વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(400 ) ‘સાસુ સાથેનો મારો પ્રથમ ઝઘડો’……….. લેખક- શ્રી દીનેશ પાંચાલ

રેશનલ વિચારોને ગુજરાતી લોક સમૂહ સમક્ષ અવાર નવાર રજુ કરતા મારા મિત્ર શ્રી ગોવિંદભાઈ મારુના બ્લોગ  અભિવ્યક્તીમાં પ્રસિદ્ધ થયેલ  શ્રી દીનેશ પાંચાલ લિખિત એક લેખ  ‘સાસુ સાથેનો મારો પ્રથમ ઝઘડો’ એમણે મને ઈ-મેલથી વાંચવા મોકલ્યો હતો .આ લેખ મને ગમી જતાં એને આજની પોસ્ટમાં મુક્યો છે .

આશા છે વિનોદ વિહારના વાચકોને પણ આ લેખ એટલો જ ગમશે .

સાહીત્ય અકાદમી’ અને ‘સાહીત્ય પરીષદ’ વગેરેનાં ઈનામો મેળવી ચુકેલા  શ્રી. દીનેશભાઈ પાંચાલ ગુજરાતનાં ઘણાં દૈનીકો અને સામયીકોમાં લખે છે એટલે એક સીદ્ધહસ્ત લેખક તરીકે ગુજરાતમાં જાણીતા છે.

તેઓનું તેરમું પુસ્તક ‘હૈયાંનો હસ્તમેળાપ’ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય તરફથી તાંજેતરમાં પ્રકાશીત થયું છે. આ પુસ્તક દરેક સાસરે જતી નવોઢા માટે ‘ગાઈડ’ની ગરજ સારે એવું છે .

સમસ્યાઓ સાથે ઉકેલનું વાસ્તવીક શબ્દચીત્રણ ‘હૈયાંનો હસ્તમેળાપ’ પુસ્તકમાં રજુ કર્યું છે.

આ પોસ્ટમાં મુકેલ ‘સાસુ સાથેનો મારો પ્રથમ ઝઘડો’ લેખ આ પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે  જે ભારે લોક ચાહના મેળવી રહ્યો છે .

આપણા સમાજમાં સાસુ અને વહુના સબંધોમાં ભરતી ઓટ આવ્યાં કરે છે અને કોઈવાર ઝગડા થયાના પણ બનાવો  બનતા હોય છે .સાસુ – વહુ વચ્ચે  નાના મોટા ઝગડા થાય એ નવાઈ નથી . પરંતુ જો સાસુ-વહુ બંને સુશિક્ષિત હોય અને સમજદારીનુ  પ્રમાણ વધુ  હોય તો  આવા ઝગડા થવાની સંભાવના બહુ જ ઘટી જાય છે . આજે એવી ઘણી સમજુ સાસુઓ છે જે વહુને એક દીકરીની જેમ ગણે છે .

સાસુ અને વહુના સબંધોમાં પતિની સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી થતી હોય છે .

આ લેખમાં લેખકે પોતાની અનુભવી કલમ દ્વારા આજના સમયને અનુરુપ મનોજ અને માયાના દામ્પત્ય જીવનમાં છાસવારે થતા મતભેદો અને મનમુટાવ વગેરેની કથા વર્ણવી છે અને એના  ઉકેલ પણ અત્યન્ત સહજ રીતે બતાવ્યા છે.

એક ખુબ ભણેલી ઈન્ટલેક્ચ્યુઅલ એવી કૉલેજની લેક્ચરર (માયા) એના દામ્પત્યજીવનની તમામ સમસ્યાઓમાંથી કેવી સુઝબુઝથી માર્ગ કાઢે છે તેનું તેમણે રૅશનલ દૃષ્ટીકોણથી નીરુપણ કર્યું છે.

 આ વાર્તામાં આવતી વહુ  માયા એની આવડત અને સમજણથી સાસુ-વહુના સંબંધોને સુધારવાનો જે રસ્તો અખત્યાર કરે છે ઉદાહરણીય છે . 

આ લેખના લેખક શ્રી દીનેશ પાંચાલ, મિત્ર બ્લોગર શ્રી ગોવિંદભાઈ મારુ અને આ લેખ માટે ઈ-મેલથી ધ્યાન દોરનાર શ્રી ઉત્તમભાઈ ગજ્જરનો પણ હું ખુબ આભારી છું .

વિનોદ પટેલ

————————————————–

haiyaano-hastamelap-1

સાસુ સાથેનો મારો પ્રથમ ઝઘડો…..લેખક- શ્રી દીનેશ પાંચાલ

પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓના શોષણની ઘટના નવી નથી. જો કે કેટલાક પુરુષો કહે છે :

‘શું સ્ત્રીઓ પુરુષોનું શોષણ નથી કરતી ? કેટલીક સ્ત્રીઓ પુરુષો પર હાથ પણ ઉપાડે છે.’

કેટલીક સ્ત્રીઓ એવી જાગીરદાર પ્રકૃતીની હોય છે કે તેમનું ચાલે તો તેઓ પુરુષોને હુકમ કરે :

‘મારે બાળક જોઈએ છે; પણ પ્રસુતી જોઈતી નથી, માટે તું પ્રેગ્નન્ટ બન અને મને બાળક આપ !

’ કેટલીક સ્ત્રીઓ પતી સહીત ઘરના તમામ સભ્યો પર સરકસના રીંગમાસ્ટરની જેમ હુકમ ચલાવે છે,

જે કારણે સાસુ–વહુ વચ્ચે સતત તંગદીલી રહે છે.’

પ્રસીદ્ધ ટીવી ચેનલના મૅનેજરે ફોન પર ઈન્ટરવ્યુ માટેનો સમય માગ્યો ત્યારે માયાએ તે આપ્યો ખરો,

પણ રીસીવર મુકતાં એણે હસીને મંગળાબહેનને કહ્યું :

 ‘મમ્મીજી, લો હવે રહી–રહીને ટીવીવાળા જાગ્યા. કહે છે, ઈન્ટરવ્યુ લેવો છે !’

મંગળાબહેને કહ્યું : ‘વહુબેટા, ઈન્ટરવ્યુ આપવામાં વાંધો નથી; પણ પછી થાય છે એવું કે ફોન બહુ આવે છે.

એથી સતત રોકાયેલાં રહેવું પડે છે. તું ટીવીવાળાને કહેજે કે આપણો ફોન જાહેર ન કરે !’

‘મમ્મીજી, સાચું કહું મને તો ફોન પર લોકો જોડે વાતો કરવાની મજા આવે છે.’

‘પણ વહુબેટા, દીવસો સુધી આપણા અંગત જીવન પર લોકોની જીજ્ઞાસા હાવી થઈ જાય તેનું શું ?

લોકો પુછે છે : તમે સાસુ–વહુ મન્દીરે પણ સાથે જાઓ છો ?’…………………

આગળ આ આખો લેખ રસસ્પદ લેખ શ્રી ગોવિંદભાઈ મારુના બ્લોગ

અભિવ્યક્તિની આ લીંક ઉપર જઈને વાંચો .

————————————————————————————————

હાસ્યેન સમાપયેત -થોડીસી રમુજ 

ઉપર સાસુ -વહુ સંબંધોને રજુ કરતો લેખ વાંચ્યા પછી અગાઉ એક પોસ્ટમાં પણ 

મુકેલો નીચેનો સાસુ વહુનો એક કાવ્યમય રમુજી સંવાદ વાંચવાની પણ મજા લઇ લો .

Photo courtesy- Google images

Photo courtesy- Google images

એક સાસુ-વહુનો રમુજી સંવાદ

એક આધુનિક વહું એની સાસુમાને શું કહે છે !

 

  ના કરો સાસુમા, દીકરો દીકરો

હવે તો એ હસબંડ મારો છે ..!

જ્યારે પહેરતો હતો બાબા-શુટ 

ત્યારે એ ગુડ્ડુ તમારો હતો 

હવે તો  પહેરે છે ત્રણ-પીસ શુટ

હવે તો એ ડાર્લિંગ  મારો છે ..!

જ્યારે  પીતો હતો બોટલમાં દૂધ

ત્યારે એ ગગો તમારો હતો 

હવે તો પીએ છે ગ્લાસમાં જ્યુસ

હવે તો  એ મિસ્ટર મારો છે ..!

જ્યારે લખતો હતો એ એ.બી.સી.

ત્યારે નાનકો એ તમારો હતો .

હવે તો કરે  એસ.એમ.એસ.

હવે તો જાનું મારો છે

જ્યારે ખાતો’તો ચોકલેટ આઈસ્ક્રીમ ,

ત્યારે વાવલો તમારો તમારો હતો .

હવે તો ખાય છે પીઝા પાસ્તા

હવે તો હબી એ મારો છે

જ્યારે જતો તો સ્કુલ-હાઈસ્કુલ

ત્યારે એ બાબલો તમારો હતો

હવે તો જાય છે એ ઓફિસમાં

હવે તો ઓફિસર મારો છે

જ્યારે એ માગતો પોકેટ-મની  

ત્યારે લાડલો તમારો હતો

હવે લાવે છે એ લાખો રૂપિયા

અત્યારે એ એ.ટી.એમ. મારું છે  

માટે, ના કરો સાસુમા દીકરા દીકરા

હવે તો હસબંડ મારો છે … મારો છે !

( હિન્દીમાંથી ભાવાનુવાદ- વિનોદ પટેલ )

 

5 responses to “(400 ) ‘સાસુ સાથેનો મારો પ્રથમ ઝઘડો’……….. લેખક- શ્રી દીનેશ પાંચાલ

  1. pragnaju ફેબ્રુવારી 24, 2014 પર 1:35 પી એમ(PM)

    યાદ આશા પુરોહિત

    સાસુ-નણંદ હવે કમ્પ્યૂટર શીખીને શોધે છે એવો પ્રોગ્રામ,
    કે, નવલી વહુઆરુ પણ આવતાંની સાથે જ જો ભૂલી જાય મહિયરનું નામ

    નવલી, વહુઆરુ કંઈ ઓછી નથી કે, એ તો ઈચ્છે છે, ‘માઉસ’ બેયને કરડે,
    ‘કી-બોર્ડ’ પર હાથ જરા મૂકે તો ‘કી-બોર્ડ’ પણ સાસુ-નણંદનો હાથ મરડે.

    સાસુ-નણંદ હવે ‘ઈ-મેઈલ’માં મોકલે છે, ધમકીઓ રોજ રોજ એવી,
    દહેજમાં એક હજી કમ્યૂટર જોઈએ છે નહીંતર થશે જ જોવા જેવી.

    નવલી વહુઆરુ કંઈ ઓછી નથી કે, એ તો ‘ઈ-મેઈલ’માં ‘વાયરસ’ મોકલાવતી,
    ‘ઈ-કાર્ડ’માં ડ્રેક્યૂલા, બાબરિયો ભૂત એવાં દશ્યોથી બેયને ડરાવતી.

    સાસુ-નણંદ વળી ‘વોઈસમેલ’માં મોકલે ન સાંખી શકાય એવાં મેણાં,
    સાસુ-નણંદ અને વહુવારુ વચ્ચેના જન્મોથી કેવાં છે લેણાં !

    ‘ઈન્ટરનેટ ચૅટિંગ’માં સામસામી થાતી હોય સાસુ ને વહુની લડાઈ,
    જ્યાં લગી હૈયાવરાળ નહીં ફૂંકે ને ત્યાં લગી કેમ એ ધરાય ?

    નવલી વહુઆરુ કંઈ ઓછી નથી કે, એ તો મેસેજ છોડે છે કંઈક એવો,
    પહેલાંનો ચીલો ચાતરવાનું બંધ કરી થોડીક તો લાગણીઓ સેવો.

    કમ્પ્યૂટર ઈચ્છે છે, આમની અથડામણમાં જાતે જ ‘કલોઝ’ થઈ જાવું,
    દાદા હો દીકરી ને સાસુ-નણંદના ઝઘડામાં નથી ફસાવું.

    ઝઘડામાં અમથું કંઈ નથી જોડાવું કે બીજું કંઈ નથી શું કામ ?
    સાસુ-નણંદ હવે કમ્યૂટર શીખીને શોધે છે એવો પ્રોગ્રામ.

    Like

  2. aataawaani ફેબ્રુવારી 25, 2014 પર 5:26 એ એમ (AM)

    સાસુ વહુ વિશેની વાત અને પ્રજ્ઞા બેનની કવિતા પણ રસ દાયક હતી .જુના સમયમાં સાસુઓનો વહુઓ ઉપર ત્રાસ હતો પણ મારાં ગ્રેટ ગ્રાન્ડ મધર સુંદર માના સમયમાં ઉલટી ગંગા હતી સુંદર માને પોતાના દીકરા (મારા દાદા )ની વહુ મારાં દાદી મા પૂરી માનો ત્રાસ હતો .મારા દાદા મ “માવડિયા પુતર ” હતા તેઓ પુરીમાને તેઓનો વાંક હોય તો પણ કશું કહી નોતા શકતા એક વખત પૂરી માના ત્રાસે માજા મૂકી અને સુંદર માના માથામાં મીઠું ભરેલી દોણી મારી લોહી લુહાણ કરી મુકેલા

    Like

  3. chandravadan ફેબ્રુવારી 25, 2014 પર 10:15 એ એમ (AM)

    Vinodbhai,
    I read that Post on Govindbhai Maru’s Blog & had commented.
    REPOSTING that Comment here>>>>
    chandravadan

    One of the best by DINESH PANCHAL.
    The WAR of the MOTHER-IN -LAW & the DAUGHTER-IN-LAW.
    This SASUPANU comes form the IGNORANCE & EGO.
    The Ignorance & Ego linked to JUNVANI (Old Thinking).
    When these VANISH….there is SPACE for the CHANGE ( Parivartan)
    The removal of the JUNVANI leads to NEW RELATIONSHIP
    SASU can see VAHU as her DAUGHTER….if that happens there is LOVE..which leads to respect for EACHOTHER.
    Now….we must NOT be NARROW-MINDED to the RAMNAM LEKHAN as WRONG & WALKING DAILY as the ONLY TRUTH.
    If one walks daily & do the DIVINE ACTS….it can be even BETTER for the SELF.
    I do not wish that the READERS see ASTIK & NASTIK LINKAGE to this discussions. These discusstions lead to RATIONALIST & NON RATIONALIST Views labeling…The READERS must remain free of these NARROW DEFINITIONS….If one thinks as as NON-BELIEVER in the DIVINE he has that RIGHT…If one believes in GOD let him/her exercise that RIGHT.
    Do not give the OPINION as “your’s being always right”….I dislike that !
    BUT…One thing is noted this Blog publishes NICE INFORMATIVE POSTS.
    Govindbhai…I SALUTE you !
    Thanking you for visiting my Blog CHANDRAPUKAR
    DR. CHANDRAVADAN MISTRY
    Invitng ALL to Chandrapukar !
    HAPPY VALENTINE DAY to All !
    Vinodbhai,
    NICE of you to publish that LEKH here on your Blog.
    Chandravadan
    http://www.chandrapukar.wordpress.com
    Hope to see you & ALL @ Chandrapukar !

    Like

  4. nabhakashdeeph Patel ફેબ્રુવારી 28, 2014 પર 11:09 એ એમ (AM)

    જીવન દર્શનને એક આગવી રીતે ઝીલી, સંબંધોને તોલી જાણતા, લેખકના કૌશલ્યને મનભરી માણ્યું.ખૂબ જ નીવડેલી કલમ..શ્રી દિનેશભાઈની.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.