વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(422 ) સંત દાવડા ભગતનો સતસંગ

 

ફ્રિમોન્ટ , કેલીફોર્નીયા નિવાસી ૭૯ વર્ષના મિત્ર શ્રી પી.કે.દાવડા અવાર નવાર કોઈ એક વિષય ઉપર એમના વિચારો  એમના મિત્રોને એમની ઈ-મેલમાં જણાવતા રહે છે .

એમના કેટલાક લેખ મને ગમતાં અને વાચકોને પણ વાંચવા ગમે એવા પ્રેરક હોઈ એમના આવા કેટલાક ચૂંટેલા લેખ આજની પોસ્ટમાં મુક્યા છે . આશા છે વાચકોને એ વાંચવા ગમશે .

આજની ઈ-મેલમાં એમણે એમના એક વિડીયોની લીંક મોકલી આપતાં જણાવે છે કે “આ લીંક તમને સંત દાવડા ભગતના સતસંગમાં લઈ જશે . સંસારને સમજવા આ લીંક વાપરો.”

એમના લેખોમાં એમનો સત્સંગ કર્યા બાદ મુકેલ વિડીયોમાં સંત દાવડા ભગતને સસારની અસારતા સમજાવતા જુઓ અને સાંભળો .

વિનોદ પટેલ
—————————–

ધનની સચ્ચાઈઃ

પ્રત્યેક ધનવાન સુખી જ હોય છે એમ માની લેવાની જરૂર નથી.

દુનિયાના આઠ ધનાઢ્યોની વાત જાણવા જેવી છે.

૧. દુનિયાની સૌથી મોટી સ્ટીલ કંપનીના માલિક, ચાર્લસ સ્વાઅબ, એમના જીવનના છેલ્લા પાંચ વર્ષ કરજામા   હતા અને મૃત્યુ પહેલા દિવાળું કાઢેલું.

૨.દુનિયાની સૌથી મોટી ગેસ કંપનીના પ્રમુખ, હાવર્ડ હબ્સન ગાંડા થઈ ગયા.

૩. શેર બજારના રાજા ગણાતા આર્થર કટન, મૄત્યુ વખતે દેવાળિયા હતા.

૪. ન્યુયોર્ક શેરબજારના પ્રમુખ, રીચાર્ડ વિહ્ટનીને જેલની સજા થયેલી.

૫. અમેરિકાના પ્રેસિડન્ટની કેબીનેટના એક સભ્ય, અલબર્ટ ફોલ ને ચેનથી  

    મરી શકે એટલા માટે જેલમાંથી છોડવામા આવ્યા.

૬. વોલ સ્ટ્રીટમાં મંદીના રાજા, જેસી લીવરમોરએ આપઘાત કરેલો.

૭. દુનિયાની સૌથી મોટી મોનોપોલી ધરાવતી કંપનીના પ્રામુખ, ઈવાર ક્રુગરે આપઘાત કરેલો.

૮. બેંક ઓફ ઈંટરનેશનલ સેટલમેંટના પ્રમુખ, લીઓન ફ્રેઝરે આપઘાત કરેલો.
 

આ બધાની ભૂલ એ હતી કે તેઓ પૈસા પાછળની દોડમા જીંદગી જીવવાનું ભૂલી ગયેલા.

એ લોકો પોતાના કુટુંબને ભૂલી ગયા હતા,

પોતાની તંદુરસ્તીને ભૂલી ગયા હતા, સમાજને ભૂલી ગયા હતા.

જીવવા માટે પૈસા જરૂરી છે એ વાત ન નકારી શકાય. વહાણ ચલાવવા પાણી જોઈએ પણ એ પાણી જ્યારે વહાણમા ઘૂસી જાય ત્યારે વહાણને ડુબાડી દે.

ધનવાન હોવું એનો અર્થ એ નથી કે ખૂબ કમાવવું, ખૂબ ખર્ચવું અને ખૂબ એકઠું કરવું. ધનવાન હોવું એટલે વધારે ધનની જરૂરતથી મુક્તિ મેળવવી.

-પી. કે. દાવડા

——————————————————-

(મારા ગઈકાલના લેખના અનુસંધાનમાં)

પૈસો અને સુખ

ધન સુખ છે, આરામ છે, ધન ખુશીઓનો માર્ગ ખોલે છે. ધન ઘણું  બધું છે, પરંતુ બધું જ નથી. આમ પૈસાના મામલે આપણું વલણ બેવડું હોય છે.

પૈસા વિના જીવન ચાલી શકે નહીં. આજના સમયમા દુનિયાના ઘણાખરા દુ:ખોનું કારણ પૈસાનો અભાવ છે. સારો ખોરાક, સારા કપડા, સારૂં ઘર, આ બધું પૈસા વગર શ્ક્ય નથી.

બાળકોનું શિક્ષણ, માંદગી દરમ્યાન યોગ્ય સારવાર પણ પૈસા વગર શક્ય નથી. પૈસાનો તિવ્ર અભાવમાં નિરક્ષરતા, અપરાધ અને બીમારીઓનો વાસ હોય છે.

ગરીબી તમને સામાન્ય માણસની જીંદગી જીવવા દેતી  નથી. આજના જમાનામા તમામ સંબંધો અને તમામ સુખ-દુ:ખના પાયામાં પૈસા જ હોય છે.

એનો અર્થ એ પણ નથી કે યેન કેન પ્રકારેણ પૈસો કમાઇ લો. દુનિયા જુએ છે કે એ પૈસો તમારી પાસે કેવી રીતે આવ્યો છે. જે દિવસે બદનામ થયા તે દિવસે

બધા મોં ફેરવી લેશે, પૈસા હશે તો પણ. સમાજમા જો તમારૂં માન ન વધારે તો એ પૈસો આનંદ આપી શકે નહિં.

જો પૈસો સર્વસ્વ હોત તો તમામ પૈસાદારો રાત્રે વગર ઊંઘની દવાએ સૂઇ શકતા હોત. પૈસા સુંવાળી પથારી ખરીદી આપે છે, ઊંઘ નહીં,પકવાન ખરીદી આપે છે,ભૂખ નહીં, સાહ્યબી ખરીદી શકે છે, સંસ્કાર નહીં.

આખો દિવસ મજૂરી કરીને એમાંથી લોટ લાવી ચૂલો પેટાવી મોટા રોટલા બનાવી પત્ની સાથે વાળુ કરીને રોડની ફૂટપાથ પર સૂઇ જનારની ઇર્ષ્યા થઇ આવે છે.એક મજૂર જ્યારે

પોતાની પત્નીને સાયકલની પાછળની સીટ પર બેસાડીને જતો હોય ત્યારે મોટી કારમાં બેસીને જતી પેલી ભરેલા શરીરવાળી શેઠાણી બહુ વામણી લાગે છે. સાંભળ્યું છે કે

બધા આદિવાસી રાત્રે ઘેર પાછા જતા હોય ત્યારે હારબંધ ચાલતા જતાં હોય છે ત્યારે આગળ ચાલતો જણ વાંસળી વગાડતો હોય છે. આ જીવનનું સંગીત છે.

ગામડામાં ખાખરાના પાનના પતરાળામાં પાંચ લાડું ખાનારા સાથે ચાંદીની થાળીમાં ખાખરા ખાનારની કલ્પના કરી જોજો. ઘરમાં ટીવી સેટ છે સોફા સેટ છે પરંતુ ઘરના માણસો અપસેટ છે.

– પી.કે.દાવડા

—————————————————————–

મારા કા’ન તમે રાધાજી ને તોલે ન આવો !

સ્વર્ગમાં એક દિવસ રાધા અને કૃષ્ણ સામ સામા આવી ગયા.

કૃષ્ણ થોડા વિક્ષુબ્ધ થયા પણ રાધા સ્વસ્થ રહી.

રાધાએ પૂછ્યું, “કેમ છો દ્વારકાધીશ?”

જે રાધા એને કાના કાના કહીને બોલાવતી, એના મુખે દ્વારકાધીશ શબ્દ સાંભળી કૃષ્ણને આધાત લાગ્યો. માંડ માંડ સ્વસ્થતા જાળવી, તેમણે કહ્યું, “તારા માટે તો હું આજે પણ કાનો જ છું, મને દ્વારકાધીશ ન કહે.”

“સાચું કહું રાધા, જ્યારે જ્યારે તું યાદ આવે છે, મારી આંખોમાં આંસુ આવી જાય છે.”

રાધાએ કહ્યું, “મારી સાથે આવું થતું નથી. હું તમને યાદ કરતી નથી, કારણ કે હું તમને ભૂલી જ નથી. મારી આંખોમાં તો સદા તમે રહો છે, ક્યાંક આંસુઓમાં એ તસ્વીર ધોવાઈ ન જાય એટલે હું રડતી પણ નથી.”

“પ્રેમથી અલગ થઈ તમે શું ગુમાવ્યું છે એ તમને કહું? સાંભળી શકો તો સાંભળો.

કયારે પણ વિચાર્યું છે કે પ્રગતિમાં તમે કેટલા પછાત પડી ગયા છો? જમુનાના મીઠા પાણીથી દૂર થઈ સમુદ્રના ખારા પાણી સુધી પહોંચી ગયા છો. પહેલા દસ આંગળી વાંસળીના

મધૂર સ્વર લહેરાવતી હતી, હવે માત્ર એક આંગળીનો ઉપયોગ થાય છે, સુદર્શન ચક્ર માટે.”

“કાના જ્યારે તમે પ્રેમથી જોડાયલા હતા ત્યારે એક આંગળીથી ગોવર્ધન પર્વત ઉપાડી કેટલા જીવ બચાવ્યા હતા? પ્રેમથી અલગ થઈ, સુદર્શન ચક્રનો ઉપયોગ વિનાશ માટે કર્યો.”

“કાના અને દ્વારકાધીશમાં શું ફરક છે એ કહું? કાના સુદામાને ઘરે જતે, સુદામા તમારા ધરે ન આવત.”

“યુધ્ધમાં અને પ્રેમમાં આજ તો ફરક છે. યુધ્ધમાં તમે કંઈક મિટાવીને જીતો છો. પ્રેમમાં તમે મટી જઈને જીતો છો.”

“કાના, પ્રેમમાં ડુબેલો માણસ દુખી તો રહી શકે છે, પણ કોઈને દુખ આપતો નથી.”

“તમે તો કઈક કલાઓના સ્વામી છો. સ્વપ્ના દ્ર્ષ્ટા છો. ગીતા જેવા ગ્રંથના દાતા છો. પણ તમે શું નિર્ણય કર્યો? તમારી પૂરી સેના કૌરવોને સોંપી દીધી, અને પોતે પાંડવોને સાથ આપ્યો.”

“સેના તો તમારી પ્રજા હતી. રાજા તો પાલક હોય છે, પ્રજાનો રક્ષક હોય છે. તમારા જેવા મહા જ્ઞાણી એ રથને હંકારી રહ્યા હતા, જેમા બેસીને અર્જુન તમારી પ્રજાને મારી રહ્યો હતો.

પોતાની પ્રજાને મરતી જોઈ, તમારામાં કરૂણા ન જાગી, કારણ કે તમે પ્રેમથી શૂન્ય થઈ ગયા હતા.”

“આજે પણ ધરતી ઉપર જઈને જૂઓ, તમારી દ્વારકાધીશની છબીને શોધતા રહી જશો. દરેક મંદિરમા મારી સાથે નજર આવશો. આજે પણ હું માનું છું કે

લોકો ગીતાના જ્ઞાનની વાતો તો કરે છે, એનું મહત્વ સમજે છે, પણ ધરતીના લોકો યુધ્ધવાળા દ્વારકાધીશ ઉપર નહિં પણ પ્રેમ વાળા કાના ઉપર ભરોસો કરે છે.”

“ગીતામાં ક્યાંયે મારૂં નામ નથી, છતાં વાંચનનું સમાપન રાધે રાધે થી કરે છે.

(સંકલિત)

—————————————————————————

 જે સરતો રહે એનું નામ સંસાર  . આ સંસાર અસાર છે . એમાં કોઈ સાર નથી . નીચેના વિડીયોમાં સંત દાવડા

ભગતને સંસાર વિશેની અનુભવ સિદ્ધ સમજણ આપતા જુઓ અને સાંભળો .

  

 

 

 

4 responses to “(422 ) સંત દાવડા ભગતનો સતસંગ

 1. Hemant એપ્રિલ 1, 2014 પર 9:30 એ એમ (AM)

  We cannot survive without money specially in North America , Everybody has to work hard to earn money , but it is very important how to use it and how many are benefited from those earning money . Life should be balance and when financial goal achieved , wash away the hand and move towards more spiritual growth for the personnel development ……..Hemant Bhavsar

  Like

 2. pravinshastri એપ્રિલ 1, 2014 પર 9:45 એ એમ (AM)

  શ્રી દાવડા સાહેબ એટલે બ્લોગવગરના બ્લોગસમ્રાટ. વડીલશ્રીની વાતો સમજવા જેવી તો છે જ. વિનોદભાઈને પણ હાર્દિક ધન્યવાદ.

  Like

 3. pragnaju એપ્રિલ 1, 2014 પર 10:53 એ એમ (AM)

  હરિઃ ૐ હરિઃ ૐ હરિઃ ૐ

  પ્રણિપાતેન

  ગંગાનું પાણી યાદ આપે છે કે જીવનને એવું જ પારદર્શક કે નિર્મળ કરવું જોઈએ. એમાં બુરા વિચાર, ભાવ કે કુકર્મોની ગંદકી ના રહેવી જોઈએ અને ભસ્મ મને જાગ્રત રાખે છે અને એની મદદથી હું ઈશ્વરપરાયણ રહી શકું છું. એ મને સંદેશ આપે છે કે સંસારમાં જે દેખાય છે તે બધું જ ક્ષણભંગુર કે વિનાશી છે. માત્ર ઈશ્વર જ સત્ય છે, શાશ્વત છે, સુખસ્વરૂપ છે અને એ ઈશ્વરને ઓળખવાથી જ શાંતિ મળી શકે છે. એવી રીતે ગંગાજળ ને ભસ્મ મારે માટે પ્રેરક થાય છે. એટલા માટે એ બંનેને જ્યાં જાઉં છું ત્યાં મારી સામે રાખું છું ને પૂજું છું.

  તમારે માટે સમસ્ત સંસાર વિશ્વવિદ્યાલય જેવો બની જાય છે, ટૂંકમા.
  ૧ કાલ જારણમ
  ૨ સ્નેહ સાધનમ
  ૩ ક્ટુક વર્જનમ
  ૪ ગુણ નિવેદનમ
  હરિઃ ૐ હરિઃ ૐ હરિઃ ૐ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: