્ટાચારી નેતાઓને અર્પણ છે . 

અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરીને આ રમુજી ટુચકા જેવી નીચેની કટાક્ષિકા વાંચીને હસવું પણ આવશે અને એનો અંત વાંચીને કદાચ રડવાનું પણ મન કરશે !

 

હાસ્યેન સમાપયેત – એક રમુજી કટાક્ષિકા

 HA..HA,..HAA...

એક વખત ત્રણ વૃદ્ધ જનો ભગવાનને મળવા ગયા . Corru- 1-Amerikn

પહેલો વૃદ્ધ જન જે અમેરિકન હતો એણે ભગવાનને પૂછ્યું ”

“મારા દેશ અમેરિકામાં જે હાલ મંદી ચાલે છે એમાંથી

દેશ ક્યારે મુક્ત થશે ?” 

જવાબમાં ભગવાને કહ્યું ” ૧૦૦ વર્ષ લાગશે .”

આ સાંભળીને આ અમેરિકન ધ્રુસકે  ને ધ્રુસકે રડતાં

રડતાં કહેવા લાગ્યો :

” આ શુભ દિવસ જોવા માટે હું જીવતો નહી હોઉં ,

મૃત્યું પામ્યો હોઈશ .”      

Corr- Russian

બીજો વુધ્ધ જન જે એક રશિયન હતો એણે

ભગવાનને પૂછ્યું :

” મારો દેશ રશિયા ક્યારે સમૃદ્ધ થઇ શકશે ?”

ભગવાને જવાબ આપ્યો :

” વત્સ, પચાસ વર્ષ લાગશે .”

આ સાંભળીને આ રશિયન પણ ખુબ જ રડવા

લાગ્યો અને કહેવા લાગ્યો :

” હું પણ આ દિવસ જોવા માટે જીવતો નહીં હોઉં .”

Corru- Indian -Amte

ત્યારબાદ ,છેવટે વારો આવ્યો આપણા ભારતીય વૃદ્ધ

મહાશય ( અન્ના હજારે ) નો .

એમણે ભગવાનને આજીજીપૂર્વક પૂછ્યું :

” પ્રભુ, મારો ભારત દેશ ભ્રષ્ટાચારમાંથી

ક્યારે મુક્ત થશે  ?

 આ સાંભળીને ભગવાને રડવાનું શરુ કર્યું અને

રડતાં રડતાં કહે:

” કમનશીબે એ મંગલ દિવસ  જોવા માટે

હું જીવતો નહી હોઉં  ! ”

4 responses to “(387 ) ભારત દેશ અને ભ્રષ્ટાચાર – એક સિક્કાની બે બાજુ

 1. સુરેશ જાની જાન્યુઆરી 29, 2014 પર 9:29 એ એમ (AM)

  આશા રાખીએ કે દેશને સરદાર પટેલ જેવો કોઈ લોખંડી કાર્ય શક્તિ ધરાવતો નેક દિલ લોક સેવક નેતા મળી આવશે અને દેશની હાલની કંગાળ પરિસ્થિતિમાં કઈક સુધારો લાવી શકશે .
  ———–
  ફરીથી એક વાર…
  પ્રજા તરીકે આ આપણો જમાના જૂનો રોગ છે.
  यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
  अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्

  આપણને અવતારો વિના ચાલ્યું નથી. પણ આપણામાં જ એવા અવતાર થવાની ક્ષમતા છે – એ કદી અનુભવવા આપણે તૈયાર છીએ ખરા? આ ઘડીના મોક્ષથી – કમ સે કમ આપણે તો ‘દિવ્ય જીવન’ને સદેહે આપણા ખોળિયા અને મનમાં ઉતારી શકીએ એમ છીએ-એ માનવા, અનુભવવા આપણે તૈયાર છીએ ખરા?

  આઝાદ બનવાની તૈયારી છે – આપણી?

  Like

 2. pragnaju જાન્યુઆરી 29, 2014 પર 9:57 એ એમ (AM)

  ન જાણે કેમ પણ થાય છે કે એ દિવસ દૂર નથી
  સીંગાપોર/ચીન જેવી ક્રાંતી સર્જાશે…..

  Like

 3. Ramesh Kshatriya જાન્યુઆરી 29, 2014 પર 11:22 એ એમ (AM)

  we get opportunity when we get Jay PrakashNarayan-2nd time when Janata Govt., formed-but we failed-only solution at time of election all voters must vote and they vote only right candidate,not to any political party or any caste.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: