વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(418 ) શ્રીમતી પ્રજ્ઞાબેન દાદભાવાલા – એક નવીન સાહિત્ય પ્રેમી મિત્રનો પરિચય

બ્લોગ અને બ્લોગીંગનો એક મુખ્ય ફાયદો એ છે કે એનાથી એક સરખો સાહિત્ય રસ ધરાવતા  કદી નજરે જોયા ન હોય એવા બ્લોગર મિત્રોનો પરિચય થાય છે .પરિચય થતાં ઈ-મેલ અને ફોન સંપર્કથી માઈલોનું અંતર કપાઈ જાય છે અને હૃદયના ભાવથી એક બીજા વચ્ચે એક સાહિત્ય સેતુ રચાતાં મનમાં આનંદની લાગણી થાય છે .

આવી રીતે મને બે વર્ષ ઉપરાંતની મારી બ્લોગર તરીકેની આનંદ યાત્રા દરમ્યાન જે સાહિત્ય મિત્રોનો નજીકનો પરિચય થયો છે એમાં તાંજેતરમાં સાન ફ્રાન્સિસ્કો ,બે એરિયા નિવાસી શ્રીમતી પ્રજ્ઞાબેન દાદભાવાલાનો અનાયાસે  થયેલ પરિચય મારા સાહિત્ય રસિક મિત્રોના લીસ્ટમાં ઉમેરાયો છે .

શ્રીમતી પ્રજ્ઞાબેન દાદભાવાલા બે એરીયામાં ગુજરાતી ભાષાની અસ્મિતાને જાળવવાનું અને  ભાષાને ધબકતી રાખવાનું ખુબ જ અભિનંદનીય કાર્ય એમના સાથીઓ સાથે કરી રહયા છે .

પ્રજ્ઞાજીના બ્લોગ શબ્દોનું સર્જન અને નીચેના અન્ય બ્લોગોનું પરિભ્રમણ કરતાં વાચકોને

એમની સુંદર વિવિધ સાહિત્ય પ્રવૃતિઓ વિષે જાણવા મળશે .

Smt. Pragnaben Dadbhavala

Smt. Pragnaben Dadbhavala

About Pragnaji

પ્રજ્ઞાજીએ એમના બ્લોગમાં આપેલ એમનો પરિચય —

http://shabdonusarjan.wordpress.com/about/

પ્રજ્ઞાજીના બ્લોગોની નીચેની લીંકો ઉપર ક્લિક કરીને એમના શબ્દોના સર્જન સાથે સાથે

એમનો પણ પરિચય મેળવો .

http://shabdonusarjan.wordpress.com/   શબ્દોનુંસર્જન

http://pragnaji.wordpress.com/  લોક સંગીત 

http://gujaratidaglo.wordpress.com/ ડગલો 

(ગુજરાતી સાહિત્ય,સંગીત દ્વારા ભાષાને જીવંત રાખવાનો નમ્ર પ્રયત્ન)

 

આ બ્લોગોની મુલાકાત લેતાં એ સ્પષ્ટ થશે કે આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસારનો પ્રજ્ઞાજીનો ધ્યેય તો છે જ પણ એ ઉપરાંત વડીલોની સર્જન શક્તિને ખીલવવાનો પણ એમનો મુખ્ય હેતુ રહેલો છે .

આપણા જાણીતા અને માનીતા વડીલ શ્રી પી.કે .દાવડા પણ બે એરિયા નિવાસી છે અને પ્રજ્ઞાબેનને એમના વિચાર પ્રેરક સાહિત્યથી સારો સહકાર આપી રહ્યા છે .

૯૫ વર્ષના સિનિયરોના મદદગાર અને સાહિત્યકાર શ્રી હરિકૃષ્ણ મજમુદાર ,એમનાં પત્ની પ્રેમલતાબેન, કનુભાઈ શાહ, મેઘલતાબેન મહેતા વિગેરે બે એરિયા નિવાસી બુઝર્ગ વડીલો પણ આમાં સારો રસ લે છે .

પ્રજ્ઞાજીના પ્રયાસોથી આવાં વડીલ ભાઈ બહેનોને આજે શબ્દોનું સર્જન કરવાની તક પ્રાપ્ત થઇ શકી છે એ જેવી તેવી સાહિત્ય સેવા ન કહેવાય .

એમની બીજી એક ખુબ અગત્યની પ્રવૃતિમાં બે એરિયામાં પુસ્તક પરબની એક સુંદર સાહિત્ય પ્રવૃત્તિનો લાભ બે એરિયાના ભાષા રસિકો અને વડીલો લઇ રહ્યા છે .

આ પુસ્તક પરબ કાર્યક્રમના અન્વયે તેઓ ગુજરાતી ભાષાના પ્રેમીઓની સાહિત્ય બેઠકોનું આયોજન કરે છે . આને લીધે લેખક, વાચક, પ્રેક્ષક, કલાકાર વચ્ચે સુંદર સેતુ બંધાય છે .

આવી દરેક બેઠક માટે સભ્યોને અગાઉથી એક વિષય આપવામાં આવે છે અને બેઠકની તારીખે એ વિષય ઉપરની બધી રચનાઓનું વાચન થાય છે અને બીજા વિષયો ઉપર પણ વિદ્વાનો દ્વારા ચર્ચાઓ થાય છે .

આવી પ્રથમ તારીખ ૩૧મી જાન્યુઆરી ૨૦૧૪ની બેઠકનો વિષય હતો ” તો સારું ” . મારા બ્લોગ વિનોદ વિહારના એક વાચક તરીકે અને એમના બ્લોગ શબ્દોના સર્જનમાં પોસ્ટ થતા લેખો ઉપરના મારા પ્રતિભાવો ઉપરથી  શ્રીમતી પ્રજ્ઞાજીને મારા સાહિત્ય પ્રેમ અંગે જાણકારી હતી . એકવાર એમણે મને ફોનમાં વાત કરીને આવી સાહિત્ય બેઠકો વિષે વિગતે માહિતી આપી હતી અને  ” તો સારું …”વિષે કઈક લખી મોકલવા માટેનો મનેપ્રેમ ભર્યો આગ્રહ કર્યો હતો . આના જવાબમાં મેં મારી એક કાવ્ય રચના ખાસ આ કાર્યક્રમ માટે લખી મોકલી  હતી જે આ બેઠકમાં વાંચવામાં આવી હતી .

મારી આ કાવ્ય રચના” તો સારું ” એમણે એમના બ્લોગમાં પણ એક પોસ્ટ તરીકે પ્રગટ કરી હતી

એને નીચે પ્રસ્તુત છે   . 

તો સારું …. વિનોદભાઈ પટેલ

એક સુરજ થવાનાં નથી મને કોઈ શમણાં

માટીના મારા કોડીયામાં તેલ-વાટ પેટાવી

અંધારાં ઉલેચતો ઘરદીવડો થવ. તો સારું ….

જીવનમાં બધું સારું જ બનશે એવું હંમેશાં બનતું નથી

જ્યારે ખોટું બને ત્યારે મનથી ભાંગી ન પડાય તો સારું

જીવન  એક દોડની હરીફાઈ જેવો ખરાખરીનો ખેલ છે

ભય કે નિરાશાથી દોડ છોડી ભાગી ન જવાય તો સારું 

( મારું આ આખું કાવ્ય એમના બ્લોગની નીચેની લીંક ઉપર વાંચો )

http://shabdonusarjan.wordpress.com/2014/02/19

————————————–

પુસ્તક પરબની આ પ્રવૃતિમાં સારો રસ લેતા બે એરીયામાં રહેતા ગુજરાત સમાચારના સ્થાનિક પત્રકાર શ્રી રાજેશભાઈ લિખિત આ પ્રથમ બેઠક… ‘તો સારું…’નો ગુજરાત સમાચારમાં પ્રગટ અહેવાલ નીચેની લીંક ઉપર  ક્લિક કરીને વાંચો .

http://gujaratsamachar.com/index.php/articles/display_article/bay-area-gujarati-language-lover-meeting

———————————————-

e-Book -

 ‘તો સારું…’— ઈ- પુસ્તક

 ‘તો સારું…’- વિષય ઉપર રજુ થયેલ સાહિત્ય પ્રેમીઓની બધી અભીવ્યક્તિઓનું સુંદર સંકલન કરીને પ્રજ્ઞાજી

અને સાથીઓએ તૈયાર કરેલ ઈ-પુસ્તક નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચો .

   To Saru…… e-book ….Pragna Dadbhavala

—————————————————-

 બીજી  સાહિત્ય બેઠક 

પુસ્તક પરબ કાર્યક્રમ અન્વયે તારીખ ૨૮ મી ફેબ્રુઆરી ૨૦૧૪ ના રોજ  બીજી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું , જેનો વિષય હતો ” પ્રેમ એટલે કે પ્રેમ ” .આ દિવસે હવામાન ખરાબ હોવા છતાં બે એરિયાના સભ્યોએ મોટી સંખ્યામાં ભરચક હાજરી આપી હતી . આ પ્રસંગે “તો સારું “પુસ્તકની વિમોચન વિધિ પણ કરવામાં આવી હતી .

Pragnaben speaking in the meeting of 28th February,2014 .

Pragnaben speaking in the meeting of 28th February,2014 .

આ બેઠકનો શ્રી રાજેશભાઈ લિખિત ઓન લાઈન અહેવાલ જે તારીખ ૧૩ મી માર્ચ ૨૦૧૪ ના ગુજરાત

સમાચારમાં પ્રગટ થયો હતો એને ગુ.સ. નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચો  . 

http://gujaratsamachar.com/index.php/articles/display_article/gujarati-distinctly-book-paraba-language-literature-music-live-trying

આ બેઠક માટે  ” પ્રેમ એટલે કે પ્રેમ ”  વિષય ઉપરની મેં ખાસ તૈયાર કરેલ  એક કાવ્ય રચના

જે મેં પ્રજ્ઞાબેનને ઈ-મેલથી મોકલી આપી હતી એ નીચે પ્રસ્તુત છે .

પ્રેમ શુ છે ?.. વિનોદ પટેલ.

ખરેખર પ્રેમ શુ છે એ બહું ગહન સવાલ છે

પ્રેમ કહેવાની નહી પણ અનુભૂતિની ચીજ છે

પ્રેમમાં પડવાનું નહી પણ ઊભા થવાનું હોય છે

પતંગની જેમ ઉંચે ગગનમાં ઉડવાનું હોય છે………

આ આખી કાવ્ય રચના જે પ્રજ્ઞાજીએ એમના બ્લોગ શબ્દોનું સર્જનની તારીખ ૨૦મી માર્ચ ૨૦૧૪ ની

પોસ્ટ તરીકે પ્રગટ કરી હતી એને નીચેની લીંક ઉપર  ક્લિક કરીને વાંચો .

http://shabdonusarjan.wordpress.com/2014/03/20

——————————

નીચેના વિડીયોમાં  શ્રીમતી પ્રજ્ઞાબેન દાદભાવાલાને તારીખ ૩૧ મી જાન્યુઆરી ૨૦૧૪ની પ્રથમ સાહિત્ય બેઠકમાં  હ્યુસ્ટનના જાણીતા લેખક શ્રી વિજયભાઈ શાહની તો સારું વિષય ઉપરની એક સુંદર કાવ્ય રચનાનું અર્થ ગઠન સાથે પઠન કરતાં નિહાળી અને સાંભળી શકાશે .

First Bethak for Gujarati Sahitya at ICC, Milpitas, CA. was Hosted by Pragna

Dadbhawala on 2014-01-31 .”

તો સારૂ” by Vijay Shah, Houston, TX recited by Pragnaben 

 

શ્રી વિજયભાઈ શાહ  જ્યાં રહે છે એ હ્યુસ્ટન શહેરમાં ગુજરાતી સાહિત્ય સરિતા સંસ્થાના ઉપક્રમે ઘણા વર્ષોથી સાહિત્ય બેઠકોનું અવારનવાર આયોજન થતું હોય છે જેમાં ત્યાં રહેતા કવિઓ ,લેખકો ઉમળકાથી ભાગ લે છે .

એવી જ રીતે લોસ એન્જેલસમાં રહેતા મારા એક બીજા સાહિત્યકાર મિત્ર શ્રી આનંદરાવ લિંગાયત છેલ્લા લગભગ વીસેક વર્ષોથી ગુંજન નામે ગુજરાતી સામયિકનું એકલે હાથે સંપાદન કરે છે અને સાહિત્ય બેઠકોનું આયોજન પણ કરે છે .એમની વાર્તાઓનાં ત્રણ પુસ્તકો ખુબ વખણાયા છે  . 

આજે નેટ જગતમાં શ્રી વિજયભાઈ, શ્રી આનંદરાવ ,પ્રજ્ઞાજી જેવા ઘણા ઉત્સાહી સાહિત્ય પ્રેમી બ્લોગરો છે જેઓ એમના બ્લોગો/પ્રકાશનોના માધ્યમથી સૌ સૌની શક્તિ અને ભક્તિ પ્રમાણે અમેરિકામાં ગુજરાતી ભાષાને ધબકતી રાખવાનો પુરા ખંતથી  પ્રયત્ન  કરી રહ્યા છે . આપણી ગરવી ગુજરાતી ભાષાની અસ્મિતા માટે આ  એક શુભ ચિન્હ છે .

વિનોદ પટેલ

6 responses to “(418 ) શ્રીમતી પ્રજ્ઞાબેન દાદભાવાલા – એક નવીન સાહિત્ય પ્રેમી મિત્રનો પરિચય

 1. Atul Jani (Agantuk) માર્ચ 26, 2014 પર 4:29 પી એમ(PM)

  એક વસે ગુજરાતી જ્યાં ત્યાં સદાકાલ ગુજરાત

  Like

 2. P.K.Davda માર્ચ 27, 2014 પર 5:06 એ એમ (AM)

  શ્રી વિનોદભાઈ,
  પ્રજ્ઞા બહેને બે એરિયાના ગુજરાતીઓની પ્રતિભાને આગળ લાવવા માટે ખૂબ મહેનત કરી છે. એમણે અને એમના પતિ શ્રી શરદભાઈએ તન, મન અને ધનથી ગુજરાતી લોકોને પરદેશમાં પણ સ્વદેશ જેવા વાતાવરણનો અનુભવ કરાવવામાં આગળ પડતો ભાગ ભજવ્યો છે. મને પણ એમનો લાભ મળ્યો છે.

  એમના વિષે વિનોદ વિહારમાં લખી એમની કદર કરી છે એનો મને ખૂબ આનંદ છે.
  -પી. કે. દાવડા

  Like

 3. Ramesh Patel માર્ચ 27, 2014 પર 9:46 એ એમ (AM)

  સુશ્રી પ્રજ્ઞાબેનનો આ ઉમંગને કાર્યરતતાની સૌરભ ,તેમના ફોન થકી અનુભવવા મળી. આદરણીયશ્રી દાવડા સાહેબના સૌજન્ય જેવી જ. આપનો આ લેખ વાંચી ખૂબ જ આનંદ થયો.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 4. pragnaju માર્ચ 27, 2014 પર 12:46 પી એમ(PM)

  મા શ્રી પ્રજ્ઞાબેનનો બ્લોગર તરીકે પરીચય હતો આજે તેમના સેવાકીય કાર્યોના નવા નવા પાસા વિષે જાણી આનંદ થયો

  Like

 5. ગોદડિયો ચોરો… માર્ચ 28, 2014 પર 4:42 પી એમ(PM)

  આદરણીય વડિલ શ્રીવિનોદકાકા

  આદરણીય શ્રી પ્રજ્ઞાબેનનો પરિચય ઘણ સમયથી છે

  ગુજરાતી ભાષા માટે તેઓ ઉમદા કાર્ય કરે છે ઉપરાંત સિનિયર સિટીઝન માટે પણ ઉપયોગી બને છે

  “તો સારું” માટે મને એમણે ભારત ફોન કરેલો.

  Like

 6. Pingback: (420 ) ” પ્રેમ એટલે કે પ્રેમ ” વિષય ઉપરના સહિયારા સર્જનનું ઈ-પુસ્તક -સુંદર સંકલન | વિનોદ વિહાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: