રેશનલ વિચારોને ગુજરાતી લોક સમૂહ સમક્ષ અવાર નવાર રજુ કરતા મારા મિત્ર શ્રી ગોવિંદભાઈ મારુના બ્લોગ અભિવ્યક્તીમાં પ્રસિદ્ધ થયેલ શ્રી દીનેશ પાંચાલ લિખિત એક લેખ ‘સાસુ સાથેનો મારો પ્રથમ ઝઘડો’ એમણે મને ઈ-મેલથી વાંચવા મોકલ્યો હતો .આ લેખ મને ગમી જતાં એને આજની પોસ્ટમાં મુક્યો છે .
આશા છે વિનોદ વિહારના વાચકોને પણ આ લેખ એટલો જ ગમશે .
સાહીત્ય અકાદમી’ અને ‘સાહીત્ય પરીષદ’ વગેરેનાં ઈનામો મેળવી ચુકેલા શ્રી. દીનેશભાઈ પાંચાલ ગુજરાતનાં ઘણાં દૈનીકો અને સામયીકોમાં લખે છે એટલે એક સીદ્ધહસ્ત લેખક તરીકે ગુજરાતમાં જાણીતા છે.
તેઓનું તેરમું પુસ્તક ‘હૈયાંનો હસ્તમેળાપ’ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય તરફથી તાંજેતરમાં પ્રકાશીત થયું છે. આ પુસ્તક દરેક સાસરે જતી નવોઢા માટે ‘ગાઈડ’ની ગરજ સારે એવું છે .
સમસ્યાઓ સાથે ઉકેલનું વાસ્તવીક શબ્દચીત્રણ ‘હૈયાંનો હસ્તમેળાપ’ પુસ્તકમાં રજુ કર્યું છે.
આ પોસ્ટમાં મુકેલ ‘સાસુ સાથેનો મારો પ્રથમ ઝઘડો’ લેખ આ પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે જે ભારે લોક ચાહના મેળવી રહ્યો છે .
આપણા સમાજમાં સાસુ અને વહુના સબંધોમાં ભરતી ઓટ આવ્યાં કરે છે અને કોઈવાર ઝગડા થયાના પણ બનાવો બનતા હોય છે .સાસુ – વહુ વચ્ચે નાના મોટા ઝગડા થાય એ નવાઈ નથી . પરંતુ જો સાસુ-વહુ બંને સુશિક્ષિત હોય અને સમજદારીનુ પ્રમાણ વધુ હોય તો આવા ઝગડા થવાની સંભાવના બહુ જ ઘટી જાય છે . આજે એવી ઘણી સમજુ સાસુઓ છે જે વહુને એક દીકરીની જેમ ગણે છે .
સાસુ અને વહુના સબંધોમાં પતિની સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી થતી હોય છે .
આ લેખમાં લેખકે પોતાની અનુભવી કલમ દ્વારા આજના સમયને અનુરુપ મનોજ અને માયાના દામ્પત્ય જીવનમાં છાસવારે થતા મતભેદો અને મનમુટાવ વગેરેની કથા વર્ણવી છે અને એના ઉકેલ પણ અત્યન્ત સહજ રીતે બતાવ્યા છે.
એક ખુબ ભણેલી ઈન્ટલેક્ચ્યુઅલ એવી કૉલેજની લેક્ચરર (માયા) એના દામ્પત્યજીવનની તમામ સમસ્યાઓમાંથી કેવી સુઝબુઝથી માર્ગ કાઢે છે તેનું તેમણે રૅશનલ દૃષ્ટીકોણથી નીરુપણ કર્યું છે.
આ વાર્તામાં આવતી વહુ માયા એની આવડત અને સમજણથી સાસુ-વહુના સંબંધોને સુધારવાનો જે રસ્તો અખત્યાર કરે છે ઉદાહરણીય છે .
આ લેખના લેખક શ્રી દીનેશ પાંચાલ, મિત્ર બ્લોગર શ્રી ગોવિંદભાઈ મારુ અને આ લેખ માટે ઈ-મેલથી ધ્યાન દોરનાર શ્રી ઉત્તમભાઈ ગજ્જરનો પણ હું ખુબ આભારી છું .
વિનોદ પટેલ
————————————————–

સાસુ સાથેનો મારો પ્રથમ ઝઘડો…..લેખક- શ્રી દીનેશ પાંચાલ
પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓના શોષણની ઘટના નવી નથી. જો કે કેટલાક પુરુષો કહે છે :
‘શું સ્ત્રીઓ પુરુષોનું શોષણ નથી કરતી ? કેટલીક સ્ત્રીઓ પુરુષો પર હાથ પણ ઉપાડે છે.’
કેટલીક સ્ત્રીઓ એવી જાગીરદાર પ્રકૃતીની હોય છે કે તેમનું ચાલે તો તેઓ પુરુષોને હુકમ કરે :
‘મારે બાળક જોઈએ છે; પણ પ્રસુતી જોઈતી નથી, માટે તું પ્રેગ્નન્ટ બન અને મને બાળક આપ !
’ કેટલીક સ્ત્રીઓ પતી સહીત ઘરના તમામ સભ્યો પર સરકસના રીંગમાસ્ટરની જેમ હુકમ ચલાવે છે,
જે કારણે સાસુ–વહુ વચ્ચે સતત તંગદીલી રહે છે.’
પ્રસીદ્ધ ટીવી ચેનલના મૅનેજરે ફોન પર ઈન્ટરવ્યુ માટેનો સમય માગ્યો ત્યારે માયાએ તે આપ્યો ખરો,
પણ રીસીવર મુકતાં એણે હસીને મંગળાબહેનને કહ્યું :
‘મમ્મીજી, લો હવે રહી–રહીને ટીવીવાળા જાગ્યા. કહે છે, ઈન્ટરવ્યુ લેવો છે !’
મંગળાબહેને કહ્યું : ‘વહુબેટા, ઈન્ટરવ્યુ આપવામાં વાંધો નથી; પણ પછી થાય છે એવું કે ફોન બહુ આવે છે.
એથી સતત રોકાયેલાં રહેવું પડે છે. તું ટીવીવાળાને કહેજે કે આપણો ફોન જાહેર ન કરે !’
‘મમ્મીજી, સાચું કહું મને તો ફોન પર લોકો જોડે વાતો કરવાની મજા આવે છે.’
‘પણ વહુબેટા, દીવસો સુધી આપણા અંગત જીવન પર લોકોની જીજ્ઞાસા હાવી થઈ જાય તેનું શું ?
લોકો પુછે છે : તમે સાસુ–વહુ મન્દીરે પણ સાથે જાઓ છો ?’…………………
આગળ આ આખો લેખ રસસ્પદ લેખ શ્રી ગોવિંદભાઈ મારુના બ્લોગ
અભિવ્યક્તિની આ લીંક ઉપર જઈને વાંચો .
————————————————————————————————
હાસ્યેન સમાપયેત -થોડીસી રમુજ
ઉપર સાસુ -વહુ સંબંધોને રજુ કરતો લેખ વાંચ્યા પછી અગાઉ એક પોસ્ટમાં પણ
મુકેલો નીચેનો સાસુ વહુનો એક કાવ્યમય રમુજી સંવાદ વાંચવાની પણ મજા લઇ લો .

Photo courtesy- Google images
એક સાસુ-વહુનો રમુજી સંવાદ
એક આધુનિક વહું એની સાસુમાને શું કહે છે !
ના કરો સાસુમા, દીકરો દીકરો
હવે તો એ હસબંડ મારો છે ..!
જ્યારે પહેરતો હતો બાબા-શુટ
ત્યારે એ ગુડ્ડુ તમારો હતો
હવે તો પહેરે છે ત્રણ-પીસ શુટ
હવે તો એ ડાર્લિંગ મારો છે ..!
જ્યારે પીતો હતો બોટલમાં દૂધ
ત્યારે એ ગગો તમારો હતો
હવે તો પીએ છે ગ્લાસમાં જ્યુસ
હવે તો એ મિસ્ટર મારો છે ..!
જ્યારે લખતો હતો એ એ.બી.સી.
ત્યારે નાનકો એ તમારો હતો .
હવે તો કરે એસ.એમ.એસ.
હવે તો જાનું મારો છે
જ્યારે ખાતો’તો ચોકલેટ આઈસ્ક્રીમ ,
ત્યારે વાવલો તમારો તમારો હતો .
હવે તો ખાય છે પીઝા પાસ્તા
હવે તો હબી એ મારો છે
જ્યારે જતો તો સ્કુલ-હાઈસ્કુલ
ત્યારે એ બાબલો તમારો હતો
હવે તો જાય છે એ ઓફિસમાં
હવે તો ઓફિસર મારો છે
જ્યારે એ માગતો પોકેટ-મની
ત્યારે લાડલો તમારો હતો
હવે લાવે છે એ લાખો રૂપિયા
અત્યારે એ એ.ટી.એમ. મારું છે
માટે, ના કરો સાસુમા દીકરા દીકરા
હવે તો હસબંડ મારો છે … મારો છે !
( હિન્દીમાંથી ભાવાનુવાદ- વિનોદ પટેલ )
વાચકોના પ્રતિભાવ