વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: માર્ચ 16, 2014

( 413 ) હર્ષ ઉલ્લાસ અને રંગો ભર્યો રંગીલો ઉત્સવ હોળી – ધુળેટી

This slideshow requires JavaScript.

 

 હર્ષ ઉલ્લાસ અને રંગો ભર્યો રંગીલો ઉત્સવ હોળી – ધુળેટી

હિન્દુ જન સમાજમાં દિવાળી , હોળી-ધુળેટી , ઉત્તરાયણ વિગેરે ઉત્સવો ધર્મિક માન્યતાઓ સાથે જીવનનો એક ભાગ અને હર્ષ અને ઉલ્લાસથી ઉજવાતા પ્રસંગો બની ગયા છે .

હોળી-ધુળેટી દર વર્ષે ફાગણ માસની પુનમના દિવસે,માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય હિંદુ તહેવાર છે .હોળીએ ‘રંગોનો સૌ સાથે હળી મળીને ઉજવાતો તહેવાર’ છે. આ પ્રસંગે જૂની દુશ્મની ભૂલાઈ જાય છે

આ તહેવાર પ્રસંગે વસંત ઋતુનું આગમન થઇ ચૂક્યું હોય છે . ખેતરોમાં પાક લહેરાતો હોય છે . કુદરતમાં પુષ્પોનો પમરાટ અને એક જાતની માદકતા છવાઈ જાય છે.

ઢોલીના ઢોલ સાથે ગવાતા ફાગણના ફાગ અને ધુળેટીના રંગોમાં રંગાઈને ઝૂમી ઉઠતાં જુવાન નર-નારીઓમાં હૃદયની રંગીનતા જણાઈ આવે છે.

હોળી માત્ર ભારતમાં જ નહી પણ જ્યાં જ્યાં ભારતીયો પહોંચી ગયા  છે એ દરેક દેશમાં હોળી ઉત્સવ પણ પહોંચી ગયો છે .

કરોના, કેલીફોર્નીયા નિવાસી મારા કવિ મિત્ર શ્રી રમેશ પટેલ એ એમના કવિ હૃદયને

હોળીના રંગોમાં ઝબોળીને નીચેના કાવ્યમાં

રજુ કર્યું કર્યું છે એ એમના આ કાવ્યમાં માણો .

આજ આવી છે રંગીલી હોળી….રમેશ પટેલ(આકાશદીપ)

Holi- Ramesh

હૈયાને રંગમાં ઝબોળી

આવી છે રંગીલી હોળી

છે કુદરત ખુશહાલ, સંગ નાચ મસ્તીનો વ્હાલ

શોભે તિલક આ ભાલ, લાવો હાથમાં ગુલાલ

ઉમંગે ખેલે ભેરૂઓની ટોળી

આજ આવી છે રંગીલી હોળી

ફાગણના રંગ ફાગ, મધુ કોયલના રાગ

છોડી વેરની આગ, ખેલો લઈને ગુલાલ

રંગભરી રમે નવોઢા ભોળી

આજ આવી છે રંગીલી હોળી

ઢોલ વાગ્યા હોળીના, લઈ કેસરિયા વ્હાલ

વ્રજમાં નાચે રે કાન, ભેટો લઈને ગુલાલ

લાવો ધાણી ખજૂરની ઝોળી

આજ આવી છે રંગીલી હોળી

રમેશ પટેલ

(આકાશદીપ)

હોળીનો પર્વનો ઇતિહાસ અને અન્ય માહિતી માટે વિનોદ વિહારની માર્ચ,૨૦૧૨ ના વર્ષની વર્ષની હોળી પર્વની ની આ પોસ્ટ વાંચો .આ પોસ્ટમાં મિત્ર શ્રી રમેશ પટેલ (આકાશ દીપ ) હોળી અંગેની એક બીજી સુંદર કાવ્ય રચના પણ સામેલ કરી છે એને પણ માણો .

 આવ્યો રંગોનો તહેવાર– હોળી- ધુળેટી-વસંતોત્સવ (સંકલન )

———————-

સૌ વાચક મિત્રોને હોળી પર્વ મુબારક . અભિનંદન .

H A P P Y H O L I

વિનોદ પટેલ
———————————————————–

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદ માટેના ઉમેદવાર શ્રી

નરેન્દ્ર મોદીનો હોળી-ધુળેટી પ્રસંગે અભિનંદન સંદેશ નીચેના વિડીયોમાં સાંભળો .

Shri Narendra Modi’s greetings on the festival of Holi – Gujarati 

નીચેના વિડીયોમાં ચૂંટેલાં મનને ગમે એવાં હોળી ગીતોને માણો .

Holi Khelat Nandlal I Top Holi Song