વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(419) એક હિંમતવાન મહિલા એમી પરડી ( Amy Purdy ) ના જીવનની દિલચસ્પ અને પ્રેરક કથા

Amy Purdy with Fembots - Even Femboots have feelings !

Amy Purdy with Femboots – Even Femboots have feelings !

  લાસ વેગાસ , અમેરિકામાં ૭ મી નવેમ્બર ૧૯૭૯ ના રોજ જન્મેલ, ૩૪ વર્ષીય સાચી ઓલમ્પિકમાં સ્નો બોર્ડર તરીકે બ્રોન્ઝ મેડલ જીતનાર એમી પરડી ( Amy Purdy ) ની જીવન કથા ખુબ જ રસસ્પદ છે એટલી જ પ્રેરણાદાયી છે .

એમી પરડી જ્યારે ૧૦ વર્ષની હતી ત્યારે એને સ્નો બોર્ડર તરીકે નામ કમાવાની ખ્વાહિશ હતી અને એ માટે પ્રયત્ન કરતી હતી .પરંતુ એના કમનશીબે એ જ્યારે ૧૯ વર્ષની થઇ ત્યારે બેક્ટેરીયલ ઇન્ફેક્શનને  લીધે એને ઢીંચણ નીચેથી બે પગ કપાવી નાખવા પડેલા અને બનાવટી પગ નાખવા પડ્યા.આ પગો ગુમાવ્યાનું દુખ તો હતું જ એ ઉપરાંત એની બન્ને કિડનીઓ ફેઈલ થઇ ગઈ . ડોક્ટરોએ એના જીવવાની ફક્ત ૨ ટકા શક્યતા છે એવું નિદાન કર્યું .એના પિતાએ એમની વહાલી દીકરીને જીવાડવા માટે એમની કિડનીનું દાન કર્યું . કુટુંબના સારા નશીબે એમી બચી ગઈ . એને નવું જીવન પ્રાપ્ત થયું .

જીવનના આવા વિપરીત સંજોગોમાં એમી પરડી હિંમત ન હારી અને સ્નો બોર્ડર માટેના પ્રયત્નોમાં લાગી ગઈ .  એના બે પગ કપાવ્યાના માત્ર સાત મહિના પછી એના બનાવટી પગો વડે સ્થાનિક સ્નો બોર્ડીંગની હરીફાઈમાં એ ત્રીજા નંબરથી જીતી ગઈ . હિંમતે મર્દા તો મદદે ખુદાનું જીવતું જાગતું ઉદાહરણ એટલેઆ  હિંમતવાન મહિલા એમી પરડી -Amy M. Purdy .

Amy M. Purdy ના જીવનની આ દિલચસ્પ કહાણી એણે TED સંસ્થાના ઉપક્રમે  Living beyond limits વિષય ઉપર જે પ્રેરક પ્રવચન કર્યું હતું એ પ્રસંગના નીચેના વિડીયોમાં  એના જ મુખેથી જ સાંભળો .

આ વિડીયો જોવાથી પ્રતીતિ થશે કે કુદરતે એના પ્રત્યે જે મુશ્કેલીઓના પથ્થરો ફેંક્યા એનાં પગથીયાં બનાવીને એ કેવી રીતે જીવનનાં એક પછી એક સોપાન ચડતી ગઈ અને હિંમતથી મુશ્કેલીઓને હંફાવતી ગઈ . 

Amy Purdy… Living beyond limits- Talk at TED

——————————————————–

” ડાન્સિંગ વિથ ધી સ્ટાર ” ની હરીફાઈમાં એમી પરડી

તમને એ જાણીને નવાઈ લાગશે કે એના બે બનાવટી પગની મુશ્કેલી હોવા છતાં અમેરિકાના ખુબ જ લોકપ્રિય ટેલીવિઝન શો ” ડાન્સિંગ વિથ ધી સ્ટાર “18મી સીઝનની  હરીફાઈમાં જાણીતા ડાન્સિંગ પાર્ટનર ડેરેકની સાથે એમી ભાગ લઇ રહી છે .

તારીખ 17મી માર્ચ ૨૦૧૪ સોમવાર ના રોજની  આ હરીફાઈની  પ્રથમ ઓપનીગ નાઈટના ટીવી શો નો નીચેનો વિડીયો જ્યારે તમે જોશો ત્યારે તમને આ બહાદુર મહિલાની આત્મ શક્તિ ઉપર જરૂર માન ઉત્પન્ન થશે .

Amy Purdy & Derek – Cha Cha Cha

(Opening Night)

માનવીની સંસાર સાગરમાં હંકારાતી જીવન નૌકા હંમેશાં એકધારી એક દિશામાં સરળતાથી પ્રગતી ભાગ્યે જ કરતી  હોય છે . 

નૌકાના માર્ગમાં અનેક સંકટોમાંથી પસાર થવાનું પણ બનતું હોય છે જેમ એમી પરદીના જીવનમાં બન્યું  છે .

આવા વિપરીત સંજોગોમાં મનથી ભાંગી પડવાના બદલે ધીરજ અને હિંમતથી કામ લેવાનું જરૂરી બને છે .

જિંદગીની રાહમાં જે કઈ પણ આવી મળે એને સ્વીકારી લેવાની માનસિક તૈયારી, મજબુતાઈથી ટકી રહેવાનું ધૈર્ય ,પરિશ્રમ અને પ્રભુ ઉપર હૃદયથી વિશ્વાસ એ કોઈ પણ તોફાનોને પાર કરી સંસાર સાગરને તરી જવાનાં અગત્યનાં સાધનો છે .

સલામ છે આ બહાદુર મહિલા એમી પરદીની  હિંમતને !

“Attitude is the mind’s paint brush ,

It can color any situation . “-Unknown

—————

“You become truely disabled when you

choose not to overcome your obstacles “

“Never allow defeat to defeat you .”

—Amy Purdy 

વિનોદ પટેલ     

———————————————-

એમી પરડી– Amy Purdy વિષે વધુ વિગતે માહિતી

નીચેની બે લીંક ઉપરથી મળી શકશે .

http://en.wikipedia.org/wiki/Amy_Purdy

 Amy Purdy – Official web site 

http://amypurdy.com/

Do'nt Quit -Quote

 

 

 

 

 

 

 

 

6 responses to “(419) એક હિંમતવાન મહિલા એમી પરડી ( Amy Purdy ) ના જીવનની દિલચસ્પ અને પ્રેરક કથા

 1. pushpa1959 માર્ચ 27, 2014 પર 7:35 એ એમ (AM)

  Ashubhma pan shubh samayelu che, pragti ma kata na hoy to maja na aave, kudratne samjo apar shkti aape che. Bas chalte ja.

  Like

 2. ગોવીન્દ મારુ માર્ચ 27, 2014 પર 10:25 એ એમ (AM)

  વીપરીત સંજોગોમાં મનથી ભાંગી પડવાના બદલે ધીરજ અને હીમ્મતથી કામ લેનાર બહેન એમી પરદીની હીમ્મતને કોટી કોટી સલામ..

  Like

 3. pragnaju માર્ચ 27, 2014 પર 12:40 પી એમ(PM)

  ઍમીને ડાન્સીંગ વીથ સ્ટાર્સ અને સ્નો બોર્ડર તરીકે પરફોમન્સ માણ્યા સાચે જ
  ‘જિંદગીની રાહમાં જે કઈ પણ આવી મળે એને સ્વીકારી લેવાની માનસિક તૈયારી, મજબુતાઈથી ટકી રહેવાનું ધૈર્ય અને પ્રભુ ઉપર હૃદયથી વિશ્વાસ એ કોઈ પણ તોફાનોને પાર કરી સંસાર સાગરને તરી જવાનાં અગત્યનાં સાધનો છે .’ પ્રેરણાદાયી વાત /ધન્યવાદ

  Like

 4. pravinshastri માર્ચ 27, 2014 પર 4:19 પી એમ(PM)

  એક સલામ એમીને અને એક સલામ વિનોદભાઈને…સરસ વિષયોની હૃદયસ્પર્શી માવજત માટે.

  Like

 5. aataawaanihi માર્ચ 29, 2014 પર 4:34 એ એમ (AM)

  પ્રિય વિનોદ ભાઈ
  એમી પરદી વિષે તમે લખ્યું એ બદલ તમને ધન્યવાદ અને એમી પરડી તારી હિંમત પ્રેરણા દાયી કહેવાય હે સ્ત્રી શક્તિ તારો જય જય કાર હો

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: