વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ફેબ્રુવારી 17, 2014

(398 )૧૦૫ વર્ષનાં ફેસ બુક સભ્ય એડીથ કર્કમાયર ( Edythe Kirchmaier ) – એક પ્રેરક વ્યક્તિત્વ

Edythe Kirchmaier, Facebook's oldest registered user, turns 106
Edythe Kirchmaier, Facebook’s oldest registered user, turns 106

એડીથ કર્કમાયર ( Edythe Kirchmaier ) ની ઉંમર ૧૦૫ વર્ષની છે  . સાંતા બાર્બરા , કેલીફોર્નીયાની રહીશ  એડીથ કર્કમાયરની જન્મતારીખ ૧-૨૦-૧૯૦૮ છે .

આ ઉંમરે પણ એ એનું જીવન યુવાન જેવાં જુસ્સાથી જીવી રહી છે અને એને પ્રિય ચેરીટીનું કામકાજ કરી રહી છે .

એડીથ કર્કમાયર છેલ્લા ૪૦ વર્ષોથી ધાર્મિક અને સામાજિક કામો માટે એક વોલન્ટીયર તરીકે ઉત્સાહથી કામ કરી રહી છે . એના મુખ ઉપરથી હાસ્ય હજુ વિલાયું નથી .

આ મહિલાએ બે વિશ્વયુદ્ધ યુદ્ધ અને અમેરિકાના ૧૯ પ્રમુખોને જીવિત જોયા છે . ભૂતકાળની જૂની ઘણી વાતો હજુ એને એવીને એવી યાદ છે .

ફેસ બુક ઉપર એ સૌથી વૃદ્ધ ઉંમરનાં મેમ્બર છે અને ૩૨૦૦૦ કરતાં વધુ મિત્રોનાં એ ફ્રેન્ડ છે .

એડીથની એની ૧૦૫મી વર્ષગાંઠે એક ખ્વાહિશ હતી કે એની પ્રિય ચેરીટી સંસ્થા Direct Relief ના ફેસબુક પેજ ઉપર એને ૧૦૫૦૦૦ લાઈક મળે અને એની આ ઈચ્છા પૂર્ણ થઇ હતી .

જે ફેસ બુક ઉપર મેમ્બર છે તેઓ  edythe kirchmaier/direct relief  નામના પેજ ઉપર એડીથ વિશે ઘણી બધી માહિતી જોઈ શકશે .

ફેસબુક ઉપર એને કોઈ ફેમીલી ફોટાઓ અપલોડ કરવામાં કે સમાચારોની આપ લે કરવામાં રસ નથી .

ફેસબુક જેવી સોસીયલ નેટ વર્ક સાઈટનો ઉપયોગ એ લોકોના હિત માટે કામ કરવાની એની જિંદગીની મહેચ્છા છે એને પાર પાડવા માટે કરી રહી છે .

એના હૃદયની એ કામના છે કે જે સ્વરૂપમાં એને જિંદગી પ્રાપ્ત થઇ હતી એના કરતાં બહેતર જિંદગી નવી પેઢી માટે મુકીને જવી .

એની ૯૫ વર્ષની ઉંમરે એના સંતાનોએ ભેટ આપેલ કમ્પ્યુટર , ડીજીટલ કેમેરાનો ઉપયોગ કરે છે .

૧૦૫ વર્ષની ઉંમરે પણ હજુ એની કાર જાતે ચલાવીને એને ગમતા ચેરીટીના  કામો માટે ઘર બહાર નીકળી જાય છે .

આવી ૧૦૫ વર્ષની એડીથ કર્કમાયર ( Edythe Kirchmaier ) ની જીવન ઝરમર અને એના સામાજિક કામોની માહિતી એના મુખેથી જ નીચેના વિડીયોમાં જુઓ/સાંભળો . એ જોઈને તમે આશ્ચર્ય ન પામો તો જ નવાઈ !

આપણા સૌને માટે  એડીથ કર્કમાયર ખરેખર એક પ્રેરણામૂર્તિ છે .

Meet Facebook’s Oldest User  Edythe Kirchmaier

અમેરિકામા જાણીતા ટી.વી. શો એલન શો  ઉપર એની ૧૦૬મી જન્મ તારીખે એડીથ કર્કમાયર સાથેના ઇન્ટર વ્યુ વખતે આ ઉંમરે પણ હાસ્ય અને રમૂજી સ્વભાવનાં દર્શન કરાવતો નીચેનો વિડીયો જોવા જેવો છે .

Happy 106th Birth Day ,  Edythe Kirchmaier

 

——————————————-

An anonymous Facebook user surprised 105-year-old Edythe Kirchmaier with a brand-new car after she helped charity organization Direct Relief raise 105,000 Facebook likes.

Read the whole story here: http://bit.ly/18iCnDG

———————————————–

હાસ્યેન સમાપયેત- આજની જોક

માજીનો જુસ્સો !

૮૫ વર્ષનાં એક માજીનો પગ ભાંગી ગયો .

ડોક્ટરે પ્લાસ્ટર બાંધ્યું અને દાદર ચડવા-ઉતારવાની

સખત મનાઈ કરી .

બે મહિના પછી પ્લાસ્ટર ખોલીને જોતાં માજીને સાવ

રૂઝ આવી ગયેલી માલુમ પડી .

એટલે ડોક્ટરે માજીને દાદરો ચડવા-ઉતરવાની છૂટ આપી .

માજી ખુશ થતાં ડોક્ટરને કહે :

” હા…શ ! ભઈલા ,  ભગવાન તારું ભલું કરશે .

નળનો પાઈપ પકડીને રોજ ચડ-ઉતર કરીને

તો હું ભારે કંટાળી ગયેલી !

———————————————

Edith -love