વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ફેબ્રુવારી 11, 2014

( 395 ) NRI એટલે શું ? – ડૉ. ગુણવંત શાહ / અમેરિકા જઈને કરશો શું ? -ગુરુવાણી – વિશ્વામિત્ર

 

સુરત નિવાસી વડીલ મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરએ ગુજરાતી સાહિત્યના જાણીતા લેખક અને વિચારક ડૉ .ગુણવંત શાહ લિખિત  “ NRI એટલે શું ?” એ નામનો ટૂંકો પણ વિચારવા જેવો લેખ ઈ-મેઈલ દ્વારા મોકલી આપ્યો છે . 

આ લેખ ગમી જતાં એને એમના અને લેખકના આભાર સાથે આજની પોસ્ટમાં નીચે મુકેલ છે . 

અમેરિકા અને એન.આર.આઈ. ના જ વિષયમાં એક બીજો  સંબંધિત લેખ- “અમેરિકા જઈને કરશો શું ? – ગુરુવાણી – વિશ્વામિત્ર ” પણ સંદેશ.કોમના સૌજન્યથી નીચે આપ્યો છે એ પણ વાચવા જેવો છે . 

આ લેખમાં વગર વિચારે અમેરિકા ધસી આવવામાં શું જોખમો છે એની ચર્ચા કરવામાં આવી છે  

આશા છે આપને આ બન્ને લેખો વાંચવા અને વિચારવા ગમશે .  

આ વિષયમાં આપના વિચારો પ્રતિભાવ પેટીમાં જણાવવા આમંત્રણ છે . 

વિનોદ પટેલ

—————————————-

 “NRI એટલે શું ?” લેખક- ડૉ. ગુણવંત શાહ

NRI-2NRI એટલે શું ? એન આર આઈ એટલે એવો મનુષ્ય , જે સાવ સહજ રીતે ઈન્ડિયા ભણી વળે .   

એનઆરઆઈ મીત્રો ત્રણ પ્રકારના જોવા મળે છે. પ્રથમ પ્રકારના મીત્રોને કાનમાં કહેવું પડે : તમે ભારત છોડ્યું એથી દેશને જરા પણ ખોટ પડી નથી અને અમેરીકાને કોઈ લાભ થયો નથી.

બીજા પ્રકારના મીત્રોને કહેવાનું મન થાય : તમે અમેરીકા ગયા અને સુખી થયા; પરંતુ વી મીસ યુ.

ત્રીજા પરકારના મીત્રોને પૉઈન્ટ બ્લૅન્ક રેન્જથી તાકેલી બંદુકની માફક પુછવું પડે : અરે યાર ! તમે અમેરીકા ના ગયા હોત અને અમારી સાથે રહ્યા હોત તો દેશને કેટલો લાભ થાત ! બોલો, કાયમને માટે ક્યારે પાછા આવો છો ?………………………………….>  

આ આખો લેખ પી.ડી.એફ. ફાઈલની નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચો .

 “NRI એટલે શું ?” લેખક- ડૉ. ગુણવંત શાહ 

————————————-

અમેરિકા જઈને કરશો શું ગુરુવાણી – વિશ્વામિત્ર 

 

NRI-1ભારતમાં રહેતા કેટલાક માણસો એવું સમજે છે કે અમેરિકામાં સ્વર્ગનું સુખ છે, આનંદ જ આનંદ છે અને વૃક્ષો પર ડોલરનાં ફૂલ ઊગે છે જે તોડી તોડીને આપણે બેન્કમાં જમા કરાવતા રહેવાનું છે ! ઘરબાર વેચીને, દેવું કરીને માણસો અહીં ધસી આવે છે અને પછી પેટ ભરીને પસ્તાય છે.

જે ખુશનસીબ માણસો પાસે ભારતમાં સરકારી નોકરી છે, સાંઠ સિત્તેર હજારનો પગાર દર મહિને ખીસામાં મૂકવાનો છે, ઓફિસે મોડા પહોંચવાની અને ઓફિસમાંથી વહેલા ભાગી છૂટવાની સાહ્યબી છે, એમણે ભલા, પોતાનું રજવાડું છોડીને અમેરિકા શા માટે આવવું જોઈએ  

સ્વજનો અમેરિકા સ્થાયી થયેલા હોવાથી અને એમને કારણે ગ્રીનકાર્ડ મળી ગયું હોવાને લીધે પોતાના પરિવાર સાથે અમેરિકા ધસી આવવામાં ભરપૂર જોખમો છે. 

આ આખો લેખ નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચો.  

અમેરિકા જઈને કરશો શું ?  ગુરુવાણી – વિશ્વામિત્ર  

——————————————————– 

હાસ્યેન સમાપયેત- વિનોદી ટુચકા- થોડી રમુજ

 HA ...HA....HA....

કોલમ્બસ જો પરણેલો હોત……. 

કોલમ્બસ જો પરણેલો હોત તો એ અમેરિકાની શોધ કદી ન કરી શક્યો હોત ….. 

એનું શું કારણ ….? 

જો એ પરણેલો હોત તો એને પત્નીના આવા બધા પ્રશ્નોનો  સામનો કરવો પડ્યો હોત ! 

૧. ક્યાં જવાનું છે ? 

૨.શા માટે જાઓ છો ? 

૩. તમારી સાથે કોણ છે ? કોની સાથે જાઓ છો ? 

૪.હું પણ તમારી સાથે આવીશ . 

૫.પાછાં ક્યારે આવવાના છો ? 

૬.જવાની શું જરૂર , ઘેર બેઠાં પણ તમે એ કરી શકો . 

૭.મારી મમ્મી પણ તમારી સાથે આવશે . 

૮. પાછા આવતાં મારા માટે શું લાવશો ? 

૯.પાછા આવો ત્યારે શાકભાજી લાવવાનું ન ભૂલતા . 

૧૦.પહોંચીને તરત જ ફોન કરજો . 

૧૧.તમે એકલાએ જ શું શોધ કરવાનો ઠેકો લીધો છે ! બીજું કોઈ શોધ કરે એમ નથી ? 

૧૨. ખાઈને જવું છે કે પછી આવીને ખાવાના છો ?   

આવી બધી પત્નીઓની સામાન્ય ખાસિયતોથી વાજ આવીને

કોલંબસે જવાનું જ માંડી વાળ્યું હોત ! 

અમેરિકા શોધાયો જ ન હોત તો આપણે બધા N.R.I. લોકોનું શું થાત !

 

( હિન્દીમાંથી ગુજરાતીમાં ભાવાનુવાદ- વિનોદ પટેલ, ) 

 આભાર- સૌ. પ્રજ્ઞા વ્યાસ ઈ-મેલ .

Namaste !