વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 395 ) NRI એટલે શું ? – ડૉ. ગુણવંત શાહ / અમેરિકા જઈને કરશો શું ? -ગુરુવાણી – વિશ્વામિત્ર

 

સુરત નિવાસી વડીલ મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરએ ગુજરાતી સાહિત્યના જાણીતા લેખક અને વિચારક ડૉ .ગુણવંત શાહ લિખિત  “ NRI એટલે શું ?” એ નામનો ટૂંકો પણ વિચારવા જેવો લેખ ઈ-મેઈલ દ્વારા મોકલી આપ્યો છે . 

આ લેખ ગમી જતાં એને એમના અને લેખકના આભાર સાથે આજની પોસ્ટમાં નીચે મુકેલ છે . 

અમેરિકા અને એન.આર.આઈ. ના જ વિષયમાં એક બીજો  સંબંધિત લેખ- “અમેરિકા જઈને કરશો શું ? – ગુરુવાણી – વિશ્વામિત્ર ” પણ સંદેશ.કોમના સૌજન્યથી નીચે આપ્યો છે એ પણ વાચવા જેવો છે . 

આ લેખમાં વગર વિચારે અમેરિકા ધસી આવવામાં શું જોખમો છે એની ચર્ચા કરવામાં આવી છે  

આશા છે આપને આ બન્ને લેખો વાંચવા અને વિચારવા ગમશે .  

આ વિષયમાં આપના વિચારો પ્રતિભાવ પેટીમાં જણાવવા આમંત્રણ છે . 

વિનોદ પટેલ

—————————————-

 “NRI એટલે શું ?” લેખક- ડૉ. ગુણવંત શાહ

NRI-2NRI એટલે શું ? એન આર આઈ એટલે એવો મનુષ્ય , જે સાવ સહજ રીતે ઈન્ડિયા ભણી વળે .   

એનઆરઆઈ મીત્રો ત્રણ પ્રકારના જોવા મળે છે. પ્રથમ પ્રકારના મીત્રોને કાનમાં કહેવું પડે : તમે ભારત છોડ્યું એથી દેશને જરા પણ ખોટ પડી નથી અને અમેરીકાને કોઈ લાભ થયો નથી.

બીજા પ્રકારના મીત્રોને કહેવાનું મન થાય : તમે અમેરીકા ગયા અને સુખી થયા; પરંતુ વી મીસ યુ.

ત્રીજા પરકારના મીત્રોને પૉઈન્ટ બ્લૅન્ક રેન્જથી તાકેલી બંદુકની માફક પુછવું પડે : અરે યાર ! તમે અમેરીકા ના ગયા હોત અને અમારી સાથે રહ્યા હોત તો દેશને કેટલો લાભ થાત ! બોલો, કાયમને માટે ક્યારે પાછા આવો છો ?………………………………….>  

આ આખો લેખ પી.ડી.એફ. ફાઈલની નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચો .

 “NRI એટલે શું ?” લેખક- ડૉ. ગુણવંત શાહ 

————————————-

અમેરિકા જઈને કરશો શું ગુરુવાણી – વિશ્વામિત્ર 

 

NRI-1ભારતમાં રહેતા કેટલાક માણસો એવું સમજે છે કે અમેરિકામાં સ્વર્ગનું સુખ છે, આનંદ જ આનંદ છે અને વૃક્ષો પર ડોલરનાં ફૂલ ઊગે છે જે તોડી તોડીને આપણે બેન્કમાં જમા કરાવતા રહેવાનું છે ! ઘરબાર વેચીને, દેવું કરીને માણસો અહીં ધસી આવે છે અને પછી પેટ ભરીને પસ્તાય છે.

જે ખુશનસીબ માણસો પાસે ભારતમાં સરકારી નોકરી છે, સાંઠ સિત્તેર હજારનો પગાર દર મહિને ખીસામાં મૂકવાનો છે, ઓફિસે મોડા પહોંચવાની અને ઓફિસમાંથી વહેલા ભાગી છૂટવાની સાહ્યબી છે, એમણે ભલા, પોતાનું રજવાડું છોડીને અમેરિકા શા માટે આવવું જોઈએ  

સ્વજનો અમેરિકા સ્થાયી થયેલા હોવાથી અને એમને કારણે ગ્રીનકાર્ડ મળી ગયું હોવાને લીધે પોતાના પરિવાર સાથે અમેરિકા ધસી આવવામાં ભરપૂર જોખમો છે. 

આ આખો લેખ નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચો.  

અમેરિકા જઈને કરશો શું ?  ગુરુવાણી – વિશ્વામિત્ર  

——————————————————– 

હાસ્યેન સમાપયેત- વિનોદી ટુચકા- થોડી રમુજ

 HA ...HA....HA....

કોલમ્બસ જો પરણેલો હોત……. 

કોલમ્બસ જો પરણેલો હોત તો એ અમેરિકાની શોધ કદી ન કરી શક્યો હોત ….. 

એનું શું કારણ ….? 

જો એ પરણેલો હોત તો એને પત્નીના આવા બધા પ્રશ્નોનો  સામનો કરવો પડ્યો હોત ! 

૧. ક્યાં જવાનું છે ? 

૨.શા માટે જાઓ છો ? 

૩. તમારી સાથે કોણ છે ? કોની સાથે જાઓ છો ? 

૪.હું પણ તમારી સાથે આવીશ . 

૫.પાછાં ક્યારે આવવાના છો ? 

૬.જવાની શું જરૂર , ઘેર બેઠાં પણ તમે એ કરી શકો . 

૭.મારી મમ્મી પણ તમારી સાથે આવશે . 

૮. પાછા આવતાં મારા માટે શું લાવશો ? 

૯.પાછા આવો ત્યારે શાકભાજી લાવવાનું ન ભૂલતા . 

૧૦.પહોંચીને તરત જ ફોન કરજો . 

૧૧.તમે એકલાએ જ શું શોધ કરવાનો ઠેકો લીધો છે ! બીજું કોઈ શોધ કરે એમ નથી ? 

૧૨. ખાઈને જવું છે કે પછી આવીને ખાવાના છો ?   

આવી બધી પત્નીઓની સામાન્ય ખાસિયતોથી વાજ આવીને

કોલંબસે જવાનું જ માંડી વાળ્યું હોત ! 

અમેરિકા શોધાયો જ ન હોત તો આપણે બધા N.R.I. લોકોનું શું થાત !

 

( હિન્દીમાંથી ગુજરાતીમાં ભાવાનુવાદ- વિનોદ પટેલ, ) 

 આભાર- સૌ. પ્રજ્ઞા વ્યાસ ઈ-મેલ .

Namaste !

 

 

 

 

 

 

 

 

 

 

 

 

8 responses to “( 395 ) NRI એટલે શું ? – ડૉ. ગુણવંત શાહ / અમેરિકા જઈને કરશો શું ? -ગુરુવાણી – વિશ્વામિત્ર

 1. pragnaju ફેબ્રુવારી 12, 2014 પર 2:17 પી એમ(PM)

  આ પ્રશ્ન ઘણા વખતથી ચર્ચાય છે .કોઇ પણ રોગ અને દવાની ચર્ચામા બધા જ સ્વીકારે કે જેનાથી વધુ નુકશાન થતું હોય તે ન કરવું
  ઇ મૅઇલમાં મળેલું…………..

  સ્વામી વિવેકાનંદ અમેરિકા જતા પહેલા રામકૃષ્ણ પરમહંસ ના પત્ની શારદા મા ના આશીર્વાદ લેવા ગયા.શારદા માં રસોડામાં કામ કરી રહ્યા હતા.વિવેકાનંદ જી એ આવીને કહ્યું,”મા આશીર્વાદ આપો અમેરિકા જઈ રહ્યો છું.”

  શારદા મા એ કહ્યું,” ત્યાં જઈને શું કરશો?”

  “હું હિંદુ ધર્મ નો સંદેશ પ્રસરાવીશ.”

  શારદા મા કઈ બોલ્યા નહિ.
  થોડી વાર પછી એમણે શાક સમારવા માટે છરી માંગી.વિવેકાનંદ જી એ છરી ઉપાડી ને શારદા મા ને આપી ત્યાં મા બોલ્યા,”જાઓ ,મારા આશીર્વાદ છે તમને.”

  વિવેકાનંદજી એ જીજ્ઞાશાવશ પૂછી નાખ્યું કે ,” મા મેં તમને છરી આપી પછી જ તમે મને આશીર્વાદ આપ્યા એનું શું કારણ?”

  શારદા મા એ કહ્યું,”હું જોતી હતી કે તમે છરી કેવી રીતે ઉપાડો છો? સામાન્ય રીતે કોઈ છરી ઉપાડીને આપે ત્યારે હાથો પોતાની તરફ રાખે છે પણ તમે છરી ઉપાડી ને આપી ત્યારે હાથો મારી તરફ અને ધાર તમારી તરફ રાખીને મને છરી આપી. હવે મને ખાતરી થઇ ગઈ છે કે તમે સફળતાપૂર્વક ધર્મ નો સંદેશ લોકો સુધી પહોંચાડી શકશો.
  કારણ કે ધર્મ અને પરમાત્મા નજીક કેવળ તેઓ જ રહી શકે જે દુ:ખ પોતાના માટે રાખે અને સુખ અને સુરક્ષા અન્ય ને આપે.

  “મર્મ ભરી મટુકી માંથી “

  Like

 2. pravina ફેબ્રુવારી 12, 2014 પર 10:41 પી એમ(PM)

  આ પ્રશ્ન એવો છે જેનો અર્થ સહુ પોતપોતાની સમઝ પ્રમાણે કાઢે. પરણેલાંને પૂછી જુઓ તમે સુખી છો કે

  પસ્ત્તાયા ? વાંઢાને કે પરણ્યા વગરની સ્ત્રીને પૂછજો . ‘હાલ કેવા છે.’?

  બાકી જેમ વિવેકાનંદે અમેરિકાની ધરતી પર આવી નામના અને કીર્તિ પ્રાપ્ત કર્યા એવી મનોકામના પૂર્ણ

  કરી શકવાની તાકાત N.R.I. ધરાવે છે.

  http://www.pravinash.wordpress.com

  Like

 3. pravinshastri ફેબ્રુવારી 13, 2014 પર 1:25 પી એમ(PM)

  શ્રી ગુણવંત શાહના માહિતી પ્રધાન લેખોનો હું આશિક છું. નિયમિત રીતે ‘નેટ વર્ક’ વાંચું છું. એમણે જણાવેલા નામી સાહિત્યકારો વિશ્વના કોઈપણ ભાગમાંથી સર્જન કરતા રહ્યા હોત. પણ સ્થળકાળની અસરતો તેમના સર્જનમાં જણાઈ જ આવત. એટલે અંગત રીતે માનું છું કે જેઓ જ્યાં છે ત્યાંજ સારા છે.
  શ્રી વિશ્વામિત્રજીથી હું પરિચિત નથી. એઓ ભારતમાં રહીને અમેરિકાનું લખે છે કે અમેરિકામાં રહીને ભારતીયો વિષે લખે છેએ હું જાણતો નથી.
  એ સર્વ વિદિત છે કે અમેરિકા આવીને વસેલા NRI ને ઘણાં વિભાગમાં વહેંચી શકાય. જે પ્રોફેશનલ ગુજરાતીઓનામાં આપણા દેશના જ દક્ષિણભારતીય કે પંજાબીઓની સ્પર્ધા કરી શકવાની ‘ગટ્સ’ ન હોય તો તેઓ આંતર રાષ્ટ્રીય પ્રોફેસનલ્સનો શી રીતે સામનો કરવાના? બિચારા મોપજ કરશેને!
  કેટલાક લેખકો, અમેરિકા અને તેમાંના આપણા NRI ને બે પાંચ મહિનાની મુલાકાતમાં આખું અમેરિકા અનુભવી લીધું હોય એમ એમના અભિપ્રાયો પ્રજ્ઞાચક્ષુઓ એ કરેલા હાથીના વર્ણન મુજબના હોય છે.
  ટૂંકમા અહીં આવનાર તેના સાચા કદ પ્રમાણે વેતરાઈ જાય છે.
  દરેકે દરેક પુખ્ત ઉમ્મરના માણસે પહેલા એજ વિચારવું કે જો તમે ગુજરાત છોડીને વગર લાગવગ કે વગર લાયકાતે મદ્રાસ બેંગલોર જશો તો તમને કેવી નોકરી મળી શકશે. જો તમને સંતોષ કારક ઉત્તર મળતો હોય તો જ અમેરિકા પધારવાનું વિચારજો. આ વિષયમાં ઘણું લખી શકાય પણ અહીં જ વિરમું છું. હા મારા બ્લોગ પરની “પચ્ચીસ હજારનો ડંખ” વાર્તા વાંચવાની ભલામણ જરૂર કરીશ.

  Like

 4. Vinod R. Patel ફેબ્રુવારી 13, 2014 પર 3:03 પી એમ(PM)

  જાણીતા હાસ્ય લેખક શ્રી હરનીશભાઈ જાનીનો ઈ-મેલ પ્રતિભાવ ….. એમના આભાર સાથે નીચે

  ્From – Harnish Jani

  To Vinod Patel

  ગુજરાતમાં જેની પાછા ફરવાની રાહ જોવાઈ રહી છે. તે લિસ્ટમાં મારું નામ જોઈ સંતોષ થયો.

  ગુણવંતભાઈનો આભાર.

  Like

 5. Vinod R. Patel ફેબ્રુવારી 13, 2014 પર 3:15 પી એમ(PM)

  શ્રી ઉત્તમભાઈએ ઈ -મેલથી આ પોસ્ટ અંગે પ્રતિભાવ મોકલ્યો છે એને એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે।

  વહાલા વીનોદભાઈ,

  તમે તમારામાં રહેલી સમ્પાદનકળાની ક્ષમતા આજે ફરી પુરવાર કરી.. તે માટે ઘણા ધન્યવાદ…

  એક દીવસ ડેન્ટીસ્ટને ત્યાં વેઈટીંગરુમમાં મુકેલા પસ્તી જેવા જુના ૨૦૧૧ની સાલના ચીત્રલેખાના એક અંકમાં ગુણવંત શાહનો એક લેખ મને મળ્યો. આ આખો લેખ લખવાને બદલે મુખ્ય વાતો લખી મેં સંતોષ માન્યો ને મીત્રોમાં વહેતો કર્યો..તે તમે સંઘરી રાખ્યો..

  નવેમ્બર ૨૧, ૨૦૧૩નો ‘સંદેશ’નો શશીકાંતભાઈનો ‘ગુરુવાણી’નો લેખ http://www.sandesh.com/article.aspx?newsid=2885674 પણ તમે ઝીલ્યો ને સંઘર્યો..

  હવે આ બન્ને ‘ગુરુ–શીષ્ય’(શશીકાંતભાઈ ગુણવંત શાહના વીદ્યાર્થી છે ને એમના ઘડતરમાં ગુણવંતભાઈનો મોટો ફાળો છે–એ વાત તમને ન જાણતા હો તો ખાનગીમાં કહું.)ને એક જ વીષય પર સાથે મુકી આપ્યા.. એ જ ખરી કળા છે..ફરી તમને ધન્યવાદ..

  ..ઉ.મ..

  Uttam & Madhukanta Gajjar, 35-Gurunagar, Varachha Road, SURAT-395006

  Phone : 0261-255 3591 Websites : https://sites.google.com/site/semahefil/ and

  http://lakhe-gujarat.weebly.com/

  Like

 6. Ramesh Patel ફેબ્રુવારી 13, 2014 પર 5:02 પી એમ(PM)

  વતનનાં રતન..રણકતાં જ દીઠાં.સરસ

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 7. અક્ષયપાત્ર/Axaypatra માર્ચ 13, 2014 પર 11:42 પી એમ(PM)

  આ વિષય ઘણો ગહન છે. જે અહીં સ્થાયી નથી થયા પણ મુલાકાતી તરીકે છાપ લઈને ગયા છે તે છાપને સત્ય માનીને ચાલવાથી ફાયદો નથી. સ્થાયી થયેલા પણ સૌની દ્રષ્ટિ સ્વાનુભવ પ્રમાણે અલગ હોઈને સત્યથી વેગળી હોઈ શકે. તટસ્થ નજરે લખવા માટે અહીં સ્થાયી થયેલા દરેક વર્ગ (શ્રી ગુણવંત શાહે પાડેલા ત્રણ વર્ગ સહિતના) નો સર્વે કરીએ તો થિસિસ થઈ શકે અને પી.એચ.ડી માટેનો વિષય બની શકે. એકવાર મને શ્રી મધુ રાયે આ વિષય પર ચિત્રલેખા માટે લખવાની તક આપેલી પણ અમુક કારણોસર મારાથી થઈ શક્યુ નહીં . ક્યારેક થશે તો મને આનંદ થશે પણ આપણા અભિપ્રાયોનું મૂલ્ય કેટલુ? એ બીજો સવાલ થાય. વિનોદભાઈ, આપનો બ્લોગ વાંચી આનંદ થયો…સરસ બ્લોગ છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: