આ બ્લોગની કોલમમાં જેનો લોગો મુક્યો છે એ ગરવી ગુજરાતી ભાષાના જાણીતા અને માનીતા બ્લોગ
વેબ ગુર્જરીની તારીખ 5મી જુલાઈ 2013ની પોસ્ટમાં એની બ્લોગ ભ્રમણની વાટે શ્રેણીની આ લીંક ઉપર
મૌલીકાબેન દેરાસરીએ ત્રણ બ્લોગ નમ્બર 36,37 અને 38 નો આ બ્લોગોનો વિશદ અભ્યાસ
કર્યા પછી એમની આગવી રસિક શૈલીમાં પરિચય કરાવ્યો છે .
આમાં બ્લોગ નંબર ૩૭માં વિનોદ વિહારનો પરિચય છે એને વેબ ગુર્જરી અને મૌલીકાબેનના આભાર
સાથે આજની પોસ્ટમાં નીચે પ્રસ્તુત છે .
એમના બ્લોગમાં પણ કેવી રીતે વર્ણવે છે , એને નીચે વાંચશો .
વિનોદ પટેલ
_______________________
વેબ ગુર્જરી …બ્લોગ ભ્રમણની વાટે …..37.. વિનોદ વિહાર …. મૌલીકાબેન દેરાસરી

- મૌલિકા દેરાસરી
ચાલો હવે મારી સાથે ગુજરાતી ગદ્ય અને પદ્યસર્જનની ઑનલાઈન આનંદ યાત્રાએ…
મને શું શું ગમે ? આ પ્રશ્નના જવાબમાં તો આપણે મોઓઓ..ટ્ટુ લિસ્ટ બનાવીએ એમ છે..!!
પણ અત્યારે તો એ જોઈએ કે આ બ્લૉગ-ભ્રાતા શું કહે છે.
તેઓ કહે છે કે,
એક સૂરજ થવાનાં નથી મને કોઈ શમણાં..
માટીના મારા કોડિયામાં તેલ-વાટ પેટાવી
અંધારાં ઉલેચતો ઘરદીવડો થવાનું મને ગમે.
સાહિત્યસાગરમાં ઊંડેથી મોતીઓ ખોજીને
મનગમતાં મોતીઓનો ગુલાલ ઉડાડીને
આનંદથી ઝૂમતા હોળૈયા થવાનું મને ગમે…
બોલો હવે… આ હોળૈયાના રંગે રંગાવું આપણનેય ગમે કે નહીં?
સપ્ટેમ્બર-૨૦૧૧થી આ બ્લૉગ પર એમણે ખોજેલાં મોતી પથરાયેલાં છે ઠેર ઠેર…
બોધકથા વાંચો કે પ્રેરણાદાયી લેખોનાં પત્તાંઓ ફેરવો.
ચિંતનલેખો વાંચીને મનન કરવા માંગતા હો તોય અહીં મોકળાશ મળશે.
‘હાસ્ય યાત્રા’માં હાસ્ય-કટાક્ષ રચનાઓ વાંચી ફેફસાંઓને કાર્યક્ષમ બનાવો.
વાર્તાઓમાં રસ છે તો એનો આસ્વાદ કરો કે પછી મનસ્પર્શી સુવાક્યોને આંખો દ્વારા હૃદય સુધી પહોંચાડો.
જેમ કે મને સ્પર્શી ગયેલું આ વાક્યઃ
“જિદગીમાં એવું કશું જ મુશ્કેલ નથી હોતું જે આપણે વિચારવાની હિંમત ના કરી શકીએ. હકીકતમાં આપણે કશુંક જુદું જ કરવાનું વિચારવાની હિંમત નથી કરી શકતા.”
તો ચાલો આજે જ તક છે કંઈક જુદું જ વિચારીને એને અમલમાં મૂકવાની હિંમત કેળવવાની.
અહીં સ્વરચિત રચનાગાર તો છે જ અને સાથે સાથે કોઈ ગમી ગયેલા લેખોને પણ
વાચકો સાથે વહેંચ્યા છે.

અમેરિકામાં ગઈ ૨૨મી નવેમ્બરનો દિવસ થેન્ક્સ ગિવિંગ દિવસ અર્થાત આભાર પ્રગટ દિવસ તરીકે ઉજવાયો. એ દિવસ વિષે લખતાં એમણે જણાવ્યું છે કે, આ દિવસે વ્યક્તિઓનો આભાર તો માનીએ પણ પરમાત્માએ આપણને આપેલ અગણિત ભેટો માટે એનો આદરથી આભાર માનવામાંથી આપણે ચૂક્યા તો નથી ને?
આ થેન્ક્સ ગિવિંગ દિવસની ભાવનાઓને અનુરૂપ એમણે એક અંગ્રેજી લેખનો ભાવાનુવાદ કરેલ છે, જે વિચારવા અને અમલમાં પણ મૂકવા લાયક છે
એમાંથી એક ઝલકઃ
“પ્રભુનો આભાર માનો કે તમારામાં હજુ કેટલીક મર્યાદાઓ રહી ગઈ છે, કેમ કે આવી મર્યાદાઓ જ તમને તમારી જાતમાં જરૂરી સુધારો કરવાની તકો પૂરી પાડે છે.”
વિચારમાં પડી જવાયું ને?
‘એક પરિચય’ વિભાગમાં એમણે કૅપ્ટન નરેન્દ્રભાઈ ફણસે ( જિપ્સી ), ડૉ. ચંદ્રવદનભાઈ મિસ્ત્રી, પી.કે.દાવડા, પ્રવીણ શાસ્ત્રી, ચીમન પટેલ ‘ચમન’ વ.નો અંગત રીતે લાગણી સભર પરિચય કરાવ્યો છે. જે વાંચીને આપણે એ વ્યક્તિથી અજ્ઞાત હોઈએ તોય વ્યક્તિ પોતીકી લાગે.
આ બ્લૉગ રચયિતાના નામની ઓળખાણ છે, વિનોદભાઈ રેવાભાઈ પટેલ, જેમનું મૂળ વતન મહેસાણાના કડી તાલુકાનું ડાન્ગરવા ગામ છે અને હાલ તેઓ નિવાસી છે સાન ડિયાગો, કેલીફોર્નિયાના.
ભારતમાં તેઓ હાઈસ્કૂલમાં હતાં ત્યારથી જ તેમને ગુજરાતી સાહિત્યમાં રસ અને ગુજરાતી વાચન અને લેખનનો શોખ હતો જે એમને જીવનસંધ્યાના સોનેરી દિવસોમાં સમય સારી રીતે પસાર કરવામાં બહુ કામ લાગી રહ્યો છે.
અમદાવાદના ધરતી માસિકમાં અને ન્યુયોર્કથી પ્રગટ થતા વિકલી ગુજરાત ટાઇમ્સમાં અને અન્યત્ર પણ એમનાં લેખો, કાવ્યો ઘણાં વર્ષોથી પ્રકાશિત થાય છે.
આ ઉપરાંત કોઈ જગ્યાએ હજુ મોકલાઈ ન હોય એવી પુષ્કળ હસ્તલિખિત સ્વરચિત સામગ્રી અને મનગમતાં સુવાક્યો, અવતરણો વગેરેથી એમની નોટબૂકો ભરેલી પડી છે.
એટલે આપણેય આશા રાખીએ કે એમની પાસેથી હજુ આપણને પુષ્કળ જાણવાનું મળતું રહેશે.
‘વિનોદ વિહાર’ એમના બ્લૉગનું નામ છે જેનો અર્થ થાય છેઃ ‘A Pleasure trip’.
તો વિનોદભાઈની ‘વિનોદયાત્રા’માં સહભાગી થવા માટે કદમ બઢાવીએ …… ǁ૩૭ǁ
વિનોદભાઈની જ એક ખૂબસૂરત વાત સાથે…
“સુખનાં ગુલાબો હંમેશાં મુસીબતોના કાંટાઓ વચ્ચે જ ખીલતાં હોય છે. કાંટાઓથી ગભરાયા વગર ગુલાબની સુંદરતા અને સુગંધને માણતા રહો અને આનંદપૂર્વક જીવનના રાહમાં આગળ ધપતા રહો.”
( આ આખો લેખ અહીં ક્લિક કરીને વાંચો )
________________________________________
આ પોસ્ટનું સમાપન કરતાં મનમાં સ્ફુરેલ એક મારી તાજી જ રચના

હું એક પતંગિયું !
એક રંગ બેરંગી મન રંગી ઉડતું પતગીયું છું હું
પાંખોમાં મેઘ ધનુષ્યના રંગો લઈને ઉડું છું હું
ભર્યા બાગ જંગલોમાં મુક્ત વિહાર કરું છું હું
સુંદર ફૂલો ઉપર બેસી રોજ રસપાન કરું છું હું
રસિકજનોને પ્રેમથી એ રસ પીરસી આનંદુ છું હું
વિનોદ વિહારની મારી યાત્રાને ગમતી કરું છું હું !
વિનોદ પટેલ

મિત્રો ,
વિનોદ વિહારમાં પોસ્ટ થયેલા આજસુધીના લેખોની અનુક્રમણિકાની
આપને ગમતો લેખ વાંચો .
આપનો આભાર ..
Like this:
Like Loading...
Related
Vinodbhai,
I read your post….and with the Links provided i visited the Blog of >>>
મૌલિકા દેરાસરી
I was
મૌલિકા દેરાસરી
I was so happy to be there.
I was happy reading her thoughts on her Blog.
Thanks for giving the Link to her Blog.
DR.CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Inviting alll to Chandrapukar.
I am out of the State in South Carolina…difficulty@ logging to Internet !
LikeLike
માનનીય શ્રી વિનોદભાઈ, મૌલિકા બહેને આપને માટે અને વિનોદ વિહાર માટે જે જે કહ્યું તે સંપૂર્ણ સાચું જ છે. મારી ભાવના જ એમના વ્યવસ્થીત શબ્દોએ વ્યક્ત કરી છે. આપ મૌલિક સર્જક તો છો જ અને એક ઉદાર સ્નેહાળ સંપાદક પણ છો. આ વાત મેં વારંવાર કહી છે અને હજુ પણ કહેતો રહીશ. આપને અને મૌલિકાબેનને અભિનંદન.
LikeLike
અમારા જ્ઞાનની મર્યાદા જાણી બ્લોગનો વિચાર દિકરા-દિકરી લખાણ માટે કર્યો . કાવ્યો કે સારા લેખ વાંચી- ઘરમા થતી વાતોમા અમારા વિચારો ઉમેરી ટીપ્પણીમા મૂકીએ.એ રીતે અમારા મગજને સારા વિચારમા રાખતા શારીરિક સુધારો પણ લાગ્યો! સ્નેહી/કુટુંબી જનો અને સ્નેહી જનોમાંથી ઘણા ખરા વિદાય થયા અને લખવાનું બંધ કરતા કરતા હજુ ચાલુ રહ્યું તે આ શ્રી વિનોદભાઇ જેવા મિત્રો ની પ્રેરણાથી…
બ્લોગ જગતમાં અમુક લોકો સાથે નિરંતર રહેવું પડે છે. તો એ લોકોને વિશે અમુક અભિપ્રાય બંધાય છે. પણ આ રીતે કોઈ વ્યક્તિને માપવી ન જોઈએ. દરેક વ્યક્તિ પ્રત્યે આપણું આદરયુક્ત અળગાપણું હોવું જોઈએ; એક જાતનો અ-પરિચય હોવો જોઈએએ જ રીતે પરસ્પરનો પ્રેમ જાળવી રાખવા માટે, નિકટ રહેવા છતાં એક જાતનું અળગાપણું કાયમ રાખવું જોઈએ.
અમે પૂર્વમા અને મા.શ્રી વિનોદભાઇ પશ્ચિમમા..બન્ને બાયો- ટેકનીકના હબ !
ખૂબ મહેનત કરી પ્રેરણાદાયી સાહીત્યના સંકલન કરે અને તેના પર પોતાના પ્રેરણાદાયી લખવાનું સતત કામ કરે અને અમારા જેવા ઘણા તેમાંથી પ્રેરણા પામે…
પ્રભ તેમને શારિરિક,માનસિક અને આધ્યાત્મિક સ્વસ્થતા બક્ષે તેવી પ્રાર્થના સહ્
LikeLike
Ek dipthi anek dip prgte che aa duniyani hakikat che
LikeLike
Aa to tana vana che. ek dhaga sukha 100 dhge dhukhche. Pan aaj na yug sudhi avel ane shnto ke mahatmaona lidhe aa jivnane ras pan thay che.
LikeLike
movlika bene tamara maate ghanu saarulakhyu kahevaay
LikeLike