વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ફેબ્રુવારી 4, 2014

( 390 ) વસંત પંચમી — ઋતુરાજ વસંતનાં વધામણાં

Vasant aaviઆજે ૪થી ફેબ્રુઆરી ૨૦૧૪ એ વસંતને વધાવતો અલબેલો વસંતપંચમીનો દિવસ છે.આજે વસંત પંચમી એ વસંત ઋતુના આગમનનું શુભમુહુર્ત છે.

જેમ માણસો એમનો ઉત્સવ ઉજવે છે એમ પ્રકૃતિ પણ તેનો ઉત્સવ ઊજવે છે અને તે ઉત્સવના વધામણાં આપતો મહા સુદ પાંચમનો દિવસ એટલે વસંત પંચમી.

વસંત પંચમીના દિવસને ધાર્મિક દ્રષ્‍ટિએ ખૂબજ શુભ માનવામાં આવે છે અને આ દિવસને વણજોયુ મુહુર્ત માનીને વિવિધ ધાર્મિક કાર્યો કરવામાં આવે છે.

 જેમ યૌવનએ જીવનની વસંત છે  તો વસંત એ પ્રકૃતિનું યૌવન છે  .

  ચોમેર ખીલી ઉઠેલ ફુલો એ બીજું કાંઇ નથી પણ વસંતનાં પગલાં થયાં છે એનો સંદેશ છે .

વસંતઋતુમાં કોયલનું મધુર કુંજન મનને આનંદવિભોર બનાવે છે.

આપણા મહાન કવિ સ્વ. શ્રી ઉમાશંકર જોશી એ વસંત પંચમીને આ શબ્દોમાં વધાવી છે .

વસંત પંચમી

કોકિલ, પંચમ બોલ બોલો કે પંચમી આવી વસંતની.

દખ્ખણના વાયરાનાં આ શાં અડપલાં !

ઊઘડ્યાં લતાઓનાં યૌવનનાં સપનાં,

લાગ્યો જ્યાં એક વાયુઝોલો – કે પંચમી આવી વસંતની.

મંજરી, મત્ત થઈ ડોલો કે પંચમી આવી વસંતની.

આંબે આંબે હસે રસની કટોરીઓ,

ગાતા ભમતા ભૃંગ પ્રેમ તણી હોરીઓ.

આછો મકરંદ મંદ ઢોળો કે પંચમી આવી વસંતની.

આતમ, અંતરપટ ખોલો કે પંચમી આવી વસંતની.

ચેતના આ આવી ખખડાવે છે બારણાં,

હેતે વધાવી એને લો રે ઓવારણાં.

ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો ! કે પંચમી આવી વસંતની.

– ઉમાશંકર જોશી

વસંત પંચમી એ ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યની આધ્યાત્મિક જન્મ તારીખ

-Spiritual Birth Date પણ છે .

જય ગાયત્રી . જય ગુરુદેવ .

સૌ વાચકોને વસંત પંચમીના અભિનંદન અને શુભેચ્છાઓ .

આપના જીવન અને જીવનની પાનખરમાં પણ વસંત જેવો નિસર્ગનો  છલકાતો વૈભવ પ્રગટી રહો .

Saraswati -Vasantpanchmi

 

વસંત પંચમી એટલે વિદ્યાની દેવી સરસ્વતીમાની કૃપા મેળવવાનો ઉત્તમદિવસ છે .

પ્રજ્ઞાપ્રારમીતા મા શારદાના ગુણગાન કરી એને પૂજવાનો દિવસ છે  .

 ખુબ ગમતા ભૈરવી રાગમાં ફિલ્મ આલાપનું મા સરસ્વતીનું  સુંદર સૂર અને સંગીત

મઢેલ મને બહુ ગમતી સ્તુતિ નીચેના વિડીયોમાં માણો .

Singers : Lata Mangeshkar – Yesudas -Dilraj Kaur

Alaap – Mata Saraswati Sharda Vidyadani