વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ફેબ્રુવારી 24, 2014

(401) નિરાશાની દીવાલોને બારણામાં પલટાવી નાંખો – નીક વુજીસિક Nick Vujicic નું એક પ્રેરક પ્રવચન

Nick Vujicic-with quote

બે હાથ અને બે પગ વિનાનો નીક વુંજીસિક Nick Vujicic આજે એના મોટીવેશનલ પ્રવચનોથી વિશ્વભરમાં જાણીતો બની ગયો છે . વિશ્વના અનેક દેશોમાં પ્રવચનો આપવા માટે સંસ્થાઓ એને આમંત્રે છે .

આજ સુધીમાં એ ભારત સહીત વિશ્વના ૪૪ દેશોની મુલાકાત લઇ ચુક્યો છે .

હાથ પગ વિહીન નીક વુંજીસિક Nick Vujicic નો વિસ્તૃત પરિચય વિકિપીડીયાની

આ અંગ્રેજી લીંક ઉપર ક્લિક કરીને વાંચો .

ઓસ્ટ્રેલિયામાં જન્મેલ નીક હાલ કેલીફોર્નીયામાં એની પત્ની અને નાના બાળ પુત્ર સાથે રહીને પ્રવૃતિશીલ રહે છે અને મોટીવેશનલ સ્પીકર તરીકે સૌને પ્રેરણા આપતો રહે છે .

જીવનમાં એ શુ નહી કરી શકે એના ઉપરથી ધ્યાન હટાવીને એ શુ કરી શકે એમ છે એના ઉપર એણે ધ્યાન કેન્દ્રિત કર્યું .માણસમાં આત્મ શક્તિનો ભંડાર પડ્યો હોય છે એનું એ એક ઉમદા ઉદાહરણ છે .

નીક એના જીવનની બધી જૂની નિરાશાઓને હઠાવીને આજના તબક્કે એની કીર્તિને એ વિશ્વમાં ફેલાવી શક્યો છે અને ખુબ જ સંતોષપૂર્વક એના કુટુંબ સાથે રહીને લોકોપયોગી જીવન વિતાવી રહ્યો છે . નીક સૌને માટે એક જીવતી જાગતી પ્રેરણા છે .

બાળપણમાં એના બાહ્ય શરીરને જોઈને લોકોનાં ટોણાથી વાજ આવીને ડિપ્રેશનને લીધે એક વખત એણે આપઘાત કરવાનો વિચાર કર્યો હતો .આ વિચારને એણે કેવી રીતે હટાવ્યો એની સુંદર રજૂઆત નીચેના વિડીયોમાં TED સંસ્થા આયોજિત એક પ્રવચનમાં એ કરે છે .

આ વિડીયોમાંના એના પ્રવચનનો વિષય છે Overcoming hopelessness . આ પ્રવચનમાં એણે એના જીવનના અનુભવો રજુ કરીને યાદ રહી જાય એવી પ્રેરક વાતો કરી છે . આ વિડીયોના અંતે એણે સરસ કહ્યું છે કે  TURN YOUR WALLS INTO DOORS  એટલે કે તમારી પ્રગતિને રૂંધતી દીવાલોને હટાવીને એને બારણામાં પલટી દો .

નીચેના મુકેલ બે વિડીયોમાં શરીરની દ્રષ્ટીએ ફક્ત માથું અને ધડ ધરાવતા પરંતુ જીવન જીવવાની ભારોભાર આત્મશક્તિ , ઉત્સાહ અને જોશ ધરાવનાર આ વિશ્વ પ્રસિદ્ધ મોટીવેશનલ વક્તા નીકના પ્રેરક પ્રવચનને સાંભળીને તમને એના પ્રત્યે જરૂર અહોભાવ જાગશે .

Overcoming hopelessness: -Speech of Nick Vujicic at TED

Nick Vujicic on Oprah TV Show

નીચેની લીંક ઉપર એક બીજો યુ-ટ્યુબ વિડીયો પણ જોવાનું ચુકતા નહિ

Nick Vujicic the most Amazing Incredible Love Story -His Bride

Nick Vujicic with wife Kanae and new born son  Kiyoshi

Nick Vujicic with wife Kanae and new born son Kiyoshi

Nick Vujicic નાં આવાં બીજાં અનેક ચિત્રો

ગુગલ ઈમેજની આ લીંક ઉપર જોવા મળશે

ALSO VISIT THESE WEB SITES OF  NICK VUJICIC