વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

કોલેજની ફી માટે મા-બાપને કોર્ટમાં ઘસડી જતી ૧૮ વર્ષની એક અમેરિકન છોકરી ( અમેરિકન સમાજ દર્પણ )

કોઇપણ દેશના અખબારો, ટેલીવિઝન  અને અન્ય આધુનિક સમાચાર ઉપકરણોમાં પ્રગટ થતી ઘટનાઓ એના સમાજ જીવનનું પ્રતિબિંબ પાડતી હોય છે .

અમેરિકાના સમાજ જીવનની આરસીમાં આ સમાચાર માધ્યમો દ્વારા એવા કેટલાયે બનાવો પ્રતિબિબિત થતા હોય છે જે વાંચીને  કે જોઈને આપણને આશ્ચર્ય ઉપજે  અને મનમાં થાય કે આવું તો ફક્ત અમેરિકામાં જ બની શકે !

અમેરિકામાં ઘણા માબાપો એમના સંતાનો પાસેથી સામાન્ય રીતે એવી અપેક્ષા રાખતા હોય છે કે તેઓ ૧૮ વર્ષના થાય એટલે એમની સ્કુલ અને કોલેજની ફી માટેનો બંદોબસ્ત એમણે કરવો જોઈએ . સરકાર પણ ફીની મદદ લોનથી કરતી હોય છે .ઘણા માબાપ સંતાનોની કોલેજ ટ્યુશન ફી માટે બચત પણ કરતા હોય છે .

અમેરિકામાં ઘણાં બાળકો હાઈસ્કુલથી જ  સ્વતંત્રતાને નામે સ્વછંદતા અને ડ્રગ જેવી કુટેવોનો શિકાર બનતા હોય છે .આવા સંજોગોમાં જો માબાપ  એમના બાળકો પાસેથી એમના સારા ભવિષ્ય માટે  ઘરમાં પાયાના નિયમોનું પાલન કરાવવા અને શિસ્ત પળાવવા જાય તો એમને કેવા પ્રશ્નોનો સામનો કરવો પડે છે એને ઉજાગર કરતી નીચેની ન્યુ જર્સીમાં બનેલ એક સત્ય ઘટનામાંથી જાણવા મળશે .

આ સત્ય ઘટનામાં ન્યુ જર્સીની એક હાઈસ્કુલ સીનીયર છોકરી રચેલ કેન્નીગે એના પેરન્ટ્સ ઘરમાં એને ત્રાસ આપે છે ,એને ઘરમાંથી કાઢી મૂકી છે અને સ્કુલ અને કોલેજની ફી આપતા નથી વગેરે ઘણી માગણીઓ રજુ કરી વકીલ રોકીને એના માતા-પીતા સામે ન્યુ જર્સીની કોર્ટમાં કેસ દાખલ કર્યો છે . આ બનાવ  હાલ ટી.વી. અને સમાચારોમાં ચકચાર જગાવી રહ્યો છે .

છેલ્લા સમાચારો પ્રમાણે માર્ચ ૪,૨૦૧૪ ના દિવસે ન્યુ જર્સીની ફેમીલી કોર્ટના જજે એવો ચુકાદો આપ્યો હતો કે રેચલ કેન્નીગના માતા પિતા રચેલએ માગેલ હાઈસ્કુલની ફી , મહીને ૬૦૦ ડોલરનું એલાઉન્સ , એટર્નીની ફી અને બીજા ખર્ચાઓ આપવા બંધાયેલા નથી  .

ન્યુ જર્સીના જજે ચુકાદો આપતાં એવી ટીકા કરી હતી કે ” શુ આપણે આ દેશમાં એવો શિરસ્તો પાડવા માંગીએ છીએ કે પોતાનાં બાળકો ઘરમાં શિસ્ત પાળે અને ઘરના પાયાના નિયમોનું પાલન કરાવવા માટે પેરન્ટસ કશું કહી ન શકે અને સતત ભયના ઓથાર નીચે રહે !” 

રચેલના માબાપે એણે માગેલ કોલેજની ફી આપવી જોઈએ કે નહિ  એનો ચુકાદો જજે એપ્રિલ ૨૨, ૨૦૧૪ સુધી મુલતવી રાખ્યો હતો .

નીચેની લીંક ઉપર આ બનાવના વિષે ફોટાઓ સાથે સમાચાર વાંચી શકાશે

A New Jersey Girl Is Suing Her Parents To Pay For Her College Tuition

આ બ્લોગમાં એક નવી કેટેગરી ” અમેરિકન સમાજ દર્પણ ” હેઠળ અવાર નવાર આવી સત્ય ઘટનાઓ વિષેના લેખ પોસ્ટ કરવામાં આવશે . વાચકોને પણ તેઓ આવી જાણવા જેવી અમેરિકન જન સમાજમાં બનતી સત્ય ઘટનાઓ વિષે લખી મોકલવા આમંત્રણ છે .

વિનોદ પટેલ

 

5 responses to “કોલેજની ફી માટે મા-બાપને કોર્ટમાં ઘસડી જતી ૧૮ વર્ષની એક અમેરિકન છોકરી ( અમેરિકન સમાજ દર્પણ )

 1. pragnaju માર્ચ 7, 2014 પર 10:29 એ એમ (AM)

  આવા છૂટા છવાયા બનાવોથી આખા સમાજ માટે અભિપ્રાય બંધાય નહીં

  કોલેજમા તો ઘણાખરા યુવાનો પોતાની જવાબદારી જાતે જ ઉઠાવે છે

  Like

  • jagdish48 માર્ચ 9, 2014 પર 4:01 એ એમ (AM)

   પ્રજ્ઞાબેન,
   ‘આવા છૂટા છવાયા બનાવોથી આખા સમાજ માટે અભિપ્રાય બંધાય નહીં’
   વ્યર્થ ચર્ચ કરવાનો અર્થ નથી પણ ભારતનો બુધ્ધીજીવી વર્ગ અને NRI આવા એકલદોકલ પ્રસંગોથી જ ભારતીય સંસ્કૃતિને ભાંડવાનું કાર્ય કરે છે. પોતાને અલગ વિચારધારા અને સત્ય લખવાનો દાવો કરતા કેટલાક બ્લોગરો, પોતાને રેશનાલીસ્ટ ગણાવતા કેટલાક મિત્રોના લેખ, અવું તો ઘણું બધુ છે. દિલ્હીમાં એક બળાત્કારનો કિસ્સો મીડીયા ચગાવે અને અમેરીકાની ભારતીય મુળની છોકરીઓ ‘સની લીઓન’ને ભારતીય મુળ (?)ની ગણી ભારતીયો ગર્વ લેતા હશે એમ લખી ભારતીયોની ભદ્દી મજાક કરે… આને શું સમજવું ?

   Like

 2. pravinshastri માર્ચ 8, 2014 પર 3:01 એ એમ (AM)

  મારો પુત્ર કર્મેશ (આજની ઉમ્મર ૪૮ વર્ષ) હાઈસ્કુલના વર્ષથી જ અનેક પાર્ટ ટાઈમ કરીને અંગત ખર્ચા કાઢતો હતો. આજે પણ અનેક ટીનેજરો આ રીતે કામ કરે જ છે. કૉલેજ માટે પણ લોન અને જોબ દ્વારા ખર્ચા કાઢે છે. અમેરિકામાં તદ્દન સામાન્ય છે.
  સવાલ જ્યારે કાનુની બને ત્યારે ૧૮ની અંદરના સગીર માટે માંબાપની લઘુત્તમ જવાબદારી કેટલી?
  ડિવોર્સી બાપ ચાઈલ્ડ સપોર્ટ માટે કેટલી રકમનો જવાબદાર છે તે કૉર્ટ નક્કી કરે છે. હવે કેટલાક કિસ્સામાં ડિવોર્સ કેસમાં અભ્યાસ કરતા સંતાનને ૨૫ કે ૨૬ વર્ષ સુધીનો સપોર્ટ ફરજીયાત બનાવાયલો સાંભળ્યો છે.
  IRS માં પણ અને કેટલાક મેડિકલ ઈન્સ્યુરનસમાં પણ એવી જોગવાઈઓ છે જ.
  હવે ૨૨મી એપ્રિલે આવતો ચૂકાદાની રાહ જોઈશું.
  વિનોદભાઈ આપનો બ્લોગ એ ઉત્તમ કક્ષાનું સામયિક છે. આપના બ્લોગ વાંચન પછી બીજા કોઈ મેગેઝિન વાંચવાની જરૂર રહેતી નથી.
  “અમેરિકન સમાજ દર્પણ” માત્ર અમેરિકન “દેશી” માટે જ નહીં પણ એક બે વાર અમેરિકા ફરી ગયેલા અને આમ તેમ થી તફડાવેલી માહિતી પરથી અમેરિકા માટે લખનારા લેખકોને પણ સાચી વાત જાણવા મળશે.

  Like

 3. chandravadan માર્ચ 9, 2014 પર 5:21 એ એમ (AM)

  When 18 year youth thinks he/she is MATURE & can take his/her own decisions, that YOUTH has lost the RIGHT for expecting the SUPPORT from the Parents.
  As per the EASTERN CULTURE, the Parents thinks of the Education & All for the Children till the Marriage. The same Parents expects the RESPECT from the Children during this period…The West must CHANGE ….Children & Parent’s THINKING must Change !
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ Chandrapukar !

  Like

 4. Ashok માર્ચ 17, 2014 પર 1:54 પી એમ(PM)

  કોલેજમા તો ઘણાખરા યુવાનો પોતાની જવાબદારી જાતે જ ઉઠાવે છે

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: