વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 412 ) કવિવર રવીન્દ્રનાથ ટાગોરના એક અંગ્રેજી કાવ્યનો અનુવાદ( મારી નોધ પોથીમાથી )

 

આજની પોસ્ટમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોર( Ravindra Nath Tagor  નું એક નીચેનું સરસ

 

અંગ્રેજી કાવ્ય અને એનો  ગુજરાતીમાં અનુવાદ કરીને આપેલ છે .

 

 

કવિવર રવીન્દ્રનાથ ટાગોરની મૂળ અંગ્રેજી કૃતિ નીચે પ્રમાણે છે .

 

Thoughts About Going to Temples:    

 

Go not to the temple to put flowers upon the feet of God,  

First fill your own house with the Fragrance of love ..

 

 Go not to the temple to light candles before the altar of God,  

First remove the darkness of sin from your heart…

 

Go not to temple to bow down your head in prayer,  

First learn to bow in humility before your fellowmen…

 

Go not to temple to pray on your knees,  

First bend down to lift someone who is down-trodden.

 

Go not to temple to ask for forgiveness for your sins,  

First forgive from your heart those who have sinned against you.

 

– Rabindranath Tagore

 

ઉપરના અંગ્રેજી કાવ્યનો મારો ગુજરાતીમાં કરેલ અનુવાદ આ પ્રમાણે છે .

 

મંદિરે જવા વિષે મારા વિચારો

 

મંદીરમાં જઈને ભગવાનના ચરણે ફળ- ફૂલો મુકવાની શી જરૂર , 

પ્રથમ તારા પોતાના ઘરને જ પ્રેમના પમરાટથી ભરી દે ને.

 

મંદીરમાં જઈને ભગવાનની વેદીએ દીપમાળા પ્રગટાવવાની શી જરૂર ,

પ્રથમ તારા હૃદયમાં પાપોનો જે અંધકાર છે એને જ દુર કરી દેને .

 

મંદીરમાં જઈને ભગવાનની સ્તુતિ કરતાં માથું નમાવવાની શી જરૂર ,

પ્રથમ તારા નજીકના સ્વજનો સમક્ષ માથું નમાવવાનું શીખને

 

મંદીરમાં જઈને ભગવાન સમક્ષ ઘૂંટણીએ પડી એને ભજવાની શી જરૂર ,

પ્રથમ વાંકા વળી નીચે પડેલ કોઈ ગરીબ જનને તું ઉભો કરી દેને .

 

મંદીરમાં જઈને તારા પાપો માફ કરવા ભગવાનને વિનવવાની શી જરૂર ,

પ્રથમ તારા વિરુદ્ધ જે લોકોએ ગુના કર્યાં હોય એ સૌને હૃદયથી માફ કરી દે ને .

 

 —-રવીન્દ્રનાથ ટાગોર

 

અનુવાદ – વિનોદ પટેલ

————————————————————————-

 

નીચેના ચિત્રમાં મહાકવિ રવીન્દ્રનાથ ટાગોરના કાવ્યનું સુંદર ચિત્રમય અવતરણ આપેલું છે

 

Tagor-Quote-2

 

ઉપરના અંગ્રેજી અવતરણનો અનુવાદ 

 

મારી નિંદ્રાધીન અવસ્થામાં મને એક સ્વપ્ન આવ્યું કે જિંદગી એક આનંદ છે 

 

જાગીને જોયું તો લાગ્યું કે જિંદગી એ એક જાતની સેવા છે 

 

અને જ્યારે કામે લાગ્યો તો મેં અનુભવ્યું કે સેવા પણ એક આનંદ છે  .  

 

— રવીન્દ્રનાથ ટાગોર 

 

 

મારી જિંદગીમાં  વાદળોનો ઢેર રમતો ઝૂમતો આવી રહયો દેખું

 

એ વાદળોમાં નથી કોઈ વરસાદ વરસાવવાનો કે તોફાન મચાવવાનો આશય

 

કિન્તુ મારી જીવન સંધ્યાના આકાશમાં મેઘધનુષી રંગો ઉમેરવાનો છે એકમાત્ર આશય . 

રવીન્દ્રનાથ ટાગોર

 

 

 

8 responses to “( 412 ) કવિવર રવીન્દ્રનાથ ટાગોરના એક અંગ્રેજી કાવ્યનો અનુવાદ( મારી નોધ પોથીમાથી )

 1. Hemant માર્ચ 13, 2014 પર 11:06 એ એમ (AM)

  Great thoughts and poem by Shree Ravindranath Tagore , I am very much proud of India who developed so many great philosopher and saints like Tagore . Thank you Vinodbhai for your positive vibration cycle to spread on your blog readers……..Hemant Bhavar ( Winnipeg )

  Like

 2. pragnaju માર્ચ 13, 2014 પર 1:10 પી એમ(PM)

  સુંદર અનુવાદ
  મંદીરમાં જઈને ભગવાન સમક્ષ ઘૂંટણીએ પડી એને ભજવાની શી જરૂર ,
  પ્રથમ વાંકા વળી નીચે પડેલ કોઈ ગરીબ જનને તું ઉભો કરી દેને .
  મંદીરમાં જઈને તારા પાપો માફ કરવા ભગવાનને વિનવવાની શી જરૂર ,
  પ્રથમ તારા વિરુદ્ધ જે લોકોએ ગુના કર્યાં હોય એ સૌને હૃદયથી માફ કરી દે ને .
  કવિવરોને કાવ્યના સિધ્ધાંત પ્રમાણે કદાચ કાંઇ ખામી લાગે પણ મૂળ કાવ્યનો ભાવ બરોબર ઉતર્યો છે આપના અનુવાદમાં અને આ
  મારી નિંદ્રાધીન અવસ્થામાં મને એક સ્વપ્ન આવ્યું કે જિંદગી એક આનંદ છે
  જાગીને જોયું તો લાગ્યું કે જિંદગી એ એક જાતની સેવા છે
  અને જ્યારે કામે લાગ્યો તો મેં અનુભવ્યું કે સેવા પણ એક આનંદ છે .
  — રવીન્દ્રનાથ ટાગોર
  આપ આ ક્ષેત્રે પણ લખવાનું વધારશો એક ગમતા કાવ્યનુ ભાષાંતર કરી આપશો
  Yet each man kills the thing he loves
  By each let this be heard.
  Some do it with a bitter look,
  Some with a flattering word.
  The coward does it with a kiss,
  The brave man with a sword!

  Like

 3. Ramesh Patel માર્ચ 14, 2014 પર 5:02 એ એમ (AM)

  શ્રી ટાગોરની મનનીય કવિતાનો મર્મ ,આપે માતૃભાષામાં ઝીલી , સુંદર રચના કરી દીધી.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 4. P.K.Davda માર્ચ 14, 2014 પર 10:31 એ એમ (AM)

  ખૂબ જ સરસ અનુવાદ કર્યો છે. ગુરૂદેવની વાતો આબેહૂબ જીલી છે. વાહ વાહ !!

  Like

 5. aataawaani માર્ચ 15, 2014 પર 4:06 એ એમ (AM)

  પ્રિય વિનોદભાઈ
  રવીન્દ્ર નાથ ટાગોર (ઠાકોર ) અજબ ગજબની વ્યક્તિ હતા
  અંગ્રેઝીએ ઠાકોરનું ટાગોર કરી નાખ્યું . જેમ આશા ભોસળે નું ભોસલે કરી નાખ્યું . કાશી માં એક મંદિર છે તે શીવાજીઓએ કે કોઈ એવા ભોસલે એ બંધાવ્યું છે એની નામ ઘોસલેજીકા મંદિર કરી નાખ્યું

  Like

 6. chandravadan માર્ચ 16, 2014 પર 4:52 એ એમ (AM)

  Vandan to a Great Person,Ravindranath Tagor !
  Nice Anuvaad of his words of Wisdom in English.
  Enjoyed this Post !
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ Chandrapukar !

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: