વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 389 ) જીવન – જિંદગી વિશે પ્રેરક અવતરણો -મુક્તકો ( મારી નોધપોથીમાંથી )

આપણે હર પળ જે જીવી રહ્યા છીએ એનું નામ જીવન-જિંદગી. આ વિષય ઉપર ઘણું લખાયું છે અને વક્તાઓના મુખે ઘણું કહેવાયું પણ છે .

આજની પોસ્ટમાં મારી નોધપોથીમાં ટપકાવેલાં મને ગમી ગયેલાં નામી-અનામી લેખકોનાં જીવન-જિંદગી ઉપરનાં કેટલાંક વિચારવાં ગમે એવાં પ્રેરક અવતરણો -મુક્તકો પ્રસ્તુત કર્યાં છે .

જે અવતરણો/મુક્તકોના કર્તાનાં નામ જ્ઞાત છે એમનાં નામ સાભાર જણાવ્યાં છે ,  નામ નથી એ સૌ અજ્ઞાત લેખકોનો પણ આભારી છું .

આજની પોસ્ટના અનુંસંધાનમાં ,અગાઉ મારા ૭૮મા જન્મ દિવસની વિનોદ

વિહારની પોસ્ટ નંબર 379 માં જીવન અંગેના મારા મનોવિચાર રજુ કર્યાં છે

એને આ લીંક ઉપર ક્લિક કરીને વાંચી શકાશે .  

વિનોદ પટેલ

————————————-

જીવન – જિંદગી વિશેના નામી -અનામી લેખકોના

પ્રેરક અવતરણો -મુક્તકો  ( મારી નોધપોથીમાંથી )

ગમતાનો કરીએ ગુલાલ …

Whai is life -1

–“જીંદગી ઝિંદાદીલી કા નામ હૈ , મુર્દાદીલ ક્યા ખાક જીયા કરતે હૈ ?”

 

-“જિંદગીમાં હસો, હસાવી લ્યો,

બે ઘડી સ્નેહમાં વિતાવી લ્યો;

શી ખબર કાલ મળ્યા કે ન મળ્યા,

આજ ને પ્રેમથી વધાવી લ્યો.”

–જીવનને જો તમે ચાહતા હો તો સમય ગુમાવશો નહી,

કારણ કે જીવન સમયનું જ બનેલું છે.

— જીવનમાં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પહેલાં જ રબર ઘસાઈ જાય !

 

–હું કોણ છું ?  

પડાઘાતી એક શબ્દની અણબૂઝ વાત છુ,

ભણકાર કહી રહ્યા છે હજી હું હયાત છું..

ઇશ્વર નથી કે શબ્દથી જકડી શકો મને,

નીર્મોહી શૂન્ય છું, અને તે પણ અજાત છું…

 “શુન્ય

–કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો

કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો

થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું

નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો

-શેખાદમ આબુવાલા

 

— આપણી ઉંમરની પાછળ, આપણી હસ્તીની પાછળ કાળ ઊભો જ હોય છે,

પરંતુ આપણે તેને જોઈ શકતા નથી. (સંસ્કૃત શ્ર્લોક)

–પગમાં દોરી ગૂંચવાઈ હોય ત્યારે કૂદાકૂદ કરવાને બદલે શાંતિથી ઊભા

રહેવું જોઈએ. જીવનમાં પણ સમસ્યાઓ ઊભી થાય ત્યારે શાંતિ,

સમતા અને શ્રદ્ધાના આસન પર બેસતાં આવડે તો જ જલ્દી ઉકેલ મળે …

– રવીન્દ્રનાથ ટાગોર …

–“અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,

રુદનમાં વાસ્તવિકતા છે ને હસવામાં અભિનય છે.

– સૈફ પાલનપુરી

–“મારું સઘળું છે – માની જીવનને સ્વીકારીશ :

મારું કાંઇ જ નથી – માની મૃત્યુ માટે તૈયાર રહીશ. “

–જિંદગી મળવી એ નસીબ ની વાત છે,

મૃત્યુ મળવું એ સમય ની વાત છે,

પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું,

એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે…

કોઈ માણસ એમ કહે કે એણે કદી ભૂલ કરી નથી, તો ચોક્કસ

માનજો કે એણે જાતે કદી કોઈ કામ કર્યું નથી.- થોમસ હકસલી …

Life is an opportunity. Benefit from it!

Life is a beauty. Admire it!

Life is a dream. Realize it!

Life is a challenge. meet it!

Life is a duty. complete it!

Life is a game. Play it!

Life is a promise. fulfill it!

Life is a sorrow.overcome it!

Life is a song. sing it!

Life is a struggle. Accept it!

Life is tragedy. Confront it!

Life is an adventure. Dare it!

Life is a luck. Make it!

Life is life. Fight for it!

LIFE IS BEAUTIFUL. LIVE IT!!!

Always try to take extra care of 3 things in your life  

1. Trust  

2. Promise  

3. Relation  

Because they don’t make noise when they break. 

What is life -2

હાસ્યેન સમાપયેત- વિનોદી ટુચકા- જોક્સ

HA..HA,..HAA...

 ગાંધીજીની યાદ

 ગાંધીજીએ એક ગરીબ માણસને કોર્ટના કેસમાં બચાવ્યો.

 કેસ પત્યા પછી ગરીબ બોલ્યો ”બાપુ, જ્યારે તમે નહિ હો ત્યારે

અમારા જેવાને કોણ બચાવશે ?’

બાપુએ રહસ્યમય સ્મિત કરીને કહ્યું ”મારા ફોટાવાળી નોટો !”

6 responses to “( 389 ) જીવન – જિંદગી વિશે પ્રેરક અવતરણો -મુક્તકો ( મારી નોધપોથીમાંથી )

 1. P.K.Davda February 6, 2014 at 5:56 AM

  કેવી અજબ જેવી વાત છે ને? આપણી જીંદગી વિષે આપણને અન્ય લોકો કહે ત્યારે સમજ પડે કે જીંદગી કેવી હોવી જોઈએ. મોટા ભાગના કિસ્સાઓમાં જીંદગીનો અંત નજીક હોય ત્યારે જીંદગી કેવી હોવી જોઈતી હતી એ સમજાય છે.

 2. P.K.Davda February 5, 2014 at 2:39 AM

  તમારી પાસે તો ભંડાર છે. બસ આમ પીરસતા રહો.

 3. mdgandhi21, U.S.A. February 4, 2014 at 1:51 PM

  મુક્તકોના સંગ્રહનો બહુ સુંદર લેખ છે……સરસ……

 4. Ramesh Patel February 4, 2014 at 12:56 PM

  સરસ સરસ…એક જ પોષ્ટમાં વર્ષોનો નીચોડ મળી ગયો.

  જીંદગી જીંદાદિલીનું નામ છે

  સ્નેહ કરૂણાનું સંગમ સ્થાન છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 5. pragnaju February 4, 2014 at 12:25 PM

  સમાજ એ કૃત્રિમ ચહેરો છે. જ્યાં દરેક વ્યક્તિ પોતાનું સાચું ચારિત્ર્ય છુપાવે છે અને તે સંતાડવાના કારણે જ તે બહાર પડે છે.
  – એમર્સન
  એ તો ફક્ત છે મારા વિચારો કે હું નથી, થોડી વધારો મારી વ્યથાઓ કે હું નથી.
  – હરીન્દ્ર દવે
  પ્રાણીઓ પર કદીયે જુલમ ન કરવો. શોખ ખાતર શિકાર કરવો પણ ખોટું છે. એમ કરીશું તો, આપણે જીવનને સસ્તું ગણીએ
  આજ નું જ નામ છે જિંદગી..
  કહે છે ને કે જીવનભર શીખતા રહેવાનું નામ જ જીન્દગી.. આ જીન્દગી ખરેખર રોજેરોજ આપણને ઘણું બધું શીખવાડી જાય છે. ક્યારેક તે પાર વગરનું, કારણ…
  શું આનું જ નામ જિંદગી?
  હજારો ખુશીઓ થી ભરેલી જિંદગી માં એક સાચા હાસ્ય માટે સમય નથી… દિવસ-રાત દોડતી આ દુનિયામાં ગમતું જીવવા માટે સમય નથી… એક પછી એક સંબંધો…
  ક્યારેક હસાવે છે જિંદગી, તો ક્યારેક રડાવે છે જિંદગી.. દુઃખના કાંટાઓની સાથે સુખના પુષ્પો પણ ખીલવે છે આ જિંદગી. જેવી મળે તેવી પણ એકવાર જીવત..ઓ જિંદગી ! તને મેળવાય કેવી રીતે? બધું જ મેળવી ને તને મેળવી શકાય કે પછી બધું જ ગુમાવીને? તને મેળવવા માટે પૂરેપૂરું જીવવું પડે કે પછી મરવું પડે? ઓ જિંદગી ! મારી વ્હાલી ! અમને પ્રેમ થી ગળે લગાડ , અમને બચ્ચીઓ કર , અમારા માથા પર હાથ ફેરવ અને ધીરે થી અમારા સવાલો ના જવાબ આપ
  .એ જિંદગી – ઉશનસ્
  કવિ શ્રી ઉશનસ્ હવે આપણી વચ્ચે નથી રહ્યા. એમને યાદ
  આ તરફ ઉન્મત્ત ધ્વજ ફરકાવતું સરઘસ જતું;
  -ના તે નહીં,
  એ તરફથી ડાઘુજન ગમગીન ચહેરે આવતું;
  – તે યે નહીં.
  રસ્તા વિશે એ બે ય ધારા જ્યાં મળે,
  તે મેદની છે જિંદગી.

  ભરતી વિષે ઉભરાય ખાડી, ખાંજણો યે આકળી;
  -ના તે નહીં,
  ને ઓટમાં એ હાડપિંજરની ગણી લો પાંસળી યે પાંસળી,
  – તે યે નહીં
  ઓટ ને ભરતી ઉભય સંધાય જે ક્ષણ;
  તે સમુંદર જિંદગી.

  ફૂલના જેવું વસંતલ સ્મિત ખીલે જે શૈશવે;
  -ના તે નહીં,
  ને અષાઢી મેઘ જેવી આંખડી સંતત રુવે,
  – તે યે નહીં..
  હર આહ કૈં મલકી જતી, હર સ્મિત ભરતું ડૂસકું
  તે સંધિક્ષણ છે જિંદગી.

  • Vinod Patel February 4, 2014 at 2:08 PM

   વાહ , બહું સરસ , પ્રજ્ઞાબેન , આપનો આભાર

   આપનો આ પ્રતિભાવ પોસ્ટની ઉપયોગીતામાં વૃદ્ધિ કરે છે .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: