વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 415 ) મારી કેટલીક સ્વ-રચિત અછાંદસ કાવ્ય રચનાઓ – (મારી નોધપોથીમાંથી-નવનીત )

 SONY DSC

 

“મારી નોધપોથીમાંથી ” એ શ્રેણીમાં મારા વિચાર વલોણાની નીપજ એવી  

મારી સ્વ-રચિત અછાંદસ  કાવ્ય રચનાઓ અગાઉ આ પોસ્ટમાં મૂકી હતી . 

આજની પોસ્ટમાં એવી  જ બીજી કેટલીક સ્વ-રચિત  અછાંદસ પ્રેરક કાવ્ય ક્ન્ડીકાઓ પ્રસ્તુત છે . 

આશા છે આપને એ ગમે . આપનો પ્રતિભાવ અપેક્ષિત છે  . 

વિનોદ પટેલ

———————————- 

અમીર અને ગરીબ 

ગરીબ ચાલે છે માઈલો , ભોજન મેળવવાને  કાજ,

અમીર ચાલે છે માઈલો, ભોજન પચાવવાને  કાજ .

 

ગરીબને વળે પરસેવો બહું કામ કરતી વખતે ,

અમીરને વળે પરસેવો ભોજન કરતી વખતે . 

 

ગરીબને ઓછો ખોરાક સંતોષથી પચી જાય છે,

અમીરને પકવાન પછી પણ સંતોષ  ક્યાં છે ?

 

ગરીબને ઉંઘવા માટે કોઈ પથારીની જરૂર નથી.

અમીરને ઊંઘવા માટે કોઈ પથારી પુરતી નથી.

 

ગરીબને બહું દવાઓ લેવાની જરૂર પડતી નથી,

અમીરને જીવવા માટે દવા સિવાય ચાલતું નથી.

——————————– 

અભિપ્રાય 

કોઈના વિષે તમારો કોઈ અભિપ્રાય આપતાં ખુબ વિચારજો ,

કેમ કે એ વખતે તમારી જાત વિષે પણ તમે કશુક કહી રહ્યા હશો .

 

——————————–

 

ઉંમરલાયક

 

લોકો કહે છે કે હું હવે ખુબ ઉંમરલાયક થઇ ગયો  છું ,

પ્રશ્ન થાય છે , શુ હું ખરેખર ઉંમરને લાયક થયો છું !

———————————- 

એક પ્રાર્થના 

પ્રભુ મને એવી આંખો દેજે કે જે

માણસોમાં પડેલ સર્વોત્તમ સત્વને જોઈ શકે .

પ્રભુ  મને એવું હૃદય દેજે કે જે

માણસોમાં પડેલ નીચ તત્વને માફ કરી શકે .

પ્રભુ મને એવું મન-મગજ દેજે કે જે

લોકોમાં પડેલ ખરાબીને ભૂલી જાય .

પ્રભુ મને એવો આત્મા દેજે કે જે

તારા પ્રત્યેનો મારો વિશ્વાસ ન ગુમાવે .

—————————————- 

સુખ અને શાંતિ 

વનમાં એક હરણું ખુબ દોડી રહ્યું ,સુગંધનું મૂળ શોધવાને, 

દોડી દોડી થાકી ગયું ,મેળવી ન શક્યું , અંતે ભાંગી પડ્યું,

ક્યાંથી મળે સુગંધ બીજે ક્યાય ,એતો હતી એની નાભિમાં ! 

કઈક એવું જ માનવો હર દિન  હર પળ શું નથી કરતા ?

સુખ અને શાંતિ પામવા બહાર બધે ઘાંઘા થઇ દોડતા રહ્યા,

સુખ શાંતિ તો પડી છે ભીતરમાં એ મુદ્દાની વાત જ ભૂલી ગયા !

—————————— 

આનંદ 

આનંદ કોને જોઈતો નથી હોતો ,આનંદ બધાને જ ખપે છે, 

ખરો આનંદ તો કોઈના આનંદમાં આનંદ ઉમેરવાનો છે .

—————————————– 

ફત્તેહ બહું દુર નથી . 

જિંદગી રોજે રોજ વહેતી નદી જેવી છે ,

કોઈની રોકાઈ કદી રોકાવાની નથી .

ખોટી  દલીલબાજી અને ભૂતકાળની ભૂલોની

વ્યર્થ ચિંતાઓ ઉપર વિચાર કરતા રહીને , 

વેડફી દેવા માટે  આ જિંદગી ખરેખર ટૂંકી છે .

 

જીવનમાં જે નથી મળ્યું એનું દુખ રડ્યા વિના , 

જે કઈ પણ  મળ્યું છે એને  આશીર્વાદ માની , 

તમને ચાહતા પ્રેમીજનોની કદર કરતા રહી ,

સૌના પર વ્હાલ વરસાવતા રહી , હસતા રહી ,

માથું ટટ્ટાર રાખી ખુલ્લા દિલે જીવન રાહ ઉપર

અડગતાથી એક એક કદમ માંડતા જાઓ ,

કેમ કે જ્યાંથી તમે અટકી જશો ત્યાંથી કદાચ

તમારા જીવનની ફતેહ બહું દુર નહિ હોય !

 

વિનોદ પટેલ

——————————————-

 

ચિત્ર હાઈકુ ( ફોટોકુ )

 

COW & bOY 

ઉપરનું ચિત્ર શ્રી પી.કે.દાવડાજીએ એમના ઈ-મેલમાં મને મોકલ્યું હતું  . 

આ ચિત્ર જોઈને મને જે બે હાઈકુ  ( ફોટોકુ ) રચવાની પ્રેરણા થઇ એને નીચે  પ્રસ્તુત છે 

 

બે ચિત્ર હાઈકુ ( ફોટોકુ )

 

ગાય માતા , આ

 

બાળક માટે જાણે ,

 

બની જનેતા !

——————————

 

ગાયને લોકો

 

માતા કહે એનો આ,

 

જુઓ પુરાવો !

————————

 

હાઇકુની સમજણ ( જેને એની જાણ નથી એમને માટે જ  )

 

•         હાઇકુ એ ત્રણ લીટીનું નાનકડું કાવ્ય છે. હાઈકુ એ જાપાનની દેન છે .

 

•         પહેલી અને ત્રીજી લીટીમાં પાંચ અક્ષ્રર(letter) હોવા જોઈએ

 

•         અને બીજી લીટીમાં સાત અક્ષ્રર.

 

•         અડધો અક્ષ્રર ગણાતો નથી. ( દા.ત. ધ્યાન – ત્રણ નહી પણ બે અક્ષર ગણાય છે )

 

હાઈકુની આ ત્રણ લીટી એવો વિચાર તણખો મૂકી જવી જોઇએ કે કવિ જે વાત

 

વાચક સુધી પહોંચાડવા માંગે છે તે ખૂબ સચોટ છતાં સરળ રીતે કરી શકાય .

 

 

રસ ધરાવનાર મિત્રોને કોમેન્ટ બોક્ષમાં વધુ હાઈકુ ઉમેરી હાથ અજમાવવા માટે નિમન્ત્રણ છે .

 

 

વિનોદ પટેલ

 

 

 

8 responses to “( 415 ) મારી કેટલીક સ્વ-રચિત અછાંદસ કાવ્ય રચનાઓ – (મારી નોધપોથીમાંથી-નવનીત )

 1. Ramesh Patel માર્ચ 19, 2014 પર 9:44 એ એમ (AM)

  આપની કવિતાઓમાં જીવન દર્શનનો રણકો છે, એક સંદેશો છે. રચનાઓના મર્મને માણવાની મજા આવી.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  • Hemant માર્ચ 19, 2014 પર 11:06 એ એમ (AM)

   This one is very nice , life run fast beyond our control , keep life simple , healthy and enjoy its every moment , the best rule forget and forgive for happiness…… Hemant Bhavsar

   ફત્તેહ બહું દુર નથી .
   જિંદગી રોજે રોજ વહેતી નદી જેવી છે ,
   કોઈની રોકાઈ કદી રોકાવાની નથી .
   ખોટી દલીલબાજી અને ભૂતકાળની ભૂલોની
   વ્યર્થ ચિંતાઓ ઉપર વિચાર કરતા રહીને ,
   વેડફી દેવા માટે આ જિંદગી ખરેખર ટૂંકી છે .
   જીવનમાં જે નથી મળ્યું એનું દુખ રડ્યા વિના ,
   જે કઈ પણ મળ્યું છે એને આશીર્વાદ માની ,
   તમને ચાહતા પ્રેમીજનોની કદર કરતા રહી ,
   સૌના પર વ્હાલ વરસાવતા રહી , હસતા રહી ,
   માથું ટટ્ટાર રાખી ખુલ્લા દિલે જીવન રાહ ઉપર
   અડગતાથી એક એક કદમ માંડતા જાઓ ,
   કેમ કે જ્યાંથી તમે અટકી જશો ત્યાંથી કદાચ
   તમારા જીવનની ફતેહ બહું દુર નહિ હોય !
   વિનોદ પટેલ

   Like

 2. pragnaju માર્ચ 19, 2014 પર 10:09 એ એમ (AM)

  સુંદર વિચારો
  અમીર અને ગરીબ .
  આ એક માનસિક સ્થિતી છે ઘણીવાર દેખાતો અમીર વાસ્તવમા ગરીબ હોય છે.
  પ્રભુ મને એવું મન-મગજ દેજે કે જે
  લોકોમાં પડેલ ખરાબીને ભૂલી જાય .
  પ્રભુ મને એવો આત્મા દેજે કે જે
  તારા પ્રત્યેનો મારો વિશ્વાસ ન ગુમાવે .
  સતત ચીંતન કરવા યોગ્ય
  માડીને પેટ
  એ ચસ ચસ ધાવે
  તેનું જ બાળ !

  Like

 3. Anila Patel માર્ચ 20, 2014 પર 5:17 એ એમ (AM)

  Bahuj saras achhandas rachaoma aapana hakaratmk vicharonu aalekhan thayu chhe.

  Like

 4. aataawaanihi માર્ચ 20, 2014 પર 6:00 એ એમ (AM)

  પ્રિય વિનોદભાઈ
  બહુ અસરકારક તમારી અછાંદસ કાવ્ય રચના છે વાંચી બહુ ને બહુ ગમી તમારી આવડત ઉપર માન ઉપજ્યું શાહ બાશ વિનોદભાઈ

  Like

 5. jagdish48 માર્ચ 20, 2014 પર 3:02 પી એમ(PM)

  અભિપ્રાય
  કોઈના વિષે તમારો કોઈ અભિપ્રાય આપતાં ખુબ વિચારજો ,
  કેમ કે એ વખતે તમારી જાત વિષે પણ તમે કશુક કહી રહ્યા હશો .
  —————————————————
  ઉંમરલાયક
  લોકો કહે છે કે હું હવે ખુબ ઉંમરલાયક થઇ ગયો છું ,
  પ્રશ્ન થાય છે , શુ હું ખરેખર ઉંમરને લાયક થયો છું !
  ખુબ ગ્મ્યુ……
  ‘ઉંમરલાયક’ની દલીલ પ્રવૃતિથી ભાગવાની વૃતિ વ્યક્ત કરે છે.

  Like

 6. chandravadan માર્ચ 20, 2014 પર 3:20 પી એમ(PM)

  “અમીર અને ગરીબ”નું કહ્યું,

  “અભિપ્રાય”નું કહ્યું,

  “ઉમરલાયક”નું કહ્યું,

  “એક પ્રાર્થના”નું કહ્યું,

  “સુખ અને શાંતી”નું કહ્યું,

  “ફતેહ બહું દુર નથી”નું કહ્યું

  અરે ! વિનોદભાઈએ તો ખુબ જ કહી દીધું,

  ચંદ્રે એ વાંચી, હૈયું એનું આનંદથી ભરી લીધું,

  હવે, “ચંદ્રપૂકાર”પર ટુંકી વાર્તાઓ હશે,

  તો, આવશોને વાંચવા ? ચંદ્ર પૂછી રહે,

  ….ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ Chandrapukar !

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: