વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

(420 ) ” પ્રેમ એટલે કે પ્રેમ ” વિષય ઉપરના સહિયારા સર્જનનું ઈ-પુસ્તક -સુંદર સંકલન

અગાઉ પોસ્ટ નંબર (418 ) શ્રીમતી પ્રજ્ઞાબેન દાદભાવાલા – એક નવીન સાહિત્ય પ્રેમી મિત્રનો પરિચય માં પ્રજ્ઞાજીના પરિચયમાં બે એરીયાના સાહિત્ય પ્રેમીઓની આયોજિત સાહિત્ય બેઠકોનો નિર્દેશ કરવામાં આવ્યો હતો અને ” તો સારું ” એ વિષયની પહેલી ઈ-બુક વિષે પણ માહિતી આપી હતી .

તારીખ ૨૮ મી ફેબ્રુઆરી ૨૦૧૪ ની આવી બીજી સાહિત્ય બેઠકનો વિષય હતો ” પ્રેમ એટલે કે પ્રેમ “. આ વિષય ઉપર બે એરિયામાં રહેતા અને અન્ય લેખકોએ લખેલ લેખો/કાવ્યોને સુંદર રીતે આવરી લઈને ” પ્રેમ એટલે કે પ્રેમ ” ની ઈ-બુક પણ હવે બહાર પડી ચુકી છે . બે એરિયાના અને અન્ય લેખકોના એક જ વિષય ઉપરના આ સહિયારા સર્જનના લેખો /કાવ્યો વાંચવા લાયક છે .

આ ઈ-બુકનું સુંદર સંકલન પ્રજ્ઞાબેનએ કર્યું છે . આ ઈ-બુક વાંચવા રસ ધરાવતા વાચકો એમના બ્લોગશબ્દોનું સર્જનમાં જણાવ્યા પ્રમાણે નીચેની લીંક ઉપર વાંચી શકશે .

આ ઈ-બુકનું સુંદર સંકલન કરવા બદલ શ્રીમતી પ્રજ્ઞાબેન દાદભાવાલાને અભિનંદન ઘટે છે .

prem-aetle-prem-front-picture

પ્રેમ એટલે કે…… પ્રેમ- ઈ-બુક નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચો .

પ્રેમ એટલે કે…… પ્રેમ—— prem aetle pre

———————

આ ઈ-બુકમાં બે એરીયામાં રહેતા મિત્ર પી.કે.દાવડાનો પ્રેમ અંગેના વિષયનો સુંદર લેખ અને બે કાવ્યો વાંચવા જેવાં છે . આ લેખનો થોડો ભાગ જે એમણે ઈ-મેલમાં મોકલેલ એ નીચે પ્રસ્તુત છે .

પ્રેમની વ્યાખ્યા

સાહિત્ય બેઠકમાં પ્રેમની વ્યાખ્યા સમજાવતા શ્રી દાવડા

સાહિત્ય બેઠકમાં પ્રેમની વ્યાખ્યા સમજાવતા શ્રી દાવડા

પ્રેમ વિષે ઘણું બધું બોલાયું છે અને લખાયું છે, પણ હજી સુધી કોઈ પ્રેમની સંતોષકારક વ્યાખ્યા આપી શક્યું નથી. પ્રેમની સંતોષકારક વ્યાખ્યા શોધવા મેં અહીં પ્રયત્ન કર્યો છે અને પ્રત્યેક વ્યાખ્યા માટેના કારણો પણ આપ્યા છે.

“પ્રેમ એક પ્રકારનું “એનેસ્થેસિયા” છે.” આ વાત ઘણે અંશે સાચી છે. ઓપેરેશન વખતે એનેસ્થેસિયા આપી ડોકટર ગમે તેવી વાઢ-કાપ કરે છે તો પણ આપણને કંઈ ખબર પડતી નથી. આજકાલ પ્રેમમા પડેલા લોકોની હાલત પણ લગભગ આવી જ છે.

“પ્રેમ પારા જેવો છે.” હાથમા રહે પણ મુઠ્ઠીમા ન રહે, સરકી જાય.

“પ્રેમ યુધ્ધ જેવો છે.” શરૂ થઈ જાય છે, રોકવું મુશ્કેલ છે. આ વાત એટલે પણ સાચી છે કે જેમ યુધ્ધ પુરું થયા બાદ ચારે કોર બરબાદી જોવા મળે છે તેમ પ્રેમ ખતમ થયા પછી લગભગ આવું જ દેખાય છે.

“પ્રેમ દુનિયાને ફેરવતું નથી, દુનિયામાં ફેરવે છે.” આ વિષમા મારે કંઈ કહેવાની જરૂરત છે?

“પ્રેમ એક કલ્પના છે.” લગ્ન એક હકીકત છે.

“નશીબદાર લોકોનો પ્રેમ સિતાર જેવો છે.” વચ્ચે વચ્ચે સંગીત બંધ થઈ જાય પણ એના તાર સાબૂત હોય છે.

આમ ઘણા ફાંફા માર્યા છતાં પ્રેમની કોઈ બંધ બેસતી વ્યાખ્યા સાહિત્યમા તો મળી નહિં. એંજીનીઅર હોવાથી ગણિતની મદદ લેવાની કોશીશ કરી. વિચાર કર્યો Squareroot of love શું હશે?

ખૂબ ગણત્રી કરવા પછી જવાબ આવ્યો, “Attraction”. મને તો ગણિત પર વિશ્વાસ છે, પણ લોકો માનશે કે નહિં એવી શંકા હોવાથી સાહિત્યમાં જ શોધ ચાલુ રાખી.

આખરે સંત કબીરદાસે જવાબ આપ્યોઃ

प्रेम न बाड़ी ऊपजै, प्रेम न हाट बिकाय।

राजा परजा जेहि रूचै, सीस देइ ले जाय।।

-પી.કે.દાવડા

( આગળ ઈ-બુકમાં વાચો  )

——————————————————————–

આ ઈ-બુકમાં મારું ” પ્રેમ એટલે શુ ” નામનું એક કાવ્ય પણ સામેલ છે એ આખું કાવ્ય નીચે ફરી પ્રસ્તુત છે .

પ્રેમ શુ છે ?..

ખરેખર પ્રેમ શુ છે એ બહું ગહન સવાલ છે

પ્રેમ કહેવાની નહી પણ અનુભૂતિની ચીજ છે

પ્રેમમાં પડવાનું નહી પણ ઊભા થવાનું હોય છે

પતંગની જેમ ઉંચે ગગનમાં ઉડવાનું હોય છે

મનુષ્યને મન ગમતી એક ઉત્તમ લાગણી છે

બધાજ દર્દોની પ્રેમ એક અકસીર દવા છે

પ્રેમનું બંધન એ એક મન ગમતું બંધન છે

પ્રેમ અનેક સ્વરૂપે સર્વત્ર વિહરતો હોય છે

મા-બાપનો સંતાનો પ્રત્યેનો પ્રેમ જાણીતો છે

પ્રેમ વશ થઇ બહેની વીરાને રાખી બાંધે છે

પતિ-પત્નીનો પ્રેમ સંસારનો સાચો પાયો છે

દેશ પ્રેમ માટે માનવો બલિદાનો આપે છે

સાહિત્ય પ્રેમ એ જીવન ઉત્કર્ષની ચાવી છે

ચલચિત્રોમાંનો પ્રેમ એક બનાવટી પ્રેમ છે

લયલા-મજનું ને શીરી-ફરહાદ પ્રેમ પ્રતીકો છે

તિરસ્કાર નહીં પણ પ્રેમ જ એક સત્ય છે

પ્રેમ આંધળો હોય છે એમ લોકોમાં કહેવાય છે

પ્રેમાંધ સુરદાસ સાપને રસ્સી માની છેતરાય છે

બધાં જ ધર્મોમાં પ્રેમનો મહિમા ગવાયો છે

મોહન ઘેલી મીરાનો પ્રેમ કેવો અદભૂત છે

વાગી કટારી પ્રેમની એમ મીરાં જ ગાય છે

રામ ઘેલી શબરી પ્રભુને એંઠા બોર અર્પે છે

જેમ રસોઈમાં નમક એમ જીવનમાં પ્રેમ છે

જેણે પ્રેમ કર્યો નથી એનું જીવન બેકાર છે

પ્રેમ વિનાનું કોઈનું જીવન ક્લ્પવું મુશ્કેલ છે .

વિનોદ પટેલ , સાન ડિયેગો ,કેલીફોર્નીયા

=================================================================

Love quote-Charlie Chaplin

4 responses to “(420 ) ” પ્રેમ એટલે કે પ્રેમ ” વિષય ઉપરના સહિયારા સર્જનનું ઈ-પુસ્તક -સુંદર સંકલન

 1. chandravadan March 31, 2014 at 1:39 AM

  આ ઈ-બુકનું સુંદર સંકલન કરવા બદલ શ્રીમતી પ્રજ્ઞાબેન દાદભાવાલાને અભિનંદન ઘટે છે .
  Abhinandan !
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

 2. Anila Patel March 30, 2014 at 9:42 AM

  Jem Ishavarni vyakhya na thai shake tem Premni pan vyakhya na thai shake.

 3. pragnaju March 30, 2014 at 7:12 AM

  પ્રેમ એટલે સમય વહેતો અટકી જાય તેવી લાગણી ! પ્રેમ એટલે કશું ન જોઇએ તેવી માગણી ! પ્રેમ એટલે કુરબાન થઈ જવાની લાગણી ! પ્રેમ એટલે જીવન સાર્થક થયાની લાગણી ! પ્રેમ એટલે ઓરડી જેમાં સૃષ્ટી સારી સમાણી !

 4. Hemant March 30, 2014 at 6:26 AM

  Thank you for sharing the opinion about love of others to all of us with love e-books
  ……Hemant Bhavsar

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: