વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 413 ) હર્ષ ઉલ્લાસ અને રંગો ભર્યો રંગીલો ઉત્સવ હોળી – ધુળેટી

This slideshow requires JavaScript.

 

 હર્ષ ઉલ્લાસ અને રંગો ભર્યો રંગીલો ઉત્સવ હોળી – ધુળેટી

હિન્દુ જન સમાજમાં દિવાળી , હોળી-ધુળેટી , ઉત્તરાયણ વિગેરે ઉત્સવો ધર્મિક માન્યતાઓ સાથે જીવનનો એક ભાગ અને હર્ષ અને ઉલ્લાસથી ઉજવાતા પ્રસંગો બની ગયા છે .

હોળી-ધુળેટી દર વર્ષે ફાગણ માસની પુનમના દિવસે,માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય હિંદુ તહેવાર છે .હોળીએ ‘રંગોનો સૌ સાથે હળી મળીને ઉજવાતો તહેવાર’ છે. આ પ્રસંગે જૂની દુશ્મની ભૂલાઈ જાય છે

આ તહેવાર પ્રસંગે વસંત ઋતુનું આગમન થઇ ચૂક્યું હોય છે . ખેતરોમાં પાક લહેરાતો હોય છે . કુદરતમાં પુષ્પોનો પમરાટ અને એક જાતની માદકતા છવાઈ જાય છે.

ઢોલીના ઢોલ સાથે ગવાતા ફાગણના ફાગ અને ધુળેટીના રંગોમાં રંગાઈને ઝૂમી ઉઠતાં જુવાન નર-નારીઓમાં હૃદયની રંગીનતા જણાઈ આવે છે.

હોળી માત્ર ભારતમાં જ નહી પણ જ્યાં જ્યાં ભારતીયો પહોંચી ગયા  છે એ દરેક દેશમાં હોળી ઉત્સવ પણ પહોંચી ગયો છે .

કરોના, કેલીફોર્નીયા નિવાસી મારા કવિ મિત્ર શ્રી રમેશ પટેલ એ એમના કવિ હૃદયને

હોળીના રંગોમાં ઝબોળીને નીચેના કાવ્યમાં

રજુ કર્યું કર્યું છે એ એમના આ કાવ્યમાં માણો .

આજ આવી છે રંગીલી હોળી….રમેશ પટેલ(આકાશદીપ)

Holi- Ramesh

હૈયાને રંગમાં ઝબોળી

આવી છે રંગીલી હોળી

છે કુદરત ખુશહાલ, સંગ નાચ મસ્તીનો વ્હાલ

શોભે તિલક આ ભાલ, લાવો હાથમાં ગુલાલ

ઉમંગે ખેલે ભેરૂઓની ટોળી

આજ આવી છે રંગીલી હોળી

ફાગણના રંગ ફાગ, મધુ કોયલના રાગ

છોડી વેરની આગ, ખેલો લઈને ગુલાલ

રંગભરી રમે નવોઢા ભોળી

આજ આવી છે રંગીલી હોળી

ઢોલ વાગ્યા હોળીના, લઈ કેસરિયા વ્હાલ

વ્રજમાં નાચે રે કાન, ભેટો લઈને ગુલાલ

લાવો ધાણી ખજૂરની ઝોળી

આજ આવી છે રંગીલી હોળી

રમેશ પટેલ

(આકાશદીપ)

હોળીનો પર્વનો ઇતિહાસ અને અન્ય માહિતી માટે વિનોદ વિહારની માર્ચ,૨૦૧૨ ના વર્ષની વર્ષની હોળી પર્વની ની આ પોસ્ટ વાંચો .આ પોસ્ટમાં મિત્ર શ્રી રમેશ પટેલ (આકાશ દીપ ) હોળી અંગેની એક બીજી સુંદર કાવ્ય રચના પણ સામેલ કરી છે એને પણ માણો .

 આવ્યો રંગોનો તહેવાર– હોળી- ધુળેટી-વસંતોત્સવ (સંકલન )

———————-

સૌ વાચક મિત્રોને હોળી પર્વ મુબારક . અભિનંદન .

H A P P Y H O L I

વિનોદ પટેલ
———————————————————–

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદ માટેના ઉમેદવાર શ્રી

નરેન્દ્ર મોદીનો હોળી-ધુળેટી પ્રસંગે અભિનંદન સંદેશ નીચેના વિડીયોમાં સાંભળો .

Shri Narendra Modi’s greetings on the festival of Holi – Gujarati 

નીચેના વિડીયોમાં ચૂંટેલાં મનને ગમે એવાં હોળી ગીતોને માણો .

Holi Khelat Nandlal I Top Holi Song

7 responses to “( 413 ) હર્ષ ઉલ્લાસ અને રંગો ભર્યો રંગીલો ઉત્સવ હોળી – ધુળેટી

  1. pragnaju માર્ચ 17, 2014 પર 1:43 એ એમ (AM)

    હોળી મુબારક
    સરસ સંકલન મા ઘણું નવું જાણવા મળ્યુ

    Like

  2. Vinod R. Patel માર્ચ 17, 2014 પર 4:31 એ એમ (AM)

    શ્રી પી.કે દાવડા સાહેબએ ઈ-મેલથી એક મજાનું હોળી કાવ્ય મોકલ્યું છે એને એમનાં આભાર

    સાથે નીચે પ્રસ્તુત છે .

    મનાવો પછી રોજ હોળી મજેથી

    (ભૂજંગી)

    કરીને ભલે કાષ્ટ ભેળા બધેથી,

    જલાવો તમે આજ હોળી મજેથી,

    ઉડાડો ગુલાલો અને રંગ ભાઈ,

    અને માનજો બાળી નાખી બુરાઈ.

    ભલે છેતરાઓ તમારી જ જાતે,

    નથી નાશ પામી બુરાઈ જરાએ,

    હજીતો વધારે વધે છે બુરાઈ,

    હજી આજ લોકો રહ્યા છે લુટાઈ.

    હજી ટેક્ષ ચોરો મજાથી ફરે છે,

    અને ભ્રષ્ટ નેતા હજીયે હસે છે;

    ગરીબો તણા ભાગના ખાઈ નાણા,

    હજી પ્રહલાદના બાપ છૂટા ફરે છે.

    કરો નાશ આ દાનવોનો પહેલા,

    પછી છો ઉડાડો થઈ રંગ-ઘેલા;

    રંગો મુખ કાળા ધુતારા જનોના,

    મનાવો પછી રોજ હોળી મજેથી.

    -પી. કે. દાવડા

    Like

  3. chandravadan માર્ચ 17, 2014 પર 6:06 એ એમ (AM)

    Vinodbhai
    HAPPY HOLI CELEBRATION !
    Inviting you to read a Post on HOLI @
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

    Like

  4. Ramesh Patel માર્ચ 17, 2014 પર 6:35 એ એમ (AM)

    ઉત્સવોથી ઉમંગ છલકાય ને ભાવે રંગાય. પાપનો ભાઈ થાજો નાશ..ને યાદ કરતાં સૌને હોળી મુબારક.હોળીના રંગોને અમારા ગીતો થકી છલકાવવા માટે ખૂબ જ આભાર આદરણીયશ્રી વિનોદભાઈ.

    સૌને હોળી મુબારક..સરસ સંકલન.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  5. dee35 માર્ચ 17, 2014 પર 11:58 એ એમ (AM)

    આપ સૌને હોળી ધુળેટી મુબારક.આભાર.

    Like

  6. Anila Patel માર્ચ 18, 2014 પર 3:28 એ એમ (AM)

    Vinodbhai aapane ane aapana parivarne holi mubarak.

    Like

  7. aataawaanihimmatlal માર્ચ 18, 2014 પર 5:39 એ એમ (AM)

    પ્રિય વિનોદ ભાઈ
    નરેન્દ્ર મોદીને સાંભળ્યા અને કૃષ્ણ રાધાના ચિત્ર સાથે હોળી ગીત પણ સાંભળ્યું
    અમારી બાજુ પડવાના દિવસે એક બીજાને છાણાં મારીને રમત રમતા હોય છે મેર લોકોની વસ્તી વાળા ગામડામાં બે હોળીના પડવા ઉજવે બહું બહુ બીભત્સ શબ્દો બોલે હોળીના ફાગ તો હું એક હોળીનો ફાગ લખું અર્ધ બીબત્સ છે .
    કુલા મોટા કડ પાતળી ગોરે વાને ગાલ
    વાંઢા મારે વ્હીસલું (મારા જેવા )તારી જોઈ ચટકતી ચાલ

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.