વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(401) નિરાશાની દીવાલોને બારણામાં પલટાવી નાંખો – નીક વુજીસિક Nick Vujicic નું એક પ્રેરક પ્રવચન

Nick Vujicic-with quote

બે હાથ અને બે પગ વિનાનો નીક વુંજીસિક Nick Vujicic આજે એના મોટીવેશનલ પ્રવચનોથી વિશ્વભરમાં જાણીતો બની ગયો છે . વિશ્વના અનેક દેશોમાં પ્રવચનો આપવા માટે સંસ્થાઓ એને આમંત્રે છે .

આજ સુધીમાં એ ભારત સહીત વિશ્વના ૪૪ દેશોની મુલાકાત લઇ ચુક્યો છે .

હાથ પગ વિહીન નીક વુંજીસિક Nick Vujicic નો વિસ્તૃત પરિચય વિકિપીડીયાની

આ અંગ્રેજી લીંક ઉપર ક્લિક કરીને વાંચો .

ઓસ્ટ્રેલિયામાં જન્મેલ નીક હાલ કેલીફોર્નીયામાં એની પત્ની અને નાના બાળ પુત્ર સાથે રહીને પ્રવૃતિશીલ રહે છે અને મોટીવેશનલ સ્પીકર તરીકે સૌને પ્રેરણા આપતો રહે છે .

જીવનમાં એ શુ નહી કરી શકે એના ઉપરથી ધ્યાન હટાવીને એ શુ કરી શકે એમ છે એના ઉપર એણે ધ્યાન કેન્દ્રિત કર્યું .માણસમાં આત્મ શક્તિનો ભંડાર પડ્યો હોય છે એનું એ એક ઉમદા ઉદાહરણ છે .

નીક એના જીવનની બધી જૂની નિરાશાઓને હઠાવીને આજના તબક્કે એની કીર્તિને એ વિશ્વમાં ફેલાવી શક્યો છે અને ખુબ જ સંતોષપૂર્વક એના કુટુંબ સાથે રહીને લોકોપયોગી જીવન વિતાવી રહ્યો છે . નીક સૌને માટે એક જીવતી જાગતી પ્રેરણા છે .

બાળપણમાં એના બાહ્ય શરીરને જોઈને લોકોનાં ટોણાથી વાજ આવીને ડિપ્રેશનને લીધે એક વખત એણે આપઘાત કરવાનો વિચાર કર્યો હતો .આ વિચારને એણે કેવી રીતે હટાવ્યો એની સુંદર રજૂઆત નીચેના વિડીયોમાં TED સંસ્થા આયોજિત એક પ્રવચનમાં એ કરે છે .

આ વિડીયોમાંના એના પ્રવચનનો વિષય છે Overcoming hopelessness . આ પ્રવચનમાં એણે એના જીવનના અનુભવો રજુ કરીને યાદ રહી જાય એવી પ્રેરક વાતો કરી છે . આ વિડીયોના અંતે એણે સરસ કહ્યું છે કે  TURN YOUR WALLS INTO DOORS  એટલે કે તમારી પ્રગતિને રૂંધતી દીવાલોને હટાવીને એને બારણામાં પલટી દો .

નીચેના મુકેલ બે વિડીયોમાં શરીરની દ્રષ્ટીએ ફક્ત માથું અને ધડ ધરાવતા પરંતુ જીવન જીવવાની ભારોભાર આત્મશક્તિ , ઉત્સાહ અને જોશ ધરાવનાર આ વિશ્વ પ્રસિદ્ધ મોટીવેશનલ વક્તા નીકના પ્રેરક પ્રવચનને સાંભળીને તમને એના પ્રત્યે જરૂર અહોભાવ જાગશે .

Overcoming hopelessness: -Speech of Nick Vujicic at TED

Nick Vujicic on Oprah TV Show

નીચેની લીંક ઉપર એક બીજો યુ-ટ્યુબ વિડીયો પણ જોવાનું ચુકતા નહિ

Nick Vujicic the most Amazing Incredible Love Story -His Bride

Nick Vujicic with wife Kanae and new born son Kiyoshi

Nick Vujicic with wife Kanae and new born son Kiyoshi

Nick Vujicic નાં આવાં બીજાં અનેક ચિત્રો

ગુગલ ઈમેજની આ લીંક ઉપર જોવા મળશે

ALSO VISIT THESE WEB SITES OF  NICK VUJICIC

9 responses to “(401) નિરાશાની દીવાલોને બારણામાં પલટાવી નાંખો – નીક વુજીસિક Nick Vujicic નું એક પ્રેરક પ્રવચન

 1. pragnaju ફેબ્રુવારી 25, 2014 પર 12:06 પી એમ(PM)

  પ્રેરણાદાયી વીડીયો માણી
  આનંદ

  Like

 2. pravinshastri ફેબ્રુવારી 26, 2014 પર 10:22 એ એમ (AM)

  મારા બન્ને હાથ સાબુત છે પણ Rheumatoid Arthritis ને કારણે આંગળા વળતા નથી અને વળે તો સીધા થતા નથી. હું ઘરમાં કકળાટ કરી મુંકું છું. પહેલાની જેમ આ નથી થઈ શકતું એવી ફરિયાદો કરતો ફરું છું ત્યારે આ નીક! અને પ્રેરણા? અહોભાવ અને વંદના, પણ હું સુધરીશ નહીં. મારાથી હવે ના બદલાવાય….હું તો સ્વભાવગત રોદણાં રડ્યા જ કરીશ. કોઈને મારી સાથે જોડાવું છે?

  Like

 3. aataawaanihimmatlal ફેબ્રુવારી 27, 2014 પર 4:10 એ એમ (AM)

  પ્રિય વિનોદભાઈ
  હાથ પગ વગરનો માણસ ઘણું બધું કરી શકે છે તો હાથ પગ વાળાએ નિરાશ થવાની જરૂર ખરી ?

  Like

 4. Vinod R. Patel ફેબ્રુવારી 27, 2014 પર 5:27 એ એમ (AM)

  E-mail respose from Shri Attaji .

  Khub prerana daayk chhe

  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.

  Like

 5. nabhakashdeeph Patel ફેબ્રુવારી 28, 2014 પર 11:00 એ એમ (AM)

  ખૂબ જ પ્રેરણાદાયી ,જીવંત કથા આપે પ્રગટ કરી…અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 6. chandravadan માર્ચ 13, 2014 પર 2:29 પી એમ(PM)

  Viewed the Video.
  A Person born without the Upper & Lower Limbs.
  Yet…he had accepted that as the Gift of God, & being thankful to God.
  This is the attitude one must adopt>>>
  ACCEPT YOURSELF as CREATED by GOD.
  Do not be ANGRY at GOD, but be THANKFUL for what He had given.
  USE to its MAXIMUM POTENTIAL what GOD had granted you.
  This is the STORY of NICK VUJICICI of AUSTRALIA who now resides in CALIFORNIA.
  Thanks for the Video, Vinodbhai !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ Chandrapukar !

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: