વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 423 ) બિલાડીની માતૃત્વ ભાવના ( motherly instict ) દર્શાવતો એક અદભૂત વિડીયો

 

CAT MOTHERપહેલી એપ્રિલની એપ્રિલ ફૂલની આ કોઈ જોક નથી પણ એક સાચી બનેલી ઘટના છે અને નીચે મુકેલ વિડીયો એ એની સાબિતી છે .

સામાન્ય રીતે કોઈ પણ બિલાડી કુદરતી રીતે કોઈ પણ પક્ષીને પકડી મારીને ખાઈ જતી જોવામાં આવે છે .

નીચે જે વિડીયો મુક્યો છે એમાં એક યુવાન યુગલ  એમના ફાર્મમાં બીજાં પ્રાણીઓની  સાથે બતકાં( Ducklings ) પણ ઉછેરવાની ઇચ્છાથી ત્રણ બતકાનાં ઈંડાં લાવે છે.એક દિવસે એમાંથી ત્રણ નાનાં સુંદર બતકાં બહાર આવે છે .

એક દિવસ આ યુગલને આ બતકનાં નાજુક બચ્ચાં નજરે ન પડતાં વ્હેમ જાય છે કે એમની બિલાડી એ બચ્ચાંનું ડીનર કરી ગઈ હશે . તેઓ બિલાડીની પાછળ પાછળ એના રહેઠાણના સ્થાને જઈને જુએ છે તો એમના આશ્ચર્યનો કોઈ પાર નથી રહેતો . બિલાડી એનાં પોતાનાં ત્રણ બચ્ચાં સાથે ત્રણ આ બતકાંને વ્હાલથી પોતાની ગોદમાં લઈને પંપાળી રહી છે એટલું જ નહિ પણ દૂધપાન પણ કરાવી રહી છે !

આ બતકાં આ દુનિયામાં આવ્યાં એના પહેલાં જ આ બિલાડીએ એનાં પોતાનાં ત્રણ બચ્ચાને  જન્મ આપ્યો હોય છે . એનામાં કુદરતી રીતે ઉદભવ થયેલી માતૃત્વની ભાવના એને આ બતકાંનો શિકાર કરી ખાઈ જવાની વૃતિ ઉપર વિજય મેળવે છે . આ ત્રણ બતકાં માટે પણ એ એક સરોગેટ માતા બની જાય છે . બતકાં મોટાં થાય છે ત્યારે પણ બિલાડીનાં બચ્ચાં સાથે તેઓ પણ એની આ સરોગેટ મા સાથે ફરતાં દેખાય છે .

એક બિલાડીમાં ઉત્પન્ન થયેલ અજબ માતૃત્વને દર્શાવતો આ સત્ય ઘટનાત્મક વિડીયો એ સાબિત કરે છે કે જેમ મનુષ્યોમાં એક માતા એના બાળકને જન્મ આપીને કુદરતી રીતે માતૃત્વ ભાવના( Motherly feelings ) અને અપત્ય પ્રેમનો જે અહેસાસ કરે છે એવી જ માતૃત્વની ભાવના અને પ્રેમ આ બિલાડી જેવાં પ્રાણીઓમાં પણ જોવા મળે છે .

નીચેનો વિડીયો આ વિષયે તમને  જરૂર વિચાર કરતા કરી મુકશે એમાં મને કોઈ શંકા નથી .

આ યુવાન યુગલને એમની બિલાડી અને બતકાંની આ આશ્ચર્યજનક વાર્તાને

એમના મુખેથી કહેતાં આ વિડીયોમાં સાંભળો .

The Cat & The Ducklings (Animal Odd Couples)

3 responses to “( 423 ) બિલાડીની માતૃત્વ ભાવના ( motherly instict ) દર્શાવતો એક અદભૂત વિડીયો

 1. pragnaju એપ્રિલ 2, 2014 પર 10:01 એ એમ (AM)

  પશુપ્રેમ ક્યારેક આ પ્રેમ તેની સીમાઓ આંબી જાય છે તો મનુષ્યનો આ પશુ પ્રેમ આડંબર લાગે છે.

  સામાન્ય રીતે જોઈએ છીએ કે બિલાડી જોતા જ કૂતરું તેની પાછળ પડી જાય છે. પરંતુ બિલ્લુ નામના એક કૂતરાએ નેંસી નામની એક બિલ્લીને પોતાના બાળકની જેમ ઉછેર્યુ છે. ઈન્દોરના એક પરિવારે લગભગ ચાર વર્ષોથી બિલ્લૂને પાળ્યો છે. એકવાર તેમને પોતાના પડોસમાં એક લાવારિસ બિલાડીનું બચ્ચું પડેલુ મળ્યુ. જે દેખાવમાં બિલકુલ બિલ્લુ જેવુ જ લાગતું હતુ. તેઓ તેને પોતાના ઘરે તો લઈ આવ્યા પણ તેમને બીક હતી કે આ બિલ્લીને પાળીએ તો તેને કૂતરાથી કેવી રીતે બચાવી રાખીએ.

  પરંતુ તેમની આ બીક તેમના કૂતરાએ દૂર કરી દીધી. થોડા જ દિવસોમાં તો નેંસી બિલાડીને તે પોતાના બાળકની જેમ પ્રેમ કરવા માંડી. અહીં સુધી કે તેના પોતાનું બાળક ન હોવા છતાં નેંસી માટે ઉભરાયેલું માતૃત્વને કારણે તે તેને સ્તનપાન કરાવવા લાગી. ડોલેકર પરિવારે જ્યારે આ અનોખી ઘટના પશુ ચિકિત્સકને બતાવી તો તેમને આને સાયકોલોજી પ્રભાવ બતાવ્યો.
  પરંતુ આ પ્રેમકથા વધુ સમય ન ચાલી શકી. અને 10 મહિનાની અંદર જ બિલાડી મરી ગઈ. બધુ એક સામાન્ય ઘટનાની જેમ જ હતુ. પરંતુ અહીંથી શરૂઆત થઈ આડંબરની. પરિવારના લોકોએ બિલાડીની પણ ઘરના સભ્યની જેમ જ અંતિમ યાત્રા કાઢીને તેનો અંતિમ સંસ્કાર કર્યો. અને એ બધા સંસ્કાર કર્યા જે કોઈ પરિવારના સભ્યના મરી ગયા પછી કરવામાં આવે છે. એવુ કહેવાય છે કે બિલાડીના મોત પર બિલ્લુ કૂતરાએ પણ ઘણા આંસુ વહાવ્યા.
  પશુ પ્રત્યે દયા અને પ્રેમ રાખવો એ એક પ્રશંસનીય કાર્ય છે, પરંતુ પ્રેમનું આ રીતે આડંબર કરવુ એ ક્યાં સુધી યોગ્ય છે ?

  Like

 2. Anila Patel એપ્રિલ 2, 2014 પર 10:41 એ એમ (AM)

  Ek Prani bija pranina bachchane uchhere chhe evu ghanivar jova malyu chheJyare bijibaju manas mansane marine khata shikhi gayo chhe .

  Like

 3. pushpa1959 એપ્રિલ 3, 2014 પર 3:18 એ એમ (AM)

  Adbhut prem, videshio to khrekar animal premi hoy che, bhartma muj aakhe nihalel satyaghtna kutru ane biladi ekbijani jode aadashma sutel ane jagya ke tarataj premthi ekbijna premioni jem gel kre, hu aa drashy joine aabhi thayi ke loko kahe che aa to banne dushman, pan na je saty hoy ene nihalya pachi nakari na shakay,

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: