વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ફેબ્રુવારી 16, 2014

( 397 ) પ્રેમ આંધળો હોય છે — ફેસબુક ઉપર થયેલ પરિચય બાદ આંતર રાષ્ટ્રીય પ્રેમ લગ્નની બે સત્ય ઘટનાઓ

 કહેવાય  કે કોઈ કોઈ વાર સત્યઘટના કાલ્પનિક વાર્તાઓ કરતાં વધુ રોમાંચક હોય છે .

આજની પોસ્ટમાં ફેસબુક ઉપર થયેલ પરિચય બાદ અમેરિકાની એક હાઇ-પ્રોફાઈલ મહિલા પોતાની દીકરીની ઉમરના સાવ ગામડીયા ખેડૂતના પ્રેમમાં પડી લગ્ન કરીને ગામડાના ખેડૂત કુટુંબમાં કેવી ભળી ગઈ છે  એની સત્યકથા અને અમેરિકાની એક નર્સ જીનીફ્રર  ચરોતરના યુવક સાથે લગ્ન કરવા ગુજરાતમાં આવી લગ્ન કરે છે એની સત્યઘટનાઓ રજુ કરી છે .

આ બે સત્ય ઘટનાઓ તસ્વીરો સાથે દિવ્ય ભાસ્કરના આભાર અને સૌજન્યથી જે નીચે પ્રસ્તુત કરી છે એ તમને જરૂર રસસ્પદ લાગશે .

આજે ફેસબુક જેવાં સોસીયલ મીડિયાએ આજના યુવક વર્ગ ઉપર કેવી આશ્ચર્યજનક અસર કરી છે એનું આ બે ઘટનાઓ જીવતું જાગતું ઉદાહરણ છે .

વસંતના વાયરાનો આ ફેબ્રુઆરીનો મહિનો પ્રેમનો મહિનો ગણાય છે  .

આ અગાઉની વેલેંટાઈન ડે ની પ્રેમ વિશેની પોસ્ટના અનુસંધાનમાં આજની પોસ્ટની આ બે પ્રેમ કથાઓ કેટલી સમયોચિત છે !.

વિનોદ પટેલ

———————————————————————–

પ્યાર કે લિયે : ચૂટકી કપડાં પહેરતી મહિલાનું જીવન બદલ્યું ચૂટકી સિંદૂરે

અમેરિકાની કેલીફોર્નીયાની ૪૧ વર્ષની એક હાઇ-ફાઇ મહિલા દેશ છોડીને  ફેસબુક ઉપર પરિચય બાદ ૨૫ વર્ષના પાનીપતના સાવ ગામડીયા ખેડૂત મુકેશ કુમાર સાથે લગ્ન કરી ખેડૂતનું જીવન જીવી રહી છે .

કહેવાય છે ને કે પ્રેમ આંધળૉ હોય છે. એક શોધતાં આવા હજાર કિસ્સાઓ સાંભળવા મળે છે અને ઘણા તો સાબિત પણ કરી દે છે કે ખરેખર પ્રેમ આંધળો જ હોય છે.

આવી જ એક પ્રેમ કહાની ભારતના પાનીપત વિસ્તારમાં ચર્ચાના કેન્દ્રમાં છે.

દીકરીની ઉંમરના એક સાવ ગામડીયા ખેડૂતના પ્રેમમાં અમેરિકાની એક હાઇ-ફાઇ મહિલા દેશ અને પરિવારને છોડી ભારત આવી છે અને લગ્ન કરી ખેડૂતનું જીવન જીવી રહી છે. જેને સુખ સુવિધાઓ વિના જરાય ચાલતું નહોતું તે આજે કોઇ પણ જાતની સુવિધાઓ વગર ગાડું, ગોબર, ખેતર અને ઘરના રોજિંદા કામોમાં વ્યસ્ત રહે છે. તેને જોઇને કોઇ કહી ના શકે કે તે આધુનિક હશે. માની લો કે એક ચૂટકી સિંદૂરે તેની આખે જિંદગી બદલી નાખી છે.

અમેરિકામાં ફ્રી લાઈફ જીવતી આર્ડિના પર્લ ( Adriana Peral) ની ઉંમર 41 વરસની છે અને એક પુત્રીની માતા છે . ગયા ઓગસ્ટમાં તે દેશ અને પરિવાર છોડીને પોતાની દીકરીની ઉંમરના એક યુવાનને પામવા અમેરિકાથી ભારતના એક ગ્રામ્ય વિસ્તારમાં આવી ગઇ હતી. ફેસબુક્માં પ્રેમમાં પડી તે પ્રેમીનું ઘર વસાવવા એક અલગ જ દેશ,અલગ જ સંસ્કૃતિમાં આવી પહોંચી હતી.  ભારત આવ્યા બાદ તરત જ તેણે 25 વરસના મુકેશ કુમાર સાથે ઘર માંડ્યું હતું.હરિયાણાના એક ગામમાં તે આજે એક સંપૂર્ણ ભારતીય પત્ની બની તમામ જવાબદારીઓ નિભાવી રહી છે.

એક હતું કેલિફોર્નિયા જ્યાં તે રોજ મજા માણતી હતી પાર્ટીઓની અને એ પણ ટૂંકા વસ્ત્રોમાં અને આજે તે સલવાર-કમીઝમાં ચૂલો સળગાવે છે, પતિ સાથે ગાડામાં બેસી ખેતરે જાય છે, સાસુ સાથે લસ્સી બનાવે છે, ગાયો-ભેંસોના છાણ ભેગાં કરે છે અને એ પણ હસતાં-હસતાં. તેને અગાઉના  લગ્નથી એક દીકરી છે અને તે અમેરિકામાં રહે છે.તેની ઉંમર તેના પતિ જેટલી જ હશે. તે કહે છે કે, હું મુકેશ સાથે નવી જિંદગીથી બહુ જ ખુશ છું. હું દુનિયાની કોઇ પણ વસ્તુને આની સામે ઉભી પણ ના રાખું.

 તે કબૂલ કરે છે કે અમેરિકામાં તેને અનેક સંબંધો હતા પણ સાચો પ્રેમ નહોતો મળ્યો.

આ બે અજાયબ પ્રેમી પંખીડાંની પ્રેમ કહાની અને લગ્ન જીવનની વધુ વિગતો જાણવા અને

જુદી જુદી ૨૧ તસવીરો જોવા દિવ્ય ભાસ્કરની આ લીંક ઉપર ક્લિક કરો ..

———————————————————————

prem-5

અમેરિકાની ગોરી લાડી અને બોરસદનો ગુજ્જુ વર, એક સત્ય ઘટના

ફેસબુક ના માધ્યમથી પરિચય બાદ પાંગરેલ પ્રેમ અને પછી બંધાયાં સાત જન્મના બંધને!

એવું કહેવાય છે કે ‘સગપણ તો સ્વર્ગમાં જ નક્કી થાય છે, ધરતી પર તો તેની ઉજવણી કરાય છે.’ એનઆરઆઇ પંથક તરીકે જાણીતા ચરોતરમાંથી યુવતીઓ લગ્ન કરીને અમેરિકા, લંડન કે ઓસ્ટ્રેલિયા જાય કે ત્યાં જઈને લગ્ન કરી લે એ વાત સામાન્ય બની ગઇ છે, પરંતુ અમેરિકાની ગૌરી લાડી ચરોતરના યુવક સાથે લગ્ન કરવા ગુજરાતમાં આવી પહોંચી હોય તેવી આ જ્વલ્લેજ જોવા મળતી આ ઘટના છે.

અમેરિકાની ર૮ વર્ષીય નર્સ જેનિફર સાત સમુદ્ધ પાર કરીને આણંદ જિલ્લાના બોરસદના કોલ સેન્ટરમાં નોકરી કરતાં મયંક લખલાણી સાથે રવિવાર, તારીખ ૮મી ફેબ્રુઆરી ૨૦૧૪ન રોજ સાત જન્મના બંધને બંધાઈ ગઈ . વિશષ્ટિ પ્રકારના આ લગ્નને લઇને બોરસદમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો .

ફેસબુકના માધ્યમથી પરિચય બાદ મિત્રતામાં પાંગરેલો પ્રેમએ  એકબીજાને જીવનસાથી બનાવી દીધા .

સાત સમુદ્ધ પાર અમેરિકાની યુવતી સાથે પ્રેમનાં પુષ્પો કેવી રીતે ખીલી ઊઠ્યાં તેના વિશે વાત કરતાં એકદમ રોમાંચક બની ગયેલા મયંક લખલાણીએ જણાવ્યું હતું કે ‘વર્ષ ૨૦૧૨માં ૩જી નવેમ્બરે ફેસબુક પર જેનિફરને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. જેનિફરે ૪થી નવેમ્બરે મારી રિકવેસ્ટ એક્સેપ્ટ કરી હતી. માત્ર દસ દિવસમાં ફેસબુક પર વિચારોની આપ-લેમાં એકબીજા સાથે એટલાં નજીક આવી ગયાં કે ૨૧મી નવેમ્બરે જેનિફરે લગ્નના પ્રસ્તાવનો પણ સ્વીકાર કરી લીધો હતો.

પરિચય, પ્રેમના એકરાર બાદ લગ્ન કરવાનું નક્કી કર્યું, પરંતુ લગ્ન માટે શરૂ કરેલી તૈયારીઓ વિશે મયંક લખલાણીએ જણાવ્યું હતું કે ‘લગ્નનો નિર્ણય લીધાં બાદ જેનિફરે ભારત આવવા માટેની જરૂરી પ્રક્રિયા હાથ ધરી હતી. અમારાં લગ્નના નિર્ણયને લઇને પરિવારજનો પણ રાજી હતા. બંનેના પરિવારજનોએ છેલ્લા એક વર્ષમાં રીતરિવાજ, જીવનશૈલી સહિ‌તની જરૂરી બાબતો વિશે એકબીજા પાસેથી જાણકારી મેળવી લીધી હતી.

ગત વર્ષે બીજી ફેબ્રુઆરી ૨૦૧૩ ના રોજ અમે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

ભારત આવવા જેનિફરને વિઝા મળી જતાં ૧૭મી જાન્યુઆરીના રોજ ભારત આવી પહોંચી હતી, પરંતુ ૨૧મી નવેમ્બર ,૨૦૧૨થી ૧૭મી જાન્યુઆરી,૨૦૧૪ સુધી ફેસબુક અને ટેલિફોનના માધ્યમથી દરરોજ બેથી ત્રણ કલાક જેનિફર સાથે સતત સંપર્કમાં રહેતો હતો. જેનિફર અમેરિકાની હોસ્પિટલમાં નર્સ છે.

“હું વિદ્યાનગર કોલ સેન્ટરમાં નોકરી કરતો હતો, પરંતુ પિતાનું ઓપરેશન કરાવ્યું હોવાથી કેટલાંક દિવસથી તેમની ચાકરી માટે ઘરે છું. આ ઉપરાંત ૨૦૧૩ના જૂન મહિ‌નામાં આંખના નંબરનું ઓપરેશન કરાવવા અને ડ્રાઇવિંગ શીખવા માટે જેનિફરે ૮૦૦ ડોલર મોકલાવ્યાં હતા.’

જેનિફરે લગ્ન બાબતે જણાવ્યું હતું કે ‘ભારતીય સંસ્કૃતિને હું પસંદ કરું છું. મયંકને જીવનસાથી તરીકે મેળવીને ખૂબ જ ખુશ છું. મારાં પરિવારજનો પણ આ સંબંધથી ખુશ છે. પરિવારજનોને લગ્નને માણવા ભારત આવવાની ખૂબ જ ઇચ્છા હતી, પરંતુ ભારત આવવાની જરૂરી પ્રક્રિયા પૂર્ણ ન થતાં તેઓ આવી ન શક્યાં તેનો વસવસો છે. ભારતમાં ઘણું સારું છે, પરંતુ ગંદકી જોઇને દુ:ખ થાય છે.’

સૌજન્ય- દિવ્ય ભાસ્કર 

—————————————————————-

 ઉપરની ફેસબુક દ્વારા થયેલ બે પ્રેમ લગ્નોની કથા વાંચ્યા પછી નીચેની એક

સરસ જોક-કટાક્ષિકા અંગ્રેજીમાં વાચો .

HA..HA,..HAA...

હાસ્યેન સમાપયેત- આજની જોક

Girl:  Dad, I’m in love with a boy who is far away from me.

I am in India and he lives in America .

We met on a dating Website, became friends on Facebook,

had long chats on Whatsapp,

He proposed to me on Skype, and now we’ve had 2 months

of relationship through Viber.

 I need your blessings and good wishes, Daddy.

Dad: Wow! Really!! Then get married on Twitter,

have fun on Tango.  Buy your kids on e-Bay,

receive them thru Gmail.  And if you are fed up with

your husband…. sell him…. on Amazon…………….!!!!!!.

Thanks- Mansukhlal Gandhi

 

 Flower smelling lady-Animation