વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(398 )૧૦૫ વર્ષનાં ફેસ બુક સભ્ય એડીથ કર્કમાયર ( Edythe Kirchmaier ) – એક પ્રેરક વ્યક્તિત્વ

Edythe Kirchmaier, Facebook's oldest registered user, turns 106
Edythe Kirchmaier, Facebook’s oldest registered user, turns 106

એડીથ કર્કમાયર ( Edythe Kirchmaier ) ની ઉંમર ૧૦૫ વર્ષની છે  . સાંતા બાર્બરા , કેલીફોર્નીયાની રહીશ  એડીથ કર્કમાયરની જન્મતારીખ ૧-૨૦-૧૯૦૮ છે .

આ ઉંમરે પણ એ એનું જીવન યુવાન જેવાં જુસ્સાથી જીવી રહી છે અને એને પ્રિય ચેરીટીનું કામકાજ કરી રહી છે .

એડીથ કર્કમાયર છેલ્લા ૪૦ વર્ષોથી ધાર્મિક અને સામાજિક કામો માટે એક વોલન્ટીયર તરીકે ઉત્સાહથી કામ કરી રહી છે . એના મુખ ઉપરથી હાસ્ય હજુ વિલાયું નથી .

આ મહિલાએ બે વિશ્વયુદ્ધ યુદ્ધ અને અમેરિકાના ૧૯ પ્રમુખોને જીવિત જોયા છે . ભૂતકાળની જૂની ઘણી વાતો હજુ એને એવીને એવી યાદ છે .

ફેસ બુક ઉપર એ સૌથી વૃદ્ધ ઉંમરનાં મેમ્બર છે અને ૩૨૦૦૦ કરતાં વધુ મિત્રોનાં એ ફ્રેન્ડ છે .

એડીથની એની ૧૦૫મી વર્ષગાંઠે એક ખ્વાહિશ હતી કે એની પ્રિય ચેરીટી સંસ્થા Direct Relief ના ફેસબુક પેજ ઉપર એને ૧૦૫૦૦૦ લાઈક મળે અને એની આ ઈચ્છા પૂર્ણ થઇ હતી .

જે ફેસ બુક ઉપર મેમ્બર છે તેઓ  edythe kirchmaier/direct relief  નામના પેજ ઉપર એડીથ વિશે ઘણી બધી માહિતી જોઈ શકશે .

ફેસબુક ઉપર એને કોઈ ફેમીલી ફોટાઓ અપલોડ કરવામાં કે સમાચારોની આપ લે કરવામાં રસ નથી .

ફેસબુક જેવી સોસીયલ નેટ વર્ક સાઈટનો ઉપયોગ એ લોકોના હિત માટે કામ કરવાની એની જિંદગીની મહેચ્છા છે એને પાર પાડવા માટે કરી રહી છે .

એના હૃદયની એ કામના છે કે જે સ્વરૂપમાં એને જિંદગી પ્રાપ્ત થઇ હતી એના કરતાં બહેતર જિંદગી નવી પેઢી માટે મુકીને જવી .

એની ૯૫ વર્ષની ઉંમરે એના સંતાનોએ ભેટ આપેલ કમ્પ્યુટર , ડીજીટલ કેમેરાનો ઉપયોગ કરે છે .

૧૦૫ વર્ષની ઉંમરે પણ હજુ એની કાર જાતે ચલાવીને એને ગમતા ચેરીટીના  કામો માટે ઘર બહાર નીકળી જાય છે .

આવી ૧૦૫ વર્ષની એડીથ કર્કમાયર ( Edythe Kirchmaier ) ની જીવન ઝરમર અને એના સામાજિક કામોની માહિતી એના મુખેથી જ નીચેના વિડીયોમાં જુઓ/સાંભળો . એ જોઈને તમે આશ્ચર્ય ન પામો તો જ નવાઈ !

આપણા સૌને માટે  એડીથ કર્કમાયર ખરેખર એક પ્રેરણામૂર્તિ છે .

Meet Facebook’s Oldest User  Edythe Kirchmaier

અમેરિકામા જાણીતા ટી.વી. શો એલન શો  ઉપર એની ૧૦૬મી જન્મ તારીખે એડીથ કર્કમાયર સાથેના ઇન્ટર વ્યુ વખતે આ ઉંમરે પણ હાસ્ય અને રમૂજી સ્વભાવનાં દર્શન કરાવતો નીચેનો વિડીયો જોવા જેવો છે .

Happy 106th Birth Day ,  Edythe Kirchmaier

 

——————————————-

An anonymous Facebook user surprised 105-year-old Edythe Kirchmaier with a brand-new car after she helped charity organization Direct Relief raise 105,000 Facebook likes.

Read the whole story here: http://bit.ly/18iCnDG

———————————————–

હાસ્યેન સમાપયેત- આજની જોક

માજીનો જુસ્સો !

૮૫ વર્ષનાં એક માજીનો પગ ભાંગી ગયો .

ડોક્ટરે પ્લાસ્ટર બાંધ્યું અને દાદર ચડવા-ઉતારવાની

સખત મનાઈ કરી .

બે મહિના પછી પ્લાસ્ટર ખોલીને જોતાં માજીને સાવ

રૂઝ આવી ગયેલી માલુમ પડી .

એટલે ડોક્ટરે માજીને દાદરો ચડવા-ઉતરવાની છૂટ આપી .

માજી ખુશ થતાં ડોક્ટરને કહે :

” હા…શ ! ભઈલા ,  ભગવાન તારું ભલું કરશે .

નળનો પાઈપ પકડીને રોજ ચડ-ઉતર કરીને

તો હું ભારે કંટાળી ગયેલી !

———————————————

Edith -love

 

 

 

 

 

 

6 responses to “(398 )૧૦૫ વર્ષનાં ફેસ બુક સભ્ય એડીથ કર્કમાયર ( Edythe Kirchmaier ) – એક પ્રેરક વ્યક્તિત્વ

 1. pragnaju ફેબ્રુવારી 18, 2014 પર 1:14 પી એમ(PM)

  વાહ
  યાદ
  આજના આધુનિક યુગમાં દરેક માનવી બીબાઢાળ જીવન જીવે છે. ટેક્નોલોજીની સાથે સાથે યુવાનોએ પોતાની શારીરિક તંદુરસ્તી પણ ગુમાવી છે. ઉંમરના અમુક પડાવ સુધી કામ કર્યા પછી શરીર સાથ છોડી દેતું હોય એવી સ્થિતિનું નિર્માણ થાય છે. જોકે, તેની સામે અસ્સલ ભાવનગરનું ઘી, છાશ, રોટલા ખાઇને મોટા થયેલા અને હાલ સુરતમાં રહેલા સંતોક બા ભલભલા યુવાનોને શરમાવી નાંખે એવી ગજબની સ્ફૂર્તિ ધરાવે છે. કદાચ જાણીને ચોંકી જવાય કે સંતોક બાની ઉંમર એક સદી વટાવી ચૂકી છે. તેઓ હમણાં ૧૦૫ વર્ષની ઉંમર ધરાવે છે. તેમ છતાં ચુસ્તીની સાથે કોઇ પણ જાતની આળસ વિના ઘરકામ કરે છે અને પરિવારને સાડી વર્ક માટે મદદરૃપ થાય છે.
  …..એક વાર એક નાનકડા ગામના ફરિયાદી પક્ષના વકીલે, પોતાના કેસની સાક્ષી માટે એક ૮૫ વર્ષના માજીને કોર્ટમાં તેડાવ્યા. આ ઉમરેય માજી હતા કડેધડે ને કકરા અડીખમ . તેઓને સાક્ષીના કઠેડામાં બોલાવી અને તેમને પૂછ્યું …” કેમ માડી મનેતો ઓળખો છો ને?” માજી કહે ” હા ભાઈ તનેતે કોણ નથી ઓળખતું ? તને આવડો નાનકો હતો, હજી ચડ્ડીએ પહેરતા નોતું આવડતું ત્યારથી જાણું છું , આખો દિ તારી માની વાહે વાહે ફરતો, તી અમને ઈમ કે આતો સાવ સીધો , ભગવાનનું માણહ થાહે પણ ભૈ તે તી ખરેખરા રંગ બદલ્યા …. તારા માટેતો સાચું ખોટું સંધુય એક, લોકો ને કેમ કરી ને સીસા મૈ ઉતારવા ઈ તો તારા થી હારું કોઈને નો આવડે , લોકોને મૂઢામૂઢ મીઠી જબાન રાખશને, પછી વાહેથી વેતરી નાખશ …. હા બાપલા હા તને તો બવ હારી રીતે જાણું છું .” કોર્ટમાં ઝીણી ઝીણી હસાહસ અને ગણગણાટ…. ભરી કોર્ટમાં માજીનાં પ્રલાપ થકી મૂઢ થઇને શું કરવુંતે ના સમજાતા, વકીલે સામે બચાવ પક્ષના વકીલ સામું આંગળી ચીંધીને કહ્યું, એ સામા પક્ષના વકીલ સાહેબ છે, એમને …. ત્યાંતો માજી કહે ” અરે ઈ વળી શાનો સાહેબ? એ તો ઓલી શાન્તુડીની ગગીનો ગગો, એનીતો છઠ્ઠી એ જાણું છું, બાપલા. ..એ વળી બીજો કલાકાર છે … બેબે બાયડીઓ કરીને નો ધરાણો તે હવે ઓલી લતુંની ગગી ને ભોળવે છે ! ને બંને બાયડીઓને મૂરખ બનાવે છે. એક નંબરનો દારુડીયો ને દગાબાજ છે.”……………………………………………………………………….

  Like

 2. himmatlal ફેબ્રુવારી 19, 2014 પર 4:55 એ એમ (AM)

  પ્રિય વિનોદભાઈ
  તમે હમેંશા અજબ ગજબની માહિતી આપતા રહો છો .
  તમે તમારી અડિત કર્ક માયાર જેટલી ઉમરે મને તમારી બર્થ ડે પાર્ટીમાં બોલાવશોને?
  હું તો એની આંખોની ચમક હાસ્ય વેરતું મુખ જોઇને વારી જાઉં છું હું એનાથી પ્રેરણા લેતો આનંદ મય જીવન વિતાવવા માંગુ છું .
  आता न बुतखाने जाता न बुत परस्ती करता है
  बुताँ को घर बुलाकरके इबादत उसकी करता है बुतखाना =मंदिर बुतपरस्ती =मूर्तिपूजा बुताँ =सुन्दरीओ અને આથીજ હું પ્રફુલ્લિત રહી શકું છું . સમાજથી ડરી જઈને ધીમો આત્મ ઘાત કરવા માગતો નથી . કોયલડીઓ જલસા કરાવે છે અને જલસા કરુણ છું

  Like

  • Vinod R. Patel ફેબ્રુવારી 19, 2014 પર 6:35 એ એમ (AM)

   આદરણીય આત્તાજી ,

   તમારા હૃદયની લાગણીઓનો પડઘો પાડતા તમારા પ્રતિભાવ માટે આભાર

   તમે પણ હવે ૯૪/૯૫ વર્ષ સુધી તો પહોંચી ગયા છો .

   તમારી જીંદાદીલીમાંથી પણ અમારે ઘણું શીખવાનું છે .

   આ બધો ઉપરવાળાનો ખેલ છે . ક્યારે આપણો ખેલ આટોપાઈ જવાનો છે એ એના વિના કોણ કહી શકે એમ છે !

   દરેક દિવસને પ્રભુની એક ભેટ માની એને માણી લેવાનો છે , હસતા હસતા . કેમ બરાબરને !

   Like

   • Vinod R. Patel ફેબ્રુવારી 20, 2014 પર 4:35 એ એમ (AM)

    E-mail reply from Aattaji

    પ્રિય વિનોદ ભાઈ
    તમારી વાત તદ્દન સાચીછે કે પરમેશ્વરે આપેલી દિવસોની ભેટ મોજ થી માણી લેવાની છે બાકી તો’ આગાહ અપની મોત સે કોઈ બશર નહિ સમાન સો બરસકા પલકી ખબર નહિ .
    આગાહ=જાણકાર બશર = મનુષ્ય
    Ataai
    ~sacha hai dost hagiz juta ho nahi sakta
    jal jaega sona firbhi kaalaa ho nahi sakta
    Teachers open door, But you must enter by yourself.

    Like

 3. himmatlal aataa માર્ચ 6, 2014 પર 5:48 એ એમ (AM)

  પ્રિય વિનોદ ભાઈ
  યહૂદી ખ્રિસ્તી અને મુસલમાન જેવા કેટલાક ધર્મો પરમેશ્વર આકાશમાં રહે છે એવું માને છે .એટલે વાત જિ પ ણે લોકો પણ “ઉપર વાલાની મરજી ” એવું બોલીએ છીએ બાકી વગોવાય ગએલા અને મારી નાખેલા અને જેના વિષે એવો પ્રચાર થયો કે તે પરમેશ્વરનું અસ્તિત્વને સ્વીકારતો નથી એવા આપણા સમર્થ તત્વ વેત્તા ના કહેવા પ્રમાણે પરમેશ્વર સર્વવ્યાપી ,સર્વ શક્તિ માન સર્વજ્ઞ , છે .
  “ભોયમાં પેસી ભોયરે કરીએ કાઈ વાત તે જાણે જગનો નાથ ”
  તમને મારી વાત ન ગમી હોય તો મને વાંધો નથી .તમારા જેવા મારા નાના ભાઈનું મને દુ:ખ લાગે એમ નથી . એક બીજી વાત તત્વવેત્તા બૃહસ્પતિ એ પોતાની બુકમાં એવું લખેલું કે
  જીવોની એટલેકે માણસો ની કર્મો પ્રમાણે સજા કે માફી આપનાર ન્યાયાધીશ છે પરમેશ્વર નથી , આ વચન ને સ્વાર્થી અને લોકોની મૂર્ખાઈમૂર્ખાઈનો લાભ લઇ આજીવિકા કરનારા વિદ્વાનોએ લોકોને એવું ઠસાવ્યું કે બૃહસ્પતિ પરમેશ્વરના અસ્તિત્વ નો સ્વીકાર નથી કરતો

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: