વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 390 ) વસંત પંચમી — ઋતુરાજ વસંતનાં વધામણાં

Vasant aaviઆજે ૪થી ફેબ્રુઆરી ૨૦૧૪ એ વસંતને વધાવતો અલબેલો વસંતપંચમીનો દિવસ છે.આજે વસંત પંચમી એ વસંત ઋતુના આગમનનું શુભમુહુર્ત છે.

જેમ માણસો એમનો ઉત્સવ ઉજવે છે એમ પ્રકૃતિ પણ તેનો ઉત્સવ ઊજવે છે અને તે ઉત્સવના વધામણાં આપતો મહા સુદ પાંચમનો દિવસ એટલે વસંત પંચમી.

વસંત પંચમીના દિવસને ધાર્મિક દ્રષ્‍ટિએ ખૂબજ શુભ માનવામાં આવે છે અને આ દિવસને વણજોયુ મુહુર્ત માનીને વિવિધ ધાર્મિક કાર્યો કરવામાં આવે છે.

 જેમ યૌવનએ જીવનની વસંત છે  તો વસંત એ પ્રકૃતિનું યૌવન છે  .

  ચોમેર ખીલી ઉઠેલ ફુલો એ બીજું કાંઇ નથી પણ વસંતનાં પગલાં થયાં છે એનો સંદેશ છે .

વસંતઋતુમાં કોયલનું મધુર કુંજન મનને આનંદવિભોર બનાવે છે.

આપણા મહાન કવિ સ્વ. શ્રી ઉમાશંકર જોશી એ વસંત પંચમીને આ શબ્દોમાં વધાવી છે .

વસંત પંચમી

કોકિલ, પંચમ બોલ બોલો કે પંચમી આવી વસંતની.

દખ્ખણના વાયરાનાં આ શાં અડપલાં !

ઊઘડ્યાં લતાઓનાં યૌવનનાં સપનાં,

લાગ્યો જ્યાં એક વાયુઝોલો – કે પંચમી આવી વસંતની.

મંજરી, મત્ત થઈ ડોલો કે પંચમી આવી વસંતની.

આંબે આંબે હસે રસની કટોરીઓ,

ગાતા ભમતા ભૃંગ પ્રેમ તણી હોરીઓ.

આછો મકરંદ મંદ ઢોળો કે પંચમી આવી વસંતની.

આતમ, અંતરપટ ખોલો કે પંચમી આવી વસંતની.

ચેતના આ આવી ખખડાવે છે બારણાં,

હેતે વધાવી એને લો રે ઓવારણાં.

ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો ! કે પંચમી આવી વસંતની.

– ઉમાશંકર જોશી

વસંત પંચમી એ ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યની આધ્યાત્મિક જન્મ તારીખ

-Spiritual Birth Date પણ છે .

જય ગાયત્રી . જય ગુરુદેવ .

સૌ વાચકોને વસંત પંચમીના અભિનંદન અને શુભેચ્છાઓ .

આપના જીવન અને જીવનની પાનખરમાં પણ વસંત જેવો નિસર્ગનો  છલકાતો વૈભવ પ્રગટી રહો .

Saraswati -Vasantpanchmi

 

વસંત પંચમી એટલે વિદ્યાની દેવી સરસ્વતીમાની કૃપા મેળવવાનો ઉત્તમદિવસ છે .

પ્રજ્ઞાપ્રારમીતા મા શારદાના ગુણગાન કરી એને પૂજવાનો દિવસ છે  .

 ખુબ ગમતા ભૈરવી રાગમાં ફિલ્મ આલાપનું મા સરસ્વતીનું  સુંદર સૂર અને સંગીત

મઢેલ મને બહુ ગમતી સ્તુતિ નીચેના વિડીયોમાં માણો .

Singers : Lata Mangeshkar – Yesudas -Dilraj Kaur

Alaap – Mata Saraswati Sharda Vidyadani

2 responses to “( 390 ) વસંત પંચમી — ઋતુરાજ વસંતનાં વધામણાં

 1. pragnaju ફેબ્રુવારી 6, 2014 પર 12:18 એ એમ (AM)

  અમે તો
  છૂપાવીને તમારી યાદનો મકરંદ રાખીશું
  હૃદયના પુષ્પમાં એને સદા અકબંધ રાખીશું
  અમારી બારી બહાર જોયું તો સ્નો જ સ્નો છતા નીકળી પડ્યા રખડવા! ક્યાંક વાયોલૅટ પુષ્પના દર્શન થાય!વાયોલેટ એ પાશ્ચાત્ય દેશોમાં વસંત બેસે અને શિયાળો પૂરો થવાનો હોય એ સંધિકાળ દરમિયાન ખીલતું પુષ્પ છે. એ ખીલે છે ત્યારે પવનના ઠંડા સૂસવાટાઓનો એણે સામનો કરવો પડે છે.
  યાદ આવ્યા પૂ સ્વામી વિવેકાનંદજી.તેમનો કાવ્ય સંગ્રહ ‘ઈશ્વરની તલાશમાં’ અને તેમાનું અમારા આજના મૌસમમા પ્રગટ થયેલ કાવ્ય અને ડૉ વિવેકનો મંદ મંદ આક્રંદ કરતો અનુવાદ
  તારી શય્યા હિમથકી ઠરેલી ભલે હોય, વાયુ
  ઠારી દેતો તુજ વસન હો, ને ભલે પંથ તારે
  ના કો ભેરૂ દિલ બહલવા, આભ આખું ઝળુંબે
  છો ને માથે – ગમગીની સમાં વાદળાંથી છવાયું !
  વાયોલેટને વાર હશે પણ યાદ કરી

  તેમની અનુભૂતિ કદાચ આવી હોય-

  પ્રભુના પક્ષે આવી અદ્ભુત કમાલ છે, કિંતુ આપણા પક્ષે ખૂબ શરમજનક કરુણા છે. જીવનમાં સર્જાતી ઘટનાઓ સમયે આપણે કમળ જેવા નથી બનતા, પરંતુ બની જઈએ છીએ ‘વાયોલેટ’ નામની વનસ્પતિ જેવા. ‘વાયોલેટ’ની વિલક્ષણતા એ છે કે એના પર પાણીના માત્ર એકાદ બિંદુનો પણ છંટકાવ થાય કે તુર્ત જ એ બુંદનો ડાઘ આ વનસ્પતિ પર અંક્તિ થઈ જાય. એવો જડબેસલાખ એ ડાઘ હોય છે કે કોઈ પણ ઉપાયે એ નાબૂદ ન થાય. યાવજ્જીવ એ ડાઘ એના પર પૂરેપૂરો સાબૂત રહે. આપણે ય મહદઅંશે આ ‘વાયોલેટ’ જેવા બની જઈને ઘટનાઓની અસરથી પૂરેપૂરા ઘેરાઈ જઈએ છીએ. અરે ! ક્યારેક તો એવી નાની નાની ઘટનાઓથી ઘેરાઈને રજનું ગજ કરી બેસીએ છીએ કે જેમાં સરવાળે માત્ર ને માત્ર પારાવાર નુકસાની જ આવે. કરવી છે આની પ્રતીતિ ?

  Like

 2. Ramesh Patel ફેબ્રુવારી 12, 2014 પર 12:38 પી એમ(PM)

  વાસંતી મઘમઘતા…ખૂબ જ સરસ.

  રમેશભાઈ પટેલ(આકાશદીપ)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: