વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

પ્રેમનો-મહિમા-ગાતા-રહેવુ …..ગઝલ ..આસિમ રાંદેરી

રંગીન ગઝલકાર તરીકે ખ્યાતિ પામેલા, સદાબહાર, દિલથી હંમેશા યુવાન રહેતા,

રોમૅન્ટિક અને રંગીન મિજાજના ગઝલકાર આસિમ

સાહેબને ચાલો આજે યાદ કરીએ. એમને સાંભળીએ. 

તેઓ જીવનભર તેમની ગઝલ લીલામાં યુવાન હૈયાઓને તરબોળ કરતા રહ્યા.

૧૦૪ વર્ષની ઊંમરે ૦૫-૦૨-૨૦૦૯ ના રોજ રાંદેર, સુરત મુકામે એમણે એમની “લીલા”

સંકેલી લીધી હતી  . 

નીચેના વિડીયોમાં વયોવૃદ્ધ આસિમ રાંદેરીને એમના જ મુખે એમની ગઝલ સાંભળો . 

પ્રેમનો મહિમા ગાતા રહેવું જ્યાં લગી “આસિમ” શ્વાસના અટકે …

ગઝલ ..અને  કાવ્ય પઠન …આસિમ રાંદેરી

પ્રેમનો મહિમા ગાતા રહેવું જ્યાં લગી “આસિમ” શ્વાસના અટકે …ગઝલ ..આસિમ રાંદેરી

રૂપ સિતમથી લેશ ના અટકે

પ્રેમ ભલેને માથુ પટકે

પ્રેમ નગરના ન્યાય નિરાળા

નિર્દોષો પણ ફાંસી લટકે

બચપણ, યૌવન, વૃદ્ધાવસ્થા

જીવન પણ છે કટકે કટકે

એ જ મુસાફર જગમાં સાચો

જેની પાછળ મંઝિલ ભટકે

દીપ પતંગને કોઈ ના રોકે

પ્રીત અમારી સહુને ખટકે

રૂપના ફંદા ડગલે ડગલે

દિલ-પંખેરુ ક્યાંથી છટકે

નજરોના આવેશને રોકો

તૂટી જશે દિલ એક જ ઝટકે

નજરોના આવેશને રોકો

તૂટી જશે દિલ એક જ ઝટકે

ઊંઘ અમારી વેરણ થઈ છે

નેણ અભાગી ક્યાંથી મટકે

એ ઝૂલ્ફો ને એના જાદૂ

એક એક લટમાં સો દિલ અટકે

એની ઝુલ્ફો માનસરોવર

મોતી ટપકે જ્યારે ઝટકે

પ્રેમનો મહિમા ગાતા રહેવું

જ્યાં લગી “આસિમ” શ્વાસના અટકે

મુઝ પર હજી યે મારો ખુદા મહેરબાન છે

છે એ જ રંગ, એ જ છટા, એ જ શાન છે

 

સૌજન્ય-આભાર –  શ્રી કિશોર પટેલ ..શબ્દ  સેતુ , ટોરંટો ,કેનેડા

2 responses to “પ્રેમનો-મહિમા-ગાતા-રહેવુ …..ગઝલ ..આસિમ રાંદેરી

 1. pragnaju માર્ચ 7, 2014 પર 10:23 એ એમ (AM)

  મુઝ પર હજી યે મારો ખુદા મહેરબાન છે

  છે એ જ રંગ, એ જ છટા, એ જ શાન છે
  વાહ

  Like

 2. pravina માર્ચ 7, 2014 પર 11:27 પી એમ(PM)

  મુઝ પર હજી યે મારો ખુદા મહેરબાન છે

  છે એ જ રંગ, એ જ છટા, એ જ શાન છે
  ——————————————————-

  ” તેથી જ તો એ ખુદા છે સંસારની કિશ્તિનો નાખુદા છે

  રંગ રૂપથી લાપરવાહ છે મસ્ત આન બાન ને શાન છે”

  પ્રેમનો મહિમા અપરંપાર છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: