વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ફેબ્રુવારી 27, 2014

“सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा..” — નરેન્દ્ર મોદીનું એમના એક હિન્દી કાવ્યનું પઠન

Modi- hindi poem

ભારતમાં લોકસભાની ચૂંટણીઓની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે એમ દેશના રાજકીય હવામાનમાં ગરમી આવતી જાય છે .આવી ચૂંટણીઓ જાણે કે દેશમાં એક રાજકીય મહોત્સવ બની જાય છે જેમાં રાજકીય નેતાઓ મત લેવા અવનવી તરકીબો અજમાવતા હોય છે .

હાલના ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડા પ્રધાન પદ માટેના ઉમેદવાર શ્રી નરેન્દ્ર મોદી દેશના દરેક રાજ્યમાં જઈને પોતાનાં જુસ્સાભેર વક્તવ્યો દ્વારા જનતાને  ભાજપને મત આપવા માટે આકર્ષી રહ્યા છે .

સામાન્ય રીતે શ્રી મોદીને પ્રવચન આપવા માટે બીજા રીડર લીડરોની જેમ કાગળમાંથી લખેલું વાંચવાની જરૂર પડતી નથી .વક્તૃત્વ કળા એ એમને માટે એક કુદરતી બક્ષીશ છે અને કાગળમાંથી વાંચ્યા વિના કલાકો સુધી અસરકારક રીતે પ્રવચન આપી શકે છે  .

પરંતુ તાંજેતરમાં અમદાવાદની એક યુવક રેલીમાં આ નિયમમાં એક અપવાદ બની ગયો . બહું ઓછાં લોકો જાણતા હશે કે શ્રી મોદી એક પ્રખર વક્તા અને રાજકીય નેતા હોવા ઉપરાંત એક સારા લેખક અને કવિ પણ છે .આ રેલીમાં શ્રી મોદીએ હિન્દીમાં લખેલી એમની એક જુસ્સાદાર કવિતા “सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा..” નું કાગળમાં જોઈને કાવ્ય પઠન કર્યું હતું .

શ્રી મોદીના આ કાવ્યનો સંપૂર્ણ પાઠ નીચે મુજબ છે .

આ કાવ્યની નીચે વિડીયોમાં શ્રી મોદીને એનું પઠન કરતા પણ જોઈ/સાંભળી શકાશે .

આ રહી શ્રી મોદીની આખી કવિતા .

सौगंध मुझे इस मिट्टी की,….

सौगंध मुझे इस मिट्टी की,  मैं देश नहीं मिटने दूंगा
मैं देश नहीं मिटने दूंगा, मैं देश नहीं झुकने दूंगा।
मेरी धरती मुझसे पूछ रही
कब मेरा कर्ज चुकाओगे?
मेरा अंबर पूछ रहा कब अपना फर्ज निभाओगे?
मेरा वचन है भारत मां को तेरा शीष नहीं झुकने दूंगा
सौगंध मुझे इस मिट्टी कीमैं देश नहीं मिटने दूंगा।

वे लूट रहे हैं सपनों को मैं चैन से कैसे सो जाऊं
वे बेच रहे हैं भारत को खामोश मैं कैसे हो जाऊं।
हां मैंने कसम उठाई है
मैं देश नहीं बिकने नहीं दूंगा,
सौगंध मुझे इस मिट्टी कीमैं देश नहीं मिटने दूंगा

वो जितने अंधेरे लाएंगे मैं उतने उजाले लाऊंगा
वो जितनी रात बढ़ाएंगे मैं उतने सूरज उगाऊंगा।
इस छल-फरेब की आंधी में मैं दीप नहीं बुझने दूंगा
सौगंध मुझे इस मिट्टी कीमैं देश नहीं मिटने दूंगा।

वे चाहते हैं जागे न कोई बस रात का कारोबार चले
वे नशा बांटते जाएं और देश यूं ही बीमार चले।
पर जाग रहा है देश मेरा हर भारतवासी जीतेगा
सौगंध मुझे इस मिट्टी कीमैं देश नहीं मिटने दूंगा।

मांओं बहनों की अस्मत पर,  गिद्ध नजर लगाए बैठे हैं
मैं अपने देश की धरती पर अब दर्दी नहीं उगने दूंगा
मैं देश नहीं रुकने दूंगा सौगंध मुझे इस मिट्टी की
मैं देश नहीं मिटने दूंगा
अब घड़ी फैसले की आई,  हमने है कसम अब खाई
हमें फिर से दोहराना है और खुद को याद दिलाना है।
न भटकेंगे न अटकेंगे,  कुछ भी हो इस बार
हम देश नहीं मिटने देंगे
सौगंध मुझे इस मिट्टी की,  मैं देश नहीं मिटने दूंगा।

આ રેલીમાં યુવાનોને સંબોધતા અંતમાં એક સરસ વાત કરી કે —

“‘दिशा को बदलो, किनारे अपने आप बदल जाते है। “

ઉપરના કાવ્યનું જુસ્સાદાર પઠન કરતા શ્રી મોદીને નીચેના વિડીયોમાં જુઓ/સાંભળો  .

Shri Narendra Modi shares his Poem

मैं देश नहीं मिटने दूंगा, मैं देश नहीं झुकने दूंगा

Source- NARENDRA MODI’S BLOG

————————————-

અગાઉ વિનોદ વિહારની શ્રી મોદીના જન્મ દિવસની તારીખ ૧૭મી સપ્ટેમબર ૨૦૧૩ ની પોસ્ટમા

મોદીની એમનાં કેટલાંક ગુજરાતી કાવ્યો સાથે એક કવિ તરીકે પરિચય કરાવવામાં આવ્યો હતો

એને નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાચો .

શ્રી નરેન્દ્ર મોદીને “હેપી બર્થ ડે ” અને એમની કેટલીક કાવ્ય રચનાઓનો આસ્વાદ .