વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

(396)વેલેન્ટાઈન્સ-ડે – સબ સે ઉંચી પ્રેમ સગાઇ ( પ્રેમ વિષે વિચાર વિમર્શ )

Happy-Valentines-Day-

તારીખ 14મી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન્સ ડે . જુદી જુદી રીતે પ્રેમની અભિવ્યક્તિ કરવાનો દિવસ.

આ દિવસે નર-નારીઓ સુંદર આકારનાં ક્રિયેટિવ લખાણ વાળાં ગ્રીટીંગ-કાર્ડઝ,

ચોકલેટ-બોક્સ, ફ્લાવર્સ-બૂકે વિગેરે ચીજો એક બીજાને ભેટ આપીને

પ્રિય વ્યક્તિ તરફના પોતાના પ્રેમની અભિવ્યક્તી કરે છે .

વેલેન્ટાઇન્સ ડે કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો એનો ઇતિહાસ અંગ્રેજી  વિકિપીડીયાની 

આ લીંક ઉપર વાચો . 

 પ્રેમ ,પ્યાર ,મોહબ્બત એમ નામ જુદાં પણ અનુભૂતિ તો એક જ . 

પ્રેમ અંગે સંત કબીરે એના આ દુહામાં થોડાક  જ શબ્દોમાં બહું ગહન વાત કહી દીધી છે !

પોથી પઢી પઢી જગ મુઆ, પંડિત ભયા ન કોય

ઢાઈ અક્ષર પ્રેમકા ,પઢે સો પંડિત હોય.

સ્વ.કવિ હરીન્દ્ર દવેએ એમના આ કાવ્યમાં પ્રેમની સરસ  વાત કરી છે .

પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યા કરીએ,

સૂર્યની આંખે અજબ નૂર થૈ ચાલ્યા કરીએ.

એને બદનામી કહે છે આ જગતના લોકો,

ચાલને, આપણે મશહૂર થૈ ચાલ્યા કરીએ.

એના ધસમસતા પ્રવાહે બધું આવી મળશે,

પ્રેમનું કોઈ અજબ પૂર થૈ ચાલ્યા કરીએ.

પ્રેમના ગર્વથી વધતો નથી સંસારનો ગર્વ,

ચાલ, ભગવાનને મંજૂર થૈ ચાલ્યા કરીએ.

– હરીન્દ્ર દવે

Love is like war, easy to begin but very hard to stop- H.L. Menchen

એટલે કે પ્રેમ એક જંગ સમાન છે .પ્રેમ અને જંગમાં શરૂઆત કરવી સહેલી છે

પરંતુ એનો અંત લાવવો મુશ્કેલ છે .

સુખી લગ્ન જીવન માટે અન્યોન્ય પ્રેમ એક મુખ્ય જરુરીઆત છે .

પ્રેમ થકી મૈત્રી બંધાતી

ચાલી પગલાં સાત

પ્રેમ શૂન્ય છે સાવ નકામો

જીવનનો સંગાથ

–અજ્ઞાત

પ્રેમ અનેક સ્વરૂપે વિહરતો હોય છે જેમ કે યુવક-યુવતી વચ્ચેનો પ્રેમ , પતિ-પત્નીનો પ્રેમ ,ભાઈ-બેનનો

પ્રેમ ,માતા-પિતા પ્રત્યેનો પ્રેમ ,મિત્રો વચ્ચેનો પ્રેમ, ભક્ત-ભગવાનનો પ્રેમ ,શિક્ષક-શિષ્યનો પ્રેમ વિગેરે .

પ્રેમની વ્યાખ્યા- સુવિચાર-૨

ગુજરાતી સાહિત્યના બે જાણીતા આધુનિક અને યુવાન લેખકો કાજલ ઓઝા વૈદ્ય અને જય વસાવડા

અને એમના સાથીઓએ ” પ્રેમ એટલે શું ? “એને નીચેના વિડીયોમાં સુંદર રીતે  સમજાવ્યું છે .

પ્રેમ એટલે શું ? જય વસાવડા અને કાજલ ઓઝા ( વીડીઓ દર્શન)

પ્રેમ કેવળ જિંદગીનો મર્મ છે , એથી ઉંચો ક્યાં કોઈ ધર્મ છે .

મીરાંબાઈએ એના ભજનોમાં શ્રી કૃષ્ણ પ્રત્યે ગાંડપણની હદે પ્રેમ વ્યક્ત કર્યો છે જેમ કે—

” પ્રેમની પ્રેમની રે મને વાગી કટારી પ્રેમની, “સબ સે ઉંચી પ્રેમ સગાઇ ” વિગેરે.

નીચેના વિડીયોમાં પૂજ્ય મોરારી બાપુ એમની આગવી શૈલીમાં પ્રેમનો મર્મ સમજાવે છે

એ તમને જરૂર ગમશે .

Morari Bapu On Love

ફક્ત વેલેન્ટાઈન ડે ના દિવસે જ ચીલાચાલુ રીતે પ્રેમની અભિવ્યક્તી કરીએ એ પૂરતું નથી .

પ્રેમની લાગણીને  તો હર હમ્મેશ બારે માસ વ્યક્ત કરતા રહેવું જોઈએ .

વેલેન્ટાઈનનો દિવસ તો ફક્ત તમારામાં ઓલવાઈ જતી પ્રેમની ચિનગારીને ફૂંકીને

વધુ પ્રદીપ્ત કરવાનો દિવસ છે .

સૌ વાચક ભાઈ-બહેનોને વેલેન્ટાઈન દિવસના હાર્દીક અને સપ્રેમ અભિનંદન

હેપ્પી વેલેન્ટાઈન ડે

______________________________________________

ગયા વર્ષની વિનોદ વિહારની વેલેન્ટાઈન દિવસની પોસ્ટ નંબર ૧૮૪/ તારીખ ૨/૧૪/૨૦૧૩ નીચેની

લીંક ઉપર ક્લિક કરીને વાંચો .

( 184 ) ઢાઈ અક્ષર પ્રેમકા ,પઢે સો પંડિત હોય. –સંત કબીર

11 responses to “(396)વેલેન્ટાઈન્સ-ડે – સબ સે ઉંચી પ્રેમ સગાઇ ( પ્રેમ વિષે વિચાર વિમર્શ )

 1. Pingback: વાલમજી…વેલેન્ટાઇન દિનની વધામણી….રમેશ પટેલ(આકાશદીપ) | આકાશદીપ

 2. Pingback: વાલમજી…વેલેન્ટાઇન દિનની વધામણી….રમેશ પટેલ(આકાશદીપ) | આકાશદીપ

 3. Pingback: વાલમજી…વેલેન્ટાઇન્સ દિનની વધામણી….રમેશ પટેલ(આકાશદીપ) | આકાશદીપ

 4. Pingback: વાલમજી…વેલેન્ટાઇન્સ દિનની વધામણી….રમેશ પટેલ(આકાશદીપ) | આકાશદીપ

 5. તુષાર મણીયાર July 1, 2015 at 9:02 AM

  આદીકાળથી માનવી પ્રેમ કરતો આવ્યો છે. પ્રેમ થકી જ જીવતો રહ્યો છે, છતાં પ્રેમના સાચા સ્વરૂપને સમજી શક્યો નથી. માનવી પ્રેમ પાછળ પ્રેમના સાચા સ્વરૂપને સમજ્યા વગર જ અંધ બની ગયો છે. શું માનવી ખરેખર પ્રેમ પાછળ અંધ છે ખરો?

  આ પ્રશ્નનો ઉત્તર આપવો અને સમજાવો ખરેખર મુશ્કેલ છે.

  પ્રેમ કરનાર વ્યક્તિ પ્રેમ પામનાર પણ છે. પ્રેમ પામવાની ક્રીયા બીજી કોઈ પણ ક્રીયા કરતા વધુ સહજ છે. છતાં પ્રેમ કદી કોઈ વ્યક્તિને સંપૂર્ણપણે ગ્રસી લેતો નથી. પ્રેમમાં પડ્યા પછી પ્રેમ કે પ્રેમી પાછળ પાગલ બની ફના થઈ જનાર વ્યક્તિના પ્રેમમાં મૂળભુત ઘટકોનો અભાવ હોય છે. પ્રેમ કદી માનવીના વ્યક્તિત્વને ઈજા પહોંચાડતો નથી, પરંતુ માનવીના વિકાસને વેગ આપે છે. બે માનવી વચ્ચે હંમેશા માધુર્ય રહે જ ઍવુ પણ નથી. બંને વચ્ચે કડવાશ પણ જન્મે, ઘર્ષણ પણ ઉત્પન થાય. છતાં પ્રેમ બધા પર વિજય મેળવી સતત ધબકતો રહે છે. પ્રેમને લીધે જ સંબંધ મજબૂત બને છે.

  ખરેખર પ્રેમ અંધ નથી. છતાં કેટલીક બાબતો કે જેના પ્રત્યે અંધ હોવુ આવશ્યક છે તે બાબતો પ્રત્યે અંધ હોવુ જરૂરી પણ છે.

 6. pravinshastri February 15, 2014 at 3:38 PM

  બન્ને વિડીયો જોવાની મજા આવી. પ્રેમની વ્યાખ્યા કરનાર અને પ્રેમની વાતોને ફિલોસોફી તરીકે શબ્દ શણગારથી સજાવનારે કદાચ સાચો પ્રેમ કર્યો પણ ન હોય. જ્યારે પ્રેમમાં પડેલા માનવીને ખબર પણ નહોય કે તે જેમાં ડૂબી ગયો છે તે ખરેખર પ્રેમ સમુદ્ર છે.

 7. chandravadan February 15, 2014 at 6:30 AM

  PREM…LOVE
  Nice Info on the Post.
  Happy Valentine day to all !
  chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  hope to see you @ Chandrapukar

 8. aataawaani February 15, 2014 at 5:15 AM

  પ્રિય વિનોદભાઈ
  પ્રેમને લગતી વાતો માની ન શકાય એવી હોય છે .
  પ્રેમના પ્રગ્વાડ હેઠ કૈંક પ્રીતાળું પોઢી ગયા
  કૈંક રોતલ રડતા ર્યા ઈ ભૂદે મોઢે ભૂદરા

 9. Anila Patel February 15, 2014 at 3:53 AM

  Happy valentin’s day. bahu saras video sathe premna arth samjavya.

 10. pragnaju February 15, 2014 at 1:33 AM

  સુંદર સંકલન
  હેપી વેલેન્ટાઈન ડે
  તેવું એન્ટી વેલેન્ટાઇન ડે…
  News for anti valentines day movies

  TheWrap
  10 Beautiful Anti-Valentine’s Movies You Need to Cry-Watch Immediately
  Styleite ‎- 18 hours ago
  You don’t have to have a lover to spend V-day without pants on. … there’s still the option of spending Valentine’s Day without pants on — only …

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: