વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: માર્ચ 27, 2014

(419) એક હિંમતવાન મહિલા એમી પરડી ( Amy Purdy ) ના જીવનની દિલચસ્પ અને પ્રેરક કથા

Amy Purdy with Fembots - Even Femboots have feelings !

Amy Purdy with Femboots – Even Femboots have feelings !

  લાસ વેગાસ , અમેરિકામાં ૭ મી નવેમ્બર ૧૯૭૯ ના રોજ જન્મેલ, ૩૪ વર્ષીય સાચી ઓલમ્પિકમાં સ્નો બોર્ડર તરીકે બ્રોન્ઝ મેડલ જીતનાર એમી પરડી ( Amy Purdy ) ની જીવન કથા ખુબ જ રસસ્પદ છે એટલી જ પ્રેરણાદાયી છે .

એમી પરડી જ્યારે ૧૦ વર્ષની હતી ત્યારે એને સ્નો બોર્ડર તરીકે નામ કમાવાની ખ્વાહિશ હતી અને એ માટે પ્રયત્ન કરતી હતી .પરંતુ એના કમનશીબે એ જ્યારે ૧૯ વર્ષની થઇ ત્યારે બેક્ટેરીયલ ઇન્ફેક્શનને  લીધે એને ઢીંચણ નીચેથી બે પગ કપાવી નાખવા પડેલા અને બનાવટી પગ નાખવા પડ્યા.આ પગો ગુમાવ્યાનું દુખ તો હતું જ એ ઉપરાંત એની બન્ને કિડનીઓ ફેઈલ થઇ ગઈ . ડોક્ટરોએ એના જીવવાની ફક્ત ૨ ટકા શક્યતા છે એવું નિદાન કર્યું .એના પિતાએ એમની વહાલી દીકરીને જીવાડવા માટે એમની કિડનીનું દાન કર્યું . કુટુંબના સારા નશીબે એમી બચી ગઈ . એને નવું જીવન પ્રાપ્ત થયું .

જીવનના આવા વિપરીત સંજોગોમાં એમી પરડી હિંમત ન હારી અને સ્નો બોર્ડર માટેના પ્રયત્નોમાં લાગી ગઈ .  એના બે પગ કપાવ્યાના માત્ર સાત મહિના પછી એના બનાવટી પગો વડે સ્થાનિક સ્નો બોર્ડીંગની હરીફાઈમાં એ ત્રીજા નંબરથી જીતી ગઈ . હિંમતે મર્દા તો મદદે ખુદાનું જીવતું જાગતું ઉદાહરણ એટલેઆ  હિંમતવાન મહિલા એમી પરડી -Amy M. Purdy .

Amy M. Purdy ના જીવનની આ દિલચસ્પ કહાણી એણે TED સંસ્થાના ઉપક્રમે  Living beyond limits વિષય ઉપર જે પ્રેરક પ્રવચન કર્યું હતું એ પ્રસંગના નીચેના વિડીયોમાં  એના જ મુખેથી જ સાંભળો .

આ વિડીયો જોવાથી પ્રતીતિ થશે કે કુદરતે એના પ્રત્યે જે મુશ્કેલીઓના પથ્થરો ફેંક્યા એનાં પગથીયાં બનાવીને એ કેવી રીતે જીવનનાં એક પછી એક સોપાન ચડતી ગઈ અને હિંમતથી મુશ્કેલીઓને હંફાવતી ગઈ . 

Amy Purdy… Living beyond limits- Talk at TED

——————————————————–

” ડાન્સિંગ વિથ ધી સ્ટાર ” ની હરીફાઈમાં એમી પરડી

તમને એ જાણીને નવાઈ લાગશે કે એના બે બનાવટી પગની મુશ્કેલી હોવા છતાં અમેરિકાના ખુબ જ લોકપ્રિય ટેલીવિઝન શો ” ડાન્સિંગ વિથ ધી સ્ટાર “18મી સીઝનની  હરીફાઈમાં જાણીતા ડાન્સિંગ પાર્ટનર ડેરેકની સાથે એમી ભાગ લઇ રહી છે .

તારીખ 17મી માર્ચ ૨૦૧૪ સોમવાર ના રોજની  આ હરીફાઈની  પ્રથમ ઓપનીગ નાઈટના ટીવી શો નો નીચેનો વિડીયો જ્યારે તમે જોશો ત્યારે તમને આ બહાદુર મહિલાની આત્મ શક્તિ ઉપર જરૂર માન ઉત્પન્ન થશે .

Amy Purdy & Derek – Cha Cha Cha

(Opening Night)

માનવીની સંસાર સાગરમાં હંકારાતી જીવન નૌકા હંમેશાં એકધારી એક દિશામાં સરળતાથી પ્રગતી ભાગ્યે જ કરતી  હોય છે . 

નૌકાના માર્ગમાં અનેક સંકટોમાંથી પસાર થવાનું પણ બનતું હોય છે જેમ એમી પરદીના જીવનમાં બન્યું  છે .

આવા વિપરીત સંજોગોમાં મનથી ભાંગી પડવાના બદલે ધીરજ અને હિંમતથી કામ લેવાનું જરૂરી બને છે .

જિંદગીની રાહમાં જે કઈ પણ આવી મળે એને સ્વીકારી લેવાની માનસિક તૈયારી, મજબુતાઈથી ટકી રહેવાનું ધૈર્ય ,પરિશ્રમ અને પ્રભુ ઉપર હૃદયથી વિશ્વાસ એ કોઈ પણ તોફાનોને પાર કરી સંસાર સાગરને તરી જવાનાં અગત્યનાં સાધનો છે .

સલામ છે આ બહાદુર મહિલા એમી પરદીની  હિંમતને !

“Attitude is the mind’s paint brush ,

It can color any situation . “-Unknown

—————

“You become truely disabled when you

choose not to overcome your obstacles “

“Never allow defeat to defeat you .”

—Amy Purdy 

વિનોદ પટેલ     

———————————————-

એમી પરડી– Amy Purdy વિષે વધુ વિગતે માહિતી

નીચેની બે લીંક ઉપરથી મળી શકશે .

http://en.wikipedia.org/wiki/Amy_Purdy

 Amy Purdy – Official web site 

http://amypurdy.com/

Do'nt Quit -Quote